Thursday, August 25, 2022

વિશે વિગતવાર માહિતી

*વિશે વિગતવાર માહિતી* : 
તલવારને મા ભવાનીનું સ્વરૂપ માનવામાં આવે છે બીજા અર્થમાં કહીએ તો તલવાર એ શક્તિનું પ્રતીક છે . એટલેજ કવિઓએ દુહો કીધો છે . મંડણ ધ્રુમ સત ન્યાયરી ખંડણ અનય અનિત , ખલ નાશક શાસક પ્રજા હે અસી તુ જગજીત . આપ જ્યારે ઇતિહાસમાં ડોકિયું કરશો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે જ્યારે આ દુનિયામાં દુરાચાર , પાપ , અન્યાય કે અત્યાચાર , અરાજકતા ફેલાય છે ત્યારે ત્યારે આ વિશ્વમાં અરાજકતા , અત્યાચાર , દુરાચાર , અન્યાય અને પાપનો નાશ કરવા માટે અને સુશાશનની સ્થાપના માટે કોઈ વિરવર પુરુષ અથવા સ્ત્રી મા ભવનીના શરણે ગયા છે . અને માં ને માથું નમાવી નમન કરી શક્તિ સ્વરૂપા મા ભવાનીને પોતાના કર કહેતા હાથમાં ધારણ કરી છે અને પ્રાર્થના કરી છે કે હે મા ભવાની તું તો દુષ્ટોનો નાશ કરવાવાળી રોદ્ર શક્તિવાળી દુઃખી પ્રજાની રક્ષા કરવાવાળી અને સુશાસન સ્થાપનારી હે મા ભવાની તને મારા કોટી કોટી પ્રણામ . માં મારી ભેરે રહો અને મને શક્તિ પ્રદાન કરો . આજે આપડે તલવાર વિશે થોડી જાણકારી મેળવવીએ આમ જોઈએ તો તલવારના મુખ્ય બે ભાગ છે ૧ - પાનું ૨ - મુઠ હાથમાં પકડાય તે ભાગને મુઠ અને જે ભાગ થકી વાર કરાય તે ભાગને પાનું કહેવાય છે શસ્ત્રના જાણીતા ગ્રંથ પ્રતાપ શસ્ત્રાગર અનુસાર તલવારના આઠ અંગ 
૧ - રંગ આસમાની , કાળો , ધુમાડીયો , પિંગટ એમ ચાર રંગ હોય છે . ૨ - રૂપ ૩ - જાતી ૪ - નેત્ર ૫ - અરીષ્ટ ૬ - ભૂમિ ૭ - ધ્વનિ ૮ - પરિણામ આ મુજબ આઠ અંગ છે . કાઠિ સંસ્કૃતિ મુજબ તલવારના બાર અંગ ગણવામાં આવે છે અને તેનો બાપલભાઈ ચારણે દુહો પણ કીધો છે . કલા નથ વાટકી કોટિયા પીંછી પૂતળિયા પાનું , મોર ખોળી મોવટો બાપલ મયાન ધાર બખાનું . તલવારના બાર અંગ : ૧ - નથ ૨ - કલા ૩ - વાટકી ૪ - પૂતળિયા પ - કોટિયા ૬ - સાપટિયા ૭ - મોવટો ૮ - મયાન ૯ - ખોળી ૧૦ - ધાર ૧૧ - મોર ૧૨ - પાનું આ મુજબના બાર અંગ ગણાવ્યા છે . નેત્ર : તલવારના ઉપરના ભાગે નથ આવે છે અને તેમાં નેત્ર હોય છે અને તે ત્રીસ જેટલા છે અને શસ્ત્રના માહિતગાર હોય તેજ નેત્રને ઓળખી શકે છે .
૧ - ચક્ર ૨ - ખંડગ ૩ - ગધ ૪-૫દમ પ - ડમરુ ૬ - ધનુષ્ય ૭ - અકુશ ૮ - છત્ર ૯ - પતાકા ૧૦ - વીણા ૧૧ - વત્સ ૧૨ - લિંગ ૧૩ - ધ્વજ ૧૪ - ઈંદુ ૧૫ - કુંભ ૧૬ - શાર્દુલ ૧૭ - સિંહ ૧૮- સિંહાસન ૧૯ - ગજ ૨૦ - હંસ ૨૧ - મયુર ૨૨ - જીવ્હા ૨૩ - દશન ૨૪ - પુત્રિકા ૨૫ - ચામર ૨૬ - શૈલ્ય ૨૭ - પુષ્પમળા ૨૮ - ભુજાંગ ૨૯ - શૂળ ૩૦ - જ્યોત
આ નામથી નેત્ર હોય છે . તલવારને મ્યાન માંથી બહાર કાઢો તેને મ્યાન ચંડવાડ્યું કહેવાય . અને તલવારને મ્યાન માંથી બહાર ત્યારેજ કઢાય છે કાંતો પૂજા માટે અને દુષમન ઉપર વાર કરવા આ બન્ને કાર્યમાં તલવાર ને લોહી ચખાડાય છે . એટલેજ જાણકાર લોકોએ કીધું છે તલવારને મ્યાન બાર કાઢો તો તમારી ટચલી આંગળીનું લોહી ચખાડો અથવા લોખંડ સાથે ખખડાવો પછીજ પાછી મ્યાન કરો . અત્યારે તો તલવાર થી કેક કાપવની ફેશન કરી છે ઘણા લોકો એ , આ લોકો ને હકીકત મા તલવાર નું મહત્વ જ ખબર નથી હોતી . તલવાર એ પવિત્ર છે . માં ભવાની છે સાક્ષાત્ . એટલે આવા નાદાન ને અણ સમજુ લોકો ને સતબુદ્ધી આપે માતાજી . ૪ તલવાર નાં નિયમો : / તલવાર મ્યાન માંથી ઉપયોગ વગર કાઢવી નહીં . / તલવાર માં કોઇ દિવસ તમારૂ મોઢુ જોવું નહીં . / જો યુદ્ધ ના સમયે એ તલવાર પોતાની હાથે બહાર આવે તો તે યોદ્ધો અવશ્ય જીતે છે . ૫ તલવાર ને બહાર કાઢી ઘી થી અભીષેક કરી પૂજન કરવું જોઇએ . / સમૃધ્ધિ ની આશા હોય તેને તલવાર પર રૂધીર નો અભીષેક કરવો .. ! / પુત્ર ની આશા હોય તેમને તલવાર પર ઘી નો અભીષેક કરવો .. ! // ધન ની આશા હોય તેમને પાણી નો અભીષેક કરવો .. !! માહિતી તે આપ સર્વે ભાઈઓની જાણ સારું અહીં આપ સમક્ષ રજુ કરેલ છે જય મા ભવાની .
સંકલન:- પ્રવિણસિંહ પરમાર

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...