Monday, October 29, 2018

5 લાખનો ફ્રી વીમો, આ રીતે જાણો તમારું નામ છે કે નહીં VTV

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY)ને રાંચીથી લોન્ચ કરી દીધી, જે હેઠળ 10 કરોડ પરિવારને 5 લાખ રૂપિયાનો વાર્ષિક સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. આને દુનિયામો સૌથી મોટો હેલ્થકેર પ્રોગ્રામ માનવામાં આવી રહ્યો છે. આ યોજનાનો લાભ સામાજિક-આર્થિક વસ્તી ગણતરીના આધારે મળશે. આ માટે 30 એપ્રિલ, 2018ના રોજ એક અભિયાન ચલાવાયું હતુ જેમાં લોકોનો ચાલુ મોબાઇલ નંબર અને રાજન કાર્ડ નંબરનો ડેટા ક્લેકટ કરવામાં આવ્યો. વેબસાઇટ mera.pmjay.gov.in પર જઇને અથવા તો હેલ્પલાઇન (14555) પર કૉલ કરીને તમે જાણી શકશો કે તમને આ લાભ મળ્યો છે કે નહીં.


ઉપર આપેલી લિંક પર ક્લિક કરો. પોતાના ચાલુ મોબાઇલ નંબર અને સ્ક્રીન પર દેખાતા લેટર્સ નાખો અને જનરેટ OTP બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમાર નંબર પર OTP આવશે તે નંબર નાખીને વેરિફાઇ OTP પર ક્લિક કરો. ત્યાં એક જ પેજ ખુલશે ત્યાં તમારો મોબાઇલ નંબર કે ઉપલબ્ધ અન્ય ઇન્ફોર્મેશન નાખીને સર્ચ કરી શકો છો.


તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY)ના લાભાર્થી છો કે નહી તે માટે મોબાઇલ નંબર અથવા રેશન કાર્ડ નંબર, SECC નામ અને RSBYURN નાખીને જાણી શકો છો. સરકારે ચલાવેલા અભિયાનમાં જે લોકોએ પોતાનું નામ રજિસ્ટ્રર કરાવ્યુ હશે તેમનું જ નામ આ પોર્ટલમાં આવશે. જો આ અભિયાન હેઠળ નામ નોંધાયું હોવા છતાં નામ ના બતાવવામાં આવે તો SECC નામના ઓપ્શનો ઉપયોગ કરીને પોતાની લાયકાત સર્ચ કરો.


આ યોજનામાં નામ ચકાસવા માટે સોશ્યલ ઇકોનોમિક કાસ્ટ સેન્સસ ડેટાબેસની ડિટેલ જેમકે નામ, પિતાનુ નામ, રાજ્ય વગેરેનો ઉપયોગ કરીને જાણી શકાય છે. તેમ છતાં તમારું નામ ન બતાવે તો નજીકના આયુષ્યમાન મિત્રનો સંપર્ક કરો.


રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના યૂનિક રજિસ્ટ્રેશન નંબરની ડિટેલ્સ સર્ચ કર્યા પછી પણ જો તમારું નામ ન બતાવો તો તમે યોજનાનો લાભ લેવાના ક્રાઇટેરિયામાં આવો છો કે નહી તે ચકાસો.


જો સર્ચ સફળ રહે તો Get SMS બટન પર ક્લિક કરો અને મોબાઇલ નંબર નાખો. તેના પર HHID નંબર કે RSBYURN નંબર સાથે ટેકેસ્ટ મેસેજ આવશે જેનો તમે ભવિષ્યમાં ઉપયોગ કરી શકો છો. યોજનના લાભ ગરીબો, વંચિત ગ્રામીણ પરિવારો અને ચિન્હિત શહેરી કામદારોના પરિવારને મલશે. 8.03 કરોડ પરિવાર ગ્રામીણ વિસ્તારમાં હશે અને 2.33 કરોડ પરિવાર શહેરી વિસ્તારમાંથી પસંદ કરવામાં આવશે.


કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...