Monday, May 31, 2021

*10-12 ની માર્કશીટ* ઘરેબેઠા 🏡*કોઈપણ વર્ષ નું રિજલ્ટ મેળવો*

🧾 *10-12 ની માર્કશીટ* ઘરેબેઠા 🏡
*કોઈપણ વર્ષ નું રિજલ્ટ મેળવો*
*જાણો* 👉  :-

छात्र सबसे पहले अपने मोबाइल या डेस्कटॉप पर www.gsebeservice.com पर आधिकारिक वेबसाइट लिंक पर जाएं।
- अब Student सेक्शन पर जाएं।
- अब आप Online Student Services पर जाए।
- अपनी स्ट्रीम यानी 10वीं या 12वीं क्लास चुनें।
- अब Register टैब पर क्लिक करें।
- फिर अपना विवरण भरें और Registration पर क्लिक करें।
- इसके बाद अपने मोबाइल नंबर से लॉग इन करें। और पासवर्ड और SSC या HSC डुप्लीकेट मार्कशीट के लिए आवेदन करें।

Tuesday, May 25, 2021

વિવિધ પાઘડીઓ

 પાઘડી ....... સાફો પણ પાઘડી નો એક ( રજવાડી ) પ્રકાર છે . આજે આપણે પાધડી નો ઇતિહાસ અને તેની વિવિધતા વિશે જોઇઍ, પાઘડી વર્તમાન સમય નાં લોક જીવન માંથી લુપ્ત થતો પહેરવેશ છે . પાઘડી એ  શિષ્ટતા નું પ્રતિક મનાય છે . પાઘડી ની પ્રથા નું મુળ સિધુ સંસ્કૃતિ સુધી જાય છે . પાઘડી માટે આર્ય સંસ્કૃતિ માં ઉષ્ણીષ શબ્દ પ્રયોજાયો છે . મહાભારત કાળ માં સમાજ ના દરેક વર્ગ ના પુરુષો પાઘડી પહેરતા એવું પ્રતિત થાય છે . રાજપુત કાળ માં રાજદરબાર માં ઉઘાડે માથે જઇ શકાતું નહી . આપણા સૌરાષ્ટ્ર માં પણ વિભિન્ન જાતીના લોકો પાઘડી ના / આકાર સ્વરુપ / કદ / પહેરવાની રીત ઉપરથી ઓળખી શકાતા . કવિશ્રી -પીંગળશીભાઇ_ગઢવી એ કવિતા ના રુપમાં સૌરાષ્ટ જુદા જુદા પ્રદેશ ની પાઘડી ની વાત નોંધી છે .
પાઘડી ~મોરબી ની ઇંઢોણી
ગોંડલ ની ચાંચ ,
જામનગર નો ઉભો પૂળો ,
પાઘડીએ રંગ પાંચ , ..... બારાડીની પાટલીયાળી
બરડે ખુંપાવાળી ,
ઝાલાવાડની આંટિયાળી કાળી ટિલી વાળી ..... ,
ઓખાની પણ આંટીયાળી ભારે રૂઆબ ભરેલી , ઘેરી ને ગંભીર ઘેડની જોતાં આંખ ઠરેલી ..
સોરઠ ની તો સીધી સાદી ,
ગીરનું કુંડાળું , ગોહીલ વાડની લંબગોળ ને વળાંકી વધરાળુ .... … . , ડાબાકે જમણા પડખામાં એકજ સરખી આંટી , કળા ભરેલી કાઠિયાવાડી પાધડી શિરે પલાટી ...... ભરવાડો નું ભોજપરૂ ને રાતે છેડે રબારી . પુરી ખુબી કરી પરજીયે જાડા ઘા ઝીલનારી ..... બતી બાબી ઓ ની સિપાઈ નો સાફો . ફકીરોને લીલો ફટકો મુંજાવર નો માફો ... વરણ કાંટીયુ વેપારી કે વસવાયા ની જાતિ ...... ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ પાઘડીએ ઓળખાતી

સંકલનઃ પ્રવિણસિંહ પરમાર

Monday, May 24, 2021

*💥 ગુજરાત અલ્કાલીઝ અને કેમિકલ્સ લિમિટેડ માટે ભરતી 2021*

*💥 ગુજરાત અલ્કાલીઝ અને કેમિકલ્સ લિમિટેડ માટે ભરતી 2021*

*પોસ્ટ્સ: વરિષ્ઠ અધિકારી / અધિકારી (માર્કેટિંગ) અને કારોબારી તાલીમાર્થી (માર્કેટિંગ)*

*સ્થાન:* બરોડા

*ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:*  30-05-2021

*લાયકાત-* જાહેરાત વાંચો

*જાહેરાત વાંચો તથા અરજી કરો*; 

https://gaclportal.gacl.co.in/menuas/hrportal/#b

Wednesday, May 19, 2021

Tuesday, May 18, 2021

વ્યસન મુક્તિ અભિયાન

આરોગ્ય વ્યસન મુક્તિ - જીવનની ચુસ્તી

આપણી પૃથ્વી પર જીવસુષ્ટિનો વસવાટ થયેલો છે. આ જીવનસૃષ્ટિમાં મનુષ્યજીવન, પ્રાણીજીવન અને વનસ્પતિજીવનનો સમાવેશ થયેલો જોવા મળે છે. આ ત્રણેય જીવસૃષ્ટિ એકબીજા પર આધારિત રહેલી છે. મનુષ્ય જીવનમાં માનવનો સમાવેશ થાય છે. માનવ એ સામાજિક પ્રાણી છે. સમાજમાં રહીને તે પોતાનું, કુટુંબનું, સમાજનું, ગામનું અને આ જ રીતે આગળ જતાં દેશનું ઘડતર કરે છે.

આજે આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં ઘણાં બધાં દુષણો ફેલાયેલાં છે. ઘણા બધાં કુરિવાજો, કુટેવો, ભ્રષ્ટાચાર વગેરે અનેક જગ્યાએ, અમુક રીતે ફેલાયેલાં જોવા મળે છે. આજનો માનવી સમયની સાથે તાલ મિલાવીને કાર્ય કરે છે. ઘણી વખત આવું કરવાં જતાં તે થાકી જાય છે અથવા તો કંટાળી જાય છે. તેના માથે જવાબદારી વધી ગઈ છે. પોતાના ઘર, કુટુંબ, પરિવારની ભરણ-પોષણ કરવાની, તેને સમાજમાં આગળ લાવવા માટે તે સતત મહેનત કર્યા કરે છે. આમ કરતાં તે ક્યારેક વ્યસનનો ભોગ બની જાય છે. દા.ત., એક માનવ દિવસભર મહેનત, મજૂરી, નોકરી કરીને સાંજે થાક ઉતારવા બીડી, સિગારેડ, તમાકુનું સેવન કરવા લાગે છે. કયારેક દારૂ પીવા લાગે છે. તેમ કરતાં તેને એમ લાગે છે કે તેના થાક ઊતરી જાય છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ ધીમે ધીમે તે વ્યસની બની જાય છે. કોઈક મનુષ્ય કોઈક માનસિક તણાવથી પણ મુક્ત થવા વ્યસનનો આશરો લે છે.

આમ, મનુષ્ય એ જન્મથી જ વ્યસની નથી હોતો. તે સમય, સંજોગોને આધીન વ્યસનનો આશરો લે છે. અપવાદરૂપે કોઈક કુટુંબોમાં મોટા મનુષ્યોને તમાકુ, બીડી, સિગારેટ, દારૂનું વ્યસન કરતાં જોઈ નાનાં બાળકોને નાનપણથી જ તેનો વારસો મળે છે. મા-બાપ અભણ, નિરક્ષર હોવાથી તેને તેમ કરતો રોકી શકતાં નથી.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ ચીજ (વસ્તુ)નું સેવન વારંવાર કર્યા વિના ચાલે નહી એવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે માણસ એ ચીજ વસ્તુનો વ્યસની થઈ ગયો છે એમ કહેવાય.

