Tuesday, June 23, 2026

વિદ્યાર્થીઓ માટે અગત્યની વેબસાઇટ

કોલેજ ના ફોર્મ ભરવા માટે (B.A. B.COM. B.SC. Β.Β.Α. Β.C.A, Μ.Α. M.COM. B.ED. LLB. LLM.) (REGULAR/EXTERNAL) (after 12th)

Degree Engineering ના ફોર્મ ભરવા માટે (After 12th Science or Diploma)

@m

Diploma Engineering ના ફોર્મ ભરવા માટે (after 10th / ITI)

ial

ITI (after 8/9/10) ના ફોર્મ ભરવા માટે

BAMS/BHMS/MBBS (AFTER 12th Science) ના ફોર્મ ભરવા માટે

+

NURSING ANM, GNM (After 12th) ના ફોર્મ ભરવા માટે

સત્તાવાર

શિષ્યવુતિ (Scholarship) ના ફોર્મ ભરવા માટે

ABC/APPAR ID Janava Mate ઓનલાઇન

ઓફિસટેલ

ખોવાયેલ માર્કશીટ માટે
====≠====≠======











Saturday, June 6, 2026

*GSRTC કંડકટર ભરતી 2026*

*GSRTC કંડક્ટર ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?*

*અરજી કરવાની રીત :*

*(૧)* સૌથી પ્રથમ **https://ojas.gujarat.gov.in** પર જવું.

*(૨)* "Apply Online" Click કરવું.

*(૩)* કંડક્ટર કક્ષા પર click કરવાથી તે જગ્યાની વિગતો / અન્ય માહિતી મળશે.

*(૪)* તેની નીચે Apply Now પર click કરવાથી Application ના Format ખુલશે જેમાં સૌ પ્રથમ Personal Details તમોએ ભરવી. *(અહીં લાલ ફૂદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)*

*(૫)* Personal Details ભરાયા બાદ Minimum Educational Details ભરવા માટે Educational Qualification પર Click કરવું.

*(૬)* કોમ્પ્યુટરની જાણકારી માટેની લાયકાત ભરવા માટે Computer knowledge ઉપર Click કરીને તેની વિગતો ભરવી.

*(૭)* તેની નીચે Self declaration પર Click કરો ત્યાર બાદ

*(૮)* ઉપરની શરતો સ્વીકારવા માટે "Yes" પર Click કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.

*(૯)* હવે Save પર Click કરવાથી તમારી અરજીનો Online સ્વીકાર થશે.

*(૧૦)* અરજી કર્યા બાદ પર Click કરો. અહીં તમારો Application Number type કરો અને તમારી Birth date type કરો ત્યાર બાદ OK પર Click કરો. અહીં Photo અને Signature Upload કરવાના છે. *(Photoનું માપ ૫ સે.મી. ઊંચાઈ અને ૩.૫ સે.મી. પહોળાઈ અને Signatureનું માપ ૨.૫ સે.મી. ઊંચાઈ અને ૭.૫ સે.મી. પહોળાઈ રાખવી.) (Photo અને Signature Upload કરવા, સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઈઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઈએ.)* "Browse" button પર click કરો હવે Choose file ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં jpg format માં તમારો photo store થયેલ છે તે ફાઈલને select કરી અને "open" button ને click કરો. હવે તમારો photo દેખાશે. હવે બા જ રીતે signature પણ upload કરવાની રહેશે.

*(૧૧)* હવે પેજના ઉપરના ભાગમાં "Confirm Application" પર click કરો અને Application number તથા birth date type કર્યા બાદ OK પર ક્લિક કરવાથી ૨ બટન (૧) Show application preview અને (૨) Confirm application દેખાશે. ઉમેદવારે show application preview પર click કરી પોતાની અરજી જોઈ લેવી. અરજીમાં સુધારો કરવાનો જણાય તો edit કરી લેવું. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો confirm application પર click કરો તેથી તમારી અરજીનો નિગમમાં online સ્વીકાર થઈ જશે. *(અરજી Confirm કરવી ફરજિયાત છે.)* અહીં *"confirmation number"* generate થશે જે હવે પછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ તમારે સાચવવાનો રહેશે.

*(૧૨)* હવે અનામત અને બિનઅનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ (માજી સૈનિક ઉમેદવાર સહિત) "Online Payment of Fees" પર click કરવું. તમે કરેલ અરજીની જાહેરાત પસંદ કર્યા બાદ તમારે *"confirmation number"* type કરીને જન્મ તારીખ નાંખી સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઇન પ્રોસેસ ફી "Online Payment Gateway" મારફત ભરવાની રહેશે.

