Sunday, January 4, 2015

બનાવો તમારા કોમ્પ્યુટર ને સુપરફાસ્ટ

બનાવો તમારા કોમ્પ્યુટર ને સુપરફાસ્ટ

હાલમાં તો યુઝર્સ ખાસ કરીને પોતાના સ્માર્ટફોનમાં જ દરેક કામ કરી લેતા હોય છે. પરંતુ ક્યારેક જો તમારું ઘરનું કે ઓફિસનું કમ્પ્યુટર હેન્ગ થવા લાગે કે તેના સ્પેસિફિકેશનમાં કોઇ તકલીફ જણાય તો તમે જાતે જ આ ટિપ્સ અને ટ્રિક્સને અપનાવીને તેને ઠીક કરી શકો છો. ઘણીવાર તમે જ્યારે કોઇ મોટી ફાઇલ્સને ડાઉનલોડ કરો છો ત્યારે તે હેન્ગ થાય તેવી શક્યતાઓ વધી જતી હોય છે. ક્યારેક તમે કોઇ ટેક્સ્ટ મેસેજને વોઇસમાં કન્વર્ટ કરવા માંગતા હોવ તો તમારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અહીં એવી કેટલીક સરળ ટિપ્સ આપવામાં આવી છે જેને અપનાવીને સરળ રીતે તમે તમારા ક્મ્પ્યુટરના માસ્ટર બની શકો છો.

જો તમારું કમ્પ્યુટર વારંવાર હેન્ગ થતું હોય તો

- Shift Ctrl Esc દબાવો.

- હવે " END TASK " પર ક્લિક કરો.

બસ આ સિમ્પલ સ્ટેપ અને તમારું કમ્પ્યુટર સારી રીતે કામ કરવા લાગશે.

આ રીતે જુઓ કમ્પ્યુટરના સ્પેસિફિકેશન્સને

- Runમાં જાઓ.

- dxdiag ટાઇપ કરો.

-  Enter દબાવો.

હવે તમે તમારા પીસીના દરેક સ્પેસિફિકેશન્સને સરળતાથી જોઇ શકો છો.

કમ્પ્યુટરની કોઇપણ ટેકસ્ટને વોઇસમાં કન્વર્ટ કરવાને માટે

- Runમાં જાઓ.

- ટાઇપ કરો Control Speech

- કોઇપણ ટેકસ્ટ લખો અને તેને વોઇસમાં કન્વર્ટ કરો, તે તરત જ કન્વર્ટ થઇ જશે.

આ રીતે કરો ટાસ્કબારને ઓટો હાઇડ

- Task Bar માં Right Click કરો.

- Properties માં ક્લિક કરો.

- Auto hide the task bar સિલેક્ટ કરો અને OK કરો.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...