Monday, October 22, 2018

આપણે ક્ષત્રિય હોવાથી તલવાર વિશે માહિતી હોવી જરૂરી છે

"આપણે ક્ષત્રિય હોવાથી તલવાર વિશે માહિતી હોવી જરૂરી છે તલવારને મા ભવાનીનીનું સ્વરૂપ માનવામાં આવે છે બીજા અર્થમાં કહીએ તો તલવાર એ શક્તિનું પ્રતીક છે એટલેજ કવિઓએ દુહો કીધો છે.

મંડણ ધ્રુમ સત ન્યાયરી ખંડણ અનય અનિત,
ખલ નાશક શાસક પ્રજા હે અસી તુ જગજીત.

આપ જ્યારે ઇતિહાસમાં ડોકિયું કરશો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે જ્યારે આ દુનિયામાં દુરાચાર,પાપ, અન્યાય કે અત્યાચાર,અરાજકતા ફેલાય છે ત્યારે ત્યારે આ વિશ્વમાં અરાજકતા,અત્યાચાર,દુરાચાર, અન્યાય અને પાપનો નાશ કરવા માટે અને સુશાશનની સ્થાપના માટે કોઈ વિરવર પુરુષ અથવા સ્ત્રી મા ભવનીના શરણે ગયા છે અને માં ને માથું નમાવી નમન કરી શક્તિ સ્વરૂપા મા ભવાનીને પોતાના કર કહેતા હાથમાં ધારણ કરી છે અને પ્રાર્થના કરી છે કે હે મા ભવાની તું તો દુષ્ટોનો નાશ કરવાવાળી રોદ્ર શક્તિવાળી દુઃખી પ્રજાની રક્ષા કરવાવાળી અને સુશાસન સ્થાપનારી હે મા ભવાની તને મારા કોટી કોટી પ્રણામ માં મારી ભેરે રહો અને મને શક્તિ પ્રદાન કરો.

     આજે આપડે તલવાર વિશે થોડી જાણકારી મેળવવીએ આમ જોઈએ તો તલવારના મુખ્ય બે ભાગ છે ૧-પાનું અને ૨-મુઠ હાથમાં પકડાય તે ભાગને મુઠ અને જે ભાગ થકી વાર કરાય તે ભાગને પાનું કહેવાય છે

          શસ્ત્રના જાણીતા ગ્રંથ પ્રતાપ શસ્ત્રાગર અનુસાર તલવારના આઠ અંગ છે ૧-રંગ આસમાની,કાળો,ધુમાડીયો,પિંગટ એમ ચાર રંગ હોય છે ૨-રૂપ ૩-જાતી ૪-નેત્ર ૫-અરીષ્ટ ૬-ભૂમિ ૭-ધ્વનિ ૮-પરિણામ આ મુજબ આઠ અંગ છે.
કાઠિ સંસ્કૃતિ મુજબ તલવારના બાર  ગણવામાં આવે છે અને તેનો બાપલભાઈ ચારણે દુહો પણ કીધો છે
કલા નથ વાટકી કોટિયા પીંછી પૂતળિયા પાનું,
મોર ખોળી મોવટો બાપલ મયાન ધાર બખાનું.
તલવારના બાર અંગ
૧-નથ ૨-કલા ૩-વાટકી ૪-પૂતળિયા ૫-કોટિયા ૬-સાપટિયા ૭-મોવટો ૮-મયાન ૯-ખોળી ૧૦-ધાર ૧૧-મોર ૧૨-પાનું આ મુજબના બાર અંગ ગણાવ્યા છે.
નેત્ર
તલવારના ઉપરના ભાગે નથ આવે છે અને તેમાં નેત્ર હોય છે અને તે ત્રીસ જેટલા છે અને શસ્ત્રના માહિતગાર હોય તેજ નેત્રને ઓળખી શકે છે
૧-ચક્ર ૨-ખડગ ૩-ગધ ૪-પદમ ૫-ડમરુ ૬-ધનુષ્ય ૭-અંકુશ ૮-છત્ર ૯-પતાકા ૧૦-વીણા ૧૧-વત્સ ૧૨-લિંગ ૧૩-ધ્વજ ૧૪-ઈંદુ ૧૫-કુંભ ૧૬-શાર્દુલ ૧૭-સિંહ ૧૮- સિંહાસન ૧૯-ગજ ૨૦-હંસ ૨૧-મયુર ૨૨-જીવ્હા ૨૩-દશન ૨૪-પુત્રિકા ૨૫-ચામર ૨૬-શૈલ્ય ૨૭-પુષ્પમળા ૨૮-ભુજાંગ ૨૯-શૂળ ૩૦-જ્યોત આ નામથી નેત્ર હોય છે.
         તલવારને મ્યાન માંથી બહાર કાઢો તેને મ્યાન ચંડવાડ્યું કહેવાય અને તલવારને મ્યાન માંથી બહાર ત્યારેજ કઢાય છે કાંતો પૂજા માટે અને દુષમન ઉપર વાર કરવા આ બન્ને કાર્યમાં તલવાર ને લોહી ચખાડાય છે એટલેજ જાણકાર લોકોએ કીધું છે તલવારને મ્યાન બાર કાઢો તો તમારી ટચલી આંગળીનું લોહી ચખાડો અથવા લોખંડ સાથે ખખડાવો પછીજ પાછી મ્યાન કરો મારી જાણમાં હતું તે આપ સર્વે ભાઈઓની જાણ સારું અહીં આપ સમક્ષ રજુ કરેલ છે
આ પ્રકાર ની તલવાર જે કોઈ ભાઈ ને લેવી હોય તે 9727402505 ઉપર કોન્ટેક કરવા વિનંતી તલવાર આપના ઘર સુધી પહોંચાડી આપવા માં આવશે
દસુભા ગોહીલ રાજવંશ
ભાવનગર

