Friday, May 8, 2015

PSI paper 2 answer key 2015

PSI paper 2 answer key 2015 gujarati1) ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ?(A).સ્વૈર વિહારી (B).સ્નેહરશ્મિ (C).પ્રિયદર્શી (D).ઉશનસ્ANS: સ્નેહરશ્મિ2) ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ?(A).એદલજી ડોસાભાઇ (B).ગોર્વધનરામ ત્રિપાઠી (C).કનૈયાલાલ મુનશી (D).રમણભાઇ નીલકંઠANS: એદલજી ડોસાભાઇ3) ગુજરાત વિધાનસભાના નામે ઓળખાતી સંસ્થા કયા નામે શરૂ થઇ હતી ?(A).ગુજરાત સાહિત્ય સભા (B).ગુજરાત સાહિત્ય સોસાયટી (C).ગુજરાત વર્નર સાહિત્ય સભા (D).ગુજરાત વર્નાકયુલર સોસાયટીANS: ગુજરાત વર્નાકયુલર સોસાયટી4) ભગવદ્ ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડયું છે ?(A).ચાર (B).આઠ (C).નવ (D).બારANS: નવ5) અમીર નગરીના ગરીબ ફકીરનું બીરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે?(A).ન્હાનાલાલ (B).ઇન્દુલાલ યાજ્ઞીક (C).રા.વિ.પાઠક (D).રમણભાઇ નીલકંઠANS: ઇન્દુલાલ યાજ્ઞીક6) લોહીની સગાઇ કયા પ્રકારની સાહિત્યિક રચના છે ?(A).નવલકથા (B).નવલિકા (C).કાયસંગ્રહ (D).એકાંકીનાટકANS: નવલિકા7) નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ?(A).સમાજસેવા (B).સાહિત્ય (C).વિજ્ઞાન (D).આરોગ્ય સેવાANS: સાહિત્ય8) બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા ?(A).ગજુભાઇ બધેકા (B).ઇશ્વર પેટલીકર (C).રમણભાઇ નીલકંઠ (D).કાકાસાહેબ કાલેલકરANS: ગજુભાઇ બધેકા9) સાચી જોડણીવાળો શબ્દ શોધો.(A).સહાનૂભૂતી (B).સહનુભૂતિ (C).સહાનૂભૂતિ (D).સહાનુભૂતીANS: પ્રશ્ન રદ કરવામાં આવે છે.10) " પગરખું " શબ્દનો સમાસ ઓળખાવો.(A).દ્રન્દ્ર (B).તત્પુરૂષ (C).ઉપપદ (D).કર્મધારયANS: ઉપપદ11) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ " ખડતલ " નો વિરૂધ્દ્બાર્થી છે?(A).નબળુ (B).મરેલ (C).મુરદાલ (D).કાચુANS: મુરદાલ12) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ " યાચક " નો વિરૂધ્દ્રાર્થી છે?(A).દાતા (B).શેઠ (C).દેનાર (D).શ્રીમંતANS: દાતા13) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ " સૂક્ષ્મ " નો વિરૂધ્દ્રાર્થીછે ?(A).મોટુ (B).સ્થુલ (C).જાડુ (D).સંપૂર્ણANS: સ્થુલ14) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ " કાળોત્રી " નો વિરૂધ્દ્રાર્થી છે ?(A).પત્રીકા (B).પાનોત્રી (C).જન્મોત્રી (D).કંકોત્રીANS: કંકોત્રી15) "તલવાર તાણવી " રૂઢિપ્રયોગનો અર્થ શોધો.(A).બોલતી બંધ કરવી (B).તલવારને ચમકાવવી (C).સખત માર મારવો(D).સંઘર્ષમાં ઉતરવુંANS: સંઘર્ષમાં ઉતરવું16) "ગણી શકાય નહી તેટલુ " શબ્દ સમૂહનો એક શબ્દ શોધો.(A).અગણિત (B).વિગણિત (C).નગણિત (D).નવગણિતANS: અગણિત17) " મુછનો દોરો ફુટવો " રૂઢિપ્રયોગનો અર્થ શોધો.(A).મોટા માથે મગજમારી કરવી (B).સાહસના કામ કરવા (C).મુછમાં દોરો લગાવવો (D).જુવાની આવવીANS: જુવાની આવવી18) " બાંધી મૂઠી લાખની" કહેવતનો અર્થ દર્શાવવો.(A).મુઠીમાં રાખેલી વસ્તુને ખોલતા બધા જોઇ શકે (B).મુઠીમાં પૈસા રાખી શકાય (C).બંધ મુઠીથી કોઇને મારી શકાય (D).રહસ્ય છુપાયેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોયANS: રહસ્ય છુપાયેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોય19) " કાયા " માટે ઉપયુકત ઉપમા દર્શાવવો.(A).દાડમ જેવી (B).ચાંદી જેવી (C).કંચન જેવી (D).દૂધ જેવીANS: કંચન જેવી20) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બંગલુરૂમાં ભારતીય ટીમનો વિજય.......... હતો.