Friday, December 23, 2022

ક્ષત્રિય કારડીયા રાજપૂત ઇતિહાસ

વાંચો અને શેર કરો🔄 આ પોસ્ટ ફક્ત ને ફકત કારડીયા રાજપૂતને સંબંધિત છે. એમાં આપેલા ઉદા. કે વ્યાખ્યા સાથે અન્ય કોઈ સમાજને લાગતું વડકતું નથી. જેથી કોઈને ગેરસમજ ન થાય.

રજપુત કહો કે રાજપુત  બને શબ્દ એક જ છે. કોઈ અલગ અલગ જાતિ નથી. વૈદિક કાળના સમયમાં શાસ્ત્રો અને વેદોમાં રાજપુત્ર શબ્દ ઉલ્લેખ જોવા મળે છે. એક થી વધારે સંતાનોમાં એક પુત્ર રાજા બને છે. તો અન્ય પુત્રોને રાજન્ય, રાજપુત્ર અથવા રાજ કુમાર થી સંબોધે છે. પરંતુ રાજપૂત શબ્દનો ઉલ્લેખ નથી. ત્યાર બાદ મધ્યકાલીન કાળ થી ક્ષત્રિયો માટે રજપુત શબ્દ પ્રચલિત બન્યો એ સમયના કેટલાક દુહા એની સાક્ષી છે.

રણ કર કર રજ રજ રંગે,
રજ ઢંકે રવિ હુત,
તોય રજ જેતિ ધર ના દિયે 
રજ રજ વે 'રજપૂત'

चारण कलमां छोङ दे,रण तज दे रजपूत।
किरसो खेती आघङी,रजवट किंम मजबूत॥

रण खेती रजपूत री,कबहू न पीठ धरेह !
देश रुखाले आपणे, दुखिया पीड़ हरे !

બીજા આવા ઘણા બધા સંસ્ક્રુત, પ્રાકૃત , પાલી તથા ચારણી સાહિત્યમાં માં લખાયેલા છે. જે જ્ઞાની છે. બારોટ, ચારણ, કવિ, પંડિત તે બધા આ દુહા અને રજપુત શબ્દ કેટલો જૂનો છે. તેનાથી પરિચિત છે. તે ઉપરાંત ઘણા ઇતિહાસ સંબંધિત પુસ્તક માં લેખકોએ મૂળ શબ્દ રજપુત જ લખ્યો છે. તો રજપુત અને રાજપૂત ને જાહેરમાં કે સોશિયલ મીડિયામાં અલગ અલગ જાતિ કહેનાર અહીં મહામૂર્ખ અને અજ્ઞાની સાબિત થાય છે.

હવે વાત કરી ઓબીસી અને જનરલ કેટેગરીમાં આવતા રજપૂતોની વિશે ફેલાયેલી ખોટી ભ્રાંતિ વિશે. જેમકે જનરલ વાળા ઊંચા અને ઓબીસી વાળા નીચા. જેમાં મુખ્યત્વે જનરલ કેટેગરી માંથી આવતા સમાજ માં ખોટી ભ્રાંતિ ઘર કરી ગઈ છે. જે દૂર કરવાનો એક પ્રયાસ કરીએ.

👉જનરલ કેટેગરી માંથી આવતા સમાજને પૂછવું છે કે તમે ક્યારેય 1994 પહેલા જનરલ કેટેગરી ક્યાં ક્યાં સમાજ આવતા હતા એ તપાસ કરી ને જોયું ❓
ઉદા. તરીકે 19/12/1995 થી કાઠી રાજપુત સમાજ અને 25/07/1994થી કારડીયા રાજપૂત સમાજ ઓબીસી માં આવ્યા. અને કેન્દ્ર માં આજની તારીખે કારડીયા રાજપુત જનરલ કેટેગરીમાં જ આવે છે. તો આ બધા સરકારી માપદંડ છે. કોઈની હવેલી કે ડેલીના નય. 
🔴(જે મૂર્ખાઓ જનરલ કેટેગરીને ઊંચા અને ઓબીસી ને નીચા સમજે છે. એને મારો જવાબ)🔴

