Wednesday, April 19, 2023

ધોરણ 10/12 પછી શું ?

ધોરણ 10/12 પછી શું ?

ધોરણ ૧૦ પાસ કર્યા પછી મુખ્‍ય રસ્‍તાઓની વાત કરીએ તો :

(૧) ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્‍યાસ
(૨) ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ તેમજ અન્‍ય ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ
(૩) આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્‍યાસ
(૪) ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્‍યાસ
(૫) ફાઇન આર્ટ ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ
(૬) કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્‍યાસ
(૭) કેટલાક પ્રોફેશ્‍નલ કોર્સમાં અભ્‍યાસ અથવા
(૮) આગળ અભ્‍યાસ છોડી દઇને ધંધામાં અથવા નોકરીમાં જોડાઇ જવું

કારકિર્દી માર્ગદર્શન મા સૌ પ્રથમ આપણે ધોરણ 10 પછી થતા કોર્સની વાત કરીશુ. ધોરણ 10 પછી મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 11 મા એડમીશન લેતા હોય છે. ધોરન 10 પછી કરી શકાય તેવા કોર્સ નીચે મુજબ છે.

એંજીનીયરીંગ ડીપ્લોમા
ડીગ્રી એંજીનીયરીંગ
ફાઇન આર્ટ ડીપ્લોમા
આર્ટ ટીચર ડીપ્લોમા
આઇ.ટી.આઇ.
રેલવે ટીકીટ કલેકટર કોર્સ
બેંક ક્લેરીકલ એકઝામ
ડીપ્લોમા ઇન ડાંસ/મ્યુઝીક
સર્ટીફાઇડ બીલ્ડીંગ સુપરવાઇઝર
ડીપ્લોમા ઇન ફાર્મ
ડીપ્લોમા ઇન ફાર્મ મેનેજમેન્ટ
વીવીધ ડીપ્લોમા કોર્સ
ડેટા એન્ટ્રી ઓપરેટર
ધોરણ ૧૦ પછી શું કરવું એનો સૌથી સારો જવાબ એક લીટીમાં આપીએ તો ધોરણ ૧૧ માં એડમિશન લેવું ધોરણ ૧૦ પછી આગળ અભ્‍યાસ માટે મુખ્‍ય બે પ્રવાહો છે : (૧) સામાન્‍ય પ્રવાહ (૨) વિજ્ઞાન પ્રવાહ.

સામાન્‍ય પ્રવાહમાં અભ્‍યાસ :
(૧) આર્ટસના વિષયો રાખીને અથવા
(૨) કોમર્સના વિષયો રાખીને ધોરણ ૧૧ સામાન્‍ય પ્રવાહમાં એડમિશન લઇ શકાય છે. ૧૧ માં ધોરણની પરીક્ષા સ્‍કૂલ લે છે અને ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષા બોર્ડ લે છે અને હા, આપ જાણતા જ હશો કે ૧૧ મા ધોરણમાં ભલે સ્‍કૂલ પરીક્ષા લે, પરંતુ પ્રશ્નપત્રો (papers) તો બોર્ડ દ્વારા જ સેટ કરવામાં આવે છે
ધોરણ ૧૨ કોમર્સ :

૧૨ આર્ટસ અને ૧૨ સાયન્‍સની બોર્ડની પરીક્ષા આપનારની કુલ સંખ્‍યા કરતાં બમણી સંખ્‍યા ધોરણ ૧૨ કોમર્સના સ્‍ટુડન્‍ટની હોય છે. આ વર્ષ લગભગ અઢી લાખ જેટલા સ્‍ટુડન્‍ટ ધોરણ ૧૧ કોમર્સમાં એડમિશન લેશે. કોમર્સના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કર્યા પછી આગળ અભ્‍યાસ માટે (૧) બી. કોમ. (૨) બી.બી.એ. (૩) બી.સી.એ. (૪) બી. એસ.સી. આઇટી (૫) સળંગ પાંચ વર્ષના ઇન્‍ટિગ્રેટેડ MBA અને http://M.Sc. (TT) http://M.Com. L.L.B વગેરે જેવા ઘણા અભ્‍યાસક્રમો ગુજરાતમાં ચાલે છે.