(A).અસંતોષજનક (B).અસામઇક (C).અણધાર્યા (D).અવાચકANS: અણધાર્યા21) શેઠની શિખામણ ઝાંપા સુધી(A).શેઠનું કામે કહેવાનુ નોકરનું સાંભળવાનું (B).શેઠ ઝાંપા બહાર શિખામણ આપે નહી (C).શેઠ કોઇ કામ સોંપે તે દરવાજા સુધીમાં કરવું (D).કોઇએ આપેલી સારી સલાહ થોડા વખતમાં ભુલી જવી.ANS: કોઇએ આપેલી સારી સલાહ થોડા વખતમાં ભુલી જવી.22) " દયા પાત્ર " શબ્દનો સમાસ ઓળખાવો.(A).બહુવ્રિહી (B).કર્મધારય (C).તત્પુરૂષ (D).દ્રન્દ્રANS: તત્પુરૂષ23) " પ્રેષક " શબ્દની સંધિ છુટી પાડો.(A).પ્ર + ઇક્ષક (B).પ્રક + શક (C).પ્રક્ + શક (D).પ્રે + અક્ષકANS: પ્ર + ઇક્ષક24) નીચેની પંકિતનો અલંકાર દર્શાવો. " મુખ મરકાવે માવલડી "(A).વર્ણાનુપ્રાસ (B).અનન્વય (C).રૂપક (D).ઉપમાANS: વર્ણાનુપ્રાસ25) " આભ તુટી પડવુ " રૂઢિપ્રયોગનો અર્થ શોધો.(A).મુશ્કેલીનોસામનો કરવો. (B).વીજળીનો ગડગડાટ થવો (C).ધોધમાર વરસાદ આવવો (D).ઓચિંતી મુશ્કેલી ઉભી થવીANS: ઓચિંતી મુશ્કેલી ઉભી થવી26) " લોહી ઉકળવું " રૂઢિપ્રયોગનો અર્થ શોધો.(A).શરમ ન આવવી (B).ઝઘડો કરવો (C).માર મારવો (D).ગુસ્સેથઇ જવુંANS: ગુસ્સે થઇ જવું27) " વાડ ચીભડાં ગળે " કહેવતનો અર્થ દર્શાવવો.(A).પોલીસ ચોરનો સાથ આપે. (B).રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઇએ (C).વાડની બાજુના ચીભડાં વાડ ગળી જાય (D).રક્ષક જ ભક્ષક બનેANS: રક્ષક જ ભક્ષક બને28) નીચેની પંકિતનો અલંકાર દર્શાવવો. " કયારેક ચાંદીશી ઝળાંહળાંથતી નદીને જોતો"(A).ઉપમા (B).અનન્વય (C).સજીવારોપણ (D).રૂપકANS: ઉપમા29) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઇ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ રૂતુમાં તેને ત્યાંની....માફક આવી નહી.(A).પ્રદુષણ (B).વાતાવરણ (C).આબોહવા (D).ગીચતાANS: આબોહવા30) " બે મોટા સમુદ્રને જોડનારી ખાડી " શબ્દ સમુહનો એક શબ્દ શોધો.(A).સામુદ્રધુની (B).અખાત (C).ભૂશિર (D).સમુદ્રકલ્પANS: સામુદ્રધુની31) " તીર્થાતમ " શબ્દનો સમાસ ઓળખાવો.(A).દ્રન્દ્ર (B).તત્પુરૂષ (C).કર્મધારય (D).બહુવ્રિહીANS: કર્મધારય32) " એક જ સમયમાં થઇ ગયેલુ " શબ્દ સમુહનો એક શબ્દ શોધો.(A).સમકાલીન (B).સમયકાલીન (C).અનુકાલીન (D).પૂર્ણકાલીનANS: સમકાલીન33) નિર્દેશ: નીચે વાકયોને છ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. વચ્ચેના ચાર ભાગને P Q R S સંજ્ઞા આપવામાં આવેલી છે. આ ભાગોક્રમમાં નથી. આ ભાગોને ઉચિત ક્રમમાં ગોઠવો. તે ક્રમને વિકલ્પમાંથી શોધો.(1) આપણે આપણા બધા(P) શુ તમે છો(Q) મતભેદો ભુલી જઇ અને(R) તમારા દેશને વફાદાર(S) ભેગા થઇ કામ કરવુ જોઇએ(6) રહેવાનું વચન આપશો.(A).QSPR (B). (C).PQRS (D).ANS:QSPR34) નિર્દેશ: નીચે વાકયોને છ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. વચ્ચેના ચાર ભાગને P Q R S સંજ્ઞા આપવામાં આવેલી છે. આ ભાગોક્રમમાં નથી. આ ભાગોને ઉચિત ક્રમમાં ગોઠવો. તે ક્રમને વિકલ્પમાંથી શોધો.(1) આપણે એવા માણસો(P) પરંપરાથી ગ્રહિત છે(Q) મને લાગે છે કે સાચુ શિક્ષણ આ બધાં(R) પેદા કરવા માંગીએ છીએ કે(S) જેમના મન ધર્મ માન્યતા અને(6) સંસ્કાર ગ્રહણીઓની પેલે પાર છે.(A).RSPQ (B). (C).PQRS (D).ANS:RSPQ35) સાત પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે.(A).વર્ષા અડાલજા (B).ધીરૂબેન પટેલ (C).મકરંદ દવે (D).કુંદનિકા કાપડીયાANS: કુંદનિકા કાપડીયા36) કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે.(A).નવલકથા (B).નાટક (C).કાવ્ય (D).