*(૧૩)* હવે print application પર click કરવું. તમે કરેલ અરજીની જાહેરાત પસંદ કર્યા બાદ તમારો *"confirmation number"* type કરીને જન્મ તારીખ નાંખવાથી print બટન મળશે print બટન પર click કરી અરજીની પ્રિન્ટ કાઢી સાચવી રાખવી.
*GSRTC કંડકટર ભરતી 2026*

- જગ્યા - કંડકટર
- ફીકસ પગાર – પાંચ વર્ગ માટે રૂ.૨૬,૦૦૦/-
- કુલ જગ્યાઓ – ૪૩૧૮
- ઓનલાઈન અરજી કરવાનો સમય:- તા.૦૬/૦૬/૨૦૨૬ થી તા.૦૫/૦૭/૨૦૨૬ (૨૩:૫૯ કલાક)

Thursday, June 4, 2026

*GSSSB સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટર ભરતી (મોટી અપડેટ)*

*GSSSB સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટર ભરતી (મોટી અપડેટ)*

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સબ એકાઉન્ટન્ટ / સબ ઓડિટર (વર્ગ-3) અને એકાઉન્ટન્ટ / ઓડિટર / ડેપ્યુટી ટ્રેઝરી ઓફિસર (વર્ગ-3) માટેની વિન્ડો ફરીથી એક્ટિવ કરવામાં આવી છે.

- કુલ જગ્યાઓ: 776 જગ્યાઓ (671 સબ એકાઉન્ટન્ટ/ઓડિટર + 105 એકાઉન્ટન્ટ/ઓડિટર અને અન્ય)
- વિભાગ: નાણાં વિભાગ, ગુજરાત સરકાર
- ફોર્મ ભરવાની તારીખો: 02 જૂન 2026 થી 30 જૂન 2026 (રાત્રે 23:59 સુધી)
- ઓફિશિયલ વેબસાઇટ: ojas.gujarat.gov.in

અથવા gsssb.gujarat.gov.in

Saturday, May 30, 2026

ગુજરાત સાયબર ટ્રેઝરી પોર્ટલ દ્વારા પેન્શનરો તેમના પેન્શન સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચકાસી શકે તે અંગે સૂચનાઓ

ગુજરાત સાયબર ટ્રેઝરી પોર્ટલ દ્વારા પેન્શનરો તેમના પેન્શન સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચકાસી શકે તે અંગે સૂચનાઓ પ્રદાન કરે છે.
પેન્શનરો તેમના પેન્શન ડેટાને ઍક્સેસ કરવા માટે
https://cybertreasury.gujarat.gov.in વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે.

લોગ ઇન કરવા માટે, વપરાશકર્તાઓએ યુઝર આઈડી તરીકે તેમનો બેંક એકાઉન્ટ નંબર અને પાસવર્ડ તરીકે તેમનો પીપીઓ નંબર દાખલ કરવો પડશે, ખાતરી કરવી પડશે કે પીપીઓ નંબર જો જરૂરી હોય તો આગળના શૂન્ય સાથે યોગ્ય રીતે ફોર્મેટ થયેલ છે.

આ પોર્ટલ વિવિધ રિપોર્ટ્સ ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે, જેમાં જીવન પ્રમાણપત્રો અને માસિક/વાર્ષિક પેન્શન સ્લિપનો સમાવેશ થાય છે, અને તે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન દ્વારા સુલભ છે.
https://cybertreasury.gujarat.gov.in

ઓનલાઈન પેન્શન સ્થિતિ

પેન્શનરોને તેમના પેન્શન વિશે માહિતી મળી શકે તે માટે પેન્શન ડેટા ઓનલાઈન મૂકવામાં આવ્યો છે. ઉપરોક્ત લિંક પરથી અપડેટેડ પેન્શન માહિતી મેળવી શકાય છે.