જય માતાજી 🙏

क्षत्रिय-भूषणंम्   “खडग”- ।।

                             આ શબ્દ “તલવાર” માટે વપરાયો છે.આ તલવાર સૈ।થી પ્રાચીન કાલ થી અસ્તિત્વ છે.

ભારત મા દેવ-દેવીના હાથ મા આ “खडग” હંમેશા દ્રષ્ટિપાત થાય છે. આપણા ચાર વેદો માનો એક વેદ અથવઁવેદ નો ઉપવેદ તે ધનુવેઁદ આ વેદ મા શસ્ત્રો કેમ ચલાવવા એમનુ જ્ઞાન આપ્યું છે. ભારત મા પ્રાચીન કાલ મા ખટ્ટરદેશ-અંગબંગ-મધ્યગ્રામ-સરગ્રામ-કાલિંજર વગેરે સ્થળો તલવાર બનાવવા માટે પ્રખ્યાત હતા.આ તલવાર એટલી મજબૂત બનતી કે તેનાથી પથ્થર પણ કપાઇ જતો.તલવાર બનાવવા ની સૈ।થી પ્રાચીન પદ્ધતિ

આપણી  છે.જેમકે કોઇ પણ તલવાર ધારદાર બનાવવા માટે તેના પર પાણી ચડાવવુ પડે છે
.

રીત-(1)-ધાત પર મીઠું અથવા ક્ષારવાળીભીની માટી નો લેપ કરી ને અગ્નિ મા તપાવી ને પાણી બોળી દેવાયછે

રીત-(2)-ઉંટડીનુ દુધ-ધી-ને લોહી મા બોળી  ને પછી અગ્નિ મા તપાવા મા આવે છે

              

  જ્યારે તલવાર પર આ પ્રક્રિયા થયા પછી  એમની ઉપર  પડેલા ચિન્હો પર થી એ નક્કી થાય કે તલવાર કેટલી પાણીદાર બની છે.

જો કુદરતી રીતે એકી રકમ મા ચિન્હો પડેતો શુભ બેકી રકમ મા ચિન્હો પડેતો આ તલવાર અશુભ  મનાય છે. આવી પરિક્ષા ને આપણા શાસ્ત્ર અષ્ઠાંગ પરિક્ષા કહેવાય છે.

   તલવાર ચલાવવી એક શૂરવીરતા ની ઓળખાણ છે.

  તલવાર ચલાવનારના-32- હાથ ગણાવ્યા છે.અને -32-હાથ ચલાવાના- નામ નીચે પ્રમાણે વણઁવી શકાય.

(1).ભ્રાત. (2)-પાદ.  (3)ઉદભ્રાત.  (4)-વિબંધ. (5) આવિદ્ધ. (6)-ભૂમિ (7)આપ્લુપ. (8)-ઉદભ્રમ ણ (9)વિપ્લુત. (10)-ગતિ (11)સૃત. (12)-પ્રત્યાગતિ (13)સંચાત. (14)-આક્ષેપ (15)સમુદીણઁ. (16)-પાતન (17)નિગ્રહ. (18)-ઉત્યાનક (19) પ્રગ્રહ.  (20)-પ્લુતિ (21) પદાવકષઁણ. (22)-લધુતા (23)સંધાન  (24)-સોષ્ઠવ(25)મસ્તક ભ્રમણ.(26)-શોભા (27)ભૂજ ભ્રમણ. (28)-સ્યૈયઁ (29)પાશ.  (30)-દ્રઢમુષ્ટિતા  (31)-તિયઁક પ્રચાર  (32)-ઉદ્ધઁ પ્રચાર

  આ તલવાર ચલાવનાર ના 32-હાથ છે.એક કલા છે અને આ કલા મા દાવ-પેજ દ્વારાદુશ્મન ને મહાત કરાય છે.

