Saturday, March 21, 2020

*ધ્યાનથી ધ્યાનથી ધ્યાનથી વાંચજો અને સાચવજો પ્લીઝ.*

*ધ્યાનથી ધ્યાનથી ધ્યાનથી વાંચજો  અને સાચવજો પ્લીઝ.*

• ઈટાલીની જનસંખ્યા માત્ર 6.5 (સાડા છ) કરોડ છે. ત્યાં દર એક કિલોમીટરમાં એવરેજ 205 લોકો રહે છે.

• માત્ર 35 દિવસ પહેલાં ઇટાલીમાં માત્ર 3 કેસ હતાં, આજે 41000થી વધુ છે. 41 હજાર.

• માત્ર 30 દિવસ પહેલાં ઇટાલીમાં મૃત્યુઆંક 1 હતો, આજે 3400થી વધુ છે.

*હવે આપણી વાત કરીએ,*

• ભારતમાં દર એક કિલોમીટરમાં એવરેજ 450થી વધુ લોકો રહે છે. (ઈટાલી 205)

• અમદાવાદ અને સુરત જેવા શહેરમાં દર એક કિલોમીટરમાં લગભગ 13000થી વધુ લોકો રહે છે. હા, તેર હજાર. (ઈટાલી 205)

*હવે રોગની ગંભીરતા સમજો.*

ઈટાલી અને આપણી સ્વાસ્થ્ય સેવાઓ વચ્ચેનો ફરક પણ જાણો. આપણી સ્વાસ્થ્ય અને અન્ય વ્યવસ્થાઓ રોગને *રોકવા* માટે કદાચ સક્ષમ હશે પણ સંખ્યા ભયજનક થાય તો નિવારવા માટે કદાચ ટુંકી પડશે. ગમે તેટલી મહેનત કરશે તો પણ એક લેવલથી ઉપર સરકાર પણ કશું નહીં કરી શકે.

વિચારો, ન કરે નારાયણને ઈટાલીની જેમ થયું તો કેટલા દવાખાનાઓ અને આઇસોલેશન સેન્ટરો ઉભા કરીશું ? એમાં કામ કરતો મેડિકલ સ્ટાફ પણ માણસ છે.

અત્યારે તો એક પકડાય છે એના પરિવાર સહિત તમામ લોકોને અલગ અલગ મુકી દેય છે અને 14 દિવસ ચેકીંગ થાય છે. જો આંકડો ભયજનક સ્થિતિએ પહોંચશે તો 
કોણ કોને સંભાળશે ? 
કોણ કોને સાચવશે ? 
કોણ કોને હોસ્પિટલમાં લઈ જશે ?
કહેવું ન ગમે પણ રસ્તે રઝળતી લાશને કોઈ ઉંચકવા પણ ન આવે એવી સ્થિતિ સર્જાઈ શકે.

ડેંગ્યુ જેવા રોગમાં પણ હોસ્પિટલો ફૂલ થઈ જાય છે. ડેંગ્યુમાં તો જનરલ વૉર્ડમા એકસામટા દર્દીઓને પણ રાખી શકાય છે.

ઉપર આપેલાં તમામ આંકડાઓ અને વર્તમાન પરિસ્થિતિ વિશે એક મિનીટ આંખો બંધ રાખીને વિચારો. તમને ડરાવવા માટે નહીં, ચેતાવવા માટે માહિતી આપી છે.

બહુ દુઃખ છે કે હજુ થવું જોઈએ એટલા સાવચેત આપણે નથી થયાં, ગંભીરતા સમજો અને સ્વાસ્થ્ય વિભાગ તરફથી સમયે સમયે આવતાં આદેશોનું કડકાઈથી પાલન કરો. તમારું જીવન કિંમતી છે.
🙏🙏🙏🙏🙏

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat Engineering Service (Civil), Class-1 and Class-2, Road & Building Department

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat ...