Tuesday, May 25, 2021

વિવિધ પાઘડીઓ

 પાઘડી ....... સાફો પણ પાઘડી નો એક ( રજવાડી ) પ્રકાર છે . આજે આપણે પાધડી નો ઇતિહાસ અને તેની વિવિધતા વિશે જોઇઍ, પાઘડી વર્તમાન સમય નાં લોક જીવન માંથી લુપ્ત થતો પહેરવેશ છે . પાઘડી એ  શિષ્ટતા નું પ્રતિક મનાય છે . પાઘડી ની પ્રથા નું મુળ સિધુ સંસ્કૃતિ સુધી જાય છે . પાઘડી માટે આર્ય સંસ્કૃતિ માં ઉષ્ણીષ શબ્દ પ્રયોજાયો છે . મહાભારત કાળ માં સમાજ ના દરેક વર્ગ ના પુરુષો પાઘડી પહેરતા એવું પ્રતિત થાય છે . રાજપુત કાળ માં રાજદરબાર માં ઉઘાડે માથે જઇ શકાતું નહી . આપણા સૌરાષ્ટ્ર માં પણ વિભિન્ન જાતીના લોકો પાઘડી ના / આકાર સ્વરુપ / કદ / પહેરવાની રીત ઉપરથી ઓળખી શકાતા . કવિશ્રી -પીંગળશીભાઇ_ગઢવી એ કવિતા ના રુપમાં સૌરાષ્ટ જુદા જુદા પ્રદેશ ની પાઘડી ની વાત નોંધી છે .
પાઘડી ~મોરબી ની ઇંઢોણી
ગોંડલ ની ચાંચ ,
જામનગર નો ઉભો પૂળો ,
પાઘડીએ રંગ પાંચ , ..... બારાડીની પાટલીયાળી
બરડે ખુંપાવાળી ,
ઝાલાવાડની આંટિયાળી કાળી ટિલી વાળી ..... ,
ઓખાની પણ આંટીયાળી ભારે રૂઆબ ભરેલી , ઘેરી ને ગંભીર ઘેડની જોતાં આંખ ઠરેલી ..
સોરઠ ની તો સીધી સાદી ,
ગીરનું કુંડાળું , ગોહીલ વાડની લંબગોળ ને વળાંકી વધરાળુ .... … . , ડાબાકે જમણા પડખામાં એકજ સરખી આંટી , કળા ભરેલી કાઠિયાવાડી પાધડી શિરે પલાટી ...... ભરવાડો નું ભોજપરૂ ને રાતે છેડે રબારી . પુરી ખુબી કરી પરજીયે જાડા ઘા ઝીલનારી ..... બતી બાબી ઓ ની સિપાઈ નો સાફો . ફકીરોને લીલો ફટકો મુંજાવર નો માફો ... વરણ કાંટીયુ વેપારી કે વસવાયા ની જાતિ ...... ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ પાઘડીએ ઓળખાતી

સંકલનઃ પ્રવિણસિંહ પરમાર

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...