           “પટ્ટિક”- “મોષ્ટિક”- “મહિપાક્ષ”     
       આ તલવાર ના 17- ભેદ  શસ્ત્ર-વિધા મા બતાવ્યા છે. તલવારો  ની જાતી  (ભેદ )

(1)-ખાંડા- જે સીધી અને ઉપર થી અણી  પહોળી હોય તે ખાંડા તલવાર

(2)-સૈફ-    જે  લાંબી , પાતળી અને સિધિ હોયતેને સૈફ પ્રકારની તલવાર કહેવાય

(3)-દુધારા- જે તલવાર ની બંન્ને બાજુ એ તીખી ધાર હોય.

વિશેષ-

       સિહોરી-બંદરી-જુનૂલી-લચીલી- આ બધી તલવારો ખૂબજ પાતળી હોય છે.

    “ઉશના”-નામની તલવાર ફક્ત “બ્રાહ્યણો”-અને “ક્ષત્રિઓ” જ ધારણ કરી શકે છે અન્ય જાતિ ના આ તલવાર ધારણ ન કરી શકે.

             આ મત ઉશન-ૠષિ અને  દૈત્ય ગુરુ- શુક્રાચાયઁ નો છે.

ભગવાન શ્રી કૃષ્ણઃ ને તલવાર  જ્ઞાન દિક્ષા શુક્રાચાયઁજી એ આપેલુ.

   – શુક્રાચાયઁ- ના દિકરા સંડા-ને-મકઁ- એ કાલ મા તલવાર શસ્ત્ર ના મહાન જાણકાર યોદ્ધા હતા.

    ઉશના નામની તલવાર-અગાઉ ના રાજા સવારે જમણી  કેડમા લટકાવતા અને રાત્રી ના સમયે પોતાના સૂવાના તકીયા ની નીચે રાખતા. માઁ ભગવતી દુગાઁ એ આ તલવાર ધારણ કરીહતી એટલે તલવાર ને “દુગાઁ ” પણ કહે છે.

   વતઁમાન યુગ મા ગાયો ની હત્યા એટલા માટે થાય છે કે “બ્રાહ્મણો” અને “ક્ષત્રિયો” ની તલવાર ને કાંટ લાગી ગ્યો છે.

   બ્રાહ્મણો પરશુરામ જયંતિએ હાથ મા તલવાર લઈને વીરતા નુ પ્રદર્શન વષઁ મા એક દિવસ કરતા હું દરવષેઁ જોઉછુ. જેમ ને ક્ષણિક આવેશ આવ્યા પછી બીજા વર્ષે દેખાય એજ રીતે ક્ષત્રિયો પણ આશો શુદ દશમ ને દિવસે હાથ મા ખુલ્લી તલવાર લઈ પ્રદર્શન કરી ને પછી બીજે વર્ષે દેખાય.

      બ્રાહ્મણો અને ક્ષત્રિયો માથી “વીરત્વ” ચૂસાઇ જવા ના કારણો રોજ હજારો ગાયો કપાય છે. પશુઓ કપાય છે મંદિરો લૂટાય. છે.અને અધમિઁઓ હિન્દુ ધર્મ ના દેવ-દેવીઓ પર  ગમેતેવી અભદ્ર વાણી નો ઉપયોગ કરે છે.

  ફિલ્મો થી લઈ વાસ્તવિક જીવન મા પણ આ અધમિઁઓ  હિન્દુધર્મ ને ગમેતેમ ચિતરી નાખે છે. અને  બ્રાહ્મણો અને ક્ષત્રિયો કટાઇ ગયેલ તલવાર જમણી કેડે ટાંગવા  ના બદલે ઘર ની દિવાલે “ટાંગી” ને “વીરત્વ” ની ઝાંખી કરાવવા મા પૈ।રુસતા  અનુભવ કરાવે છે

   કોઈ પણ સમાજ મા જ્યારે બુદ્ધિશાળી વગઁ સમાજ ના કાયોઁ મા પ્રવેશે ત્યારે સમાજ ની ઉન્નતિ થાય અને એકતા સંધાય.

    આત્મક્ષ્લાધા વાળી  વ્યક્તિ સમાજ નુ હીત ક્યારેય  કરી શકતી નથી.

          આ  સુંદર વાક્યો. -ચાણક્ય ના છે.

    

“મોષ્ટિક”-જાત ની તલવાર થી મહમદ ગઝની એ હિન્દુઓ ના મંદિરો ને દેવ–દેવીઓ ની મૂતિઁ તોડેલી.હિન્દુઓ ની કત્લેઆમ કરેલ.

     આ તલવાર ઇંગ્લેન્ડ ના મ્યુઝિયમ મા હાલ પડી છે.

સંકલન:Pravinsinh Parmar~jnd.👍visit my blog⬇️#⬇️⚔️🅿️🅿️⚔️
http://edupravinsinh.blogspot.com/?m=0

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...