Saturday, May 30, 2020

UPSC શું છે ? તેની તૈયારી કઈ રીતે કરવી ?

✳️✳️ U P S C✳️✳️

👉UPSC શું  છે  ? તેની તૈયારી કઈ રીતે કરવી  ?  UPSC ની એક્ઝામ કોણ આપી શકે  ?  UPSC ની ભરતી કેટલા વર્ષે થાય ?  UPSC નો સિલેબસ શું છે ? UPSC ની ભરતી માં કઈ સર્વિસ  મળે  ?  વગેરે સવાલો તમને થતા હશે ! 

👉UPSC નું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે . UPSC એ ક્લાસ ૧ ની એક્ઝામ લે છે . આઈએસ , આઈપીએસ , આઇએફએસ , આઈ આર એસ ,  જેવા અધિકારી બનવા માટે UPSC એક્ઝામ આપવી પડે .  UPSC ઈન્ડીયન ઇકોનોમિક સર્વિસ , ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ જેવી સર્વિસ ની પણ એક્ઝામ લે છે .

🎯UPSC ની એક્ઝામ ત્રણ ભાગમાં હોય છે .

👉 પ્રિલિમ એક્ઝામ 
👉 મેઈન એક્ઝામ
👉 ઇન્ટરવ્યૂ 

👉પ્રિલીમ પરિક્ષા ના બે પેપર હોય છે . 
👉બન્ને પેપર ૨૦૦ માર્ક ના હોય છે .
👉 જો તમે બીજા પેપર મા ૬૬ માર્ક કે તેનાથી ઉપર આવે તો જ તમારું પેપર ૧ ચેક થાય છે .
👉 તમારા પેપર ૧ ના માર્ક ઉપર થી મેરીટ બને કે તમે મુખ્ય પરિક્ષા આપી શકો કે નહિ . (. બીજા પેપર ના માર્ક ગણાતા નથી .)

👉 ૩ એક મહિના પછી તેનું રીઝલ્ટ આવે . જો તમે પ્રથમ પેપર માં સારા માર્ક હોય તો તમે મુખ્ય પરિક્ષા આપી શકો .
 
👉 પ્રીલીમ  પરિક્ષા મા પાસ થવાનું છે તેના માર્ક ફાઈનલ રીઝલ્ટ માં ગણાતા નથી .

🎯મુખ્ય પરિક્ષા 👇 

મુખ્ય પરિક્ષા મા કુલ નવ પેપર હોય છે . 

અંગ્રેજી ( જે બધા ઉમેદવાર માટે કોમન છે . પાસ થવા માટે ૩૦૦ માંથી ૭૫ ગુણ આવવા જરૂરી છે )

બીજું પેપર ભાષા નું હોય છે . ( બંધારણ ની ૮ મી  અનુસૂચિ માં ૨૨ ભાષા માંથી તમે ગમે તે પસંદ કરી શકો . એમાં ગુજરાતી પણ છે ચિંતા ના કરો😅 .આમાં પણ પાસ થવા ૩૦૦ માંથી ૭૫ માર્ક આવવા જરૂરી છે .)

👉આ બન્ને પેપર મા  પાસ થવું જરૂરી છે  આના માર્ક મુખ્ય પરિક્ષા મા ગણાતા નથી . 
  

👉👉મુખ્ય પરિક્ષા મા ૭ પેપર ના માર્ક ગણાય છે જે નીચે મુજબ છે 👇

👉 નિબંધ નું પેપર 
👉ચાર જનરલ સ્ટડી ના પેપર 
👉 બે optional‌‌ ના પેપર 
(   જે તમારે નક્કી કરવા નો હોય છે . જે વિષય રાખવો હોય તે . ભાષા પણ રાખી શકાય . UPSC એ નક્કી કરેલા વિષય માંથી જ )

👆આ સાત પેપર ૨૫૦ માર્કના હોય છે .

👉 ૩ મહિના પછી તેનું રીઝલ્ટ આવે છે જો તમે પાસ થાવ તો તમારું ઇન્ટરવ્યૂ થાય ( જે માટે દિલ્હી જવું પડે ) 

🎯ઇન્ટરવ્યૂ

👉 ઇન્ટરવ્યૂ  કુલ ૨૭૫ માર્ક નું હોય છે. 

👉 ઇન્ટરવ્યૂ માં તમારા સ્નાતક ના મુખ્ય વિષય , દેશ ની સમસ્યા અને તેના નિવારણ , આંતર રાષ્ટ્રીય સબંધ , તમે જે જિલ્લા કે તાલુકા માંથી આવો છે તેના વિશે એટલે કે તેમાં શું પ્રખ્યાત છે ?  તેનો ઈતિહાસ શું છે વગેરે ,  ધર્મ આધારિત સવાલ પુછાઇ શકે છે. 

(  UPSC પાસ કરેલા અધિકારીઓ નું કહેવું છે કે તે તમે ભરેલા એપ્લિકેશન ફોર્મ ઉપર થી જ સવાલ કરતા હોય છે . )
  

👉👉👉 કુલ ૨૦૨૫ માર્ક માંથી  ઉમેદવાર ને માર્ક મળતા હોય છે . 

👉 પછી UPSC તેમની કેડર નક્કી કરતી હોય છે કે તમને કઈ સર્વિસ આપવી .

👉 જો તમારા માર્ક સારા હોય તો તમને મનપસંદ કેડર મળે છે .

🎯UPSC ની તૈયારી ક્યાંથી શરૂ કરવી ? 👇

UPSC ની તૈયારી ની શરૂઆત ncert થી કરવી જોઈએ  જેથી કરીને તમારું બેઝિક નોલેજ ક્લીયર થાય .

 🎯હિસ્ટ્રી માટે 👇

👉ધો . ૬ થી ૧૨ ની ncert 
 👉પ્રાચીન ભારતનો ઇતિહાસ
👉મધ્ય ભારત નો ઇતિહાસ 
👉આધુનિક ભારતનો ઇતિહાસ વાંચવો .
👉 ભારત એક ખોજ જેવા એપિસોડ જોઈ શકો . 

🎯 ભૂગોળ માટે 👇 

👉ધો .૬ થી ૧૨ નું ncert વાંચવી .
 👉કરંટ અફેર્સ વાંચવું 
👉 ભૂગોળ ની કોઈ સારી બુક વાંચવી 

🎯 અર્થશાસ્ત્ર માટે 👇

👉 ૬ થી ૧૨ ની ncert 
👉 રમેશ સિંઘ ની ઇકોનોમિક્સ ની બુક વાંચવી 
👉 કરંટ અફેર્સ વાંચવું 
👉 યુટ્યુબ પર ના  મૃણાલ પટેલ ના લેક્ચર જોવા .

🎯પોલિટી માટે 👇

👉ધો ૬ થી ૧૨ ની ncert
👉 એમ.લક્ષ્મીકાંત ની પોલિટી ની બુક 
👉 કરંટ અફેર્સ 

🎯સમાજશાસ્ત્ર માટે 👇

👉ધો. ૬ થી ૧૨ ની ncert 
👉 સમાશાસ્ત્ર ની કોઈ સારી બુક વાંચવી ( તમને જે સરળ ભાષા માં સમજાય તે )
👉 Ucg ચેનલ પર મહપ્તરા સર ના લેક્ચર જોઈ શકો છો યુટ્યુબ પર

🎯વિજ્ઞાન માટે 👇

👉 ધો .૬ થી ૧૦ ની ncert ( ૧૧ ,૧૨  સાયન્સના પુસ્તક વાંચવાની જરૂર નથી છતાં તમારી પાસે સમય હોય તો વાંચી શકો છો. )
👉 કરંટ અફેર્સ 

🎯 ગણિત માટે👇

👉ધો. ૬ થી ૧૦ ની ncert 
    ( ગણિત નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ  . ખાલી દસમાં સુધીનું )

🎯અંગ્રેજી માટે 👇

👉 અંગ્રેજી માં દશ માં સુધી નું ગ્રામર નું નોલેજ જોઈએ . UPSC માં અંગ્રેજી નું ૩૦૦ માર્ક નું પેપર આવે છે મેઈન એક્ઝામ માં ૩૦૦ માંથી ૨૫ ટકા માર્ક પાસ થવા જરૂરી છે એટલે ૩૦૦ માંથી ૭૫ માર્ક .  આ માર્ક ફાઈનલ એક્ઝામ માં ગણાતા નથી .

🎯Optional subject માટે 👇
 👉  Optional ના બે પેપર હોય છે .
👉  ઘણા બધા optional છે હું તમને ગુજરાતી ભાષા ના optional વિશે કહું .

👉 ગુજરાતી ભાષા નો ઇતિહાસ 
👉 ગદ્ય અને પદ્ય બન્ને 
👉  રઘુવીર ચૌધરી ની નવલકથા અમૃતા વાંચવી .
👉 પાટણની પ્રભુતા , સૌરાષ્ટ્રની રસધાર વગેરે  .