નિબંધANS: નિબંધ37) નીચે અપાયેલા શબ્દોમાંથી " ભાવવાચક સંજ્ઞા" શોધો.(A).દૂધ (B).રસિક (C).વૈધ્વય (D).નિયમિતANS: વૈધ્વય38) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો.(A).ખુબસુરત (B).ખૂબસૂરત (C).ખૂબસુરત (D).ખુબસૂરતANS: ખૂબસૂરત39) આપેલ શબ્દો પૈકી નીચેના વાકયોમાંનો " વિશેષણ " શબ્દ શોધો.(A).ચમકદાર (B).ઘોડા (C).દરબાર (D).કાળાANS: કાળા40) નીચેના વાકોયનો અલંકાર ઓળખાવો. શિયાળો ઇ શિયાળો(A).રૂપક (B).અનન્વય (C).સજીવારોપણ (D).વ્યાજ સ્તુતિANS: અનન્વય41) નગાધિરાજ કોને ઉદ્દેશીને લખાયું છે?(A).હિમાલય (B).ભૂમિકાઓ (C).સરિતાઓ (D).શિખરોANS: હિમાલય42) ભારત ભૂમિમાં પહેલ વહેલી શોધ શાની થઇ ?(A).આંતર જગતવિશેની (B).માનવીની પ્રકૃતિ વિશેની (C).આ બન્નેની (D).આમાંથી એકપણ નહીANS: આ બન્નેની43) કઇ બે બાબતો એ આ ભૂમિથી બહાર જઇ દુનિયાને તરબોળ કરેલ છે?(A).આધ્યાત્મિકતા અને ફિલસૂફી (B).અસ્તિત્વ અને અમરત્વ (C).નૈતિકતા અને અધ:પતિત (D).આમાંથી એકપણ નહીANS: આધ્યાત્મિકતા અને ફિલસૂફી44) અનાદિ અનંત અને અવિનાશી સ્વભાવનું જીવન કઇ ભૂમિ છે ?(A).પરદેશી (B).અર્વાચીન (C).પ્રાચીન ભૂમિ (D).ભારતભૂમિANS: ભારતભૂમિ45) આ ગધખંડનું શિર્ષક શુ છે?(A).ભારતના સંતાનો (B).ભારતનું ભાવી (C).માનવ જાતિની ચેતના(D).આમાંથી એકપણ નહીANS: ભારતનું ભાવી46) " હિન્દુ ધર્મની બાળપોથી " કુતિના લેખક કોણ છે(A).સ્વામી આનંદ (B).નરસિંહ મહેતા (C).શંકરાચાર્ય (D).આનંદશંકર ધ્રુવANS: આનંદશંકર ધ્રુવ47) " અંગત " કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?(A).કવિ નર્મદ (B).રાવજી પટેલ (C).પન્નાલાલ પટેલ (D).મણિશંકર ભટ્ટANS: રાવજી પટેલ48) પર્યાયની આ યાદીમાં એક વિરોધી ઘૂસી ગયું છે. કાઢો બહાર(A).રવિ સૂર્ય (B).જવાર-ભાટા (C).પિયકકડ-શરાબી (D).ઇબાદત-પૂજાANS: જવાર-ભાટા49) નીચેનામાંથી કયુ સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે.(A).પ્રગતિશીલ શિક્ષણ (B).ભૂમિપત્ર (C).નિરીક્ષક (D).પરબANS: પરબ50) આમાં કોણ બંધબેસતુ નથી ?(A).કંચન (B).સોનુ (C).સુવર્ણ (D).કથિરANS: કથિર51) શિવ આ નામે ઓળખાતા નથી.(A).ધૂર્જટિ (B).શંકર (C).મહાદેવ (D).નારાયણANS: નારાયણ52) આપેલ વિકલ્પોમાંથી " સુધાકર " શબ્દનો સમાનાર્થી શોધો.(A).શશી (B).યામિની (C).સૂર્ય (D).આકાશANS: શશી53) આપેલ શબ્ોદમાંથી " સાર્થ " શબ્દનો વિરૂધ્ધાર્થી શોધો.(A).દુર્લભ (B).વ્યર્થ (C).જુદા (D).વિયોગANS: વ્યર્થ54) " જેની પત્ની મુત્યુ પામી છે એવો પુરૂષ " શબ્દસમૂહ માટેનો એક શબ્દ શોધો.(A).ગંગાસ્વરૂપ (B).બીજવર (C).વિધવા (D).વિધુરANS: વિધુર55) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબદ કયો છે ?(A).મિજબાની (B).મીજબાની (C).મીજબાનિ (D).મિજબાનિANS: મિજબાની56) આપેલ વાકયમાંના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ "જાતિવાચક સંજ્ઞા" દર્શાવે છે?(A).પર્વત (B).હવા (C).ઉંચા (D).ઉપરANS: પર્વત57) આપેલ શબ્દોમાંથી " સર્વનામ " દર્શાવતો શબ્દ શોધો.(A).તમે (B).મુદુતાથી (C).સોનું (D).કજિયાખોરANS: તમે58) ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક કયું ગણાય છે ?(A).અખંડાનંદ (B).નવચેતન (C).સંસ્કૃતિ (D).દાંડીયોANS: દાંડીયો59) પંદર દિવસમાં એકવાર પ્રગટ થનાર(A).સાપ્તાહિક (B).પાક્ષિક (C).માસિક (D).પૌત્રિકANS: પાક્ષિક60) નીચેના પૈકી શબ્દની સાચી જોડણી કઇ છે ?(A).આધ્યત્મિકતા (B).આધ્યાત્મીકતા (C).અધ્યાત્મીકતા (D).અધ્યત્મિકતાANS: પ્રશ્ન રદ કરવામાં આવે છે.61) જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંકિત કોની રચેલી છ ?(A).બોટાદકર (B).પ્રેમાનંદ (C).મેઘાણી (D).કલાપીANS: બોટાદકર62) " ઉષ્માભર્યુ સ્વાગત કરવું " ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોનીભાષામાં(A).આંખો ઠરવી (B).ગૂડા ભાંગી નાખવા (C).કંઠે ભુજાઓ રોપવી (D).તલવાર તાણવીANS: કંઠે ભુજાઓ રોપવી63) ૨૬ જાન્યુ. 2001 નો ભૂકંપ જાણે શિવનું તાંડવ નૃત્ય ભાષ શાસ્ત્રમાં આ કયો અલંકાર છે?(A).અનન્વય (B).વ્યતિરેક (C).ઉપમા (D).ઉત્પ્રેક્ષાANS: ઉત્પ્રેક્ષા64) ગુજરાતી ભાષનો " સાર્થ જોડણીકોશ " કઇ સંસ્થાનું પ્રકાશન છે?(A).નવજીવન પ્રકાશન ટ્રસ્ટ (B).ગુજરાત વિધાપીઠ (C).ગુજરાત સાહિત્ય પરિષદ (D).ગુજરાત સાહિત્ય સભાANS: ગુજરાત વિધાપીઠ65) પર્યાયવાચી શબ્દોની જોડ, એમાં શામાં મોટી ખોડ?(A).હરણ – મૃગ, સારંગ (B).તોખાર-ગજ,હાથી (C).ગરલ-વિષ, ઝેર (D).તાસીર-પ્રકૃતિ,સ્વભાવANS: તોખાર-ગજ,હાથી66) જય જય ગરવી જુગરાતના રચયિતા કવિ કોણ?(A).નરસિંહ મહેતા (B).નર્મદ (C).દયારામ (D).દલપતરામANS: નર્મદ67) નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ?(A).ધોની ક્રિકેટ રમાડે છે (B).ઇન્દરાથી કવિતા ગવડાવાય છે (C).મહારાજ હસે છે (D).તે રોજ ટોપરૂ ખાય છેANS: ધોની ક્રિકેટ રમાડે છે68) માનસિક આવેગવાળુ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.(A).સ્થતપ્રજ્ઞ (B).આવેગિક (C).સંવેગિક (D).સ્પૃશહણીયANS: સંવેગિક69) મતી મારી જવી રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ?(A).મડાગાંઠ પડવી (B).બુધ્દ્રિ ભ્રષ્ટ થઇ જવી (C).મન મરી જવુ (D).બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવુંANS: બુધ્દ્રિ ભ્રષ્ટ થઇ જવી70) કયો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો.(A).ખરાબ થવુ (B).બગડવું (C).વણસવું (D).વખોડવુંANS: વખોડવું71) રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો.(A).વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે (B).હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ (C).ઉધતાને પાયે પગની જેલ (D).ફુલના જાણે શોભે ગાલીયાANS: ઉધતાને પાયે પગની જેલ72) મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો(A).સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી (B).કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો (C).છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી (D).કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય.ANS: છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી73) કપાળે પરસેવો વળવો રૂઢિપ્રયોગોનો અર્થ દર્શાવો.(A).મહેરબાની હોવી (B).કશરત કરવી (C).હાથ મસ્તક પર હોવા (D).ખૂબ મહેનત કરવીANS: ખૂબ મહેનત કરવી74) ઉતાવળે આંબા ન પાકે કહેવતનો અર્થ દશાર્વવો.(A).ધીરજના ફળ મીઠા (B).ઉતાવળ કરવાથી ફળ મેળવી શકાતું નથી. (C).ઉતાવળથી સારૂ કામ થાય નહી (D).યોગ્ય સમયે યોગ્ય કામ કરવુંANS: પ્રશ્ન રદ કરવામાં આવે છે.75) ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ?(A).સબંભ વિભકિત (B).અપાદન (C).સંપ્રદાન (D).અધિકરણ વિભકિતANS: સંપ્રદાન76) આંખમાં આંખ પરોવવી રૂઢિપ્રયોગનો અર્થ આપો.(A).દયા અનુભવવી (B).એક બીજા તરફ એટીટશે જોવું (C).આંખમાં કચરો પડવો (D).આંખ આવવીANS: એક બીજા તરફ એટીટશે જોવું77) સુધાકર સમાનાર્થી શબ્દ જણાવો.(A).તારા (B).ચંદ્ર (C).સૂર્ય (D).વીજળીANS: ચંદ્ર78) સૂર્યમુખીના ખેતરો વઢાઇ જાય....... રેખાંકિત સમાસનો પ્રકારજણાવો.(A).કર્મધારય (B).મધ્યમપદલોપી (C).ઉપપદ (D).બહુવ્રિહીANS: મધ્યમપદલોપી79) ઇચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ... શબ્દ માટે એક શબ્દ આપો.(A).બોધિવૃક્ષ (B).કલ્પવૃક્ષ (C).અશ્વત્યામા (D).પરમવૃક્ષANS: કલ્પવૃક્ષ80) ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો(A).દમયંતીનું મુખ ચંદ્ર જેવુ છે (B).હૈયુ જાણે હિમાલય (C).જીવનવાડી કરમાઇ ગઇ (D).તેનુ રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રુજી ઉઠી.ANS: હૈયુ જાણે હિમાલય81) આ દેશની ધરતી ઉપર કયો ઉપદેશ આપવામાં નથી આવ્યો ?(A).ધર્મના સત્યો જુઠા છે (B).ધર્મનું પાલન રહસ્યપૂર્ણ નથી (C).ધર્મના સત્યો ગુપ્ત રહસ્યો છે (D).આમાનું કોઇ નહીANS: ધર્મના સત્યો ગુપ્ત રહસ્યો છે82) વહેમની પાછળદોડવુ તેના કરતાં શુ થવું સારૂ લેખક જણાવે છે ?(A).આસ્તક થવું (B).આધ્યાત્મિક તરફ જવું (C).ભૌતિકતા તરફ જવું (D).નાસ્તીક થવુંANS: નાસ્તીક થવું83) સમાજના દેહ ઉપર કેવા ડાઘા પડી ગયેલ છે ?(A).મોટા (B).કાળા (C).સફેદ (D).લાલANS: કાળા84) આપણા ધર્મનો રાષ્ટ્રીય જીવનનો અને આધ્યાત્મિકતાનો નાશ કોણ કરીશકે તેમ નથી ?(A).વહેમ (B).બહાદુરી (C).રહસ્યો (D).ગુપ્ત મંડળીANS: વહેમ85) આ ગધ ખંડ દ્રારા લેખક કઇ બાબત તરફ ધ્યાનન આપવાનું શિખવે છે?(A).હિમાલય તરફ (B).સત્ય તરફ (C).પ્રકૃતિ તરફ (D).વહેમ તરફANS: વહેમ તરફ86) કહેવતનો અર્થ લખો :મોરના ઇંડાં ચીતરવા ન પડે(A).ઇંડા સુંદર ચીતરેલા જ હોય (B).હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઇ કહેવાપણું ન હોય (C).મોર સુંદર હોય તેથી. (D).મોરનું ઇંડુ ચીતરાઇ જ જાયANS: હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઇ કહેવાપણું ન હોય87) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો(A).નિર્ભય (B).ડરપોક (C).ભયભીત (D).કાયરANS: નિર્ભય88) કરેલા ઉપકારને ભુલી જનાર, શબ્દ સમુહને માટે એક શબ્દ આપો.(A).કૃતધ્ની (B).કૃતજ્ઞી (C).કૃતનિશ્ચયી (D).કૃતાર્થીANS: કૃતધ્ની89) મને બોલાવે ઓ ગિરનાર તણાં મૌન શિખરે આ પંકિત છંદ જણાવો.(A).શિખરણી (B).પૃથ્વી (C).મંદાક્રાન્તા (D).હરિગીતANS: શિખરણી90) નીચેનામાંથી કયુ ઉદાહરણ વ્યાજસ્તુતિ અલંકાર છે.(A).શુ તમારી બહાદુરી ઉંદર જોઇને નાઠા (B).ગાંધીજી એટલે ગાંધીજી (C).તપેલી તપેલી છે. (D).તે આવ્યો પણ બોલ્યો નહીANS: શું તમારી બહાદુરી ઉંદર જોઇને નાઠા91) દિકરાની પૌત્રી શબ્દ સમુહ માટે એક શબ્દ આપો.(A).પુત્રપૌત્રી (B).પ્રપૌત્રી (C).દોહિત્રી (D).સુતાANS: પ્રપૌત્રી92) ચોપાઇ છંદની પંકિતનો વિકલ્પ ઓળખાવો.(A).આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું (B).દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ (C).નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન (D).ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવેANS: આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું93) કયુ સમાનાર્થી જોડકુ ખોટુ છે ?(A).વલોપાત -કલ્પાંત (B).દુર્ઘર્ષત-કોમળતા (C).અતીત-ભૂતકાળ(D).સંગતિ-સહવાસANS: દુર્ઘર્ષત-કોમળતા94) ઇન્દિરા પાણી રેડે છે- કર્મણિ વાકયરચના દર્શાવતો વિકલ્પ શોધો.(A).ઇન્દિરાને પાણી રેડવું છે. (B).ઇન્દિરા પાણી રેડાવે છે. (C).ઇન્દિરા પાણી રેડે (D).ઇન્દિરાથી પાણી રેડાય છે.ANS: ઇન્દિરાથી પાણી રેડાય છે.95) હુ આંખોથી સાંભળુ છુ- રેખાંકિત વિભકિત પ્રત્યય કઇ વિભકિત દર્શાવે છે ?(A).કર્મ (B).કર્તા (C).કરણ (D).