👉હાલમાં જ એક મહામૂર્ખની પોસ્ટ વાંચી જેમાં એને લખ્યું કે કારડીયા શબ્દની ઉત્પત્તિ ઇસ. 1959 માં થઇ. આવા કેટલાય અધૂરા ઘડાઓ ને એટલું કહીશ કે દેવાયત પંડિત પંદરમી સદીમાં થઇ ગયા. એની આગમવાણી સાંભળી લેવી એમાં એક કડી આવશે "કારડીયા કર્મી કેવાશે અને જાગીરદાર.........."  આખી પુરી નય કરું કારણકે કેટલાયની લાગણી દુભાય જાશે. તથા  અઢારમી સદી ની બુકો માં કારડીયા રાજપૂતો નો ઉલ્લેખ મળે છે, બોમ્બે ગજેટીયર, રાસમાળા, કચ્છ ગજેટીયર.  તો કારડીયા ઉપનામની ઉત્પત્તિ વિશે ખોટી ભ્રાંતિ અન્ય સમાજમાં ફેલાવનાર હું પણ અલગ અલગ ઉપમાન આપીશ જેમ કે 'કૂવાના દેડકા' , 'તળિયા વગરના લોટા', 'અધૂરા ઘડા', વગેરે સમાનાર્થી ઉપનામો આપી શકાય.
🔴(જે મૂર્ખાઓ 'કારડીયા' ઉત્પત્તિ ઇસ. 1959 થઈ એવું કહે છે. એને મારો જવાબ)🔴

👉હવે વાત રહી "કારડીયા" શબ્દની જુદા જુદા પ્રદેશોમાં અલગ અલગ તથ્યોના આધારે અલગ અલગ ભ્રાંતિ ફેલાયેલી છે. તથ્યોને આધારે એક પણ મત ખોટો નથી. કારણકે જે તે પ્રદેશોમાં જઇ ત્યાંના તથ્યો પર સંશોધન કરીએ તો એક પણ મત ખોટો ન પડે એટલે આ એક સંશોધનનો વિષય છે. મારા કોઈપણના કહી દેવાથી ન થાય. 

👉 બધા તથ્યો પર વાત ન કરતા ટૂંકી વાત કરતા જે સચોટ છે. તેના પર ધ્યાન દોરાવીશ બારોટજીના વંશાવલીઓ આદિકાળથી લખાતી આવે છે. જેના પુરાવા સરકારશ્રી એ પણ જાતિ ઓળખ માટે કે અન્ય દસ્તાવેજી પ્રક્રિયા માટે માન્ય રાખ્યા છે. તો સંસ્કૃત અને પ્રાકૃત ભાષાથી ચાલી આવતા બારોટજીના હસ્તલેખિત યાદી મુજબ 'કારડીયા' એ એક વિશેષ ક્ષત્રિય રાજપુત જાતિને  મળેલ ઉપનામ છે. 

👉ક્ષત્રિય રાજપૂતોના અલગ અલગ ઘણા ઘોળ છે. જે પોત પોતાની વિશેષ ઉપમાઓ થી ઓળખાય છે. તેમાં કારડીયા રાજપૂતની વાત કરીએ તો બારોટજી મુજબ
 "મધ્યકાલીન યુગમાં મુસ્લિમ આક્રમણકારોએ રાજપૂતોને પોતાનું વર્ચવ ટકાવી રાખવા જુદી જુદી શરતો રાખી તેમાંથી દેગ અને તેગ નો 'કર' ન ભરી. પોતાનો હિન્દૂ ધર્મ જાળવી રાખી કર રળીને રહ્યા."

👉'કર' એટલે હાથ અને 'રળયા' એટલે રહ્યા રાજપાટની શાહો શાયબી છોડી હાથ મહેનત કરી. ખેતી કરી, જાત મહેનત વાળા કામ કરી ઉજળા રહ્યા.

