મોબાઇલમાંથી બધા નંબર ડિલીટ થઇ જાય ગયા છે હવે પરત મેળવવા શું કરવુ. પરંતુ હવે તેનો ખાસ ઇલાજ હવે આવી ગયો છે. આ ઉડી ગયેલા નંબર પરત મેળવવામાંટે હવે ગુગલ પણ ઉપયાગી થશે .તેવુ તાજેતરમાં જાણવા મળ્યું છે. ગુગલની આ મદદને લીધે કોઇ કેટલાય લોકોની તકલીફનું હવે નિરાકરણ આવશે.અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે તમે કોન્ટેક્ટ્સ ડિલીટ થયાના 30 દિવસની અંદર જ તેને રીસ્ટોર કરી શકો છો. ગુગલ દ્વારા કેટલાક સ્ટેપ્સ આપેલ છે. જે આ મુજબ છે.
અગત્યનાં કોન્ટેક કેવી રીતે પરત મેળવશો..?
Step 1: પોતાના કોઇપણ બ્રાઉઝરમાં ગૂગલ કોન્ટેક્ટ્સ વેબસાઈટ ઓપન કરો. આ વેબસાઇટ ખુલ્યા બાદ ખાસ ધ્યાન રાખો કે આ વેબસાઇટ પર એક જ એકાઉન્ટ્સ પરથી લોગ ઇન કરવું પડશે.
Step 2: વેબાસાઈટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ મેનું પર જાઇને More બટન પર ક્લિક કરો. જે બાદ તમને Restore contact ઓપ્સન આપેલ હોય તેના પર પણ ક્લિક કરો.
Step 3: આમ કરવાથી ટાઇમ ફ્રેમમાં ડિલીટ થઈ ગયેલા તમારા કોન્ટેક્ટ પરત જોઈ શકાશે. તેના પર હવે ક્લિક કરી અને રીસ્ટોર બટનને પ્રેશ કરો.
આ સરળ મેથડ અપનાવવાથી ઉડી ગયેલા ફોન કોન્ટેક્ટ્સ રિસ્ટોર થઇ જશે.