Friday, November 17, 2023

*ભોજન અંગે થોડા નિયમો પાળીશું તો શરીર રહેશે સ્વસ્થ*

*ભોજન અંગે થોડા નિયમો પાળીશું તો શરીર રહેશે સ્વસ્થ*

🥗🥗🍵🍵🥣

ભોજન પહેલા, ભોજન સમયે અને ભોજન પછી નીચેના નિયમ પાળવાથી ખોરાકનું યથાયોગ્ય પાચન થાય છે, શુદ્ધ લોહી બને છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.

(૧) ભોજન કરતાં પહેલાં ઠંડા પાણીથી હાથ, પગ, મોં ધોઈ નાખવાં. ઠંડા પાણીથી શિરાઓ સાંકડી થઈ લોહી જઠર તરફ વળે અને ખોરાક પચાવવામાં મદદ થશે.

(૨) ભોજનની થાળીની આજુબાજુનું વાતાવરણ ખૂબ સ્વચ્છ અને મનને આનંદ ઉપજે એવું રાખવું. શરીરને ખૂબ જ ઢીલું છોડી દેવું. તેથી પાચક રસોનો છૂટથી સ્ત્રાવ થઈ પાચનક્રિયામાં મદદરૂપ નીવડે છે.

(૩) ભોજન કરતાં પહેલાં કદી પાણી પીવું નહિ; કારણ કે પાચક રસ નું બળ પાણી ભળવાથી ઓછું થઈ જાય છે અને અજીર્ણ થઈ આંતરડાંમાં બગાડ પેદા થાય છે.

(૪) પ્રથમ ભારે, સ્વાદુ(ગળ્યો) અને ઘન ખોરાક લેવો.જેમકે લાડવા,મીઠાઈઓ,શ્રીખંડ વગેરે.
એવા ખોરાકને પચાવવા માટે જઠરાગ્નિ ના તાજા તેજ રસની જરૂર રહે છે એટલે એ ખોરાક પ્રથમ લીધા હોય, તો એવા તે જ રસ સાથે ભળવાથી તે સારી રીતે પચી જાય છે. 
ભોજનની વચ્ચે ખાટા, ખારા અને તીખા પદાર્થો નું ભોજન કરવું.
પચવામાં હલકા અને લુંખા પદાર્થો અંતમાં ખાવા; તેથી પાછળથી પાચક રસ ઓછો હોય તો પણ એ પચાવવામાં મુશ્કેલી ન આવે.

(૫) પૂરેપૂરું પેટ ભરીને ખાવું નહિ; પરંતુ પેટના બે ભાગ અન્નથી ભરાય, એક ભાગ પાણીથી ભરાય અને એક ભાગ પવન સંચાર માટે ખાલી રહે એમ ખાવું. જેમ મિક્સચરમાં કેરીનો રસ કાઢવો હોયતો ૨ ભાગ કેરી,૧ ભાગ પાણી ને ચોથો ભાગ સરળતાથી ઘુમાવવા ખાલી રાખીએ છીએ એમ...

(૬) ખેરાકની મધ્યમાં પાણી પીવું. તે અમૃતના જે ગુણ કરે છે.

(૭) ખૂબ ચાવીચાવીને જમવું. તેથી દાંત અને પેઢાંને કસરત મળશે, ખોરાક બરાબર રસ થઈ જઠરમાં જવાથી જઠરને ઓછી મહેનત પડે, જેમ ચાવશો એમ લાળરસ મુખમાં ખોરાકમાં ભળતો જશે. ખોરાકના પાચન થવાની શરૂઆત લાળરસથી જ થાય છે, આ પ્રથમ તબક્કો ખુબ મહત્વનો છે.
ચાવ્યા વગર જઠરમાં ઉતરેલો ખોરાક શરીરમાં કાચો આમ પેદા કરે છે.

(૮) સવારનું બનાવી મૂકેલું ભોજન સાંજે અને સાંજનું સવારે ખાવું નહિ. ફ્રીજમાં મૂકી ગરમ કરીને પણ ખાવું નહિ. બે ટાઈમનો રોટલીનો લોટ મૂકી રાખીને પણ રોટલી બનાવવી નહિ. એ સ્વાસ્થ્યને બગાડનાર છે; તેથી તાજું બનાવેલું ભોજન જ કરવું. 

(૯) એકાદશીને દિવસે કે અમાસ અને પૂનમને દિવસે હોજરીને આરામ આપવા સારા ઉપવાસ કરવો ફાયદાકારક છે. આવા દિવસમાં ફળાહાર ઠીક નથી, કેટલાક ફળાહાર કરે છે, તેમાં વપરાતા ફળ લઘુ હોય તે તો ઠીક, પણ ભારે તો ન જ હોવા જોઈએ.


(૧૦) જમતી વખતે થોડું પાણી પીવું,જમ્યા પછી વધારે પાણી ન પીવું,સાંજે ઊંઘવા અને જમવા વચ્ચે ૩ કલાક નો ગાળો રાખવો.
 

(૧૧) ભોજન કર્યા પછી બને તો છાશ પીવી. છાશ જરા પણ ખાટી ન હોવી જોઈએ.પાતળી-મોળી-તાજી છાશ ગુણકારી છે.

(૧૨) ભોજન પછી તરત સુઈ ન જતા આશરે ૧૦૦ ડગલા ચાલવું જોઈએ, જેથી સર્વ અવયની ગતિ મંદ નહિ પડતાં ચાલુ રહે; પણ વધુ ચાલવું હાનિકારક છે.

(૧૩) સો ડગલાં ચાલ્યા બાદ ૧૫-૨૦ મિનિટ ડાબી બાજુએ સૂઈ જવું; કારણ કે જઠર ડાબી બાજુએ આવેલું છે. તેથી ગુરુત્વાકર્ષણ ના નિયમાનુસાર લોહી તે તરફ વધારે ઢળે અને યોગ્ય પાચન કિયા થાય.

(૧૪) જઠરમાં ત્રણ કલાક ખોરાક રહે છે, તેથી જમ્યા પછી ૩ કલાકમાં તો કંઈ પણ ન જ ખાવું જોઈએ. ખાઈએ તે અગ્નિને પચાવવામાં મુશ્કેલી પડે અને પાચનક્રિયા અટકી પણ પડે.
છ કલાક બાદ જ ભોજન કરવુ. છ કલાક બાદ ભોજન ન કરીએ તો બળની હાનિ થાય છે. (ભૂખ લાગવાનાં ચિહ્ન હોય તેમણે છ કલાક બાદ ભોજન કરવું જોઈએ.)

(૧૫) કફ કરનાર પદાર્થો તામસિક પ્રકૃતિ પેદા કરનાર છે. ગુજરાત કફ પ્રધાન દેશ છે; તેથી અગ્નિ તત્વ વધારે હોય તેવા પદાર્થો નું સેવન વધુ રાખવું સારું છે.

(૧૬) કોઈ પણ શાકની સૂકવણી કરીને ઉપયોગ કરીએ તો કૃશતા, કબજિયાત અને વાયુ થાય છે, તેથી તાજાં, સારી ભૂમિમાં ઉત્પન્ન થયેલા અને બહુ બી ના હોય એવાં શાક ખાવા.

(૧૭) ધાન્ય અને કઠોળ જૂનાં થાય તેમ સ્વાસ્થ્યને વધુ હિતકર છે; બને ત્યાં સુધી નવાં ધાન્ય ન ખવાય તેવી વ્યવસ્થા કરવી. આ વસ્તુઓ એક વર્ષથી વધુ જૂની હોય તો તે વાપરવી.એટલે જ જુના જમાના માં અનાજ કાઢવાની કોઠીઓમાં નીચે કાણું રહેતું, ઉપરથી અનાજ નાંખવાનું નીચે આવતા સુધી એકાદ વર્ષ જુનું થઇ જાય...
અત્યારે આપણે ઉપરથી અનાજ નાંખવાનું અને ઉપરથી જ કાઢવાનું, તૈયાર પ્રીઝર્વેટીવ નાંખેલા લોટ ખાવા પણ હાનીકારક છે.

