Monday, January 5, 2015

SAVE TAX

નાણા ખર્ચીને પણ બચાવી શકાય છે Income Tax, આ છે ઉપાય

આવકવેરામાં બચતની વાત મગજમાં આવતાં હ જાતજાતના વિકલ્પો આવવા માંડે છે. એ વાતની પણ ચિંતા હોય છે કે પસંદ કરેલો વિકલ્પ કેટલું રિટર્ન આપી શકે છે. મોટાભાગના કરદાતા એ વાત પર પણ ધ્યાન આપે છે કે તેમના દ્ધારા કરવામાં આવેલો ખર્ચ ટેકસ બચાવવામાં કેટલો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આવો, આવા જ કેટલાક ખર્ચની વાત કરીએ.

હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ

તમે તમારા અને તમારા પરિવારના હેલ્થ વીમાના વાર્ષિક પ્રીમિયમની ચુકવણી પર 15,000 રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકો છો. આર્થિક રૂપથી નિર્ભર માતા-પિતા માટે મેડિક્લેમ લઇને તમે આવકવેરામાં વાર્ષિક 20,000 રૂપિયાની વધારાની છૂટ મેળવી શકો છો. જો તમે વરિષ્ઠ નાગરીકની શ્રેણીમાં આવતા હો તો મેડિક્લેમ દ્ધારા 20,000 રૂપિયા સુધીની છૂટ મળશે. હેલ્થ વીમાનું પ્રીમિયમ પર આ છૂટ આવકવેરાની કલમ 80ડી  હેઠળ મળે છે.

જીવન વીમાનું પ્રીમિયમ

મૃત્યુ કોઇને કહીને નથી આવતું. જેથી પરિવારની સુરક્ષા માટે વીમો જરૂરી છે. તમે તમારી પોતાની જરૂરીયાત અનુસાર પછી કે ટર્મ ઇન્શ્યોરન્સ હોય કે ફન્ડામેન્ટલ કે યૂલિપ કે મની બેક પોલિસી લઇ શકો છો. જેની પ્રીમિયમની ચુકવણી પર તમને 80સી હેઠળ ટેકસ છૂટ મળશે જેની મર્યાદ દોઢ લાખ રૂપિયા છે. નિષ્ણાંતોના મતે આપનું જીવન વીમા કવચ વાર્ષિક આવકના 8થી 10 ગણું કે વાર્ષિક ખર્ચના 12થી 15 ગણું હોવું જોઇએ. મહત્વની વાત એ છે કે જો તમારી જીવન વીમા પોલીસીની કુલ રકમ વાર્ષિક 10 ગણાથી ઓછી હોય તો આપને આવકવેરાનો લાભ નહીં મળે

એજ્યુકેશન લોનના વ્યાજની ચુકવણી

એવા કયા મા-બાપ હશે જે પોતાના બાળકોના ઉચ્ચ શિક્ષણનું સપનું પૂર્ણ કરવા માંગતા ન હોય. પરંતુ મોટાભાગના કિસ્સામાં ઉચ્ચ શિક્ષણનો વધતો ખર્ચ તેમાં અવરોધ બને છે. એજ્યુકેશન લોન આવા જ સમયમાં મદદગાર સાબિત થઇ શકે છે. દેશ કે વિદેશમાં ભણવા માટે બેંક 4.30 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન આપે છે. જેની ચુકવણી 7 થી 15 વર્ષ દરમ્યાન કરી શકાય છે.

કલમ 80 ઇ હેઠળ આપ એજ્યુકેશન લોન ચૂકવતા વ્યાજ પર સંપૂર્ણ છૂટ મેળવી શકો છો. જો બાળકોના શિક્ષણ માટે પેરન્ટ્સ લોન લે છે તો તેમને ટેક્સ છૂટ મળે છે પરંતુ આવી લોન કોઇ માન્યતાપ્રાપ્ત સંસ્થા કે ચેરિટેબલ ઇન્સ્ટીટયૂટ પાસેથી લીધેલી હોવી જોઇએ. વોકેશનલ કોર્સિસ સહિત કોઇપણ પ્રકારના ભણતર માટે એજ્યુકેશન લોન 12 ધોરણ બાદ ઉપલબ્ધ હોય છે

બાળકોની ટ્યૂશન ફીસ

બે બાળકોની વાર્ષિક 24,000 રૂપિયા સુધીની ટયૂશન ફીસ પર આવકવેરામાં છૂટછાટ મેળવી શકાય છે. પ્રત્યેક બાળક માટે તેની મહત્તમ મર્યાદા 12,000 રૂપિયા છે. જેનો લાભ બે બાળકના ભણતર માટે અપાયેલી ટયુશન ફી પર મળે છે.