1. ઇન્ટરનેટ એક્સપ્લોરર અથવા અન્ય કોઈ બ્રાઉઝર ખોલો.
2. એડ્રેસ બારમાં https://cybertreasury.gujarat.gov.in દાખલ કરો.
૩. આ કર્યા પછી, સ્વાગત પૃષ્ઠ દેખાશે; 'પેન્શન પોર્ટલ' પર ક્લિક કરો.
4. લોગ ઇન ID માં પેન્શનરનો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો, અને પાસવર્ડમાં PPO નંબર દાખલ કરો. ઉદાહરણ તરીકે, તે
5. DPP/P/123456 (છેલ્લા 6 અંકો) હોવો જોઈએ, જો નહીં, તો આગળ '0' ઉમેરો, જેમ કે DPP/P/000123).
6. 'લોગ ઇન' બટન પર ક્લિક કરો.
7. દેખાતી સ્ક્રીનમાં, તમે ડાબી બાજુએ DPPF રિપોર્ટ્સમાં સંબંધિત રિપોર્ટ્સમાંથી જીવન પ્રમાણપત્ર, માસિક, અર્ધ-વાર્ષિક અને વાર્ષિક આવક પ્રમાણપત્રો મેળવી શકો છો.
8. આ વેબસાઇટ કોઈપણ એન્ડ્રોઇડ મોબાઇલ પર પણ ખોલી શકાય છે.
9. આ ઉપરાંત, દર વર્ષે અસ્તિત્વની ચકાસણી સાથે વાર્ષિક આવકનું પ્રમાણપત્ર પણ બેંકને મોકલવામાં આવે છે.
આ માહિતી પેન્શનરોના ઉપયોગ માટે છે

Friday, May 29, 2026

વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી આધાર-પુરાવાઓની સંપૂર્ણ યાદી

📢 વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી આધાર-પુરાવાઓની સંપૂર્ણ યાદી હવે એક જ પોસ્ટમાં!
✅ આવકનો દાખલો
✅ જાતિનો દાખલો
✅ રેશનકાર્ડ
✅ આધાર કાર્ડ
✅ વિધવા સહાય
✅ વૃદ્ધ સહાય યોજના
✅ BLC યોજના

Wednesday, May 27, 2026

*LRD Exam Call Letter Alert*

*LRD Exam Call Letter Alert*

જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે લોકરક્ષક કેડરની તા.૧૪.૦૬.૨૦૨૬ (રવિવાર) નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલલેટર તા.૦૬.૦૬.૨૦૨૬ નારોજ કલાકઃ ૧૪:૦૦ વાગેથી ojas.gujarat.gov.in  ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

Tuesday, May 26, 2026

🚨 ગુજરાત શિક્ષક ભરતી 2026 🚨📅 મહત્વની તારીખો:• ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 01/06/2026 • અરજી કરવાની છેલ્લી તારીખ: 10/06/2026

🚨 ગુજરાત શિક્ષક ભરતી 2026 🚨

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યાસહાયક, મુખ્ય શિક્ષક અને સ્પેશીયલ એજ્યુકેટર ની કુલ 3,966 જગ્યાઓ માટે ઓફિશિયલ ભરતી જાહેર થઈ ગઈ છે.

📊 જગ્યાઓની વિગત:
• વિદ્યાસહાયક (ધોરણ 1 થી 5): 987 જગ્યાઓ
• સ્પેશિયલ એજ્યુકેટર (ધોરણ 1 થી 5): 1,841 જગ્યાઓ
• સ્પેશિયલ એજ્યુકેટર (ધોરણ 6 થી 8): 1067 જગ્યાઓ
• અન્ય માધ્યમ અને મુખ્ય શિક્ષક (દિવ્યાંગ): 71 જગ્યાઓ
• કુલ જગ્યાઓ: 3,966

📅 મહત્વની તારીખો:
• ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 01/06/2026 
• અરજી કરવાની છેલ્લી તારીખ: 10/06/2026

🔗 ફોર્મ ભરવાની લિંક: https://vsb.dpegujarat.in/https://vsb.dpegujarat.in/


Monday, May 25, 2026

SSC CGL 2026 Recruitment Online Form – ફોર્મ ભરવાના શરૂ છે

💥 SSC CGL 2026 Recruitment Online Form – ફોર્મ ભરવાના શરૂ છે✈️
➡️ કુલ જગ્યાઓ: 12,256 પોસ્ટ (Tentative)
🔹 Apply Date: 21 મેં 2026
⏳ Last Date: 22 જૂન 2026
🎓 લાયકાત: ગ્રેજ્યુએટ

🔗 ફોર્મ ભરવા માટે:
👉https://ssc.gov.in/

Sunday, May 17, 2026

*સ્વ-ગણતરી* Self-Enumerationજનગણના 2027 - પ્રથમ તબક્કો

*સ્વ-ગણતરી* Self-Enumeration
જનગણના 2027 - પ્રથમ તબક્કો

*🙏મિત્રો આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી આપણા શિક્ષકમિત્રો નો સમય અને શક્તિ નો બચાવ થાય*

