Sunday, December 26, 2021

2022 ની બોર્ડ પરીક્ષાની તમામ વિષયની નવી પેપર સ્ટાઈલ..

🔥 *2022 ની બોર્ડ પરીક્ષાની તમામ વિષયની નવી પેપર સ્ટાઈલ..*

✍️ ધોરણ-12 આર્ટસ પેપર સ્ટાઈલ
📎 http://bit.ly/3my5Slc

✍️ ધોરણ-12 કોમર્સ પેપર સ્ટાઈલ
📎 http://bit.ly/3my5Slc

✍️ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પેપર સ્ટાઈલ
📎 http://bit.ly/3my5Slc

✍️ ધોરણ-10 પેપર સ્ટાઈલ
📎 http://bit.ly/3my5Slc

Sunday, December 12, 2021

*તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે?:* તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? માત્ર 30 સેકન્ડમાં જાણી લો, તમારી જાણ બહારના નંબર માટે આ રીતે ફરિયાદ કરો

*તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે?:* તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? માત્ર 30 સેકન્ડમાં જાણી લો, તમારી જાણ બહારના નંબર માટે આ રીતે ફરિયાદ કરો
https://divya-b.in/VfRjt9dpTlb

Tuesday, September 7, 2021

*આયુર્વેદ ની આ એક PDF ડાઉનલોડ કરી લો,


*આયુર્વેદ ની આ  એક PDF ડાઉનલોડ કરી લો, આટલા રોગોના ઉપચાર આપેલ છે*

*આંખની પીડા*

*દાંત ની પીડા*

*શરદી*

*તાવ*

*નશકોરી*

*વાળ ખરવા*

*ખીલ*

*અનિંદ્રા*

*કફ ઉધરસ*

*બીપી ડાયાબિટીસ*

*પેટ દુઃખાવો*

*ખુજલી ખરજવું*

*કાન નાક ગળું*

*માથા નો દુખાવો* 

*હરસ મસા* 

*હેડકી*

પીડીએફ ડાઉનલોડ કરવા નીચેની લીંક ક્લીક કરો

https://drive.google.com/file/d/1vCBPEfWG54J7cPR1SXjpJpoRaLgTsGxY/view?usp=drivesdk

Saturday, July 17, 2021

Tuesday, July 6, 2021

તમારી જમીનના તમામ રેકોર્ડ્સ ઓનલાઈન જોઈ શકશો.૭/૧૨ ઉતારા નોંધ જોવું બન્યું હવે સરળ...... આ બધી નોંધ તમે ડાઉનલોડ પણ કરી શકશો..

તમારી જમીનના તમામ રેકોર્ડ્સ ઓનલાઈન જોઈ શકશો.૭/૧૨ ઉતારા નોંધ જોવું બન્યું હવે સરળ...... આ બધી નોંધ તમે ડાઉનલોડ પણ કરી શકશો..

https://anyror.gujarat.gov.in/

Monday, May 31, 2021

*10-12 ની માર્કશીટ* ઘરેબેઠા 🏡*કોઈપણ વર્ષ નું રિજલ્ટ મેળવો*

🧾 *10-12 ની માર્કશીટ* ઘરેબેઠા 🏡
*કોઈપણ વર્ષ નું રિજલ્ટ મેળવો*
*જાણો* 👉  :-

छात्र सबसे पहले अपने मोबाइल या डेस्कटॉप पर www.gsebeservice.com पर आधिकारिक वेबसाइट लिंक पर जाएं।
- अब Student सेक्शन पर जाएं।
- अब आप Online Student Services पर जाए।
- अपनी स्ट्रीम यानी 10वीं या 12वीं क्लास चुनें।
- अब Register टैब पर क्लिक करें।
- फिर अपना विवरण भरें और Registration पर क्लिक करें।
- इसके बाद अपने मोबाइल नंबर से लॉग इन करें। और पासवर्ड और SSC या HSC डुप्लीकेट मार्कशीट के लिए आवेदन करें।

Tuesday, May 25, 2021

વિવિધ પાઘડીઓ

 પાઘડી ....... સાફો પણ પાઘડી નો એક ( રજવાડી ) પ્રકાર છે . આજે આપણે પાધડી નો ઇતિહાસ અને તેની વિવિધતા વિશે જોઇઍ, પાઘડી વર્તમાન સમય નાં લોક જીવન માંથી લુપ્ત થતો પહેરવેશ છે . પાઘડી એ  શિષ્ટતા નું પ્રતિક મનાય છે . પાઘડી ની પ્રથા નું મુળ સિધુ સંસ્કૃતિ સુધી જાય છે . પાઘડી માટે આર્ય સંસ્કૃતિ માં ઉષ્ણીષ શબ્દ પ્રયોજાયો છે . મહાભારત કાળ માં સમાજ ના દરેક વર્ગ ના પુરુષો પાઘડી પહેરતા એવું પ્રતિત થાય છે . રાજપુત કાળ માં રાજદરબાર માં ઉઘાડે માથે જઇ શકાતું નહી . આપણા સૌરાષ્ટ્ર માં પણ વિભિન્ન જાતીના લોકો પાઘડી ના / આકાર સ્વરુપ / કદ / પહેરવાની રીત ઉપરથી ઓળખી શકાતા . કવિશ્રી -પીંગળશીભાઇ_ગઢવી એ કવિતા ના રુપમાં સૌરાષ્ટ જુદા જુદા પ્રદેશ ની પાઘડી ની વાત નોંધી છે .
પાઘડી ~મોરબી ની ઇંઢોણી
ગોંડલ ની ચાંચ ,
જામનગર નો ઉભો પૂળો ,
પાઘડીએ રંગ પાંચ , ..... બારાડીની પાટલીયાળી
બરડે ખુંપાવાળી ,
ઝાલાવાડની આંટિયાળી કાળી ટિલી વાળી ..... ,
ઓખાની પણ આંટીયાળી ભારે રૂઆબ ભરેલી , ઘેરી ને ગંભીર ઘેડની જોતાં આંખ ઠરેલી ..
સોરઠ ની તો સીધી સાદી ,
ગીરનું કુંડાળું , ગોહીલ વાડની લંબગોળ ને વળાંકી વધરાળુ .... … . , ડાબાકે જમણા પડખામાં એકજ સરખી આંટી , કળા ભરેલી કાઠિયાવાડી પાધડી શિરે પલાટી ...... ભરવાડો નું ભોજપરૂ ને રાતે છેડે રબારી . પુરી ખુબી કરી પરજીયે જાડા ઘા ઝીલનારી ..... બતી બાબી ઓ ની સિપાઈ નો સાફો . ફકીરોને લીલો ફટકો મુંજાવર નો માફો ... વરણ કાંટીયુ વેપારી કે વસવાયા ની જાતિ ...... ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ પાઘડીએ ઓળખાતી

સંકલનઃ પ્રવિણસિંહ પરમાર

Monday, May 24, 2021

*💥 ગુજરાત અલ્કાલીઝ અને કેમિકલ્સ લિમિટેડ માટે ભરતી 2021*

*💥 ગુજરાત અલ્કાલીઝ અને કેમિકલ્સ લિમિટેડ માટે ભરતી 2021*

*પોસ્ટ્સ: વરિષ્ઠ અધિકારી / અધિકારી (માર્કેટિંગ) અને કારોબારી તાલીમાર્થી (માર્કેટિંગ)*

*સ્થાન:* બરોડા

*ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:*  30-05-2021

*લાયકાત-* જાહેરાત વાંચો

*જાહેરાત વાંચો તથા અરજી કરો*; 

https://gaclportal.gacl.co.in/menuas/hrportal/#b

Wednesday, May 19, 2021

Tuesday, May 18, 2021

વ્યસન મુક્તિ અભિયાન

આરોગ્ય વ્યસન મુક્તિ - જીવનની ચુસ્તી

આપણી પૃથ્વી પર જીવસુષ્ટિનો વસવાટ થયેલો છે. આ જીવનસૃષ્ટિમાં મનુષ્યજીવન, પ્રાણીજીવન અને વનસ્પતિજીવનનો સમાવેશ થયેલો જોવા મળે છે. આ ત્રણેય જીવસૃષ્ટિ એકબીજા પર આધારિત રહેલી છે. મનુષ્ય જીવનમાં માનવનો સમાવેશ થાય છે. માનવ એ સામાજિક પ્રાણી છે. સમાજમાં રહીને તે પોતાનું, કુટુંબનું, સમાજનું, ગામનું અને આ જ રીતે આગળ જતાં દેશનું ઘડતર કરે છે.

આજે આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં ઘણાં બધાં દુષણો ફેલાયેલાં છે. ઘણા બધાં કુરિવાજો, કુટેવો, ભ્રષ્ટાચાર વગેરે અનેક જગ્યાએ, અમુક રીતે ફેલાયેલાં જોવા મળે છે. આજનો માનવી સમયની સાથે તાલ મિલાવીને કાર્ય કરે છે. ઘણી વખત આવું કરવાં જતાં તે થાકી જાય છે અથવા તો કંટાળી જાય છે. તેના માથે જવાબદારી વધી ગઈ છે. પોતાના ઘર, કુટુંબ, પરિવારની ભરણ-પોષણ કરવાની, તેને સમાજમાં આગળ લાવવા માટે તે સતત મહેનત કર્યા કરે છે. આમ કરતાં તે ક્યારેક વ્યસનનો ભોગ બની જાય છે. દા.ત., એક માનવ દિવસભર મહેનત, મજૂરી, નોકરી કરીને સાંજે થાક ઉતારવા બીડી, સિગારેડ, તમાકુનું સેવન કરવા લાગે છે. કયારેક દારૂ પીવા લાગે છે. તેમ કરતાં તેને એમ લાગે છે કે તેના થાક ઊતરી જાય છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ ધીમે ધીમે તે વ્યસની બની જાય છે. કોઈક મનુષ્ય કોઈક માનસિક તણાવથી પણ મુક્ત થવા વ્યસનનો આશરો લે છે.

આમ, મનુષ્ય એ જન્મથી જ વ્યસની નથી હોતો. તે સમય, સંજોગોને આધીન વ્યસનનો આશરો લે છે. અપવાદરૂપે કોઈક કુટુંબોમાં મોટા મનુષ્યોને તમાકુ, બીડી, સિગારેટ, દારૂનું વ્યસન કરતાં જોઈ નાનાં બાળકોને નાનપણથી જ તેનો વારસો મળે છે. મા-બાપ અભણ, નિરક્ષર હોવાથી તેને તેમ કરતો રોકી શકતાં નથી.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ ચીજ (વસ્તુ)નું સેવન વારંવાર કર્યા વિના ચાલે નહી એવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે માણસ એ ચીજ વસ્તુનો વ્યસની થઈ ગયો છે એમ કહેવાય.

પશ્વિમના દેશોનું આંધળું અનુકરણ કરીને આપણે પણ દિનપ્રતિદિન વધારે ને વધારે વ્યસની બનતાં જઈએ છીએ. આપણા જીવનમાં સંઘર્ષ, દુઃખ, કલેશ આવે છે. તેનાથી દૂર જવા અને બચવા માનવ વ્યસનનો આશરો લે છે. વ્યસનના નશામાં ડૂબી જઈ ઘડીભર માણસ તેના દુઃખને ભૂલી જવા મથે છે. કેટલાક લોકો બે ઘડી આનંદ લૂંટવા પણ વ્યસનનો આશરો લે છે. હકીકતમાં વ્યસનથી નથી દુઃખ જતું તે નથી મળતું સુખ. વ્યસન તો વધારે દુઃખ આપનાર અને સુખ ઝૂંટવી લેનાર નશો છે. તેનાથી માણસ બરબાદ થાય છે. કદી પણ આબાદ થતો નથી, તેની પાછળ માણસ પૈસા વેડફે છે. તબિયત બગાડે છે, પુષ્કર દુઃખી થાય અને છેવટે મૃત્યુને વહેલું બોલાવે છે

આમ, વ્યસન એ મનુષ્ય માટે કલંકરૂપ સાબિત થયું છે. આજકાલ નાનાં - નાનાં ફુલ જેવાં કોમળ ભૂલકાંઓ પણ તમાકૂ-ચનો, પાન-મસાલા, ગુટખાના બંધાણી બનવા માંડયાં છે. ફકત મોટાં શહેરોમાં જ નહિ પરંતુ નાના નાના ગામડાનાં બાળકો પણ ચોરી છૂપીથી આનો શિકાર બનવા લાગ્યાં છે અને શરમની વાત એ છે કે છોકરીઓ પણ હવે આ વ્યસનની શિકાર બનવા લાગી છે.

આપણે જાણીએ છીએ કે વ્યસન એટલે કે ઈશ્વરે ક્ષેલી તંદુરસ્તીને નાદુરસ્ત કરવાનો માર્ગ. ‘વ્યસન’ એ મનુષ્યના જીવન માટે ઝેરી રસાયણ છે. જેનું પરિણામ લાંબે ગાળે તો ખોટારૂપે જ આવે છે.

પશ્વિમના દેશોમાં વ્યકિતના શરીરના અસ્તિત્વ માટે ઠંડા વાતાવરણથી બચવા માટે દારૂનું સેવન જરૂરી બને છે. પરંતુ તે દારૂ ભારત જેવા દેશમાં અતિશય નુકસાનકર્તા સાબિતિ થાય છે. આજનું આ યુવાધનરૂપી રાક્ષસના સંકજામાં ઝડપાઈ જઈ જુવાન ડોસલા બની રહ્યું છે. મનુષ્યો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય, સારું જીવવું હોય તો આવાં વ્યસનોથી દૂર રહેવું જ બહેતર છે. હવે તો સમાજમાં બેકારી પણ ઘણી વધીગઈ છે. જયાં જુઓ ત્યાં બેકારોનો રાફડો ફાટયો છે અને તેથી કરીને પણ બેકારો અંતે શિકાર થઈ જાય છે. આમ, એક મિત્રની ખરાબ સંગત બીજા મિત્રને પણ બગાડી શકે છે

“નાનું કુટુંબ સુખી કુટુંબ” એ સુત્ર આપણે સૌ જાણીએ છીએ. છતાં આજે દેશની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. મોટો પરિવાર ધરાવતો માનવી કુટુંબનું ભરણપોષણ કરતાં કરતાં થાકી જાય છે. કંટાળી જાય છે અને વ્યસનનો આશરો લઈ હાશ અનુભવે છે

વ્યસન ઘણાં પ્રકારનાં હોય છે. બીડી-ધૂમ્રાનનું વ્યસન, દારૂનું વ્યસન, ઠંડાપીણાનું વ્યસન આવા તો અનેક પ્રકારના ધણાં બધાં વ્યસનો આપણને જોવા મળે છે. કહેવાય છે ને કે “જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ”. દા.ત., એક લીમડાનું વૃક્ષ છે. પ્રથમ કઠિયારાની નજર પડે છે. તો તે તેને કાપીને વેચવાનો વિચાર કરે છે. એક સુથારને તે વૃક્ષમાંથી સારાં બારી-બારણા, ફર્નિચર બનાવવાનો વિચાર આવે છે. એક ચિત્રકાર તેને પોતાના રંગોથી સજાવવા માગે છે. લેખકને તે જોઈએ વૃક્ષના મહત્વ પર લેખ લખવાનો વિચાર આવે છે. આમ, દરેક વ્યકિત પોત પોતાના સ્થાને તે વૃક્ષ વિશે વિચારે છે. વ્યસનનું પણ કાંઈક આવું જ છે. આપણે જાણીએ છીએ કે પ્રભુએ આપણને આ મહામૂલો મનુષ્ય અવતાર આપ્યો છે અને તેમાંય સુખ, સંપત્તિ બક્ષી છે. મનુષ્ય સામાજિક સંબધોના રિતરિવાજોમાં ખોવાઈ ગયો છે. જેનાથી પર રહીને સુખમય જીવન, આનંદમય જીવન, આશામય જીવન, અમૃતમય જીવન, ઈશ્વરમય જીવન જીવવું હોય તો વ્યસનનું આગમન આપણા આંગણે કદી પણ થવા દેશો નહીં. વ્યસનને નિવારવા શિક્ષણ જરૂરી છે. કુદરતે બક્ષેલું આ જીવન ફકત જેમતેમ જીવવા માટે નથી. દરેક વ્યકિત તેને જીવે છે. પરંતુ જીવન કેવી રીતે જીવવું તે અગત્યનું છે. સારું જીવન જીવવા માટે નિર્વ્યસની બનવું જરૂરી છે. સારું જીવન જીવવા પ્રભુ આપણને નિર્વ્યસની બનાવે.

વ્યસન કરવાથી ઘણા બધા રોગો થાય છે. જેમ કે ઉધરસ, તાવ, શરદી, લ્યુપસ ઈરીથોમેટ્સ, વાળ ખરી પડવા, મોમાં ચાંદાં પડે, મોતીઓ આવવો, ચામડી પર કરચલી પડવી, શ્રવણશક્તિ ઘટવી, ફેફસાના રોગો, દાંતનો સડો, ચામડીનું કેન્સર, હાડકાં પોલાં થઈ જવાં, હૃદયરોગ, હોજરીમાં ચાંદા પડવાં, સ્ત્રીઓમાં ગર્ભાશય અને ગર્ભાશયના મુખનું કેન્સર, શુક્રાણુંઓની તરલીફ અને નપુંસકતા, લોહીની નળીઓનો રોગ વગેરે જેવા રોગો થાય છે. ભારતમાં દર વર્ષે અંદાજે ૧૧ કરોડથી પણ વધારે રૂપિયાની સિગારેટ પીવાય છે. તો તેની સામે થતી રોગોની બરાબાદી પાછળ પણ રોજ એટવા જ કરોડ રૂપિયા ખર્ચાય છે.

ધૂમ્રપાનથી સમયનો અને નાણાંનો વ્યય થાય છે. ભારતમાં દર વર્ષે ૧૧ લાખ ટન તમાકુવાળી પાનની પિચકારી મરાય છે. કેન્સર અને ક્ષયના દર્દીઓમાંથી ૮૦ ટકા વ્યસની હોય છે. ધૂમ્રપાનના કારણે દેશમાં દર વર્ષે લગભગ ૧૦ લાખ લોકો અકાળે મૃત્યુ પામે છે અને બીમારીઓ પાછળ દર વર્ષે ૭૦ કરોડ રૂપિયા ખર્ચાય છે અને હોસ્પિટલોના ૧૦,૦૦૦ પલંગનો ઉપયોગ થાય છે. ધૂમ્રપાનને કારણે માનવશ્રમ, કલાકોની જે હાનિ થાય છે તેની કિંમત લગભગ ૨૬૦ કરોડ રૂપિયા કરતાં વધારે ગણાય છે.

આપણા દેશમાં દર મહિને ૧૪૦ કરોડ એટલે કે વર્ષમાં ૧૬ અજબ ૮૦ કરોડ રૂપિયાની તમાકુ પીવાય છે. જો આટલું ધન બચાવી શકાય તો એનાથી બેરોજગારીની સમસ્યા ઉકેલી શકાય.

ઉપાયોઃ-
  • સારા મિત્રોના સોબત રાખવી.
  • પ્રાર્થના કરવી.
  • સદવાચનની ટેવ પાડવી.
  • આ વ્યસન છોડવું મારા માટે અશક્ય છે તેવો વિચાર મનમાંથી કાઢી નાખવો.

સંક્લનઃ પ્રવિણસિંહ પરમાર

Friday, May 14, 2021

ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા*📱🖥️ *જુઓ LIVE વવાજોડું હાલમાં કયા છે..?*

*🔥ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા*

📱🖥️ *જુઓ LIVE વવાજોડું હાલમાં કયા છે..?*

નીચેની લીંકને ક્લીક કરો

https://www.windy.com/?16.591,73.934,5

Thursday, May 13, 2021

Thursday, May 6, 2021

લોકડાઉનથી કંટાળી ગયા છો ???કાર લઈને નીકળવું છે અને તમારા મનપસંદ સંગીતને સાંભળતા સાંભળતા આસપાસ ફરવા માંગો છો ??? ...

🥱લોકડાઉનથી કંટાળી ગયા છો ???

કાર લઈને નીકળવું છે અને તમારા મનપસંદ સંગીતને સાંભળતા સાંભળતા આસપાસ ફરવા માંગો છો ??? ...
🤔🤔🤔🤔🤔🤔

તો પછી કાર લઈને નીકળી જાઓ ,,, ચાલો એક મહાન મુસાફરી પર જઈએ 🚗

  *🎶તમે કારમાં બેઠા છો અને રસ્તા પર ચાલતા ગીતો સાંભળી રહ્યા છો, એવું જ લાગશે!*

*🚗🚗પુણે>>>મુંબઈ-લંડન>>> લાસ વેગાસ >>>મૈસુર>>>અમદાવાદ  >>>સુરત કોલકાતા*

.તમારું પસંદનું શહેર પસંદ કરો અને તેનો આનંદ લો !!!! * _

http://musicaldrive.herokuapp.com/index.html

Saturday, May 1, 2021

*સિનિયર સિટિઝન્સ માટે મૂડી સરકારનું બંડન - તબીબી સલાહકાર નિ: શુલ્ક*

* સિનિયર સિટિઝન્સ માટે મૂડી સરકારનું બંડન - તબીબી સલાહકાર નિ: શુલ્ક *

કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકો અને અન્ય તમામ નાગરિકો માટે એક ઉત્તમ સલાહકાર યોજના શરૂ કરી છે.
વૃદ્ધ લોકો, ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વગેરેથી પીડાતા લોકો ઓપીડી માટે હોસ્પિટલમાં દોડી જતા નથી.  તેઓ માથાનો દુખાવો, શારીરિક પીડા જેવી નાની-મોટી બિમારીઓ માટે ઘરે ઘરે સારવાર લે છે અને હોસ્પિટલમાં જવા તૈયાર નથી.

હવે તમે નીચેની લિંક દ્વારા ગૂગલ ક્રોમ પર કન્સલ્ટન્સી અને સારવારને .ક્સેસ કરી શકો છો.  નૉૅધ:

* 1 *.  દર્દી નોંધણી પસંદ કરો.

* 2 *.  તમારો મોબાઇલ નંબર લખો.  નોંધણી માટે મોબાઈલ પર ઓટીપી લખો.

* 3 *.  દર્દીની વિગતો અને જિલ્લા દાખલ કરો.  હવે, તમે doctorનલાઇન ડ onlineક્ટર સાથે જોડાશો.  તે પછી, તમે વિડિઓ દ્વારા તમારી કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ડ doctorક્ટરની સલાહ લઈ શકો છો.  ડ doctorક્ટર onlineનલાઇન દવા લખશે.  તમે મેડિકલ ફાર્મસીની દુકાનમાં બતાવીને દવા લઈ શકો છો.

* આ સેવા સંપૂર્ણપણે મફત છે. *
                                     
તમે આ સેવાનો ઉપયોગ દરરોજ સવારે 10.00 થી બપોરના 3.00 સુધી કરી શકો છો, રવિવાર સહિત.

કૃપા કરીને તમારી સંપર્ક સૂચિમાં વરિષ્ઠ નાગરિકોને આ મોકલો.