(૧૮) બાળકો માટે ધારોષ્ણ દૂધની વ્યવસ્થા થાય, તે અતિ ઉત્તમ; નહિ તો ઉકાળેલું પણ ગાયનું દૂધ પીવું. ભેંસનું દૂધ બાળકો માટે સારું નથી. ધારોષ્ણ સિવાય કોઇપણ દૂધ કાચું પીવું યોગ્ય નથી

(૧૯) નિર્મળ આત્માનું શરીર પણ નિર્મળ રહેવું જોઈએ. શરીરને નિર્મળ રાખવા માટે પ્રકૃતિ અનુસાર યોગ્ય ખોરાક પસંદગી કરવી. ખાવા ને માટે જીવવું ન જોઈએ, પણ જીવવા માટે ખાવું જોઈએ.



Saturday, September 30, 2023

3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક ની જીલ્લા ફાળવણી તારીખ પાંચમી ઓક્ટોબર થી શરૂ થશે..

3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક ની જીલ્લા ફાળવણી તારીખ પાંચમી ઓક્ટોબર થી શરૂ થશે..

Friday, August 25, 2023

क्षत्रिय_भूषणंम्_खडग

क्षत्रिय भूषणम_खडग
⚔️⚔️⚔️⚔️⚔️

આ શબ્દ #તલવાર માટે વપરાયો છે.આ તલવાર સૈ।થી પ્રાચીન કાલ થી અસ્તિત્વ છે. 
ભારત મા દેવ-દેવીના હાથ મા આ #खडग હંમેશા દ્રષ્ટિપાત થાય છે.
આપણા ચાર વેદો માનો એક વેદ અથવઁવેદ નો ઉપવેદ તે ધનુવેઁદ આ વેદ મા શસ્ત્રો કેમ ચલાવવા એમનુ જ્ઞાન આપ્યું છે. 
ભારત મા પ્રાચીન કાલ મા ખટ્ટરદેશ-અંગબંગ-મધ્યગ્રામ-સરગ્રામ-કાલિંજર વગેરે સ્થળો તલવાર બનાવવા માટે પ્રખ્યાત હતા.આ તલવાર એટલી મજબૂત બનતી કે તેનાથી પથ્થર પણ કપાઇ જતો.

તલવાર બનાવવા ની સૌથી પ્રાચીન પદ્ધતિ:-

આપણી છે જેમકે કોઇ પણ તલવાર ધારદાર બનાવવા માટે તેના પર પાણી ચડાવવુ પડે છે.

#રીત:-૧.ધાત પર મીઠું અથવા ક્ષારવાળી ભીની માટી નો લેપ કરી ને અગ્નિ મા તપાવી ને પાણી બોળી દેવાય છે

#રીત:-૨.ઉંટડીનુ દુધ-ધી-ને લોહી મા બોળી ને પછી અગ્નિ મા તપાવા મા આવે છે

જ્યારે તલવાર પર આ પ્રક્રિયા થયા પછી  એમની ઉપર  પડેલા ચિન્હો પર થી એ નક્કી થાય કે તલવાર કેટલી પાણીદાર બની છે.

જો કુદરતી રીતે એકી રકમ મા ચિન્હો પડેતો શુભ બેકી રકમ મા ચિન્હો પડેતો આ તલવાર અશુભ મનાય છે.
આવી પરિક્ષા ને આપણા શાસ્ત્ર અષ્ઠાંગ પરિક્ષા કહેવાય છે.
તલવાર ચલાવવી એક શૂરવીરતા ની ઓળખાણ છે તલવાર ચલાવનારના 32 હાથ ગણાવ્યા છે અને 32 હાથ ચલાવાના નામ નીચે પ્રમાણે વણઁવી શકાય.