🗓️
*ગણતરીદાર દ્વારા ઘર-ઘર મુલાકાત પહેલાં 15 દિવસ માટે પોર્ટલ ખુલ્લું રહેશે.*
⏱️
*પ્રક્રિયામાં આશરે 15-20 મિનિટનો સમય લાગશે.*
🆔
*સફળ સબમિશન બાદ 11 અંકનો SE ID મળશે.*
*સ્વ-ગણતરી કરવાની ક્રમવાર પ્રક્રિયા*

1
પોર્ટલ પર પ્રવેશ કરો
વેબસાઈટ: https://se.census.gov.in
રાજ્ય/સંઘ પ્રદેશ પસંદ કરો.
કેપ્ચા દાખલ કરો.
નોંધ: લેપટોપ/ડેસ્કટોપનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ.

2
કુટુંબની નોંધણી
કુટુંબના મુખ્ય માણસનું નામ દાખલ કરો (એકવાર દાખલ કર્યા બાદ નામ બદલી શકાશે નહીં).
એક કુટુંબ માટે એક જ મોબાઈલ નંબર નોંધવો.
ઈમેઈલ (વૈકલ્પિક).

3
ભાષા પસંદગી અને OTP
પસંદગીની ભાષા પસંદ કરો (પછીથી બદલી શકાશે નહીં).
મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો.

4
રહેણાંક સ્થળની વિગતો
જિલ્લો પસંદ કરો.
ગામ/શહેર, વિસ્તાર, નજીકનું ભૂચિહ્ન દાખલ કરો.
PIN (વૈકલ્પિક) દાખલ કરો.

5
નકશામાં ઘર દર્શાવો
નકશામાં લાલ માર્કરને તમારા ઘર પર ખેંચો.
"સેવ કરો અને આગળ" પર ક્લિક કરો.
SE ડેટાને ચોક્કસ HLBમાં ફાળવવામાં મદદ મળશે.

6
પ્રશ્નાવલી ભરો
ઘરયાદી અને મકાનોની ગણતરીની પ્રશ્નાવલી.
નોંધો, ટુલટિપ્સ અને વારંવાર પૂછાતા પ્રશ્નોનો ઉપયોગ કરો.
ગણતરીદાર જેવી જ પ્રશ્નાવલી.

7
માહિતીની સમીક્ષા
પ્રિવ્યુ સ્ક્રીન પર માહિતી ચકાસો.
જરૂરી સુધારા કરો.
ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકો છો.

8
અંતિમ સબમિટ કરો
અંતિમ સબમિટ પછી ફેરફાર શક્ય નથી.
છેલ્લી તારીખ પહેલાં સબમિટ કરો.
સફળ સબમિશન બાદ 11 અંકનો SE ID (H થી શરૂ) મળશે.
SMS/Email દ્વારા મળશે. સ્ક્રીનશોટ લઈને સાચવો.

9
ફીલ્ડ વેલિડેશન (ગણતરીદારની મુલાકાત)
ગણતરીદાર તમારા ઘરે આવશે.
તેમને SE ID બતાવો.
ID મેળ ખાતો હશે તો માહિતી માન્ય થશે.
ID ન મળે તો ગણતરીદાર નવી માહિતી લેશે.
📢 મહત્વપૂર્ણ સૂચનાઓ
🔒
OTP કોઈ સાથે શેર ન કરો
📝
માહિતી સાચી અને પૂર્ણ ભરો
📸
SE IDનો સ્ક્રીનશોટ લઈ સાચવો
🌐
ફક્ત અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરો
આજે જ સ્વ-ગણતરી કરો

Friday, May 15, 2026

લેબોરેટરી ટેકનીશિયન, MPHW, જુનિયર ફાર્માસિસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક

⚠️ GPSSB વર્ગ-૩ ભરતી ૨૦૨૬-૨૭ ⚠️

📢 લેબોરેટરી ટેકનીશિયન, MPHW, જુનિયર ફાર્માસિસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક ⏳

🗓️ ઓનલાઈન અરજી છેલ્લી તારીખ : ૨૦/૦૫/૨૦૨૬
🌐 અરજી કરો :
https://ojas.gujarat.gov.in

📄 વિગતવાર માહિતી :
https://gpssb.gujarat.gov.in

📢 લાયક ઉમેદવારોએ સમયમર્યાદા પહેલાં અરજી કરી દેવી.

Wednesday, May 6, 2026

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મેડિકલ બિલ મંજૂરી હવે વધુ સરળ! ✅સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર! ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે અમદાવાદની ત્રણ પ્રખ્યાત સ્વાયત્ત સંસ્થાઓને હવે 'સરકારી હોસ્પિટલ' સમકક્ષ ગણવાનો મહત્વનો નિર્ણય લીધો છે.👇 કઈ ૩ હોસ્પિટલોનો સમાવેશ થયો?૧. યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી (હૃદયરોગ)૨. ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (કેન્સર)૩. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (કિડની)✨ શું ફાયદો થશે?🔹 હવે આ હોસ્પિટલોમાં લીધેલી સારવારના બિલો નાણાકીય મર્યાદા વિના સીધા તિજોરી અધિકારી (Treasury Officer) સ્તરેથી મંજૂર થઈ શકશે.

🏥 ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મેડિકલ બિલ મંજૂરી હવે વધુ સરળ! ✅
સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર! ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે અમદાવાદની ત્રણ પ્રખ્યાત સ્વાયત્ત સંસ્થાઓને હવે 'સરકારી હોસ્પિટલ' સમકક્ષ ગણવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
👇 કઈ ૩ હોસ્પિટલોનો સમાવેશ થયો?
૧. યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી (હૃદયરોગ)
૨. ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (કેન્સર)
૩. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (કિડની)
✨ શું ફાયદો થશે?
🔹 હવે આ હોસ્પિટલોમાં લીધેલી સારવારના બિલો નાણાકીય મર્યાદા વિના સીધા તિજોરી અધિકારી (Treasury Officer) સ્તરેથી મંજૂર થઈ શકશે.
🔹 મંજૂરીની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે.
🔹 'ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫' મુજબ તમામ લાભ મળવાપાત્ર રહેશે.
આ મહત્વની માહિતી તમામ મિત્રો અને ગ્રુપમાં શેર કરો જેથી સૌને જાણ થાય. 🔄
⚔️🖥️⚔️🖱️⚔️
સંકલન
❤️💙🩷💛💚
edupravinsinh.blogspot.in

Thursday, April 30, 2026

HOUSE TAX ( ઘરવેરો )

જુનાગઢ મહાનગરપાલિકા મિલ્કત વેરા બિલ
તારીખ: ૩૦/૦૪/૨૦૨૬
મિલકતવેરા ઉપર વળતર યોજના તા. -૩૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં છે.

ઓનલાઇન વેરો ભરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો.

https://jumcerp.gipl.in/Account/CitizenLogin


Friday, February 6, 2026

TAT-HS 2026: ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક અભિરુચિ કસોટીનું જાહેરનામું પ્રસિદ્ધ!

 TAT-HS 2026: ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક અભિરુચિ કસોટીનું જાહેરનામું પ્રસિદ્ધ! 🎓

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT (Higher Secondary) - 2026 માટેની જાહેરાત કરવામાં આવી છે.

📌 મહત્વની વિગતો:
ફોર્મ ભરવાની શરૂઆત: 10/02/2026
છેલ્લી તારીખ: 19/02/2026
પ્રાથમિક પરીક્ષા: 29/03/2026
શૈક્ષણિક લાયકાત: અનુસ્નાતક (PG) + B.Ed.

🌐 સંપૂર્ણ માહિતી અને નોટિફિકેશન માટે નીચેની લિંક પર ક્લિક કરો:
👉 https://gujbharti.in/tat-hs-2026/

તમારા મિત્રો અને ગ્રુપમાં આ મેસેજ જરૂર શેર કરજો જેથી કોઈને ઉપયોગી થાય. 🙏

Sunday, January 18, 2026

સરકારી ફોર્મ ભરવા હવે કોઈ ઝંઝટ નહીં!" Gujarat Forms માં એકવાર તમારી માહિતી નાખો અને જરૂરી ફોર્મ તરત તૈયારગુજરાત સરકારની વેબસાઇટ નીચે આપેલી છે.

સરકારી ફોર્મ ભરવા હવે કોઈ ઝંઝટ નહીં!"

Gujarat Forms માં એકવાર તમારી માહિતી નાખો અને જરૂરી ફોર્મ તરત તૈયાર
ગુજરાત સરકારની વેબસાઇટ નીચે આપેલી છે

https://gujaratforms.com

વિદ્યાર્થીઓ માટે અગત્યની વેબસાઇટ

કોલેજ ના ફોર્મ ભરવા માટે (B.A. B.COM. B.SC. Β.Β.Α. Β.C.A, Μ.Α. M.COM. B.ED. LLB. LLM.) (REGULAR/EXTERNAL) (after 12th) Degree En...