🎯🎯🎯🎯🎯🎯🎯🎯

👉 રાજ્યસભા ટીવી જોવી .
👉 દરરોજ ન્યુઝ પેપર વાંચવું ( ધ હિન્દુ અથવા ઇન્ડિયન એક્સપ્રેસ કે બીજું કોઈ ન્યુઝ પેપર ) 
👉 મહિના નું કરંટ મેગેઝીન વાંચવું 
👉 જે તમે વાંચો તેની નોટ બનાવી જેથી કરીને એક્ઝામ ના નજીક માં તમે તેનું રીવીઝન કરી શકો .
👉 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની બધી યોજના જાણવી .
👉 ભારત ના આંતર રાષ્ટ્રીય સબંધ કેવા છે તે જાણવા, તેમની વચ્ચે કઈ ડીલ થઈ છે  તે બધું જ જાણવું જરુરી છે .
👉 ભારત ની મુખ્ય સમસ્યા  કઈ છે ? તમે તે સમસ્યા ને કેવી રીતે દૂર કરશો.

🎯🎯🎯🎯🎯🎯🎯

🎯કોણ UPSC નું ફોર્મ ભરી શકે ?

👉UPSC નું ફોર્મ ભરવા માટે તમારી ઉંમર ૨૧ વર્ષ ની હોવી જરૂરી છે .

👉 તમારું સ્નાતક પૂરું થવું જોઈએ .(  લાસ્ટ સેમ માં હોય તો તમે ફોર્મ ભરી શકો પણ જો તમારું ઇન્ટરવ્યૂ  આવે તો તમારે સ્નાતક ના માર્ક લખવાના હોય છે . જો ત્યાં સુધી માર્કશીટ મળી જાય તો ફોર્મ ભરી શકાય.)

👉 કોઈ પણ વિષય મા સ્નાતક થયેલા વિધાર્થી ફોર્મ ભરી શકે .

🎯🎯🎯🎯🎯🎯🎯🎯

👉👉લોકો એવું માનતા હોય છે કે UPSC ની એક્ઝામ તો સ્કુલ અને કોલેજ નો ટોપર જ પાસ કરી શકે . આપડું કામ નથી તો 👇

👉 જૂનાગઢ ના હાલના કમિશ્નર ના દસમાં માં અંગ્રેજી ,ગણિત અને વિજ્ઞાન માં તો ૩૫ માર્ક મળ્યા હતા . ૧૧ , આર્ટસ કર્યું. ૧૨ ધોરણ માં નેઠ પાસ થયા હતા . છતાં તે ક્લેક્ટર બન્યા . નામ છે  તુષાર સુમેરા .

👉 UPSC   ૨૦૧૭ ના ઓલ ઈંડિયા માં ૩ રેન્ક મેળવ્યો તે જુનેદ અહમદ પણ એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે. 

👉 ૨૦૧૭ માં UPSC પાસ કરનાર આશિષ કુમાર પણ એક એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે . તેમના ૧૦ માં ૫૨ અને ૧૨ ના ૫૫ ટકા હતા . સ્નાતક માં પણ ૫૫ ટકા હતા . છતાં તેમને UPSC પાસ કરી .  તે કુલ ૮ વખત UPSC માં ફેલ થયા હતા નવ માં ટ્રાયલ માં તે સફળ રહ્યા .

👉   મનોજ કુમાર શર્મા  ૧૨ ધોરણ માં ફેલ થયા હતા છતાં તે UPSC માં સફળ રહ્યા અને આઈપીએસ થયા . હાલ માં તે એસીપી છે .

👆  આવા તો ઘણા બધા ઉદાહરણ છે  . 

🎯🎯🎯🎯🎯🎯🎯

એક UPSC પાસ કરેલો વ્યક્તિ કે તેની તૈયારી કરતો વ્યક્તિ  ક્યાં સુધી પહોંચી શકે 👇

👉 અરવિંદ કેજરીવાલ એ UPSC પાસ કરેલી છે .તે દિલ્હી માં ઇન્કમટેક્સ કમિશ્નર હતા . હાલ માં તે દિલ્હી ના મુખ્યમંત્રી છે .

👉 ભારત સરકાર ના વિદેશ મંત્રી એસ . જયશંકર એ UPSC પાસ કરેલી છે . એસ. જયશંકર આઈ .એફ .એસ ઓફિસર હતા .

👉 ભારત સરકાર ના પૂર્વ  નાણાં મંત્રી યશવંત સિન્હા  એ UPSC પાસ કરેલી છે .  યશવંત સિન્હા ક્લેક્ટર હતા .

👉 ભારત ના રાષ્ટ્પતિ સિવિલ સર્વિસ અધિકારી રહી ગયા છે

👉 ઉત્તર પ્રદેશ ના  ચાર વખત મુખ્યમંત્રી રહેલા , લોકસભાના સાંસદ રહેલા , રાજ્યસભા ના સાંસદ રહેલા માયાવતી જી એ  પણ UPSC ની તૈયારી કરેલી છે .

🚨 સરકાર તો આવે ને જાય પણ દેશ ના અધિકારી ઓ દેશ ચલાવતા હોય છે .🚨

જો તમે પણ IAS , IPS કે બીજા કોઈ અધિકારી બની ને દેશ અને દેશ ના લોકો માટે કામ કરવા માગતા હોય તો તૈયાર થઈ જાવ .

Sunday, May 17, 2020

Wednesday, April 29, 2020

પરમાર ઉત્પતિ ઈતિહાસ

🚩 પરમાર ઉત્પતિ ઈતિહાસ 🚩

[ ત્રેતાયુગ વૈશાખ સુદ પાંચમ તીથી ]

આજ વૈશાખ સુદ પાંચમ પરમાર વંશ ઉત્પતિ દિવસની તીથી નિમિત્તે મારા તમામ પરમાર વંશ અને તેમની તમામ પેટા શાખા ના ભાઈઓ ને ખુબ ખુબ શુભેચ્છાઓ

પ્રથમ મેરધડ,નિર્મલ વહે નદીયાણા,
વાડી કુલ વનવાસ,વડોજાડ કુલ વખાણા.

મળે ત્રેત્રીસ કરોડ,એક અનલકુંડ ઉપાયો,
ઉનડ કુંડમાહી ઉત્પતિ,રીખ વર્મા ઉપાવે.

ચાર ક્ષત્રિય ને દિન મે,

અગ્યીયારસ બુધવાર પઢિયાર,
સાતમ ને સોમવાર સોલંકી,
શુક્રવાર ચૌહાણ વસ્ત ગોત્ર કે,
ત્રેતાયુગ કી વરસ અધલાખ વલતા,વડો માસ વૈશાખ સુદ પંચમી સવાઈ.

ચદલ મેમ રખેસરા દિપક પ્રગટયો,
આબુ પરમાર ઉપજયો,
ધોમ મનમે રિસ ધારે,
મેલ ઉતાર એમરો,પુત્લો વણાયો,
વચાડે યજુર્વેદ સાયલ રીખ નામ સુણાયો,
ઉપાડ ખગ ઉઠ હમાસર આપ.

પરમાર વંશ ઉત્પતિ તીથી વૈશાખ અજવાણી પાંચમ ગુરુવાર ના સૂર્યવંશી રજપૂત ક્ષત્રિય ના આબુ ગઢ માં અગ્નિ કુંડ માં થી શુદ્ધિ કરણ સાથે નામ પરમાર પાડ્યું, એટલે પરમાર નામ થી શાખ પડી અગ્નિ ની શુદ્ધિ કરણ થી અગ્નિ વંશ ની ઉપમા મળી.
🌴🌴🌴🌴🌴🌴🌴🌴
મુળ પુરૂષ ÷ પરમાર
વંશ ÷ સૂર્યવંશ
ગોત્ર ÷ વસિષ્ઠ
કુરુક્ષેત્ર ÷ આબુ પર્વત
તીથી ÷ પાંચમ
મહિનો ÷ વૈશાખ
વાર ÷ ગુરુવાર
પાઘડી ÷ પચંરગી
ઝંડો ÷ ત્રીબધી
જાજમ ÷ સુવા પંખી
નદી ÷ સફરા
ધોડો ÷ કવલીયો
શાખા ÷ માધવી
ઢાલ ÷ હરીપંખ
તલવાર ÷ રણતર
વૂક્ષ ÷ આબો
ગાય ÷ કવલી ગાય
ગણપતિ ÷ એકદંતિ
ભેરવ ÷ ગોરા ભેરવ
ગુરુ ÷ ગોરખનાથ
નિશાન ÷ કેસરીસિંહ
શસ્ત્ર ÷ ભાલો
વેદ ÷ યજુર્વેદ
બ્રામણ ÷ રાજગોર
બેસણુ ÷ ઉજ્જૈન
પ્રવર ÷ પાંચ
મહાદાનેશ્ર્વરી ÷ રાજા ભોજ
ભુદાનેશ્વરી ÷ રાજા રામ
સુવર્ણ દાનેશ્વરી ÷ સોઢાજી
કુંડ ÷ અનલકુંડ
વીરવત ÷ રાજા વિક્રમ
પરદુખ ભંજન ÷ રાજા વીર વિક્રમાદિત્ય
આધ ÷ પુસ્તરાજ
પ્રાણદાતા ÷ ઈન્દ્ર
નગરી ÷ ચંદ્રાવતી
ઈષ્ટદેવી ÷ ધારદેવી 
કુળદેવી ÷ હરસિધ્ધિ

🌴🌴🌴🌴🌴🌴🌴🌴

⚔ પરમાર વંશ પેટા શાખાઓ ⚔
પરમાર રજપૂત ક્ષત્રિય વંશ મા આવતી પેટા શાખાઓ ટુક મા  વર્ણન 

🌴 સોઢા પરમાર 🌴
સોઢા શાખ ના પરમાર મુખ્ય નગરો અમરકોટ. રતોકોટ ટાઢ . પીલુ  પારકર અમુક સોઢા પરિવાર  મૂળી સૌરાષ્ટ્ર વસાવ્યુ. જામનગર, કરછ વાગડ ખડિર  અને  વસવાટ  છે. 
  સંવત ૨૦૨૮ માધસુદ ૧૪ સન ૧૯૭૧ માસ ડિસેમ્બર ના બંગલા યુધ્ધ મા અમરકોટ તથા પારકર. રતોકોટ ના ધણા સોઢા પાકિસ્તાન છોડી હિજરત કરી રાજસ્થાન તથા કરછ ગુજરાત મા પણ વસેલા છે. બાકી જે સંજોગ કારણ રહી ગયા તે. પાકિસ્તાન મા અમરકોટ. ઢાટ  મા વસેલા છે મોટુ ઠિકાણુ રાણા જાગીર અમરકોટ તથા મીઠી છે. 

🌴 સાંખલા પરમાર 🌴
સાંખલા શાખ ના પરમાર  ઝાંગરુગઢ, રુણગઢ મા છે.
રણુજા સાંખલા ને ઝાંગલુ સાંખલા કહેવાય છે.  

🌴ધાંધુ પરમાર 🌴
ધાંધુ શાખ ના પરમાર બાડમેર જિલ્લા મા છે. 

🌴 વરણ પરમાર 🌴
વરણ શાખ ના પરમાર ઢાટ વિસ્તાર મા પણ છે. ખાસ ઠીકાણા જાનરાગઢ જેસલમેર  અને પારકર મા છે. 

🌴 જાગા પરમાર 🌴
જાગા પરમાર જાનરાગઢ  જેસલમેર ઠિકાણુ છે. ઢાટ મા હરીયાર, ગોપાત્ર  અને બીજે પણ છુટા છવાયા છે, હરીયોજી ભોપો જાગો જેણે ઢાટ મા હરીહર તા.છાછરા માં ચેલાર ને ગોંધીયાર વચ્ચે વસાવેલ છે. અમરકોટ ના રાણા એ ઈનામ તોર  આપેલો. 

🌴વાગમાર પરમાર 🌴
વાગમાર પરમાર જાનરાગઢ જેસલમેર ના. ગણા વાગમાર પરીવાર હરીહર. ઢાટ. ગુજરાત.કરછ  રાજસ્થાન માં છે.
(વાગમાર ની અમુક ભાયાતી સુથાર થઈ ગયા છે)  

🌴 નેતડ પરમાર 🌴
નેતડ પરમાર જાનરાગઢ જેસલમેર ના તેમનુ પરીવાર રાજસ્થાન, ઢાટ માં 
નેતડ બ્રામણ થઈ ગયા છે જે ઢાટ માં ગામ ચારણોર  અને શોભાનો તળો તા. છાછરા પાકિસ્તાન માં. 

🌴વહેલ પરમાર 🌴
વહેલ પરમાર શિવ કોટડો  માં હતા. અને ચંદાજી વહેલ ના ધરે પરમાર કૂળ મા છેલ્લો શક્તિ  અવતાર થયો. રુપાંદે નો અને મલીનાથ રાઠોડ સાથે લગ્ન થયા. જેમા તેના વંશ માં ખાવડીયા. કોટડીયા. મહેચા. પોકરણા. થુમલીયા બાડમેરા. શાખ ના રાઠોડ થયા. મલીનાથ નુ નામ રાવળ માલજી હતુ. માલો ને રુપાંદે ભકિત કરી નામ  અમર રાખી ગયા. 

🌴 કાબા પરમાર 🌴
કાબા પરમાર થુરુ. ચંદુર બે મોટા ઠિકાણા જોલા રિયાસતમા છે. 

🌴 કુકણા પરમાર 🌴
કુકણા પરમાર નવો તળો પોકરણ પટ્ટી મા છે. 

🌴 હરીયા પરમાર 🌴
હરીયા પરમાર હરિયાણા પ્રાંત મા હરીપુરા છે. 

🌴 બારડ પરમાર 🌴
બારડ પરમાર દાંતા ૬૦. અંબાજી ધામ બારડો નો ઠિકાણો છે. ભગવતસિંહજી બારડ ને રાણા ની પદવી છે.  અંબાજી માતાજી ના પ્રતાપે બારડ પરમાર રાજા ને નિત્ય સવામણ કેસર મળતી હતી. 

🌴 દાયમા પરમાર 🌴
દાયમા પરમાર મોટા મોટા દાતા ગણાતા હતા. 