અપાદાનANS: કરણ96) હુ છકડા પાસે ગયો –ભાવે વાકય બનાવો(A).મારાથી છકડા પાસે જવાયુ (B).મારી પાસે છકડો ગયો (C).છકડા વડેહું પાસે ગયો. (D).છકડા પાસે હું આવ્યુંANS: મારાથી છકડા પાસે જવાયુ97) શહાણું માણસ લાભત નાહીં- કહેવતનો અર્થ લખો(A).ડાહ્યો માણસ લાંબુ જીવન જીવે નહી (B).જેવુ જે કરે, તેવું જ ભોગવે (C).જે જન્મે છે તે મૃત્યુ પામે છે (D).કરવાનુંકાર્ય ન કરે.ANS: ડાહ્યો માણસ લાંબુ જીવન જીવે નહી98) મે પાઠ વાંચ્યો – આ વાકયનું પ્રેરક વાકય લખો.(A).મે શિક્ષકને પાઠ વંચાવ્યો (B).મારાથી પાઠ વંચાવ્યો (C).શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો (D).મારા વડે પાઠ વંચાવ્યોANS: શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો99) ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો(A).કુલના જાણે શોભે ગાલીયા (B).છકડો એટલે છકડો (C).ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો (D).પથ્થર થરથર ધ્રૂજેANS: ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો100) મંદાક્રાન્તા છંદનું ઉદાહરણ આપો.(A).જહીં મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું (B).બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડયું (C).છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી (D).એકલ પાંખ ઉડાય ના, એકલ નહી હસાય.ANS: છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી101) હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ?(A).સરસરાહટ (B).કોલાહલ (C).પર્ણમર્મર (D).ઘોંઘાટANS: સરસરાહટ102) વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યુ હતું આ વાકયનો નિપાત દર્શાવો.(A).વસ્ત્ર (B).સફેદ (C).હતું (D).પણANS: પણ103) કયો શબ્દ સમાનાર્થી નથીતે જણાવો.(A).ભેખડ (B).ગુફા (C).કુહર (D).બખોલANS: ભેખડ104) વિશ્વમાં આ તો પહેલો બનાવ છે ? આ વાકયમાં રેખાંકિત વિભકિત કયો પ્રકાર દર્શાવે છે ?(A).કર્તા વિભકિત (B).સંબોધન વિભકિત (C).કર્મ વિભકિત (D).અધિકરણ વિભકિતANS: અધિકરણ વિભકિત105) ખાડો ખોદે તે પડે ની સમાનાર્થીકહેવત જણાવો.(A).હાથના કર્યા હૈયે વાગ્યા (B).પાડાના વાંકે પખાલીને ડામ (C).કરે જગલો ને ભોગવે ભગલો (D).આપમૂઆ વિના સ્વર્ગે ન જવાયANS: હાથના કર્યા હૈયે વાગ્યા106) નીચેનામાંથી કયા વાકયમાં નિપાત છે ?(A).વાંચ્યુ તેથી આવડયું (B).વાંચશો તો પાસ થશો. (C).કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે. (D).વાંચ્યુ પણ આવડયું નહીANS: પ્રશ્ન રદ કરવામાં આવે છે.107) આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ?(A).યમાતા રાજભાન સલગા (B).ગાન જયરામા તાલભાસ (C).રામા ભાનતાલ સગજય (D).ગાલ સનભાજરા તામાયANS: યમાતા રાજભાન સલગા108) આવુ ટી.વી. ફકત ગામમાં ફકત બે જણાને ત્યાં છે. – નિપાતશોધો.(A).ફકત (B).ત્યાં (C).ગામમાં (D).બે જણાનેANS: ફકત109) આધુનિક સર્જક કોણ નથી.(A).મધુ રાય (B).કિશોર જાદવ (C).સુરેશ જોષી (D).દલપત રામANS: દલપત રામ110) આધુનિક કવિ કોણ છે?(A).મનસુખલાલ ઝવેરી (B).પુજાલાલ (C).બાલમુકુંદ દવે (D).સીતાંશું યશચંદ્રANS: સીતાંશું યશચંદ્ર111) બન્ને યાદીઓની વિગતો સરખાવીને ખરા જોડકાનું જૂથ કયુ છે તેકહો.યાદી – I(A) ઝવેરચંદ્ર મેઘાણી(B) સોરઠ તારા વહેતા પાણી(C) રાષ્ટ્રીય શાયર(D) છેલ્લો કટોરોયાદી - II(1) લોક સાહિત્યના સંશોધક(2) દેશભિકતનું કાવ્ય(3) નાયક વિનાની નવલકથા(4) બિરદુ(A).3 2 4 1 (B).2 4 3 1 (C).4 1 3 2 (D).1 3 4 2ANS:1 3 4 2112) બન્ને યાદીઓની વિગતો સરખાવીને ખરા જોડકાનું જૂથ કયુ છે તેકહો.યાદી – I(A) દર્શક(B) સત્યકામ(C) કુરુક્ષેત્ર(D) લોકભારતી વિધાપીઠયાદી - II(1) સરસ્વતી સન્માન(2) સણોસરા(3) ઝેર તો પીધા છે જાણી જાણી(4) મનુભાઇ રાજારામ પંચોળી(A).3 4 2 1 (B).2 3 4 1 (C).1 2 3 4 (D).4 3 1 2ANS:4 3 1 2113) દેશી કારીગરીને ઉત્તેજન કર્તાનું નામ જણાવો.(A).કરશનદાસ મૂળજી (B).નર્મદ (C).દલપતરામ (D).હરગોવિંદદાસ કાંટાવાલાANS: હરગોવિંદદાસ કાંટાવાલા114) નીચેનામાંથી કયું ઘટકતત્વ હાઇકુમાં આવતું નથી.(A).ચિંતન (B).સત્તર અક્ષર (C).ચિત્ર (D).કલ્પનANS: ચિંતન115) ભૂત નિબંધના લેખક કોણ છે(A).મનસુખરામ (B).દલપતરામ (C).નવલરામ (D).ગોવર્ધનરામANS: દલપતરામ116) જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ગુજરાતી લેખકને મળ્યો છે.(A).નારાયણ દેસાઇ (B).પનાલાલ પટેલ (C).દર્શક (D).રાજેન્દ્ર શાહANS: દર્શક117) કયા બે સાહિત્યકારો નવલિકાકાર નથી ? (I)શરીસ વીજલીવાળા (II) મનોજ પરમાર (III) હિમાંશી શેલત (IV) મનોજ ખંડેરીયા(A).(III) અને (IV) (B).(I) અને (IV) (C).(I) અને(II) (D).(III) અને (II)ANS: (I) અને (IV)118) મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી.(A).દયારામ (B).કેવળપુરી (C).દલપતરામ (D).રવિ સાહેબANS: દલપતરામ119) બે કવિઓ સુધારક યુગના નથી.-1 જયંત પાઠક -2 દલપતરામ -3 ઉસનસ્ -4 નર્મદ(A).1 અને 4 (B).1 અને 2 (C).1 અને 3 (D).2 અને 4ANS: 1 અને 3120) ગુજરાતીમાં કરૂણ પ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા?(A).દયારામ (B).ગોવર્ધનરામ (C).નવલરામ (D).દલપતરામANS: દલપતરામ121) એક માણસ લુચ્ચો દેખાય છે – આ વાકયમાં પુરક પદ લુચ્ચો છે?(A).વિશેષણ (B).સંજ્ઞા (C).કૃદંત (D).સર્વનામANS: વિશેષણ122) પલાએ પુલીનને ધકકો માર્યા. વિશેષણ ઓળખાવો.(A).સાપેક્ષ વિશેષણ (B).ગુણવાચક વિશેષણ (C).પ્રશ્નવાચક વિશેષણ (D).દર્શક વિશેષણANS: દર્શક વિશેષણ123) નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી.(A).સલિલ (B).સરસી (C).અંબુ (D).ઉદકANS: સરસી124) સંધિ છોડો: અભ્યાસ(A).અભ્ય + અસ (B).અભિ + યાસ (C).અભ્ય + આસ (D).અભિ+ આસANS: અભિ + આસ125) સબરસનો સમાનાર્થી શબ્દ આપો.(A).મધુરસ (B).સ્વાદિષ્ટ (C).લવણ (D).બધા રસANS: લવણ126) ભમો ભારતખંડના સકળ ભોમ ખૂંદી વળી. આ કયો છંદ છે.(A).હરિગીત (B).મંદાકાન્તા (C).પૃથ્વી (D).શિખરિણીANS: પૃથ્વી127) ................... પરમ શિવભકત હતો. સાચી જોડણીવાળો શબ્દ મુકો.(A).બાણાસૂર (B).બાણશૂર (C).બાણાસુર (D).બાણાશૂરANS: બાણાસુર128) નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો.(A).ચોપડી (B).પાર્થિવ (C).આરંભ (D).નિત્યANS: પાર્થિવ129) જગદીશે પતંગ ઉચી કરી.(A).જગદીશ પતંગ ઉંચી કરે છે. (B).જગદીશ પાસે પતંગ ઉંચી કરાવી (C).જગદીશ પતંગ ઉંચી કરશે (D).જગદીશ પતંગ ઉભી કરાઇANS: પ્રશ્ન રદ કરવામાં આવે છે.130) નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો.(A).મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું (B).મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. (C).મહારાજે તરત ભાણું તૈયાર કરવું. (D).મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા.ANS: મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું131) કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો(A).ઉપપદ સમાસ (B).મધ્યમપદલોપી સમાસ (C).બહુવ્રીહિ સમાસ (D).