Monday, June 17, 2019

ધોરણ ૧ થી ૧૨ ના તમામ પુસ્તકો ડાઉનલોડ કરો.

ધોરણ ૧ થી ૧૨ ના તમામ પુસ્તકો ડાઉનલોડ કરો.

Direct Link

All Books 2015 To 2019

👉 *ધોરણ-1*
http://bit.ly/2IBVaVZ
👉 *ધોરણ-2*
http://bit.ly/2XBjAFo
👉 *ધોરણ-3*
http://bit.ly/2Iz2vpu
👉 *ધોરણ-4*
http://bit.ly/2XDE6VS
👉 *ધોરણ-5*
http://bit.ly/2IBV1BV
👉 *ધોરણ-6*
http://bit.ly/2XIkeRy
👉 *ધોરણ-7*
http://bit.ly/2Iu7aIY
👉 *ધોરણ-8*
http://bit.ly/2IGiq58
👉 *ધોરણ-9*
http://bit.ly/2XE2VkE
👉 *ધોરણ-10*
http://bit.ly/2IyJYtj
👉 *ધોરણ-11*
http://bit.ly/2IE0wA0
👉 *ધોરણ-12*
http://bit.ly/2XAKRYI

💥 *જૂન 2019 થી બદલેલા નવા પાઠયપુસ્તક ડાઉનલોડ કરવા માટે*
http://bit.ly/ધોરણ-1-થી-12-નવી-text-book

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી.

Saturday, June 8, 2019

📓 રેશનકાર્ડ મેળવવા માટે ઓનલાઈન અરજી કરો* ( અહીંયાંથી) *📓 રેશનકાર્ડ જુદું કરવું* *📓 રેશનકાર્ડમાં નામ બદલવું* *📓 રેશનકાર્ડમાં નવું નામ ચડાવવું* *📓 રેશનકાર્ડમાંથી નામ કમી કરવા* *📓 રેશનકાર્ડ સરનામું બદલવા* *📓 રેશનકાર્ડમાં ફિગર પ્રિન્ટ કોની કોની છે તે ચેક કરવા*

📓 રેશનકાર્ડ મેળવવા માટે ઓનલાઈન અરજી કરો*
( અહીંયાંથી)
*📓 રેશનકાર્ડ જુદું કરવું*
*📓 રેશનકાર્ડમાં નામ બદલવું*
*📓 રેશનકાર્ડમાં નવું નામ ચડાવવું*
*📓 રેશનકાર્ડમાંથી નામ કમી કરવા*
*📓 રેશનકાર્ડ સરનામું બદલવા*
*📓 રેશનકાર્ડમાં ફિગર પ્રિન્ટ કોની કોની છે તે ચેક કરવા*
⤵⤵⤵⤵⤵⤵
https://www.digitalgujarat.gov.in/Citizen/CitizenService.aspx

* સંકલન :-પ્રવિણસિંહ પરમાર*
https://m.facebook.com/edupravinsinh/
edupravinsinh.blogspot.in - Home | Facebook
👇👇👇👇👇⚔🅿⚔🅿⚔👇

*ℙℝ𝔸𝕍𝕀ℕ𝕊𝕀ℕℍ ℙ𝔸ℝ𝕄𝔸ℝ 𝕁𝕌ℕ𝔸𝔾𝔸𝔻ℍ*
👍*visit my blog ⚔️🅿️L🅿️⚔️

Wednesday, May 29, 2019

મોબાઇલ નંબર  અપડેટ કરવા માટે

મોબાઇલ નંબર  અપડેટ કરવા માટે તમારે SBIની નેટબેંકિંગ સાઇટ www.onlinesbi.com પર લૉગઇન કરવું પડશે. લૉગઇન કરતા જ તમારા બેંક એકાઉન્ટ પ્રોફાઇલનું ડેશબોર્ડ દેખાશે.

- તમારા એકાઉન્ટના ડેશબોર્ડમાં તમને પ્રોફાઇલ ટેબમાં જવાનું રહેશે. પ્રોફાઇલ ટેબમાં તમને માય એકાઉન્ટ ટેબ દેખાશે. જ્યાં તમારે પ્રોફાઇલ ઑપ્શનમાં જઇને પર્સનલ ડિટેલ્સ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.

- પર્સનલ ડિટેલ્સ ટેબમાં તમારે ચેન્જ માય નંબર ઑપ્શન મળશે, આ ઑપ્શન પર ક્લિક કરતા તમારી સામે નવી વિન્ડો ઑપન થશે.

- નવી વિન્ડોમાં તમારો એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર (નવો) એન્ટર કરો. ડિટેલ્સ ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

 આ રીતે મોબાઇલ નંબર  અપડેટ કરો. જોકે આ રીત માત્ર ત્યારે જ ઉપયોગમાં આવશે જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ઉપલબ્ધ હશે.

અમે તમને બીજી એક રીત જણાવવા જઇ રહ્યા છે, જેની મદદથી ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ના હોવા છતાં તમે મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો. આ માટે તમારા પાસે ATMનું ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. 

- ATM કાર્ડની મદદથી મોબાઇલ નંબર અપડેટ કરવા માટે નજીકના SBI ATMમાં જવાનું રહેશે.

- તમારે રજિસ્ટ્રેશન ઑપ્શન પર ટેપ કરવાનું રહેશે અને ATM પિન એડ કરવાનો રહેશે.

- જ્યાં તમને મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન ફૉર્મ દેખાશે, જ્યાં જઇને તમે ચેન્જ મોબાઇલ નંબર ઑપ્શન પર ટેપ કરો.

-અહીંયા તમે તમારો જૂનો નંબર એન્ટર કરો અને કન્ફર્મ કરો, આ પછી નવો મોબાઇલ નંબર એન્ટર કરીને કન્ફર્મ કરો.

-તમારા બંને નંબર પર OTP આવશે જેમાં લખ્યુ હશે કે, Please send OTP and reference number received in SMS from new as well as

existing mobile number in the following format ACTIVATE IOTP VALUE + REF

NUMBER TO 567676 within 4 hours

- SMSને તમે 4 કલાકની અંદર મેસેજમાં આવેલા રેફરન્સ નંબર પર આપેલા ફોર્મેટમાં મોકલો, આમ કરવાથી મોબાઇલ નંબર અપડેટ થઇ જશે.

Monday, May 27, 2019

Wednesday, May 22, 2019

પાળિયા ના પ્રકાર

*પાળિયા ના પ્રકાર :*

*ખાંભી:* કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક

*થેસા:* પાળિયા નજીકના નાનાં પથ્થરો

*ચાગીયો:*  પત્થરોના ઢગલા

*સુરાપુરા:* અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ

*સુરધન :* આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ કહે છે.

*યોદ્ધાઓના પાળિયા:*
આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે.

તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યું પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા કોઈ સમુદાય, સ્ત્રી, પશુધન અથવા ધર્મને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતાં અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ.

આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતાં અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે.

*આ સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીક ધર્મ રક્ષા કાજે ખુમારીથી પોતાના પ્રાણની આહુતિ આપી દેનાર હમીરજી ગોહિલ અને અન્ય નરબંકાઓના પાળિયાઓ છે.*

*સતીના પાળિયા:*
આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે, જે સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે.

આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશિર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતિકો જેમ કે, મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશિર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવાં સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે.

આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે. આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે.

*ખલાસીઓના પાળિયા:*
ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલાં ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ક્યારેક જહાજ દર્શાવવામાં આવે છે.

*લોકસાહિત્યના પાળિયા:*
અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે. આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો છે.

*પ્રાણીઓના પાળિયા:*
પ્રાણીઓ જેવા કે, ઘોડા, કૂતરાં અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.

*ક્ષેત્રપાળના પાળિયા:*
આ પાળિયા ક્ષેત્રપાળ (ક્ષેત્રનું રક્ષણ કરતાં)ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે, તેમ માનવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે.

*રંજાડેલાનો હું રખેવાળ હતો, રખેવાળો એ રંજાડ્યો છે મને.*
*'નામચીન' એક સમયે હતો, હવે નામશેષ કર્યો છે મને.*

"બિસ્માર છું બળવાન માંથી"

એક સમયે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે વ્યક્તિએ રંજાડેલી ગાયો, અબળાની આબરૂ તથા માં ભોમ (ધરતી)ની રક્ષા કરવા ખાતર નિષ્ઠા પૂર્વક પોતાના પ્રાણની આહુતિ આપેલી હતી, એવાં મહાન રખેવાળ યોદ્ધાની ખાંભીઓની કેવી દશા હોય છે! એ આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ.
            એ રખેવાળોનું ઈતિહાસમાં અમર નામ છે એક સમયે તેમની પૂજા કરવામાં આવતી આજુબાજુના વિસ્તારમાં તેમનાં તથા તેમના પૂર્વજોનું માન-સન્માન હતું. આજે ઘણી જગ્યાએ તેમની ખાંભીઓ ઉખેડી ફગાવી દેવામાં આવી છે ચપટી સિંદુર પણ એમને નસીબ નથી. આવા મહાન પ્રતાપી પૂર્વજોના પાળિયાને આપણે ફક્ત પાષાણ (પથ્થર) સમજી બેઠા છીએ. એમના ઈતિહાસની આપણને ખબર નથી..
            અરે જેમણે પોતાના વંશ-વારસ, જમીન-ઝાયદાદની પરવા કર્યા વગર નિસ્વાર્થ ભાવે હિંમત પૂર્વક આપણી સંસ્કૃતિની રક્ષા કરીછે એવાં પાળિયાની આવી હાલત એ આપણી નબળાઈ છે. આ પાળિયા આપણું ગૌરવ છે.

           *તમારા ગામ અથવા આજુબાજુના વિસ્તારમાં આવા બિસ્માર પાળિયા હોય, તો તેનાં સાચાં ઈતિહાસને જાણી ઈતિહાસની જાળવણી કરજો તેને ઉભા કરી સિંદુર જરૂર ચડાવજો, બની શકે તો વરસાદને તાપથી રક્ષણાત્મક થોડો છાંયડો કરજો બનતા પ્રયાસો કરજો.* *સંસ્કૃતિ સાચવજો... ખુમારીભર્યા ખમીરવંતા અમર સંસ્કૃતિ રક્ષકોને ઘણી ખમ્મા.
⚔🅿⚔🅿⚔👆  *સંકલન પ્રવિણસિંહ પરમાર જુનાગઢ*👍*visit my blog ⚔️🅿️L🅿️⚔️@
http://edupravinsinh.blogspot.com/?m=0

સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા અને રાહતના સમાચાર!*

*📢 સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા અને રાહતના સમાચાર!* *🏥 ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય:* મેડિકલ બિલ મંજૂરી હવે થઈ સા...