🌴 ઉમટ પરમાર 🌴
ઉમટ પરમાર નરશીગઢ મા હતા. જે મેવાડ ના કંકણ સાંધાપર ૧૨ ગામ છે. (મધ્યપ્રદેશ)

🌴સુમરા પરમાર 🌴
સુમરા પરમાર જે હમીરજી સુમરા વખતે સિંધ મા મોટી જાગીર હતી. ( સુમરા પરમાર વંશ ના વંશજો મુસલમાન થઈ ગયા )

🌴પૂઆર (પાયણ) પરમાર 🌴 
પૂઆર  (પાયણ) પરમાર રડલી  (પાકિસ્તાન) ઇન્દ્રોઈ. ખેડા. થુંબલી. બાડમેર. રાજસ્થાન  અને કરછ ડનણા મા છે. 

🌴 ગેલડા પરમાર 🌴
ગેલડા પરમાર નાંગરોલ, જીણાર, મૂણીયામા છે. બીજા ભોપા કહેવાયા છે જે સણાઉ, રાજસ્થાન મા છે. કરછ મા પણ બે ગામ છે ગેલડા અને બોઆ 

🌴કાળોધાં પરમાર 🌴
કાળોધાં પરમાર સાંચોર મા રાજય હતુ જે સોનગરા ચૌહાણ મામા રામસિંહ એ મારી ને સાંચોર નો રાજ લઈ લીધેલ. ભાણેજ વિક્રમસિંહ સાલજી હતો મામા રામસિંહ કૂંપજી હતા. 
(અમુક કાળોધાં પરમાર ભીલ થઈ ગયા)

🌴 ભાયલ પરમાર 🌴
ભાયલ પરમાર મોટો ઠિકાણો ગોળીયો બાર ગામ હતા. 

🌴 રભાતર પરમાર 🌴
રભાભા પરમાર નાં વંશજો
 " રભાતર " પરમાર તરીકે ઓળખાયા. વર્તનમાં રભાતર પરમારોના  બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણા જીલ્લાના કેટલાક વિસ્તારોમાં આવીને વસેલા છે.

🌴 મોહંદા પરમાર 🌴
મોહંદા પરમાર ઢાટ વિસ્તાર મા છુટા છવાયા ગામો મા વસેલા હતા. પારકર મા પણ હતા. 

🌴 મેપાવત પરમાર 🌴
મેપાવત પરમાર ઝિલાયા. બિજોલિયા ગઢ મા છે. જે મેવાડ થી આગળ છે ત્યા રુધનાથસિંહ ની રાજવી છે ત્યા ગણા મેપાવત પરમાર છે. 

🌴 રાવત પરમાર 🌴
રાવત પરમાર રાવત શાખ એક પદવી છે જે બીજા પણ રજપૂત ક્ષત્રિય વંશ મા  આવે. રાવત શાખ પરમાર વંશ મા પણ  આવે રાવત પરમાર ના ઠિકાણા રાજસ્થાન.ગઢવાલ.  ઉતરાખંડ બાજુ છે. 

🌴 ધારુઆ પરમાર 🌴
ધારુઆ પરમાર ધારા નગરી ઉપર વિજયસિંહજી ની રાજધાની છે. 

🌴 મોરીયા પરમાર 🌴
મોરીયા પરમાર ના વંશજ નેપાળ ના મહારાજા વીર વિરેન્દ્રસિંહજી ની રાજધાની છે. 

🌴 કેરાડુઆ  પરમાર 🌴
કેરાડુઆ પરમાર ચંદ્દાવતી નગરી મા કેરાડુઆ પરમાર છે. અભેસિંહજી કેરાડુકોટ મા ચંદ્દાવતી નગરી મા ગયા છે. 

🙏🏻 હજુ આના સિવાય પણ પરમાર રજપૂત ક્ષત્રિય વંશ મા ગણી પેટા શાખાઓ ના પરમાર છે. જે માહિતી મારી પાસે હતી તે ટુક મા પરમાર રજપૂત ક્ષત્રિય વંશ ને જાણકારી માટે. 

આજ પરમાર વંશ ઉત્પતિ વૈશાખ સુદ પાંચમ તીથી નિમિત્તે મારા તમામ પરમાર વંશ ના ભાઈઓ ને ખુબ ખુબ શુભેચ્છાઓ 

આપણા કુળદેવી સદાય આપણા પરમાર વંશ ના તમામ ભાઈઓ ની માથે અમીદ્રષ્ટિ રાખે

Sunday, April 19, 2020

બાળકનુ નામ રાખતી વખતે કયાય નામ શોધવા નહિ જવુ પડે..

બાળકનુ નામ રાખતી વખતે કયાય નામ શોધવા નહિ જવુ પડે.......