👉'દેગ' એટલે ભેગા ખાવું (જમવું) અને 'તેગ' એટલે તલવાર. 

👉ભેગા ખાયને (જમીને) હિન્દૂ ધર્મ પણ નથી અભળાવ્યો અને તલવાર આપીને કે લઇને રક્ત પણ નથી અભળાવ્યું. (કન્યાની આપ લે નથી કરી.) (આ વ્યાખ્યામાં વપરાયેલ શબ્દો સાથે અન્ય કોઈપણ સમાજને સબંધ નથી. જેથી કોઈએ ગેરસમજમાં ન રહેવું)
🔴(જે મૂર્ખાઓ પૂછે છે તમે શુદ્ધ રાજપૂત બનવાનો વિચાર કેવી રીતે આવ્યો એને મારો જવાબ 'અમને વિચાર નથી આવ્યો. અમારા પૂર્વજોએ આરીતે અમારુ રક્ત અને અમારો અમારો હિન્દુ ધર્મ બંને શુદ્ધ રાખ્યા છે, એટલે અમે ધર્મ શુદ્ધ, રક્ત શુદ્ધ ક્ષત્રિય કારડીયા રાજપુત છીએ.')🔴

👉તો "દેગ અને તેગ નથી આપ્યું" એ તો સાચું અને સચોટ છે. જ પણ 'કર' 'રળીને' રહ્યા જેનું સમયાંતરે અલગ અલગ અપભ્રમશ થયુ જેમ કે, 'કર્ડીય', 'કાર્ડીય', 'કરડિય', અને અંતે 'કારડીઆ' કે 'કારડીયા' શબ્દની ઉપમાંથી "કારડીયા રાજપુત" તરીકે ઓળખાયા. અને આ ઘટનાનો કોઇ નિશ્ચિત સમય ન હતો, જેમ વિધર્મીઓ આગળ વધતા ગયા તેમ અલગ અલગ સમયાંતરે અલગ અલગ પ્રદેશો ના રાજપુતો કારડીયા બનતા ગયા ને વટલાયા નહિ. 🔴(જે મૂર્ખાઓ કોણે,ક્યારે અને કેટલો કર ભર્યા નો હિસાબ માંગે છે, એને મારો જવાબ)🔴

👉આવીજ રીતે જેણે નરવૈયા કર (ઘરના સભ્યો માંથી જેટલા નર તેમના પર કર) ભર્યો તે "નરવૈયા રાજપુત" તરીકે ઓળખાણા. જેનો પણ એક વિસ્તૃત અને સારો ઇતિહાસ છે. પણ અહીં એક ઉદા. માટે આટલું જ લખું છું🙏

👉ફક્ત ને ફક્ત પોતાનો હિન્દૂ ધર્મને અને પોતાની રક્ત શુદ્ધિ જાળવી રાખવા આ બંને સાહસિક, નેકીલી અને ટેકિલી કોમે અસંખ્ય બલિદાનો આપ્યા છે. જેની સાક્ષી રૂપી અગણિત વિરપરુષો અને સતીઓ ના પાળીયા આજે પણ અડીખમ ઉભા છે. જેમણે ગાયો માટે,મંદિરો માટે, અબળા સ્ત્રીઓ માટે,હિંદના સીમાડા માટે, વટ અને વચન માટે, બલિદાનો આવ્યા છે. જેની ઇતિહાસે પણ નોંધ લીધી છે.

👉હવે વાત રહી રાજવંશોની તો રાજા પોતે એક જ હોય તેના સગાભાઇઓ હોય તો તે રાજા પછીના સૌથી ઊંચ હોદા પર જ હોય જેમકે સેનાપતિ,મુખ્યપ્રધાન વગેરે... અથવા અલગ પ્રદેશ આપેલો હોય તો સાંમત રાજા કહેવાય. આમ મુખ્ય રાજા કોઈ એક જ હોય બધા ન હોય શકે. તો જેમ પેઢી આગળ વધે તેમ મુખ્ય રાજાએ આપેલા હોદા પણ વહેંચાય જાય.
 