પશ્વિમના દેશોનું આંધળું અનુકરણ કરીને આપણે પણ દિનપ્રતિદિન વધારે ને વધારે વ્યસની બનતાં જઈએ છીએ. આપણા જીવનમાં સંઘર્ષ, દુઃખ, કલેશ આવે છે. તેનાથી દૂર જવા અને બચવા માનવ વ્યસનનો આશરો લે છે. વ્યસનના નશામાં ડૂબી જઈ ઘડીભર માણસ તેના દુઃખને ભૂલી જવા મથે છે. કેટલાક લોકો બે ઘડી આનંદ લૂંટવા પણ વ્યસનનો આશરો લે છે. હકીકતમાં વ્યસનથી નથી દુઃખ જતું તે નથી મળતું સુખ. વ્યસન તો વધારે દુઃખ આપનાર અને સુખ ઝૂંટવી લેનાર નશો છે. તેનાથી માણસ બરબાદ થાય છે. કદી પણ આબાદ થતો નથી, તેની પાછળ માણસ પૈસા વેડફે છે. તબિયત બગાડે છે, પુષ્કર દુઃખી થાય અને છેવટે મૃત્યુને વહેલું બોલાવે છે

આમ, વ્યસન એ મનુષ્ય માટે કલંકરૂપ સાબિત થયું છે. આજકાલ નાનાં - નાનાં ફુલ જેવાં કોમળ ભૂલકાંઓ પણ તમાકૂ-ચનો, પાન-મસાલા, ગુટખાના બંધાણી બનવા માંડયાં છે. ફકત મોટાં શહેરોમાં જ નહિ પરંતુ નાના નાના ગામડાનાં બાળકો પણ ચોરી છૂપીથી આનો શિકાર બનવા લાગ્યાં છે અને શરમની વાત એ છે કે છોકરીઓ પણ હવે આ વ્યસનની શિકાર બનવા લાગી છે.

આપણે જાણીએ છીએ કે વ્યસન એટલે કે ઈશ્વરે ક્ષેલી તંદુરસ્તીને નાદુરસ્ત કરવાનો માર્ગ. ‘વ્યસન’ એ મનુષ્યના જીવન માટે ઝેરી રસાયણ છે. જેનું પરિણામ લાંબે ગાળે તો ખોટારૂપે જ આવે છે.

પશ્વિમના દેશોમાં વ્યકિતના શરીરના અસ્તિત્વ માટે ઠંડા વાતાવરણથી બચવા માટે દારૂનું સેવન જરૂરી બને છે. પરંતુ તે દારૂ ભારત જેવા દેશમાં અતિશય નુકસાનકર્તા સાબિતિ થાય છે. આજનું આ યુવાધનરૂપી રાક્ષસના સંકજામાં ઝડપાઈ જઈ જુવાન ડોસલા બની રહ્યું છે. મનુષ્યો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય, સારું જીવવું હોય તો આવાં વ્યસનોથી દૂર રહેવું જ બહેતર છે. હવે તો સમાજમાં બેકારી પણ ઘણી વધીગઈ છે. જયાં જુઓ ત્યાં બેકારોનો રાફડો ફાટયો છે અને તેથી કરીને પણ બેકારો અંતે શિકાર થઈ જાય છે. આમ, એક મિત્રની ખરાબ સંગત બીજા મિત્રને પણ બગાડી શકે છે

“નાનું કુટુંબ સુખી કુટુંબ” એ સુત્ર આપણે સૌ જાણીએ છીએ. છતાં આજે દેશની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. મોટો પરિવાર ધરાવતો માનવી કુટુંબનું ભરણપોષણ કરતાં કરતાં થાકી જાય છે. કંટાળી જાય છે અને વ્યસનનો આશરો લઈ હાશ અનુભવે છે