ધોરણ ૧૨ આર્ટસ :

આર્ટસના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કરનાર માટે ઉજ્જવળ ભવિષ્‍ય ધરાવતા અનેક અભ્‍યાસક્રમો છે. અંગ્રેજી, અર્થશાસ્‍ત્ર, સાયકોલોજી, સમાજશાસ્‍ત્ર, ગુજરાતી, હિસ્‍ટ્રી, ભૂગોળ જેવા કોઇપણ વિષય સાથે બી.એ. નો અભ્‍યાસ કરી શકાય છે. Career Guidance Gujarat, કમ્‍પ્‍યુટર અને ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કેટલાક બેચલર ડિગ્રી કોર્સ છે. જેમાં ૧૨ આર્ટસને એડમિશન મળે છે. બી.બી. એ. ના કોર્સમાં પણ કેટલીક યુનિવર્સિટી ૧૨ આટર્સના સ્‍ટુડન્‍ટને પ્રવેશ આપે છે. સળંગ BABEd (ભાષા) નો અભ્‍યાસક્રમ શરૂ થયેલ છે.

ધોરણ ૧૨ સાયન્‍સ :

દસમાં ધોરણમાં ૭૦% કે તેથી વધારે માર્કસ આવ્‍યા હોય તો ઘણાને ૧૧ સાયન્‍સમાં એડમિશન લેવાની ઇચ્‍છા થાય છે. દસમાં ધોરણમાં પચાસ ટકા માર્કસ હોય તો પણ ૧૧ સાયન્‍સમાં એડમિશન મળી શકે છે. ધોરણ ૧૦ પછી સાયન્‍સ પ્રવાહમાં એડમિશન લેનારની સંખ્‍યા દર વર્ષે ઘટતી જાય છે. ધોરણ ૧૨ સાયન્‍સમાં સારા માકર્સ આવશે કે નહીં તેની ચિંતા ઘણાનાં મનમાં હોય છે.

સાયન્‍સ પ્રવાહમાં ત્રણ વિકલ્‍પો છે.
Group A: Physics, Chemistry – Maths. (Biology વિષય નથી)
Group B: Physics, Chemistry – Biology – (Maths વિષય નથી)
Group C: Physics, Chemistry – Maths. (ગ્રુપ AB કહેવાય છે.)
Career Guidance Gujarat: આમ, જે વિદ્યાર્થી મિત્રો મેડિકલ વિદ્યાશાખામાં જ જવાનો આગ્રહ રાખે છે તેઓ Group “B” ના વિષયો પસંદ કરી શકે અને જેઓ ફક્ત એન્‍જિનિયરિંગ વિદ્યાશાખામાં જ જવાનો આગ્રહ રાખતા હોય તેઓ Group “A” ના વિષયો પસંદ કરી શકે છે. A/B ગૃપ રાખવાથી મહેનત વધુ કરવી પડે પણ એડમિશનના ચાન્‍સ વધુ અને દરેક શાખામાં પ્રવેશની શક્યતા રહે છે.

ધોરણ 12 સાયન્સ PCM પછી ના મુખ્ય અભ્યાસક્રમો નીચે મુજબ છે:
બેચલર ઓફ ટેકનોલોજી (B.Tech)
બેચલર ઓફ આર્કિટેક્ચર (B.Arch)
બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
બેચલર ઓફ સાયન્સ (B.Sc)
એન.ડી.એ
મર્ચન્ટ નેવી (B.Sc. નોટિકલ સાયન્સ)
પાયલોટ (ભારતીય ફ્લાઈંગ સ્કૂલો 2-3 વર્ષનો CPL અભ્યાસક્રમ ચલાવે છે)
રેલવે એપ્રેન્ટિસ પરીક્ષા (પસંદગી પામ્યા બાદ 4 વર્ષની તાલીમ)
જો તમે પણ ધોરણ 12 મા (PCM ) પછી એન્જિનિયરિંગ કરવાનો ઇરાદો ધરાવો છો, Career Guidance Gujarat તો તમારે અત્યારથી જ JEE મેઇનની તૈયારીઓ શરૂ કરી દો.