*ગુજરાતી નામની યાદિ 2019*
માત્ર અક્ષર સીલેકટ કરી કલીક કરતા એ અક્ષર પરથી તમામ ગુજરાતી નામ બતાવશે.

http://www.rmc.gov.in/rmcwebsite/namelist.aspx

Thursday, April 16, 2020

લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત.

⚔️એવો રણમાં લડ્યો દેવુભા પરમાર એકલો રે લોલ
એણે કિધી જોને કાંઈ ગાયું તણી રે વાર
માર્યા માર્યા કાંઈ બાહરવટીયા તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ પરમાર કુળમાં રે લોલ
બેઠા બેઠા મજેઠી ગામના પાદરે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨

લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત.
⚔️એવો રણમાં લડ્યો રણસિંહ ડોડીયો એકલો રે લોલ
એણે કીધી જોને કાંઈ અબળા તણી રે વાર
માથું મૂક્યું કાંઈ ખોડીયારના ખોળે રે લોલ
માર્યા માર્યા કંઈ યવન તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ ડોડીયા કુળમાં રે લોલ
બેઠા બેઠા પાટણ ખોડિયાર વાવમાં રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત----૨

⚔️એવો રણમાં લડ્યો અરીસિંહ પરમાર એકલો રે લોલ
મિઢોળ બંધો ઉઠ્યો માર્યા દુશમન દળને રે લોલ
એણે કિધી જોને કાંઈ ભાઈબંધ તણી રે વાર
માર્યા માર્યા કંઈ જતડા તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ પરમાર કુળમાં રે લોલ
બેઠા બેઠા કીંદરવા ગામના પાદરે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨

⚔️એવો રણમાં લડ્યો જીવુંભા મોરી એકલો રે લોલ
એણે કિધી જોને કાંઇ જાનું તણી રે વાર
માર્યા માર્યા કાંઈ લૂંટારું તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ મોરી કુળમાં રે લોલ
બેઠા બેઠા બરણિયા ગામના પાદરે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨

⚔️એવો રણમાં લડ્યો ખુમાનસિંહ ચૌહાણ એકલો રે લોલ
એણે કિધી જોને જાનું તણી કંઈ વાર
માર્યા માર્યા કાંઇ બહારવટિયા તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ ચૌહાણ કુળમાં રે લોલ
બેઠા બેઠા ઢાંક ગામના પાદરે રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત

⚔️એવો રણમાં લડ્યો સુરસિંહ મોરી એકલો રે લોલ
એણે કિધી જોને ગઢવી તણી કાંઈ વાર
માર્યા માર્યા કાંઈ રાજની ફોજુ તણા પાળ
ઘવાયો પડદે રહ્યો અપાવ્યો ગઢવીને ન્યાય
ફોર્યું કાઢી કાંઈ ત્રાપજ ગામમાં રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨

⚔️એવા રણમાં લડયા જગમાલ અને જયરાજ વાળા બેઉ રે લોલ
એણે કિધી જોને અબળા તણી કાંઈ વાર
માર્યા માર્યા કાંઈ બહારવટિયા તણા પાળ
એક પાળિયે બેઠા બેઉ આત્મા રે લોલ
પૂજાણા શુરાપુરા થઈ વાળા કુટુંબમાં રે લોલ
બેઠા બેઠા માઢ સીમારના ટીમ્બે રે લોલ
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨

⚔️એવો રણમાં લડ્યો આશોજી ડોડીયા એકલો રે લોલ
એણે કિધી જોને ગવતરયુ તણી કાંઈ વાર
માર્યા માર્યા કાંઈ લૂંટારા તણા જોને પાળ
પૂજણા શુરાપુરા થઈ ડોડીયા કુળમાં રે લોલ
બેઠા બેઠા રાજ સીતાપૂર ગામના પાદરે રે લોલ.
લડયા લડયા કાંઇ કારડીયા રાજપૂત---૨

⚔️એવો રણમાં લડ્યો નાથાભા ઝાલા એકલો રે લોલ
એણે કિધી જોને વડોદરા ગામ તણી કાંઈ વાર
માર્યા માર્યા કાંઈ નવાબની ફોજુના જોને પાળ
સંગમાં લડયા પુરુષ થઈ ફઈબા માલુબા રે લોલ
ડાટ વળ્યો દુષમન નવાબની ફોજુનો રે લોલ
પૂજણા શુરાપુરા થઈ ઝાલા કુળમાં રે લોલ
બેઠા બેઠા વડોદરા ડોડીયા ગામના પાદરે રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨

⚔️એવો રણમાં લડ્યો હમીરજી પઢીયાર એકલો રે લોલ
એણે કિધી જોને ગુંદીયાણા ગામની કાંઇ વાર
માર્યા માર્યા કાંઈ કલઈ સૂબાના જોને પાળ
રંગ રાખ્યો રંગવાડિયા ઢોલીએ રે લોલ
પૂજણા શુરાપુરા થઈ પઢીયાર કુળમાં રે લોલ
બેઠા બેઠા ગુંદીયાણા ગામના પાદરે રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપુત---૨