વ્યસન ઘણાં પ્રકારનાં હોય છે. બીડી-ધૂમ્રાનનું વ્યસન, દારૂનું વ્યસન, ઠંડાપીણાનું વ્યસન આવા તો અનેક પ્રકારના ધણાં બધાં વ્યસનો આપણને જોવા મળે છે. કહેવાય છે ને કે “જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ”. દા.ત., એક લીમડાનું વૃક્ષ છે. પ્રથમ કઠિયારાની નજર પડે છે. તો તે તેને કાપીને વેચવાનો વિચાર કરે છે. એક સુથારને તે વૃક્ષમાંથી સારાં બારી-બારણા, ફર્નિચર બનાવવાનો વિચાર આવે છે. એક ચિત્રકાર તેને પોતાના રંગોથી સજાવવા માગે છે. લેખકને તે જોઈએ વૃક્ષના મહત્વ પર લેખ લખવાનો વિચાર આવે છે. આમ, દરેક વ્યકિત પોત પોતાના સ્થાને તે વૃક્ષ વિશે વિચારે છે. વ્યસનનું પણ કાંઈક આવું જ છે. આપણે જાણીએ છીએ કે પ્રભુએ આપણને આ મહામૂલો મનુષ્ય અવતાર આપ્યો છે અને તેમાંય સુખ, સંપત્તિ બક્ષી છે. મનુષ્ય સામાજિક સંબધોના રિતરિવાજોમાં ખોવાઈ ગયો છે. જેનાથી પર રહીને સુખમય જીવન, આનંદમય જીવન, આશામય જીવન, અમૃતમય જીવન, ઈશ્વરમય જીવન જીવવું હોય તો વ્યસનનું આગમન આપણા આંગણે કદી પણ થવા દેશો નહીં. વ્યસનને નિવારવા શિક્ષણ જરૂરી છે. કુદરતે બક્ષેલું આ જીવન ફકત જેમતેમ જીવવા માટે નથી. દરેક વ્યકિત તેને જીવે છે. પરંતુ જીવન કેવી રીતે જીવવું તે અગત્યનું છે. સારું જીવન જીવવા માટે નિર્વ્યસની બનવું જરૂરી છે. સારું જીવન જીવવા પ્રભુ આપણને નિર્વ્યસની બનાવે.

વ્યસન કરવાથી ઘણા બધા રોગો થાય છે. જેમ કે ઉધરસ, તાવ, શરદી, લ્યુપસ ઈરીથોમેટ્સ, વાળ ખરી પડવા, મોમાં ચાંદાં પડે, મોતીઓ આવવો, ચામડી પર કરચલી પડવી, શ્રવણશક્તિ ઘટવી, ફેફસાના રોગો, દાંતનો સડો, ચામડીનું કેન્સર, હાડકાં પોલાં થઈ જવાં, હૃદયરોગ, હોજરીમાં ચાંદા પડવાં, સ્ત્રીઓમાં ગર્ભાશય અને ગર્ભાશયના મુખનું કેન્સર, શુક્રાણુંઓની તરલીફ અને નપુંસકતા, લોહીની નળીઓનો રોગ વગેરે જેવા રોગો થાય છે. ભારતમાં દર વર્ષે અંદાજે ૧૧ કરોડથી પણ વધારે રૂપિયાની સિગારેટ પીવાય છે. તો તેની સામે થતી રોગોની બરાબાદી પાછળ પણ રોજ એટવા જ કરોડ રૂપિયા ખર્ચાય છે.

ધૂમ્રપાનથી સમયનો અને નાણાંનો વ્યય થાય છે. ભારતમાં દર વર્ષે ૧૧ લાખ ટન તમાકુવાળી પાનની પિચકારી મરાય છે. કેન્સર અને ક્ષયના દર્દીઓમાંથી ૮૦ ટકા વ્યસની હોય છે. ધૂમ્રપાનના કારણે દેશમાં દર વર્ષે લગભગ ૧૦ લાખ લોકો અકાળે મૃત્યુ પામે છે અને બીમારીઓ પાછળ દર વર્ષે ૭૦ કરોડ રૂપિયા ખર્ચાય છે અને હોસ્પિટલોના ૧૦,૦૦૦ પલંગનો ઉપયોગ થાય છે. ધૂમ્રપાનને કારણે માનવશ્રમ, કલાકોની જે હાનિ થાય છે તેની કિંમત લગભગ ૨૬૦ કરોડ રૂપિયા કરતાં વધારે ગણાય છે.

આપણા દેશમાં દર મહિને ૧૪૦ કરોડ એટલે કે વર્ષમાં ૧૬ અજબ ૮૦ કરોડ રૂપિયાની તમાકુ પીવાય છે. જો આટલું ધન બચાવી શકાય તો એનાથી બેરોજગારીની સમસ્યા ઉકેલી શકાય.

ઉપાયોઃ-
  • સારા મિત્રોના સોબત રાખવી.
  • પ્રાર્થના કરવી.
  • સદવાચનની ટેવ પાડવી.
  • આ વ્યસન છોડવું મારા માટે અશક્ય છે તેવો વિચાર મનમાંથી કાઢી નાખવો.