(1)ભ્રાત.                   
(2)ઉદભ્રાત.           
(3) આવિદ્ધ.          
(4)આપ્લુપ.          
(5)વિપ્લુત.           
(6)સૃત.                  
(7)સંચાત.            
(8)સમુદીણઁ.           
(9)નિગ્રહ.               
(10) પ્રગ્રહ.             
(11) પદાવકષઁણ.  
(12)સંધાન.            
(13)મસ્તક ભ્રમણ. 
(14)ભૂજ ભ્રમણ.     
(15)પાશ.
(16)પાદ.       
(17)વિબંધ. 
(18)ભૂમિ
(19)ઉદભ્રમણ
(20)ગતિ
(21)પ્રત્યાગતિ
(22)આક્ષેપ
(23)પાતન
(24)ઉત્યાનક
(25)પ્લુતિ
(26)લધુતા
(27)સોષ્ઠવ
(28)શોભા
(29)સ્યૈયઁ
(30)દ્રઢમુષ્ટિતા
(31)તિયઁક પ્રચાર
(32)ઉદ્ધઁ પ્રચાર

આ તલવાર ચલાવનાર ના 32-હાથ છે.
એક કલા છે અને આ કલા મા દાવ-પેજ દ્વારા
દુશ્મન ને મહાત કરાય છે.

#પટ્ટિક
#મોષ્ટિક
#મહિપાક્ષઆ 
તલવાર ના 17 ભેદ શસ્ત્ર-વિધા મા બતાવ્યા છે. 

તલવારો ની જાતી(ભેદ)
#ખાંડા:- જે સીધી અને ઉપર થી અણી પહોળી હોય તે ખાંડા તલવાર
#સૈફ:- જે લાંબી પાતળી અને સિધિ હોય તેને સૈફ પ્રકારની તલવાર કહેવાય
#દુધારા:- જે તલવાર ની બંન્ને બાજુ એ તીખી ધાર હોય.
વિશેષ-
સિહોરી-બંદરી-જુનૂલી-લચીલી- આ બધી તલવારો ખૂબજ પાતળી હોય છે.

#ઉશના:-નામની તલવાર ફક્ત #બ્રાહ્યણો અને #ક્ષત્રિઓ જ ધારણ કરી શકે છે અન્ય જાતિ ના આ તલવાર ધારણ ન કરી શકે.
આ મત ઉશન ૠષિ અને દૈત્ય ગુરુ શુક્રાચાયઁ નો છે.

#ભગવાન_શ્રી_કૃષ્ણ_ને_તલવાર_જ્ઞાન_દિક્ષા_શુક્રાચાયઁજી_એ_આપેલુ.

શુક્રાચાયઁ ના દિકરા સંડા ને મકઁ એ કાલ મા તલવાર શસ્ત્ર ના મહાન જાણકાર યોદ્ધા હતા.

ઉશના નામની તલવાર અગાઉ ના રાજા
સવારે જમણી  કેડમા લટકાવતા અને રાત્રી ના સમયે પોતાના સૂવાના તકીયા ની નીચે રાખતા.

માઁ ભગવતી દુગાઁ એ આ તલવાર ધારણ કરી
હતી એટલે તલવાર ને #દુગાઁ પણ કહે છે. 

વર્તમાન યુગ મા ગાયો ની હત્યા એટલા માટે થાય છે કે #બ્રાહ્મણો અને #ક્ષત્રિયો ની તલવાર ને કાંટ લાગી ગ્યો છે.

