Friday, January 31, 2020

*શુ તમને ફરવાનો શોખ છે?**💢 દેખો અપના દેશ યોજના - ૨૦૨૦ની નવી યોજના*

*શુ તમને ફરવાનો શોખ છે?*

*💢 દેખો અપના દેશ યોજના - ૨૦૨૦ની નવી યોજના*

*☑જાણો કેન્દ્ર સરકાર ની યોજના વિશે*

*તમારા રાજ્ય સિવાયના 15 સ્થળોએ કરી શકો છો તમે પ્રવાસ... અને એ પણ ફ્રી માં*

*➡️ આ યોજના હેઠળ પ્રવાસ કરવાનો ખર્ચ આપશે સરકાર*

યોજના / તમારા ફરવાનો ખર્ચ સરકાર ઉઠાવશે, ‘દેખો અપના દેશ’ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

યોજના હેઠળ તમારે 1 વર્ષમાં 15 પર્યટન સ્થળોની મુલાકાત કરવાની રહેશે

સત્તાવાર વેબસાઈટ પર પર્યટન સ્થળોના ફોટા અપલોડ કરવા જરૂરી છે

Divyabhaskar.Com

Jan 30, 2020, 05:20 PM IST

ટ્રાવેલ ડેસ્ક. કેન્દ્ર સરકાર પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોજના શરૂ કરી છે, જેમાં તમારો ફરવાનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે. 'દેખો અપના દેશ' નામની આ યોજનાનો લાભ ભારતનો કોઈપણ નાગરિક ઉઠાવી શકે છે. આ યોજના હેઠળ, વર્ષ 2022 સુધીમાં, તમારે તમારા ગૃહ રાજ્ય સિવાય અન્ય રાજ્યોના 15 પર્યટન સ્થળોની મુસાફરી કરવાની રહેશે અને ત્યાંના ફોટો સરકારને મોકલવાના રહેશે.

આવી રીતે ફરવાની તક મળશે
આ સ્કીમ અંતર્ગત મુસાફરોને એક વર્ષમાં 15 પર્યટન સ્થળોની મુલાકાત લેવાની રહેશે. એટલે કે તમે તમારી યાત્રા ગમે ત્યારે શરૂ કરી શકો છો, પરંતુ તેને એક વર્ષની અંદર પૂરી કરવાની રહેશે. એક વર્ષમાં કોઈપણ 15 પર્યટન સ્થળોની મુલાકાત લીધા બાદ ત્યાં ફોટો ક્લિક કરવાના રહેશે. પોતાના ફોટો અને ખર્ચની વિગતો સત્તાવાર વેબસાઈટ https://pledge.mygov.in/my-country/પર અપલોડ કરવાની રહેશે. જો કે, તમામ પર્યટન સ્થળો તમારા ગૃહ રાજ્યની બહારના હોવા જોઈએ. ફોટા અતુલ્ય ભારતની થીમ પર ક્લિક કરવાના રહેશે.

કેવી રીતે રજિસ્ટ્રેશ કરાવવું
આ સ્કીમનો હિસ્સો બનાવવા માટે તમારે mygov.in પર જઈને એફિડેવિટ ફોર્મ ભરવું પડશે. તેમાં નામ, સરનામું અને ઈ-મેલ આઈડી જેવી જાણકારી ભરવાની રહેશે. આ એફિડેવિટ ફોર્મ ભર્યાના 1 વર્ષની અંદર તમારે પર્યટન સ્થળોની મુલાકાત કરવાની રહેશે. રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો.

https://pledge.mygov.in/my-country/

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat Engineering Service (Civil), Class-1 and Class-2, Road & Building Department

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat ...