Friday, October 26, 2018

WhatsApp હવે ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. ભારતમાં જ 25 કરોડ યુઝર હોવાનો દાવો કરતી આ ઍપમાં થોડા ફેરફાર તો થઇ ચૂક્યા છે અને થોડા થવાના છે.

WhatsApp હવે ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. ભારતમાં જ 25 કરોડ યુઝર હોવાનો દાવો કરતી આ ઍપમાં થોડા ફેરફાર તો થઇ ચૂક્યા છે અને થોડા થવાના છે.

ડિલીટ ફોર એવરીવન:

ઍપના હાલના ફીચર 'ડિલીટ ફોર એવરીવન'ને બહેતર બનાવાયું છે. પહેલા યુઝર તેમના મેસેજ 7 મિનિટમાં ડિલીટ કરી શકતા હતા. પછી આ સમય વધારીને 1 કલાક 8 મિનિટ 16 સેકન્ડ કરી દેવાયો હતો. હવે 3 કલાક 8 મિનિટ 16 સેકન્ડ કરાયો છે. સાથે જ આ ફીચરને બહેતર બનાવવા વધુ ચકાસણીનો વિકલ્પ ઉમેરાયો છે.

સ્વાઇપ ટુ રિપ્લાય:

iOS યુઝર માટે આ સ્વાઇપ ટુ રિપ્લાય ફીચર ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ યુઝર્સને તે અત્યાર સુધી નહોતું મળતું પણ હવે ટૂંક સમયમાં મળવાનું છે. તે આવ્યા બાદ મેસેજનો રિપ્લાય તમે માત્ર એક સ્વાઇપથી આપી શકશો. WhatsAppના 2.18.300 વર્ઝન અપડેટમાં તે જોવા મળ્યું હતું. તેની ખાસિયત એ છે કે કોઇ મેસેજનો જવાબ આપવા તમારે ટેપ નહીં કરવું પડે.

પિક્ચર ઇન પિક્ચર મોડ:

આ ફીચર પણ iOs યુઝર માટે છે અને હવે એન્ડ્રોઇડ યુઝર્સને મળશે. તે આવવાથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટ્યૂબ વીડિયોઝ WhatsApp પર જ યુઝ કરી શકાશે. ચેટ પર એક નાની વિન્ડોમાં તેમને જગ્યા મળી જશે. તેનો ફાયદો એ થશે કે લિંક ક્લિક કરતાં જ અલગ વિન્ડો પર નહીં જવું પડે. પ્લે, પૉઝ, ક્લોઝ અને ફુલસ્ક્રીન ઓપ્શન્સ પણ હશે.

એડ ફોર સ્ટેટસ:

એવું મનાય છે કે આ ફીચર દ્વારા WhatsApp હવે વધુ કમાણી કરવા અંગે વિચારી રહ્યું છે. એડ ફોર સ્ટેટસ જેવું ફીચર આવ્યા બાદ જો કોઇ યુઝર તેના WhatsApp પર સ્ટેટસ મૂકે તો તે જોનારાઓએ તેનું સ્ટેટસ ચેક કરતી વખતે જાહેરાતો પણ જોવી પડશે. દર વખતે યુઝરના સ્ટેટસ સાથે જ જોનારાઓને એક નવી જાહેરાત દેખાશે.

ઇન-લાઇન ઇમેજ નોટિફિકેશન:

લૉન્ચ કર્યા પહેલા આ ફીચર સાથે હાલ અખતરા કરાઇ રહ્યા છે. ઇન-લાઇન ઇમેજ નોટિફિકેશન ફીચર દ્વારા WhatsApp તમને મેસેજ સાથે ઇમેજના નોટિફિકેશન પણ આપશે. જો WhatsApp પર કોઇ ઇમેજ મોકલે તો નોટિફિકેશનમાં ઇમેજનો પ્રિવ્યુ પણ દેખાશે. આ ફીચર GIF અને વીડિયો ફાઇલ સાથે કામ નહીં કરે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...