તત્પુરૂષ સમાસANS: મધ્યમપદલોપી સમાસ132) નીચેના વાકયોમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિન્હ મૂકશો? મારું ધ્યાન દોરવા તેણે કહ્યું " સાંભળો છો ? "(A).લઘુરેખા (B).પૂર્ણવિરામ (C).ગુરૂવિરામ (D).ગુરુરેખાANS: ગુરૂવિરામ133) અન્ત:પુર શબ્દનો સમાનાર્થી(A).રણવાસ (B).દિલનગર (C).અંતરનો પ્રવાહ (D).મનપુરANS: રણવાસ134) કહેવતનો અર્થ આપો હૈયુ તેવુ હોઠે(A).હૈયુ ખાલી કરવું (B).હૈયામાં ભરી રાખવું (C).હોઠ સાજા તો ઉત્તર ખાસા (D).વિચાર તેવી વાણીANS: વિચાર તેવી વાણી135) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કોઇની પણ મદદ ન લેનાર(A).સ્વાવલંબી (B).પરાવલંબી (C).અવલંબી (D).મદદગારANS: સ્વાવલંબી136) નીચેનામાંથી કઇ કહેવત નથી.(A).જીવ હેઠો બેઠો (B).વાડ ચીભડા ગળે (C).અઘૂરો ઘડો છલકાય (D).ઉતાવળે આંબા ન પાકેANS: જીવ હેઠો બેઠો137) પલાખું શબ્દનો કયો અર્થ છે ?(A).કૂટ પ્રશ્ન (B).દાખલાનો પ્રશ્ન (C).આંકના પાડાનો પ્રશ્ન (D).આલેખનો પ્રશ્નANS: આંકના પાડાનો પ્રશ્ન138) મામાનું ઘર કેટલે દીવો બળે એટલે – કહેવતો અર્થ(A).વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી (B).મામાના ઘરે મોજ મસ્તી (C).આંખોની સામે હોવું (D).ખૂબ જ નજીક હોવુંANS: વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી139) મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો.(A).દ્રવ્યવાચક (B).ભાવવાચક (C).જાતિવાચક (D).વ્યકિત વાચકANS: ભાવવાચક140) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?(A).ઝવેરચંદ મેઘાણી (B).નરસિંહ મહેતા (C).મોહનદાસ કરમચંદ ગાંઘી (D).ખબરદારANS: નરસિંહ મહેતા141) સત્યના પ્રયોગો કોની આત્મકથા છે ?(A).આચાર્ય વિનોબા ભાવે (B).મહાત્મા ગાંધી (C).જયપ્રકાશ નારાયણ (D).જવાહરલાલ નહેરુANS: મહાત્મા ગાંધી142) અંધારી ગલીમાં સફેદ ટપકાંની રચના કોના દ્રારા કરવામાં આવીછે ?(A).દિગીશ મહેતા (B).લીલાબહેન (C).અમૃત જાની (D).હિમાંશી સેલતANS: હિમાંશી સેલત143) ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે?(A).અખંડાનંદ (B).બુધ્દ્રિપ્રકાશ (C).અભિયાન (D).નવનીત સમર્પણANS: નવનીત સમર્પણ144) ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોશનું પ્રકાશન કોના દ્રારા કરવામાં આવ્યું(A).ગુજરાત વિધાપીઠ (B).ગુજરાતી સાહિત્ય અકાદમી (C).ગુજરાતી સાહિત્ય પરિષદ (D).ગુજરાત યુનિવર્સિટીANS: ગુજરાત વિધાપીઠ145) મહાકવિનું બિરુદ મેળવનાર મધ્યયુગના ગુજરાતી અખ્યાનકાર કોણહતા ?(A).અખો (B).દયારામ (C).પ્રેમાનંદ (D).શામળANS: પ્રેમાનંદ146) ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઇ છે ?(A).માનવીની ભવાઇ (B).લોહીની સગાઇ (C).કરણઘેલો (D).ઝેર તો પીધા જાણી જાણીANS: કરણઘેલો147) ભીષણ દુષ્કાળને નિરૂપતી ગુજરાતી નવલકથાકે જેના ઉપરથી ફિલ્મ બનેલ છે તે છે......(A).માનવીની ભવાઇ (B).ગ્રામલક્ષ્મી (C).ભવની ભવાઇ (D).ઝેર તો પીધા જાણી જાણીANS: માનવીની ભવાઇ148) ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?(A).મોહનભાઇ પટેલ (B).પન્નાલાલ પટેલ (C).કાકાસાહેબ કાલેલકર(D).ભોળાભાઇ પટેલANS: મોહનભાઇ પટેલ149) હેમચંદ્રાચાર્ય દ્રારા લખવામાં આવેલા વ્યાકરણના ગંથનું નામ શું છે ?(A).નયન હેમ (B).સિધ્દ્ર હેમ (C).અષ્ટાધ્યાયી (D).હેમ વ્યાકરણANS: સિધ્દ્ર હેમ150) કલાપીનો કેકારાવ કોની રચના છે ?(A).સુરસિંહજી ગોહીલ (B).નરસિંહરાવ દિવેટિયા (C).ઝવેરચંદ મેઘાણી (D).રમણભાઇ નીલકંઠANS: સુરસિંહજી ગોહીલ

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...