સંક્લનઃ પ્રવિણસિંહ પરમાર

Friday, May 14, 2021

ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા*📱🖥️ *જુઓ LIVE વવાજોડું હાલમાં કયા છે..?*

*🔥ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા*

📱🖥️ *જુઓ LIVE વવાજોડું હાલમાં કયા છે..?*

નીચેની લીંકને ક્લીક કરો

https://www.windy.com/?16.591,73.934,5

Thursday, May 13, 2021

Thursday, May 6, 2021

લોકડાઉનથી કંટાળી ગયા છો ???કાર લઈને નીકળવું છે અને તમારા મનપસંદ સંગીતને સાંભળતા સાંભળતા આસપાસ ફરવા માંગો છો ??? ...

🥱લોકડાઉનથી કંટાળી ગયા છો ???

કાર લઈને નીકળવું છે અને તમારા મનપસંદ સંગીતને સાંભળતા સાંભળતા આસપાસ ફરવા માંગો છો ??? ...
🤔🤔🤔🤔🤔🤔

તો પછી કાર લઈને નીકળી જાઓ ,,, ચાલો એક મહાન મુસાફરી પર જઈએ 🚗

  *🎶તમે કારમાં બેઠા છો અને રસ્તા પર ચાલતા ગીતો સાંભળી રહ્યા છો, એવું જ લાગશે!*

*🚗🚗પુણે>>>મુંબઈ-લંડન>>> લાસ વેગાસ >>>મૈસુર>>>અમદાવાદ  >>>સુરત કોલકાતા*

.તમારું પસંદનું શહેર પસંદ કરો અને તેનો આનંદ લો !!!! * _

http://musicaldrive.herokuapp.com/index.html

Saturday, May 1, 2021

*સિનિયર સિટિઝન્સ માટે મૂડી સરકારનું બંડન - તબીબી સલાહકાર નિ: શુલ્ક*

* સિનિયર સિટિઝન્સ માટે મૂડી સરકારનું બંડન - તબીબી સલાહકાર નિ: શુલ્ક *

કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકો અને અન્ય તમામ નાગરિકો માટે એક ઉત્તમ સલાહકાર યોજના શરૂ કરી છે.
વૃદ્ધ લોકો, ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વગેરેથી પીડાતા લોકો ઓપીડી માટે હોસ્પિટલમાં દોડી જતા નથી.  તેઓ માથાનો દુખાવો, શારીરિક પીડા જેવી નાની-મોટી બિમારીઓ માટે ઘરે ઘરે સારવાર લે છે અને હોસ્પિટલમાં જવા તૈયાર નથી.

હવે તમે નીચેની લિંક દ્વારા ગૂગલ ક્રોમ પર કન્સલ્ટન્સી અને સારવારને .ક્સેસ કરી શકો છો.  નૉૅધ:

* 1 *.  દર્દી નોંધણી પસંદ કરો.

* 2 *.  તમારો મોબાઇલ નંબર લખો.  નોંધણી માટે મોબાઈલ પર ઓટીપી લખો.

* 3 *.  દર્દીની વિગતો અને જિલ્લા દાખલ કરો.  હવે, તમે doctorનલાઇન ડ onlineક્ટર સાથે જોડાશો.  તે પછી, તમે વિડિઓ દ્વારા તમારી કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ડ doctorક્ટરની સલાહ લઈ શકો છો.  ડ doctorક્ટર onlineનલાઇન દવા લખશે.  તમે મેડિકલ ફાર્મસીની દુકાનમાં બતાવીને દવા લઈ શકો છો.

* આ સેવા સંપૂર્ણપણે મફત છે. *
                                     
તમે આ સેવાનો ઉપયોગ દરરોજ સવારે 10.00 થી બપોરના 3.00 સુધી કરી શકો છો, રવિવાર સહિત.

કૃપા કરીને તમારી સંપર્ક સૂચિમાં વરિષ્ઠ નાગરિકોને આ મોકલો.

આ કેન્દ્ર સરકારની વેબસાઇટ છે:

* https: //www.eSanjeevaniopd.in*

  https://play.google.com/store/apps/details?id=in.hied.esanjeevaniopd

ગાય્સ વરિષ્ઠ નાગરિકો માટે આ એક વિચિત્ર પગલું છે ....
કૃપા કરીને લાભ લો અને તે તમે જાણો છો તે બધા વરિષ્ઠ નાગરિકોને ફોરવર્ડ કરો

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...