⚔️એવો રણમાં લડ્યો કાંધલજી દાહિમા એકલો રે લોલ
એણે કિધી કાંઈ ભેરુ તણી જાનની જોને વાર
માર્યા માર્યા કાંઈ બહારવટિયાના જોને પાળ
પૂજણા શુરાપુરા થઈ દાહિમા કુળમાં રે લોલ
બેઠા બેઠા કાંઈ બોડીદર-ફાફણી ગામના પાદરે લોલ
કાંધુ મરડી મોગલ બાદશાહ તણી રે લોલ
પંકાણા જગમાં કાંધમડજી નામથી રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત--૨
⚔️🅿️⚔️🅿️⚔️🗡️🗡️
Compilation:-
*ᑭᖇᗩᐯᏆᑎᔑᏆᑎᕼ*
  *ᑭᗩᖇᗰᗩᖇ* *ᒍᑌᑎᗩᏀᗩᗞᕼ*
👍*visit my blog*
🖊️🎓📗🖊️📕🖊️ ⚔️🅿️L🅿️⚔️👇http://edupravinsinh.blogspot.com/?m=0
DIGITAL EDUCATION

મોબાઇલ નંબર અપડેટ કરવા માટે તમારે SBIની નેટબેંકિંગ સાઇટ

મોબાઇલ નંબર  અપડેટ કરવા માટે તમારે SBIની નેટબેંકિંગ સાઇટ www.onlinesbi.com પર લૉગઇન કરવું પડશે. લૉગઇન કરતા જ તમારા બેંક એકાઉન્ટ પ્રોફાઇલનું ડેશબોર્ડ દેખાશે.

- તમારા એકાઉન્ટના ડેશબોર્ડમાં તમને પ્રોફાઇલ ટેબમાં જવાનું રહેશે. પ્રોફાઇલ ટેબમાં તમને માય એકાઉન્ટ ટેબ દેખાશે. જ્યાં તમારે પ્રોફાઇલ ઑપ્શનમાં જઇને પર્સનલ ડિટેલ્સ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.

- પર્સનલ ડિટેલ્સ ટેબમાં તમારે ચેન્જ માય નંબર ઑપ્શન મળશે, આ ઑપ્શન પર ક્લિક કરતા તમારી સામે નવી વિન્ડો ઑપન થશે.

- નવી વિન્ડોમાં તમારો એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર (નવો) એન્ટર કરો. ડિટેલ્સ ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

 આ રીતે મોબાઇલ નંબર  અપડેટ કરો. જોકે આ રીત માત્ર ત્યારે જ ઉપયોગમાં આવશે જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ઉપલબ્ધ હશે.

અમે તમને બીજી એક રીત જણાવવા જઇ રહ્યા છે, જેની મદદથી ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ના હોવા છતાં તમે મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો. આ માટે તમારા પાસે ATMનું ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. 

- ATM કાર્ડની મદદથી મોબાઇલ નંબર અપડેટ કરવા માટે નજીકના SBI ATMમાં જવાનું રહેશે.

- તમારે રજિસ્ટ્રેશન ઑપ્શન પર ટેપ કરવાનું રહેશે અને ATM પિન એડ કરવાનો રહેશે.

- જ્યાં તમને મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન ફૉર્મ દેખાશે, જ્યાં જઇને તમે ચેન્જ મોબાઇલ નંબર ઑપ્શન પર ટેપ કરો.

-અહીંયા તમે તમારો જૂનો નંબર એન્ટર કરો અને કન્ફર્મ કરો, આ પછી નવો મોબાઇલ નંબર એન્ટર કરીને કન્ફર્મ કરો.

-તમારા બંને નંબર પર OTP આવશે જેમાં લખ્યુ હશે કે, Please send OTP and reference number received in SMS from new as well as

existing mobile number in the following format ACTIVATE IOTP VALUE + REF

NUMBER TO 567676 within 4 hours

- SMSને તમે 4 કલાકની અંદર મેસેજમાં આવેલા રેફરન્સ નંબર પર આપેલા ફોર્મેટમાં મોકલો, આમ કરવાથી મોબાઇલ નંબર અપડેટ થઇ જશે.

PM SURYAGHAR YOJANA 2026 NEW

ગુજરાતમાં હવે માત્ર 5400 રૂ.માં અને 2700 રૂ.માં તમે સોલર પૅનલ પોતાના ઘરે લગાવી શકશો. જી હા દોસ્તો જાણો સંપૂર્ણ  પીએમ સૂર્ય ઘર:મુ...