હોમલોનની પુનઃચુકવણી

હોમ લોની પુનઃચુકવણીમાં બે તત્વ હોય છે. પ્રથમ મૂળ રકમની ચૂકવણી અને બીજી વ્યાજની ચૂકવણી. મૂળરકમ પર દોઢ લાખ રૂપિયા સુધી છૂટ મળે છે. જયારે વ્યાજની ચૂકવણી પર કલમ 24 હેઠળ છૂટ મળે છે. જે ઘરમાં તમે રહેતા હો તે કિસ્સામાં તેની મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા છે. જો કે, જે ઘરમાં તમે ન રહેતા હો તે ઘરની હોમલોન પર વ્યાજની ચૂકવણી કરી રહ્યા હો તો તેમાં કોઇ મર્યાદા નથી. આ પ્રકારની લોનની પુર્નઃચુકવણી પર મહત્તમ 3.5 લાખ રૂપિયા આવકવેરામાં મજરે મળે છે. મહત્વની વાત એ છે કે જો કોઇ વ્યક્તિ નોકરી કે પોતાના વ્યવસાયના કારણે હોમ લોનથી ખરીદેલા ઘરમા ન રહે તો તેને વ્યાજની ચુકવણી પર મહત્તમ 2 લાખ રૂપિયાનો જ ફાયદો થશે.

ઘરનું ભાડું

જો આપની કંપની આપને એચઆર કે હાઉસિંગ ફાયદો નથી આપતી તો આપ કલમ 80જીજી મુજબ તેનો લાભ લઇ શકો છો. આ પોતાનો વ્યવસાય કરનારા પર પણ લાગુ થઇ શકે છે. આઇટી એક્ટની કલમ 80જીજી હેઠળ તમે કલેમ કરી શકો છો. મકાન કે ભાડું તમારી આવક કરતાં 10 ટકા વધારે હોય, 2000 રૂપિયાથી પ્રતિ માસ આપની કુલ આવકના 25 ટકા.

આવક વેરા નિયમ 1961ની કલમ 80જીજી મુજબ આવકવેરાનો લાભ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે કે તમે નીચેની શરતોને પૂર્ણ કરો.

તમે જયાં રહેતા હો કે નોકરી કરતા હો કે પછી ધંધો કરતા હો, જયાં આપનું કોઇ ઘર ન હોય. ત્યાં આપની પત્ની, બાળકો કે આપના હિંદુ અવિભક્ત કુટુંબની કોઇ રહેણાંકની પ્રોપર્ટી ન હોવી જોઇએ. આપને ફોર્મ નંબર 10બીએ દ્ધારા જાહેર કરવું પડે કે તમે ભાડાની ચુકવણી કરી છે કે નહીં. જો તમે આવકવેરામાં લાભ પ્રાપ્ત કરવાની શરતો પૂર્ણ કરી હોય તો તમે નોકરીયાત છો અને આપને એચઆરએ નહીં મળે. જો તમારુ ઘર કોઇ અન્ય શહેરમાં છે અને તેને ભાડા પર આપવાના બદલે જાતે જ ઉપયોગ કરી રહ્યા છો તો 80જીજી મુજબ આવકવેરાનો લાભ નહીં મળે, પછી ભલે તમે ભાડેથી જ કેમ ન રહેતા હો.

ગંભીર બિમારીઓનો ઇલાજ ખર્ચ
આવકવેરાની કલમ 80 ડીડીબી હેઠળ તમે ડિમેન્શિયા, પાર્કિન્સન, ક્રોનિક રેનલ ફેલ્યોર, ખતરનાક કેન્સર વેગેરે જેવી બીમારીઓના ઇલાજ પર થનારા ખર્ચમાં 40,000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો. વરિષ્ઠ નાગરિકોના ઇલાજના કિસ્સામાં આ છૂટ વધીને 60,000 રૂપિયા થઇ જાય છે. અક્ષમતા સ્તરે 40 ટકાથી વધારે હોય તો તને 80ડીડીબી હેઠળ છૂટનો હકદાર બનશે.

ખતરનાક કેન્સર, એઇડ્સ, કિડની કામ કરતી બંધ થઇ જાય, થેલેસેમિયા અને હીમોફેલિયા જેવી ગંભીર બીમારીઓ પણ તેમાં કવર થાય છે. જો તમારી પાસે હેલ્થ વીમા પોલિસી છે. તો તમે ફક્ત એટલી જ રકમમાં ઘટાડાના દાવેદાર હશો. જેની ક્ષતિપૂર્તિ આપની વીમા કંપની દ્ધારા ન કરવામાં આવી હોય.
Courtesy : Divyabhaskar Newspaper (Gujarati), Date. 05.01.2015

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...