આ કેન્દ્ર સરકારની વેબસાઇટ છે:

* https: //www.eSanjeevaniopd.in*

  https://play.google.com/store/apps/details?id=in.hied.esanjeevaniopd

ગાય્સ વરિષ્ઠ નાગરિકો માટે આ એક વિચિત્ર પગલું છે ....
કૃપા કરીને લાભ લો અને તે તમે જાણો છો તે બધા વરિષ્ઠ નાગરિકોને ફોરવર્ડ કરો

Friday, April 30, 2021

ઘરેલું ઉપચાર વાત. પીત . કફ

મિત્રો શરીર ની અંદર ત્રણ પ્રકૃતિ ની વાત કરું તો આપના મસ્તક થી છાતી સુધીનો ભાગ તેની અંદર કફ સમાયેલા છે. ત્યાર બાદ છાતી થી કમર સુધી નો ભાગ હોય છે તેમાં પિત્ત નો પ્રભાવ રહેલો છે કમર થી જે નીચેનો ભાગ છે એમાં વાયુ નો પ્રભાવ રહેલો છે મસ્તક થી છાતી સુધી ના ભાગ માં જે રોગ થતાં હોય છે એ કફ ને લીધે થતા હોય છે જેમ કે શરદી, ઉધરસ વગેરે.

જે પેટના રોગો થતા હોય છે એ પિત્ત ને લીધે થતા હોય છે જેમ કે ગેસ, એસિડિટી, આફરો વગેરે. કમર થી નીચેનો જે ભાગ જે રોગ થાય છે એ વાયુ ના આધારે થાય છે એટલે કે વાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, વાયુ ના પ્રભાવથી થાય છે.

0 થી 14 વર્ષ સુધી ની ઉંમર વાળા ને કફ નો રોગ વધારે થતો હોય છે 15 થી 50 વર્ષ સુધીની ઉંમર વાળા ને પિત્ત નો રોગ વધારે થાય છે 50 વર્ષથી વધુ ઉંમર વાળા ને વાયુ ના રોગ વધારે થાય છે.

મિત્રો જ્યારે શરીરમાં કફ વધી જાય છે ત્યારે કફ ને શાંત કરવા દેશી ગોળ જરૂરી છે. 
એવી જ રીતે જીરું થી પિત્ત ની સમસ્યા ઓછી થાય છે. 
અને વાયુ માટે મેથી ખાવાથી વા ઓછો થાય છે. મિત્રો માથાનો દુખાવો ગેસ ને કારણે થાય છે.

Wednesday, March 17, 2021

કોરોના રસીકરણ માટે રજિસ્ટ્રેશન

💉 કોરોના રસીકરણ માટે રજિસ્ટ્રેશનની સરળ પ્રક્રિયા

💉 www.cowin.gov.in પર ક્લિક કરીને આજે જ રજિસ્ટ્રેશન કરાવો

મહારાજની માણકી ઘોડી

*માણકી ઘોડી* 
શ્રી સ્વામિનારાયણ ભગવાન સંવત 1886 જેઠ સુદી દશમ ના દિવસે ધરતી પર થી વિદાય લઇ ને અક્ષરધામ સિધાવ્યા , ત્યારે તેની વહાલી ( ઘોડી ) માણકી શ્રીજી મહારાજ ના બારમા ના દિવસે ખાવા પીવાનું છોડી પ્રાણ ત્યાગી શ્રીજી પાસે અક્ષરધામ સિધાવી હતી . આ ઘોડી એક ઇતિહાસ બની ગઇ . ગઢપુર મા એમની અંતીમ વિધી કરવામાં આવેલ એ જગ્યાએ શ્રીજી મહારાજ ઘોડી ઉપર બીરાજ્યા હોય એવું સીલ્પ મુકવા માં આવેલ છે . જેના દર્શન કરી અને ભક્તો પાવન થાય છે . === ઇતિહાસ === 
આ માણકી ઘોડી ની માતા જશદણ ના કાઠી દરબારને ત્યાં હતી તેનું નામ # સામર્થી હતું . આ ઘોડી ને કરછ મા કોઇ ચોરી કરી અને લય ગયેલું . આ ઘોડી ના ઉદર થી જ 
શ્રીજી મહારાજ ની વહાલી ઘોડી માણકી એ જન્મ લીધેલો . શાલી હોત્ર શાસ્ત્ર મુજબ ઘોડાં માં છત્રીસ ખામી ઓ માંહેની એકાદ ખામીતો હોયજ છે . પણ માણકી માં એક પણ ખામી નહતી ,ભૂજના રાજા એ માણકી , અને તેની માતા સામર્થી ને મિયાંણા પાસેથી ખરીદેલ , આ કરછ ના રાજા ના ફટાયા કુંવર ના દીકરી બા ચુડા ( લીંબડી ) પાસે મીણપુર ગામ ના ઝાલા દરબાર ને ત્યાં સાસરે આવેલાં , ત્યારે કુંવરીબા ને પહેરામણી માં માણકી ઘોડી તેના બાપુ એ આપેલ , થોડાં વર્ષ પછી શ્રી જી મીણપુર પધારેલા ત્યારે દરબાર સુરતાનજી ઝાલા એ આ માણકી ઘોડી શ્રી સ્વામી નારાયણ ને અર્પણ કરેલ , ત્યારે શ્રી સ્વામી નારાયણે આ દરબારના બાળ દીકરી બાનુ નામ પૂછેલું , દરબારે કહેલું કે મારી દિકરી નું નામ મોંધી બા છે . ત્યારે શ્રી સ્વામી નારાયણ ભગવાન ના મુખ માંથી સબ્દો નીકળેલા કે આ દિકરી ના નામ મુજબ જ તેને મોંધેરુ સાસરું મળશે , એવા રાજી પાના આશ્રીર્વાદ આપેલા , થોડા સમય બાદ મોંધી બા નું સગપણ ગોંડલ નરેશ ના કુંવર સંગ્રામ સિંહ જી સાથે થયેલું , સાસરે ગયા પછી મોંધી બા એ ગોંડલ માં શ્રી સ્વામિનારાયણ મંદિર બંધાવેલું જે મંદિર હાલ માં વિદ્યમાન છે . આ માણકી ઘોડી શ્રી જી મહારાજ ની આ જીવન સેવામાં રહેલી .

(સંગ્રામ સિંહજી તથા મોંઘીબા ને સંતશ્રી ગુણાતીતાનંદ સ્વામીના આશિર્વાદથી ગોંડલના પ્રખ્યાત મહારાજા ભગવતસિંહજીનો જન્મ થયેલો)
 સંકલનઃ પ્રવિણસિંહ પરમાર 

જય શ્રી સ્વામિનારાયણ

http://edupravinsinh.blogspot.com/?m=0

Tuesday, March 16, 2021

*LTC ફાઇલ માટે ઉપયોગી તમામ પત્રકો* તમામ પત્રકો કોરા અને *PDF સ્વરૂપે છે પ્રિન્ટ કાઢી શકશો.*

*LTC ફાઇલ માટે ઉપયોગી  તમામ પત્રકો* તમામ પત્રકો કોરા અને *PDF સ્વરૂપે છે પ્રિન્ટ કાઢી શકશો.*

◼️LTC અરજી
👉🏻 https://is.gd/Rieky

◼️LTC અરજી નમૂનો
👉🏻 https://is.gd/Rieky

◼️LTC ખાસ પેકેજ ફોર્મ
👉🏻 https://is.gd/Rieky

◼️LTC માં જોડવાના આધારો
👉🏻 https://is.gd/Rieky

◼️LTC પરિશિષ્ટ 1
👉🏻 https://is.gd/Rieky

◼️LTC પરિશિષ્ટ 2
👉🏻 https://is.gd/Rieky

◼️આ બ્લોકમાં LTC લીધેલ નથી બાબતનો દાખલો
👉🏻 https://is.gd/Rieky

Compilation:-

ρ᥅ꪖꪜ꠸ꪀᦓ꠸ꪀꫝ ρꪖ᥅ꪑꪖ᥅@꠹ꪊꪀꪖᧁꪖᦔꫝ

Friday, February 26, 2021

ચૂટણી માટેનું આત્યનું સાહિત્ય

★ચૂંટણી ૨૦૨૧ ખૂબ જ ઉપયોગી માહિતી ★

●કન્ટ્રોલ યુનિટમા ગ્રીન પેપર સીલ અને સ્ટ્રીપ સીલ વડે સીલીંગ કેમ કરવુ અને A B C D કેમ ગોઠવવી તેનો વિડીયો
http://bit.ly/37xFsIM

●પ્રિસાઈડિંગ ઓફિસરની ડાયરી કેવી રીતે ભરશો તેની સમજ આપતો વિડીયો...
http://bit.ly/3dzSXf1

● પ્રિસાઇડિંગ ઓફિસર ના કાર્યો ની માહિતી  ફાઈલ
http://bit.ly/2MRDdcm

● ચુંટણી  દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસરે કરવાની થતી તૈયારી ની માહિતી  ફાઈલ.
http://bit.ly/3rM0JGp

● વોટીંગ મશીન અંગે ની તમામ માહિતી ગુજરાતીમાં (દરેક બટન,શિલિંગ પ્રક્રિયા સ્ટેપ BY સ્ટેપ)
http://bit.ly/2Ox3g99

● ચુંટણી સૌથી ઉપયોગી તમામ કવર (વૈધાનિક,બિન વૈધાનિક કવર,અન્ય કવર માહિતી) કયા કવર માં કઈ માહિતી આવે તેની ડીટેલ માહિતી
http://bit.ly/2Z6OtE4

● ચુંટણી દરમિયાન થતી કામગીરી શોર્ટકટ યાદી  (એક પેજમાં)
http://bit.ly/3abOMUo

● પ્રિસાઇડિંગ ઓફિસર ની ડાયરી ની સમજ માટે નમુનો.
http://bit.ly/3tQ1Tm7

● ચુંટણી માટે જરૂરી ૨ કલાકે આપવાના આંકડા માટે ને ૪ જુદા નમુના.
http://bit.ly/3rKhVvU

● ચુંટણી ઉપયોગી કયા ફોર્મ પર કોની સહી આવે તેની સમજ માટે.
http://bit.ly/3rRFjrv

● ચુંટણી જરૂરી મોકપોલ પત્રક અને તેનો  નમુનો
http://bit.ly/3aRE6cA

●ચુંટણી માં જરૂરી PSO-5 ફોર્મ નો નમુનો (સૌથી જરૂરી)
http://bit.ly/3rL6bJB

●સમગ્ર ચુંટણી પ્રક્રિયા માટે ઉપયોગી  પ્રિસાઇડિંગ ઓફિસર એપ્લીકેશન ખુબજ ઉપયોગી જરૂર થી ડાઉનલોડ કરો
http://bit.ly/3tZPoof

👏🏿 તમારા મિત્રોને શેર કરજો....

Thursday, February 18, 2021

⚔️ *પરમાર ઉત્પતિ ઈતિહાસ* ⚔️

⚔️ *પરમાર ઉત્પતિ ઈતિહાસ* ⚔️

[ ત્રેતાયુગ વૈશાખ સુદ પાંચમ તીથી ]

આજ વૈશાખ સુદ પાંચમ પરમાર વંશ ઉત્પતિ દિવસની તીથી નિમિત્તે મારા તમામ પરમાર વંશ અને તેમની તમામ પેટા શાખા ના ભાઈઓ ને ખુબ ખુબ શુભેચ્છાઓ

પ્રથમ મેરધડ,નિર્મલ વહે નદીયાણા,
વાડી કુલ વનવાસ,વડોજાડ કુલ વખાણા.

મળે ત્રેત્રીસ કરોડ,એક અનલકુંડ ઉપાયો,
ઉનડ કુંડમાહી ઉત્પતિ,રીખ વર્મા ઉપાવે.

ચાર ક્ષત્રિય ને દિન મે,

અગ્યીયારસ બુધવાર પઢિયાર,
સાતમ ને સોમવાર સોલંકી,
શુક્રવાર ચૌહાણ વસ્ત ગોત્ર કે,
ત્રેતાયુગ કી વરસ અધલાખ વલતા,વડો માસ વૈશાખ સુદ પંચમી સવાઈ.

ચદલ મેમ રખેસરા દિપક પ્રગટયો,
આબુ પરમાર ઉપજયો,
ધોમ મનમે રિસ ધારે,
મેલ ઉતાર એમરો,પુત્લો વણાયો,
વચાડે યજુર્વેદ સાયલ રીખ નામ સુણાયો,
ઉપાડ ખગ ઉઠ હમાસર આપ.

પરમાર વંશ ઉત્પતિ તીથી વૈશાખ અજવાણી પાંચમ ગુરુવાર ના સૂર્યવંશી રજપૂત ક્ષત્રિય ના આબુ ગઢ માં અગ્નિ કુંડ માં થી શુદ્ધિ કરણ સાથે નામ પરમાર પાડ્યું, એટલે પરમાર નામ થી શાખ પડી અગ્નિ ની શુદ્ધિ કરણ થી અગ્નિ વંશ ની ઉપમા મળી.
⚔️⚔️🅿️⚔️⚔️🅿️⚔️⚔️
મુળ પુરૂષ ÷ પરમાર
વંશ ÷ સૂર્યવંશ
ગોત્ર ÷ વસિષ્ઠ
કુરુક્ષેત્ર ÷ આબુ પર્વત
તીથી ÷ પાંચમ
મહિનો ÷ વૈશાખ
વાર ÷ ગુરુવાર
પાઘડી ÷ પચંરગી
ઝંડો ÷ ત્રીબધી
જાજમ ÷ સુવા પંખી
નદી ÷ સફરા
ધોડો ÷ કવલીયો
શાખા ÷ માધવી
ઢાલ ÷ હરીપંખ
તલવાર ÷ રણતર
વૂક્ષ ÷ આબો
ગાય ÷ કવલી ગાય
ગણપતિ ÷ એકદંતિ
ભેરવ ÷ ગોરા ભેરવ
ગુરુ ÷ ગોરખનાથ
નિશાન ÷ કેસરીસિંહ
શસ્ત્ર ÷ ભાલો
વેદ ÷ યજુર્વેદ
બ્રામણ ÷ રાજગોર
બેસણુ ÷ ઉજ્જૈન
પ્રવર ÷ પાંચ
મહાદાનેશ્ર્વરી ÷ રાજા ભોજ
ભુદાનેશ્વરી ÷ રાજા રામ
સુવર્ણ દાનેશ્વરી ÷ સોઢાજી
કુંડ ÷ અનલકુંડ
વીરવત ÷ રાજા વિક્રમ
પરદુખ ભંજન ÷ રાજા વીર વિક્રમાદિત્ય
આધ ÷ પુસ્તરાજ
પ્રાણદાતા ÷ ઈન્દ્ર
નગરી ÷ ચંદ્રાવતી
ઈષ્ટદેવી ÷ ધારદેવી
કુળદેવી ÷ હરસિધ્ધિ

⚔️🅿️⚔️🅿️⚔️

⚔ પરમાર વંશ પેટા શાખાઓ ⚔
પરમાર રજપૂત ક્ષત્રિય વંશ મા આવતી પેટા શાખાઓ ટુક મા  વર્ણન

⚔️ સોઢા પરમાર ⚔️
સોઢા શાખ ના પરમાર મુખ્ય નગરો અમરકોટ. રતોકોટ ટાઢ . પીલુ  પારકર અમુક સોઢા પરિવાર  મૂળી સૌરાષ્ટ્ર વસાવ્યુ. જામનગર, કરછ વાગડ ખડિર  અને  વસવાટ  છે.
  સંવત ૨૦૨૮ માધસુદ ૧૪ સન ૧૯૭૧ માસ ડિસેમ્બર ના બંગલા યુધ્ધ મા અમરકોટ તથા પારકર. રતોકોટ ના ધણા સોઢા પાકિસ્તાન છોડી હિજરત કરી રાજસ્થાન તથા કરછ ગુજરાત મા પણ વસેલા છે. બાકી જે સંજોગ કારણ રહી ગયા તે. પાકિસ્તાન મા અમરકોટ. ઢાટ  મા વસેલા છે મોટુ ઠિકાણુ રાણા જાગીર અમરકોટ તથા મીઠી છે.

⚔️ સાંખલા પરમાર ⚔️
સાંખલા શાખ ના પરમાર  ઝાંગરુગઢ, રુણગઢ મા છે.
રણુજા સાંખલા ને ઝાંગલુ સાંખલા કહેવાય છે. 

⚔️ધાંધુ પરમાર ⚔️
ધાંધુ શાખ ના પરમાર બાડમેર જિલ્લા મા છે.

⚔️ વરણ પરમાર⚔️
વરણ શાખ ના પરમાર ઢાટ વિસ્તાર મા પણ છે. ખાસ ઠીકાણા જાનરાગઢ જેસલમેર  અને પારકર મા છે.

⚔️ જાગા પરમાર ⚔️
જાગા પરમાર જાનરાગઢ  જેસલમેર ઠિકાણુ છે. ઢાટ મા હરીયાર, ગોપાત્ર  અને બીજે પણ છુટા છવાયા છે, હરીયોજી ભોપો જાગો જેણે ઢાટ મા હરીહર તા.છાછરા માં ચેલાર ને ગોંધીયાર વચ્ચે વસાવેલ છે. અમરકોટ ના રાણા એ ઈનામ તોર  આપેલો.

⚔️વાગમાર પરમાર ⚔️
વાગમાર પરમાર જાનરાગઢ જેસલમેર ના. ગણા વાગમાર પરીવાર હરીહર. ઢાટ. ગુજરાત.કરછ  રાજસ્થાન માં છે.
(વાગમાર ની અમુક ભાયાતી સુથાર થઈ ગયા છે) 

⚔️ નેતડ પરમાર ⚔️
નેતડ પરમાર જાનરાગઢ જેસલમેર ના તેમનુ પરીવાર રાજસ્થાન, ઢાટ માં
નેતડ બ્રામણ થઈ ગયા છે જે ઢાટ માં ગામ ચારણોર  અને શોભાનો તળો તા. છાછરા પાકિસ્તાન માં.

⚔️વહેલ પરમાર ⚔️
વહેલ પરમાર શિવ કોટડો  માં હતા. અને ચંદાજી વહેલ ના ધરે પરમાર કૂળ મા છેલ્લો શક્તિ  અવતાર થયો. રુપાંદે નો અને મલીનાથ રાઠોડ સાથે લગ્ન થયા. જેમા તેના વંશ માં ખાવડીયા. કોટડીયા. મહેચા. પોકરણા. થુમલીયા બાડમેરા. શાખ ના રાઠોડ થયા. મલીનાથ નુ નામ રાવળ માલજી હતુ. માલો ને રુપાંદે ભકિત કરી નામ  અમર રાખી ગયા.

⚔️ કાબા પરમાર ⚔️
કાબા પરમાર થુરુ. ચંદુર બે મોટા ઠિકાણા જોલા રિયાસતમા છે.

⚔️ કુકણા પરમાર ⚔️
કુકણા પરમાર નવો તળો પોકરણ પટ્ટી મા છે.

⚔️ હરીયા પરમાર ⚔️
હરીયા પરમાર હરિયાણા પ્રાંત મા હરીપુરા છે.

⚔️ બારડ પરમાર ⚔️
બારડ પરમાર દાંતા ૬૦. અંબાજી ધામ બારડો નો ઠિકાણો છે. ભગવતસિંહજી બારડ ને રાણા ની પદવી છે.  અંબાજી માતાજી ના પ્રતાપે બારડ પરમાર રાજા ને નિત્ય સવામણ કેસર મળતી હતી.

⚔️ દાયમા પરમાર ⚔️
દાયમા પરમાર મોટા મોટા દાતા ગણાતા હતા.

⚔️ ઉમટ પરમાર ⚔️
ઉમટ પરમાર નરશીગઢ મા હતા. જે મેવાડ ના કંકણ સાંધાપર ૧૨ ગામ છે. (મધ્યપ્રદેશ)

⚔️સુમરા પરમાર ⚔️
સુમરા પરમાર જે હમીરજી સુમરા વખતે સિંધ મા મોટી જાગીર હતી. ( સુમરા પરમાર વંશ ના વંશજો મુસલમાન થઈ ગયા )

⚔️પૂઆર (પાયણ) પરમાર ⚔️
પૂઆર  (પાયણ) પરમાર રડલી  (પાકિસ્તાન) ઇન્દ્રોઈ. ખેડા. થુંબલી. બાડમેર. રાજસ્થાન  અને કરછ ડનણા મા છે.

⚔️ ગેલડા પરમાર ⚔️
ગેલડા પરમાર નાંગરોલ, જીણાર, મૂણીયામા છે. બીજા ભોપા કહેવાયા છે જે સણાઉ, રાજસ્થાન મા છે. કરછ મા પણ બે ગામ છે ગેલડા અને બોઆ

⚔️કાળોધાં પરમાર ⚔️
કાળોધાં પરમાર સાંચોર મા રાજય હતુ જે સોનગરા ચૌહાણ મામા રામસિંહ એ મારી ને સાંચોર નો રાજ લઈ લીધેલ. ભાણેજ વિક્રમસિંહ સાલજી હતો મામા રામસિંહ કૂંપજી હતા.
(અમુક કાળોધાં પરમાર ભીલ થઈ ગયા)

⚔️ ભાયલ પરમાર ⚔️
ભાયલ પરમાર મોટો ઠિકાણો ગોળીયો બાર ગામ હતા.

⚔️ રભાતર પરમાર ⚔️
રભાભા પરમાર નાં વંશજો
" રભાતર " પરમાર તરીકે ઓળખાયા. વર્તનમાં રભાતર પરમારોના  બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણા જીલ્લાના કેટલાક વિસ્તારોમાં આવીને વસેલા છે.

⚔️ મોહંદા પરમાર ⚔️
મોહંદા પરમાર ઢાટ વિસ્તાર મા છુટા છવાયા ગામો મા વસેલા હતા. પારકર મા પણ હતા.

⚔️ મેપાવત પરમાર ⚔️
મેપાવત પરમાર ઝિલાયા. બિજોલિયા ગઢ મા છે. જે મેવાડ થી આગળ છે ત્યા રુધનાથસિંહ ની રાજવી છે ત્યા ગણા મેપાવત પરમાર છે.

⚔️ રાવત પરમાર ⚔️
રાવત પરમાર રાવત શાખ એક પદવી છે જે બીજા પણ રજપૂત ક્ષત્રિય વંશ મા  આવે. રાવત શાખ પરમાર વંશ મા પણ  આવે રાવત પરમાર ના ઠિકાણા રાજસ્થાન.ગઢવાલ.  ઉતરાખંડ બાજુ છે.

⚔️ ધારુઆ પરમાર ⚔️
ધારુઆ પરમાર ધારા નગરી ઉપર વિજયસિંહજી ની

રાજધાની છે.

⚔️ મોરીયા પરમાર ⚔️
મોરીયા પરમાર ના વંશજ નેપાળ ના મહારાજા વીર વિરેન્દ્રસિંહજી ની રાજધાની છે.

⚔️ કેરાડુઆ  પરમાર ⚔️
કેરાડુઆ પરમાર ચંદ્દાવતી નગરી મા કેરાડુઆ પરમાર છે. અભેસિંહજી કેરાડુકોટ મા ચંદ્દાવતી નગરી મા ગયા છે.

http://edupravinsinh.blogspot.com/?m=0

Friday, February 12, 2021

મેડીકલ બીલની સંપૂર્ણ પ્રક્રિયા

*મેડીકલ બીલની સંપૂર્ણ પ્રક્રિયા*

💥 *મેડિકલ બિલ કોને કોને મળવા  પાત્ર છે?*

*મેડિકલ બિલ ની સુ પ્રક્રિયા છે તેની માહિતી આપતી PDF download કરવા નીચેની લીંક ઓપન કરો*
➡️ *દરેક સરકારી કર્મચારીઓ માટે ઉપયોગી ફાઈલ*

👉 ખુબજ ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલતા નહિ


https://drive.google.com/file/d/1lyj5TAA1H4OujiThG5kj8ejYOxMEOZec/view?usp=drivesdk

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...