ક્ષત્રિય ઓ દશેરા ના દીવસે હાથ મા તલવાર લઈને વીરતા નુ પ્રદર્શન વર્ષે મા એક દિવસ કરતા હું દરવર્ષે જોઉ છુ
જેમ ને ક્ષણિક આવેશ આવ્યા પછી બીજા વર્ષે દેખાય

બ્રાહ્મણો અને ક્ષત્રિયો માથી "વીરત્વ" ચૂસાઇ જવા ના કારણો રોજ હજારો ગાયો કપાય છે.પશુઓ કપાય છે મંદિરો લૂટાય છે.
અને અધમિઁઓ હિન્દુ ધર્મ ના દેવ-દેવીઓ પર  ગમેતેવી અભદ્ર વાણી નો ઉપયોગ કરે છે.
ફિલ્મો થી લઈ વાસ્તવિક જીવન મા પણ આ અધર્મીઓ  હિન્દુધર્મ ને ગમેતેમ ચિતરી નાખે છે. 
અને  બ્રાહ્મણો અને ક્ષત્રિયો કટાઇ ગયેલ તલવાર જમણી કેડે ટાંગવા ના બદલે ઘર ની દિવાલે "ટાંગી" ને "વીરત્વ" ની ઝાંખી કરાવવા મા પૌરુસતા અનુભવ કરાવે છે

આપને ક્ષણિક "વીરત્વ" દશેરા ના દિવસે શસ્ત્ર પુજન માં ચોક્કસ થશે.
આમને ક્ષણિક "વીરતા" અને  ક્ષણિક "એકતા" કહેવાય.

કોઈ પણ સમાજ મા જ્યારે બુદ્ધિશાળી વર્ગ સમાજ ના કાયોઁ મા પ્રવેશે ત્યારે સમાજ ની ઉન્નતિ થાય અને એકતા સંધાય.
આત્મક્ષ્લાધા વાળી  વ્યક્તિ સમાજ નુ હીત ક્યારેય  કરી શકતી નથી.
બંન્ને સુંદર વાક્યો ચાણક્ય ના છે
#મોષ્ટિક"-જાત ની તલવાર થી મહમદ ગઝની એ હિન્દુઓ ના મંદિરો ને દેવ-દેવીઓ ની મૂતિઁ તોડેલી હિન્દુઓ ની કત્લેઆમ કરેલ
આ તલવાર ઇંગ્લેન્ડ ના મ્યુઝિયમ મા હાલ પડી છે.

Compilation:-

ρ᥅ꪖꪜ꠸ꪀᦓ꠸ꪀꫝ ρꪖ᥅ꪑꪖ᥅@꠹ꪊꪀꪖᧁꪖᦔꫝ

Friday, July 14, 2023

મુખ્યમંત્રી ફંડ માંથી (૧)કિડની (૨)હદય (3)લીવર અને (4) કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવાર માટે ખર્ચ આપવામાં આવે છે .

અગત્યની જાણકારી મુખ્યમંત્રી ફંડ માંથી (૧)કિડની (૨)હદય (3)લીવર અને (4) કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવાર માટે ખર્ચ આપવામાં આવે છે . ઘણા લોકોને આ યોજનાની માહિતીના અભાવે મોંઘી સારવાર માટે જીવન ભર ની પૂંજી દવાખાનામાં જતી રહે છે તેમજ ગરીબ લોકો આવી ગંભીર બીમારીમાં સારવારના અભાવે પોતાના પરિવારના સભ્ય ને ગુમાવે છે.. દરેક લોકોને આ સહાયથી માહિતગાર કરવા માટે અહીં સહાયની સંપૂર્ણ માહિતી તેમજ સહાયનુ ફોર્મ.

વિદ્યાર્થીઓ માટે અગત્યની વેબસાઇટ

કોલેજ ના ફોર્મ ભરવા માટે (B.A. B.COM. B.SC. Β.Β.Α. Β.C.A, Μ.Α. M.COM. B.ED. LLB. LLM.) (REGULAR/EXTERNAL) (after 12th) Degree En...