👉ઉદા.  કોઇ સેનાપતિ હોય તો તેના વારસદારોને એનાથી નીચેના હોદા મળે જે સ્વાભાવિક વાત છે. આમ કોઈપણ રાજાની સીધી લીટીમાં ત્રીજી પેઢીએ કોઇ સેનાપતિ હોય તો સાતમી પેઢીએ કોઇ સેનિક પણ હોય તેનાથી તેનું ક્ષત્રિય પણું મટી નથી. તેનું રજપૂતી લહુ મટી નથી જતું. એ તો એનો ક્ષાત્રધર્મ નિભાવવાના જ છે. રાજા ગમે તે હોય એ એમના સીમાડાઓ સાચવવા માટે લડવાના જ છે. અને જે લડ્યા છે. તેના સાક્ષી રૂપી પાળિયા આજે પણ અડીખમ ઉભા જ છે. 

👉પોતે ભલે એક સામાન્ય સેનિક હોય ગમે તે શાખાના રાજાની સેના હોય પણ પોતાની ફરજ ભૂલ્યા નથી. ક્ષત્રિય બેટો હમેશા લડ્યો છે. 

👉ઉદા.1) મહારાણા પ્રતાપ સીસોદીયા વંશ પણ એમની સાથે ડોડીયા,પરમાર,રાઠોડ,ચૌહાણ વગેરે. શાખના રાજપુતો લડ્યા છે.

👉ઉદા.2) ભૂચરમોરીનું યુદ્ધ  જેમાં રાઠોડ,ઝાલા,ગોહિલ,ભાટી,પરમાર,ચૌહાણ,ડોડીયા,પઢીયાર,જાદવ,મોરી,વાઢેર,વાળા,ચાવડા,ડાભી... વગેરે શાખના રાજપુતો યુદ્ધ લડ્યા હતા. જેમાં તમામ ઘોળ કે ફિરકાના રાજપુતો આવી જાય. આવા તો અસંખ્ય ઉદા. ઇતિહાસના પનાંઓમાં ધરબાયેલા પડ્યા છે.

👉ઉદા. 3) એક તેતર ને કારણે યુદ્ધ ખૂબ પ્રચલિત છે. તેમાં કુલ 140 યોદ્ધાઓ કામ આવ્યા હતા, જેમાંથી 'ખેર' અને 'મસાણી' એમ બને શાખના મળીને 20 કારડીયા રાજપુતો કામ આવ્યા હતા.

👉 જે તે શાખના ઇતિહાસ બારોટજીએ લખેલા જ છે. કોની કેટલામી પેઢીએ કોણ સેનિક હતું કેવી રીતે લડ્યા હતા. શુ કારણથી લડ્યા હતા., કેટલાંમી પેઢીએ સેનાપતિ હતા., કેટલાંમી પેઢીએ સામંત રાજા હતા, કેટલામી પેઢીએ મહારાજા હતા, એ બધી વિગત બારોટજી આદિકાળથી લખતા આવ્યા છે.અને નોંધ્યું પણ છે. કે 'કારડીયા રાજપુત' શુદ્ધ હિન્દૂ કોમ છે. અને તેના કુળ, ગોત્ર, જનોઇ અધિકાર, ઇત્યાદિ બધું તથા ગોલા સાથે 'કારડીયા રાજપુતો' ને સ્થાન સ્નુતક ય સબંધ નથી તે નોંધેલું છે. જે સનાતન સચોટ સત્ય વક્તા ચારણ કવિઓ પણ સ્વીકારે છે.🔴(જે મૂર્ખાઓ વડારણ સાથે સંબંધનું પૂછતાં હતા એને મારો જવાબ)🔴

👉 પણ " રાજા કે રજવાડું હોવું એ જેતે સમયની સારી આર્થિક સ્થિતિ દર્શાવે છે. પણ આપણામાં ક્ષત્રિય રાજપૂતને શોભે એવા ગુણ હોવા એ આપણા પૂર્વજોએ આપેલા બલિદાનોની નિશાની છે જે પેઢી દર પેઢી આપણી રક્તવાહિનીમાં વહેતી રહે છે." આમ રજવાડું હોવું મહત્વનું નથી તમારામાં ક્ષત્રિય રાજપૂતને શોભે એવા ગુણો કેટલા છે. એ મહત્વનું છે. જેવા કે શોર્ય,તેજ,યુદ્ધ માં ન ભાગવું , દાન આપવું, ક્ષમા વગેરે... 
🔴(જે મૂર્ખાઓ પૂછે છે તમારા સ્ટેટ ક્યાં અને કેટલા હતા એને મારો જવાબ)🔴

👉કોઈપણ સ્વાર્થ વિના સીમાડાઓ સાચવવા માટે લડ્યા એવી તો અનેક ઐતિહાસિક ઘટનાનું વર્ણન મળે છે. તેના માટે ભોગોલીક સ્થળના  ગામ કે વિસ્તાર ના  ઉદા.ના તથ્યો નીચે. મુજબ છે.

👉રાજકોટ સ્ટેટ સીમાડો, જામનગર-ધ્રોળ સ્ટેટ સીમાડો, વાંકાનેર સ્ટેટ સીમાડો, મોરબી સ્ટેટ સીમાડો તથા આજી નદી આસપાસ નીચે આપેલ 'કારડીયા રાજપુતો'ના 10 ગામોની યાદી.

1) રામનાથ પરા વિસ્તાર:-
જે પૂર્વજોએ આજી નદીના કિનારે છેવાડે અને જૂના દરબાર ગઢ નો સીમાડો સાચવ્યો છે તે એટલે "કારડીયા રાજપુતોનું રામનાથ પરા"

2) માધાપર:- 
વાંકાનેર સ્ટેટ સીમાડો અને રાજકોટ સ્ટેટ સીમાડાની વચ્ચે આવેલ આજી નદી ની નજીક આવેલ ગામ એટલે માધાપર જ્યાં 'કારડીયા રાજપુતો છેલ્લી આંઠ પેઢી થી રહે છે.'

3)હડમતીયા:-
વાંકાનેર સ્ટેટના સીમાડાનું છેલ્લું ગામ એટલે 'હડમતીયા' જ્યાં કારડીયા રાજપુતો સદીઓથી રહે છે.

4&5&6)આણંદપર, કોઠારીયા અને વાછકપર:-
રાજકોટ,વાંકાનેર અને મોરબી સ્ટેટનો ત્રિવેણી સીમાડા ના છેલ્લા ત્રણ ગામ એટલે "કારડીયા રાજપૂતોનું આણંદપર, કોઠારીયા અને વાછકપર"

7&8)બાઘી અને નારણકા:-
મોરબી સ્ટેટ સીમાડો અને રાજકોટ સ્ટેટ સીમાડો રાજકોટની હદ માં આવતા ગામ એટલે 'કારડીયા રાજપૂતોનું બાઘી અને નારણકા" (નવા નારણકા, શિવપુર નારણકા અને જૂના નારણકા)

9&10)બોડી ઘોડી & પડધરી:-
રાજકોટ સ્ટેટ સીમાડો અને જામનગર-ધ્રોળ સ્ટેટનો સીમાડાના બે ગામ (જેતે સમયે ધ્રોળ અને હાલ રાજકોટની હદમાં) એટલે કારડીયા રાજપુત નું બોડીઘોડી અને પડધરી.

