Showing posts with label EWS. Show all posts
Showing posts with label EWS. Show all posts

Monday, May 26, 2025

EWS CERTIFICATE INFORMATION

 કારડીયા રાજપૂત જ્ઞાતિ ગુજરાતમાં ઓબીસી માં આવે છે . ગુજરાત બહાર ઓબીસીમાં આવતી નથી . ગુજરાત બહાર અભ્યાસ કે નોકરી માટે EWS પ્રમાણપત્ર મેળવી શકાય છે જેની
વાર્ષિક આવક ₹ 8,00,000/- કરતા ઓછી છે તેવા તમામ મિત્રોએ EWS પ્રમાણપત્ર તત્કાળ બનાવવું જોઈએ.

કેન્દ્ર માં *10℅ EWS શ્રેણી* માં આર્થિક રીતે નબળા લોકો માટે અલગ આરક્ષણ આપ્યું છે જેને *EWS (આર્થિક રીતે નબળા વિભાગ)* કહેવાય છે. 
તે કેટેગરી માટે *સામાન્ય કેટેગરીના મોટા ભાગના લોકો લાયક છે* અને *EWS* માટેના હકદાર છે.

*EWS* ના *10% અનામત* સંબંધિત માહિતીની ઘણી *અછત* વર્તે છે, તેથી *EWS અંગે જાગૃતિ અને પ્રચાર* કેળવવો ખૂબ જરૂરી છે,
આ આપણા બધાની સહિયારી જવાબદારી પણ છે..!!  

*શૈક્ષણિક ક્ષેત્ર ના લાભ :*
*તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ અભ્યાસક્રમો માટેની 10% બેઠકો EWS* શ્રેણી માટે આરક્ષિત છે અને *ફી માં પણ સુવિધા ઉપલબ્ધ છે.*

 11મી, 12મી, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન,
પોસ્ટ ગ્રેજ્યુએશન, B.A., B.Sc, B.com.,D.ED, B.ED, LLB, ITI, મેડિકલ, ફાર્મસી, નર્સિંગ, એન્જિનિયરિંગ, પોલિટેકનિક વિગેરે…

*સરકારી નોકરીમાં ફાયદો :*
 દરેક સરકારી નોકરીમાં,*10% નોકરીઓ EWS શ્રેણી માટે અનામત છે.*
વર્ગ 4 થી વર્ગ 1 રાજપત્રિત 
*(કોન્સ્ટેબલથી કલેક્ટર)* ગુજરાત બહાર કારડિયા રાજપુત જ્ઞાતિ ને તમામ/ અભ્યાસ/ નોકરીઓમાં 
*EWS પ્રમાણપત્ર હોવું જરૂરી છે !!*
*તમારા વિસ્તારમાં EWS પ્રમાણપત્ર, તાલુકા વિકાસ અધિકારી કે તેની સમકક્ષની ઓફિસમાંથી ઉપલબ્ધ છે. તમારે તમારા તાલુકાના સેતુ સુવિધા કેન્દ્ર, ચોઈસ સેન્ટર અથવા ઈ-સેવા કેન્દ્ર પરથી અરજી કરવાની રહેશે.*

*જરૂરી દસ્તાવેજો :*
માતાપિતા/વાલીઓનું *વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, લાભાર્થીનું આધાર કાર્ડ, ટ્રાન્સફર પ્રમાણ પત્ર, પાસપોર્ટ /જન્મ પ્રમાણપત્ર*/GR.





સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા અને રાહતના સમાચાર!*

*📢 સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા અને રાહતના સમાચાર!* *🏥 ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય:* મેડિકલ બિલ મંજૂરી હવે થઈ સા...