🏥 ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મેડિકલ બિલ મંજૂરી હવે વધુ સરળ! ✅
સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર! ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે અમદાવાદની ત્રણ પ્રખ્યાત સ્વાયત્ત સંસ્થાઓને હવે 'સરકારી હોસ્પિટલ' સમકક્ષ ગણવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
👇 કઈ ૩ હોસ્પિટલોનો સમાવેશ થયો?
૧. યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી (હૃદયરોગ)
૨. ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (કેન્સર)
૩. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (કિડની)
✨ શું ફાયદો થશે?
🔹 હવે આ હોસ્પિટલોમાં લીધેલી સારવારના બિલો નાણાકીય મર્યાદા વિના સીધા તિજોરી અધિકારી (Treasury Officer) સ્તરેથી મંજૂર થઈ શકશે.
🔹 મંજૂરીની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે.
🔹 'ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫' મુજબ તમામ લાભ મળવાપાત્ર રહેશે.
આ મહત્વની માહિતી તમામ મિત્રો અને ગ્રુપમાં શેર કરો જેથી સૌને જાણ થાય. 🔄
⚔️🖥️⚔️🖱️⚔️
સંકલન
❤️💙🩷💛💚
edupravinsinh.blogspot.in