👉 ઉદાહરણમાં આપેલ 10 ગામ જ્યાં કારડીયા રાજપૂતો સદીઓથી રહેતા આવ્યા છે. એ સમયના સીમાડા સાચવવા માટે. જેને રૂબરૂ આવીને ઇતિહાસ જાણવાની ઈચ્છા હોય એ આવી શકે છે. રહી વાત પડધરીની તો કારડીયા રાજપુતો છેલ્લી 15 પેઢીથી રહે છે. અને ગોલા સાથે સ્થાન સ્નુતક નો સબંધ નથી. તથા ગરાસીયા રાજપુતો છેલ્લા 15-20વર્ષ થી રહેવા આવ્યા છે. વધારે માહિતીની કોઈને તલવલાટ હોય તો રૂબરૂ પડધરીની મુલાકાત જરૂર કરવી.🔴(જે મૂર્ખાએ પડધરી વિશે ખોટી ટિપ્પણી કરેલી છે એને જવાબ)🔴

👉આ બધા ગામો એક ભૌગોલિક તથ્યના ઉદાહરણો છે. આવા તો સૌરાષ્ટ્ર,ગુજરાત અને ભાલના અનેક ગામો છે. જ્યાં "કારડીયા રાજપૂતોના પૂર્વજો" સીમાડા સાચવીને રહેતા હતા. અને ગોધણ,મંદિર,બેન દીકરીની લાજ માટે, વટ અને વચન માટે કામ આવ્યા છે. જેના પુરાવા રૂપી બારોટજીના ચોપડા સાક્ષી પૂરે છે. જેના વંશજો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં રહે છે. સમય આવ્યે બધા કારડીયા રાજપૂતોના ગામો ની માહિતી આપવામાં આવશે.

👉ઘણા મૂર્ખાઓ કહે છે. અમારી સાત પેઢીમાં નામની પાછળ સિંહ શબ્દ લાગે છે. અજ્ઞાની માટે કોમેન્ટમાં નીચે મુજબની બુકના રેફરન્સ આપેલા છે. જે વાંચી લેવા

◆જમીન જાગીરનો ભોમિયો
લેખક:- દામોદરદાસ રેવા દાસ
 (જમીનદાર અને તાલુકાદારના નામ સાથેની જમીનની વિગતો)
◆સૌરાષ્ટ્ર-ગુજરાતના શાસકોની વંશાવળીઓ
લેખક:- પ્રદ્યુમ્ન ખાચર સાહેબ 
◆યદુવંશ પ્રકાશ વંશ
લેખક:- નવાનગરના રાજકાવી માવદાનજી ભીમજીભાઇ રતનું

👉આ બુકમાં જે નામ અને વંશાવળી લખેલી છે. તે વાંચી લેવી પછી બીજાના LC અને ૭/૧૨ વાંચવા જ જો. નીચે કોમેન્ટમાં ફોટા આપેલા છે.

👉 જ્યાં સુધી ક્ષત્રિય, રાજપૂત ,ચંદ્રવંશી, સુર્યવંશી, કૂળ, ગોત્ર, કુળદેવી, કુળદેવ, કૂળગોર, ધજા, ઘોડો, દેવી- દેવતાનાં નૈવેદ ,કૂળબારોટ, વહીવંશા બારોટ, વગેરેનું જ્યાં સુધી જ્ઞાન ન હોય ત્યાં સુધી કોઈપણને ટીકા ટીપ્પણી કરવાનો અધિકાર નથી. કોઈપણ સમાજે કોઇપણ સમાજને ઉતારી પાડવાનો અધિકાર નથી.

-યુવરાજસિંહ અશોકસિંહ ગોહિલ
માધાપર,રાજકોટ   મુ.પડધરી
મો.9081999909

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴
બધા જ રક્ત શુદ્ધ ક્ષત્રિય રાજપૂત ભાઈઓને વિનંતી કે પોતાના સમાજ પોતાનું કુળ નો સાચો ઇતિહાસ જાણો અને એનું જતન કરો. જેથી અમૂક બેકોડી ના કોઈ બોલીને જાય તો તરત જવાબ આપી શકાય.🙏
સંકલન:- પ્રવિણસિંહ પરમાર

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...