12 કોમર્સ પછી શું કરવું ?

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 કોમર્સ પછી, તમે ફાયનાન્સ, મેનેજમેન્ટ, લો વગેરેને લગતા ઘણા અભ્યાસક્રમો કરી શકાય છો. મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 12 કોમર્સ પછી B.Com કરવાનુ પસંદ કરે છે . Career Guidance Gujarat 2023 pdf કેટલાક વિદ્યાર્થીઓ 12 મા કોમર્સ પછી B.Com કરે છે કારણ કે તેઓ અન્ય અભ્યાસક્રમો વિશે જાણતા નથી. B.Com એક સારો કોર્સ છે પરંતુ આ સિવાય ધોરણ 12 કોમર્સ પ્છી બીજા પણ ઘણા કોર્ષ છે. ચાલો જાણીએ આ અભ્યાસક્રમો વિશે.

12મા કોમર્સ પછીના મુખ્ય અભ્યાસક્રમો નીચે મુજબ છે.

બેચલર ઓફ કોમર્સ
બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)
બી.કોમ (ઓનર્સ)
બિઝનેસ સ્ટડીઝમાં સ્નાતક (BBS)
બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMS)
બેચલર ઑફ કોમર્સ અને બેચલર ઑફ લેજિસ્લેટિવ લૉ (B.Com LLB)
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)
કંપની સેક્રેટરી (CS)
સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર (CFP)
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)
12 આર્ટસ પછી શું કરવું?

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 આર્ટસ પછી પણ ઘણા સારા અભ્યાસક્ર્મો ઉપલબ્ધ છે.  જે નીચે મુજબ છે.

બેચલર ઓફ આર્ટસ (BA)
બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed)
બેચલર ઓફ સોશિયલ વર્ક (BSW)
બેચલર ઓફ ફાઈન આર્ટસ (BFA)
બેચલર ઓફ આર્ટસ અને બેચલર ઓફ લેજિસ્લેટિવ લો (BA LLB)
બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (BJMC)
બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ (BHM)
બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
12 પછી ડિપ્લોમા કોર્સ

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 પછી, જો તમે ઝડપથી નોકરી મેળવવા માંગતા હોય, Career Guidance Gujarat તો તમે ડિપ્લોમા કોર્સ પસંદ કરી શકો છો . આ જોબ ઓરિએન્ટેડ કોર્સ 1 થી 3 વર્ષના હોય છે.

12 સાયન્સ પછી ડિપ્લોમા કોર્સ

ડિપ્લોમા ઇન નર્સિંગ
ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
ફિઝિયોથેરાપીમાં ડિપ્લોમા
મેડિકલ લેબ ટેકનોલોજીમાં ડિપ્લોમા
રેડિયોલોજીકલ ટેકનોલોજીમાં ડિપ્લોમા
ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ
પોષણ અને આહારશાસ્ત્રમાં ડિપ્લોમા
કારકિર્દી માર્ગદર્શન અંક 2022 અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
ધોરણ 10 અને 12 પછી કરી શકાય તેવા અગત્યના કોર્સ ની માહિતી ઉપર આપેલી છે. જેમાથી તમારી અનુકુળ મુજબ અને વિદ્યાર્થીના રસ-રૂચી મુજબ કોર્સ પસંદ કરવો જોઇએ. આ ઉપરાંત ગુજરાત માહિતી ખાતા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ માટે આગળ કયા કોર્સ કરી શકાય તેના માર્ગદર્શન માટે કારકિર્દી માર્ગદર્શન અંક બહાર પાડવામા આવે છે. જે અંક 2022 ની PDF નીચે મુકેલી છે

https://drive.google.com/file/d/132jPd-YsqVSYmrTRBE7klJw6mcZGrwMZ/view?usp=drivesdk

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat Engineering Service (Civil), Class-1 and Class-2, Road & Building Department

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat ...