परमार नो. .पाळीयो बोले छे.
आजथी लगभग 200 वर्ष पहेलानी
वात छे. राजकोट जिल्ला ना उपलेटा
तालुका ना मेली गाममां देवाभा परमार
नामे शूरविर थई गया.
. अगाउना समयमां गाममां धाड
पाडवा बहारवटीया आवता, आवोज
प्रसंग मेली गाममां बन्यो, गाममां
बहारवटीया धाड पाडवा आवेला हतां
गायोना धणने लईने दूर जाई छे, अने
देवाभा ने खबर मले छे के बहारवटीया
धणने लईने जाई छे, तुरंत पोतानी
ढाल तलवार लइने घोडा पर बेसीने
नीकळी पडे छे.
बहारवटीया साथे लडता लडता
पोतानुं मस्तक गुमावे छे, पण लडवानुं
चालु रहेतां बहारवटीया ना होश उडी
जाइ छे.
बहारवटीया धणने मूकीने भागे. छे
देवाभा नुं घड लडतुं लडतुं गायोना
धणने वाळे छे. बादमां घड त्यांज
पडी जाय छे.
हाल मेली गाममां देवाभा नी बे
जग्याए खांभी छे.
मस्तक पडेलुं त्यां अने धड पडेलुं त्यां
परमार परिवार बन्ने जग्याये निवेद
धूप, दीप, आरती करे छे.
धन्य आवा शूरविर ने.....
धड रे... धींगाणे... जेना माथा मसाणे
एवा पाळीया थईने ने.. पूजाणा..
.. . . . . . . . देवाभा तमे पाळीया थई
ने पूजाणा....
संकलन : प्रविणसिंह परमार
@ जुनागढ
www.edupravinsinh.blogspot.in
ઢાળ: આરતી રે ટાણે વેલેરા
આવજો
આજ રણમાં રે લડે રે
રાજપૂત એકલો.
લડે છે કાય કારડીયા
રાજપૂત રે..
મા ભોમની કાજે..
આજ રણમાં રે લડે રે...
એવા રંગ રે કેસરીયે
દેવાભા ખેલ્યો..
ખેલ્યો છે કાય ખાંડા
કે'રા ખેલ રે..
મા ભોમની કાજે..
આજ રણમાં રે લડે રે...
એવો દેવાભા થયો
રે આજ કેસરીયો..
વાળે છે કાય દુશ્મન
દળનો દાટ રે..
મા ભોમની કાજે
આજ રણમાં રે લડે રે.....
એવા વેરીઓ એ ઘેરાણો
દેવાભા એકલો..
પણ હાલવા ના દે
વેરીઓને એક ડગ રે..
મા ભોમની કાજે..
આજ રણમાં રે લડે રે.....
એવા શૂરા રે રણમાં રણ
ભોમે આજ લડતા..
લડે છે મારા દેવાભા
વીર રે..
મા ભોમની કાજે..
આજ રણમાં રે લડે રે...
એવા ખમીર રે દેખાડ્યા
પરમાર કૂળના..
ઉજળા કયૉ રાજપૂત
કૂળને આજ રે...
મા ભોમની કાજે
આજ રણમાં રે લડે રે...
એવો જબરો રે દેવાભા
પરમાર કૂળનો..
રાજપૂતની રાખી
................ લાજ રે..
મા ભોમની કાજે...
આજ રણમાં રે લડે રે.....
દેવાભા એકલો
મૂછીયા લાડલા..
વરીયા છે કાય
વીરગતિને આજ રે..
મા ભોમની કાજે...
આજ રણમાં રે લડે
રે રાજપૂત એકલો..
એવો દેવાભા થયો
રે મેલી ગામમાં...
વાળે છે કાય
ગાયોના ધણને રે..
મા ભોમની કાજે
આજ રણમાં રે લડે રે..
એવા શૂરા રે રણમાં રણ
ભોમે આજ લડતા..
લડે છે મારો પરમાર વીર રે..
મા ભોમની કાજે..
આજ રણમાં રે લડે રે..
.. . . . . . . . . .રાજપુત એકલો..
સંકલન:-પરમાર પ્રવિણસિંહ
@ જુનાગઢ