Thursday, March 5, 2020

સાઉથ સેન્ટ્રલ રેલવેએ QR કોડ દ્વારા ટિકિટ કાઢવાની સુવિધા શરૂ કરી છે.

યુટિલિટી ડેસ્કઃ ઇન્ડિયન રેલવે હવે મુસાફરોને ટિકિટ બુક કરાવવા માટે નવી સુવિધા આપવા જઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં લોકો સ્ટેશનો પર અનરિઝર્વ્ડ ટિકિટ માટે લાઇન ઊભા રહે છે. આ ભીડ અને કલાકો ઊભા રહેવાની સમસ્યામાંથી છૂટકારો આપવા સાઉથ સેન્ટ્રલ રેલવેએ QR કોડ દ્વારા ટિકિટ કાઢવાની સુવિધા શરૂ કરી છે. મુસાફર રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ પણ તેની ટિકિટ સ્કેન કરીને પણ ટિકિટ મેળવી શકે છે.

રેલવેના જણાવ્યાનુસાર, પેસેન્જર UTS (અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ) મોબાઇલ એપ દ્વારા સ્ટેશન પરિસર અથવા તેનાથી એક કિમી દૂર રહીને પણ ટિકિટ બુક કરી શકશે. તેના માટે યુઝરને એપમાં બુક ટિકિટના ઓપ્શનમાં QR બુકિંગનો ઓપ્શન પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તેને સ્ટેશનના પરિસરમાં લાગેલા QR કોડથી સ્કેન કરવાનું રહેશે. અહીંથી પેસેન્જર તેના ટ્રાવેલની જાણકારી ભરી શકે છે અને પેમેન્ટ પછી તેની ટિકિટ બુક થઈ જશે.

રેલવેનું કહેવું છે કે, UTS એપ પર આ સુવિધાથી પેસેન્જર સરળતાથી પેપરલેસ ટિકિટ ખરીદી શકે છે. આ ટિકિટ મોબાઇલ પર જ રહેશે. તેનાથી લોકોનો સમય બચશે અને કાઉન્ટર્સ પર ભીડમાં ઘટાડો થશે. અત્યાર સુધી એન્ડ્રોઇડના 10 લાખ યુઝર્સ આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...