Monday, December 28, 2020

GPSC કલાસ 1,2 & 3 નો સિલેબસ બદલાયો

*GPSC કલાસ 1,2 & 3 નો સિલેબસ બદલાયો*

*PSI, PI, STI, Dy.So નો નવો સિલેબસ ડાઉનલોડ કરો.*

➥ GPSC દ્વારા 1200 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કર્યા બાદ જે મિત્રો તૈયારી કરવા માંગતા હોય તેઓ આ નવો Syllabus ડાઉનલોડ કરી તૈયારી શરૂ કરી દો.

➥  નીચે ની લીંક પર નવો અપડેટ સિલેબસ મુકેલ છે.

*➜  સિલેબસ ડાઉનલોડ કરવા માટે : 👇*

https://drive.google.com/file/d/1VYtGFTWX-Dy5V-RKhMn4B-705wFvNXR8/view?usp=drivesdk

Friday, December 25, 2020

શ્રીમદ્ધ ભગવદ્ધ ગીતા જયંતી

આજે ૨૫ ડિસેમ્બરે નાતાલ છે એ તો બધા ને ખબર છે પણ, આજે મોક્ષદા એકાદશી ના રોજ આપણી શ્રીમદ્ ભગવદ્દ ગીતા ની જયંતિ (જે દિવસે મહાભારત ના યુદ્ધ માં કુરુક્ષેત્ર ની રણભૂમિ માં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુન ને ગીતા નો ઉપદેશ આપવામાં આવ્યો) છે એ ખબર છે?

શ્રીમદ્ધ ભગવદ્ધ ગીતા જયંતી
મોક્ષદા એકાદશી, માગશર સુદ એકાદશી, વિક્રમ સંવંત ૨૦૭૭.
તા ૨૫ /૧૨/૨૦૨૦, શુક્રવાર.

આપણે સૌ આ મેસેજ ને વધુ ફેલાવીને ગીતા જયંતિ નો મહિમા વધારીએ.
ક્રિસમસ ની શુભેચ્છા ને બદલે એક બીજાને ગીતા જયંતિ ની શુભેચ્છા પાઠવીએ.

ભારતીય વૈદિક આર્ય ઋષિ સંસ્કૃતિના મહાપર્વ ગીતા જયંતીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

ચાલો સૌ મળીને સનાતન હિન્દૂ સંસ્કૃતિ ને મજબૂત બનાવીએ.

⚔️🅿️⚔️🅿️⚔️📚🖊️

https://www.facebook.com/edupravinsinh
[25/12, 11:57 AM] Tr.Pravinsinh Parmar: 👏🏻🌹☘️ *હરયે નમ:*☘️🌹👏🏻

*આજ નાં શુભ દિવસે મોક્ષદા એકાદશી છે ભગવાન શ્રી કૃષ્ણ ના મુખ કમળ માંથી નીકળેલી ઉપદેશ ગંગા એટલે કે ભગવત ગીતા આ પવિત્ર દિવસે વહી હતી તેથી તે ગીતા જ્યંતી તરીખે પણ આપણે ઉજવીયે છીએ, તો આપ સર્વે આપના બાળકો ને રામાયણ, શ્રીમદ ભાગવત ગીતા તથા સનાતન સંસ્કૃતિ વિશે જાણકારી આપીયે, નહિકે વિકૃતિ ને વાસનામય પ્રાશ્ર્યાત સંસ્કૃતિ વિશે, આપણે તુલસી નું મહત્વ સમજાવીએ નહીકે ક્રિસ્મસ ટ્રી નું, આપણે સોર્ય અને બલિદાન નું મહત્વ સમજાવીએ નહિકે શાંતાક્લોજ નું, તો આવો સૌ સાથે મળી ને ગીતાજી ના પાઠ કરી ને સનાતન સંસ્કૃતિ નું ગૌરવ વધારીને ગીતાજ્યંતી ઉજવીયે...*

👏🏻🌹☘️ *જયશ્રી કૃષ્ણ* ☘️🌹👏🏻

https://www.facebook.com/edupravinsinh
[25/12, 11:59 AM] Tr.Pravinsinh Parmar: માગશર સુદ એકાદશી - ગીતા જયંતિ

*''શ્રીમદ ભગવદ્ ગીતા''ની વિશિષ્ટતાઓ*

''શ્રીમદ્ ભગવદ્ ગીતા'' - આપણા આ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ધર્મગ્રંથ (પુસ્તક) છે જેની છેલ્લાં 5200 વર્ષથી જન્મજયંતી ભારતભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે.

ભાગ્યે જ કોઈ ભારતીય હશે કે જેણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું નામ ન સાંભળ્યું હોય!! ગીતા જ્ઞાાન એ ગાગરમાં સાગર છે. જ્ઞાનનો આખેઆખો રસપ્રચુર મધપૂડો છે. માનવીના જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતા જ્ઞાાન ઉપયોગી ન બનતું હોય!! ગીતાની એટલી બધી વિશિષ્ટતાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે. એમાંની ખાસ ખાસ કેટલીક વિશિષ્ટ વાતો આજે રજૂ કરવાનો ઉપક્રમ છે. આવો આ ખાસિયતો જાણીએ.

(૧) ''શ્રીમદ્ ભગવદ્ ગીતા'' - એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત.

(૨)  મહાભારતના કુલ ૧૮ (અઢાર) પર્વ છે. જેમાં છઠ્ઠો પર્વ ભીષ્મપર્વ છે. ભીષ્મપર્વના અધ્યાય નંબર ૨૫ થી ૪૨ના કુલ ૮ અધ્યાય એટલે જ ગીતા.

(૩) સૌપ્રથમ શ્રી વિષ્ણુ ભગવાન થયા. તેમની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માના માનસ પુત્ર શ્રી વશિષ્ઠ ઋષિ થયા, તેમના શક્તિ,
શક્તિના પારાશર, પારાશર અને મત્સ્યગંધાના મિલનથી થયા વેદવ્યાસ - જેમનું સાચું નામ શ્રીકૃષ્ણ બાદરાયણ (દ્વૈપાયન) વ્યાસ - જે ૧૮મા છેલ્લા વેદવ્યાસ હતા તેમણે ગીતાને છંદબદ્ધ શ્લોકોમાં રૃપાંતર કરી ગીતા લખી. વેદવ્યાસને વંદન.

(૪)  ગીતા માત્ર ૪ (ચાર) વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન. સંજય ધૃતરાષ્ટ્રના સારથિ હતા જે વિદ્વાન ગવલ્ગણ નામના સારથિના પુત્ર હતા. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ હતા. સંજયને વેદવ્યાસે દિવ્યદૃષ્ટિ આપી હતી તો વિરાટરૃપનાં દર્શન કરવા શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યદૃષ્ટિ આપે છે. બન્ને બાજુ સારથિ - બન્ને બાજુ દિવ્યદૃષ્ટિ. કેવો યોગાનુયોગ.

(૫)  ગીતામાં કુલ ૭૦૦ (સાતસો) શ્લોક છે જે પૈકી
574 શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે,
84 શ્લોક અર્જુન બોલ્યા છે,

41 શ્લોક : સંજય અને માત્ર ૧ (એક) શ્લોક
ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.

(૬) ગીતાના ૧૮ અધ્યાય છે, ૭૦૦ શ્લોકો છે, ૯૪૧૧ શબ્દો છે, ૨૪૪૪૭ અક્ષરો છે. શ્રીકૃષ્ણ ઉવાચ - ૨૮ વખત, અર્જુન ઉવાચ - ૨૧ વખત, ધૃતરાષ્ટ્ર ઉવાચ ૦૧ એમ કુલ મળી - ૫૯ વખત ઉવાચ આવે છે. સંજય ઉવાચ - ૯ વખત આવે છે.

(૭) ઈ.સ. પૂર્વે ૩૧૦૨ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે ગીતા અર્જુનને કહી તે યુદ્ધ કરવા, યુદ્ધના મેદાનમાં કહી અને એ ઉપદેશ જ હિન્દુ ધર્મનો મહાન ધર્મગ્રંથ
બની ગયો એ બાબત સમગ્ર વિશ્વના બધા ધર્મગ્રંથોમાં માત્ર અને માત્ર એક જ કિસ્સો છે.

(૮)  આખી ભગવદ્ ગીતામાં ''હિંદુ'' શબ્દ એક પણ વખત આવતો નથી - તે હિંદુ ધર્મનો ધર્મગ્રંથ હોવા છતાં પણ. એ જ સાબિત કરે છે કે ગીતા વૈશ્વિક ધર્મગ્રંથ છે.

(૯)  શ્રીમદ્ ભગવદ્ ગીતા - એ એવો એક ધર્મગ્રંથ છે જેનો અનુવાદ ભાષાંતર વિશ્વની તમામે તમામ ભાષાઓમાં થયું છે.

(૧૦) શ્રી હેમચંદ્ર નરસિંહ લિખિત શ્રી ગીતાતત્ત્વ દર્શનમાં ગીતાના કુલ ૨૩૩ પ્રકાર છે, જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા મુખ્ય છે. અનુગીતા, અવધૂત ગીતા,
અષ્ટાવક્ર ગીતા, પાંડવગીતા, સપ્તશ્લોકી ગીતા જેવા ૨૩૩ ગીતા પ્રકાર છે.

(૧૧)  ભક્તિના કુલ ૯ (નવ) પ્રકાર છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ નવેનવ પ્રકારની ભક્તિનું વર્ણન, વ્યાખ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે.

(૧૨) ગીતાના દરેક અધ્યાયના અંતે અધ્યાય પૂરા થયાની નોંધ માટે જે પંક્તિ આવે છે તેને પુષ્પિકા કહે છે જે મુજબ ગીતા બ્રહ્મવિદ્યા છે, યોગનું શાસ્ત્ર છે, આવી અઢાર પુષ્પિકાના કુલ શબ્દો ૨૩૪ છે
અને તેના કુલ અક્ષરો ૮૯૦ છે.

(૧૩) શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રદ્ધાનો, ભક્તિનો, ધર્મનો અને સત્યનો એવો આધારસ્તંભ છે કે
આપણા દેશની તમામ અદાલતોમાં પણ તેના ઉપર હાથ મૂકી સોગંદ લે પછી સત્ય જ બહાર આવશે તેટલી અધિકૃતિ મળેલી છે, આવું વિશ્વમાં બીજે ક્યાંય નથી!!

(૧૪) ગીતા યોગશાસ્ત્રવિદ્યા છે. ગીતામાં કુલ ૧૮ અધ્યાયના ૧૮ યોગ તો છે જ જે તેના શીર્ષકમાં આવે છે જેમકે ભક્તિયોગ, કર્મયોગ સાંખ્ય યોગ. આ ઉપરાંત અભ્યાસયોગ, ધ્યાનયોગ બ્રહ્મયોગ જેવા કુલ ૩૦ (ત્રીસ) યોગો ગીતામાં છે.

(૧૫) ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકનો પહેલો શબ્દ ધર્મક્ષેત્ર છે, જ્યારે છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ 'મમ' છે. અર્થાત્ મારું ધર્મક્ષેત્ર કયું? તો ૧ થી ૭૦૦ શ્લોક વચ્ચે જે આવે છે. વેદવ્યાસનો શબ્દસુમેળ કેવો અદ્ભુત છે!!

(૧૬) સમગ્ર ગીતાનો સાર શું છે? ગીતા શબ્દને ઉલટાવીને વાંચો. તાગી. જે આસક્તિનો ત્યાગ કરે છે તે જ પ્રભુને પામી શકે છે. મહાત્મા ગાંધીજીએ એટલે જ ગીતા વિશે જે પુસ્તક લખ્યું છે તેનું ચોટડૂક શીર્ષક 'અનાસક્તિ યોગ' આપ્યું છે.
ઉપનિષદમાં પણ કહ્યું છે : ત્યેન ત્યક્તેન ભુંજિથા - ત્યાગીને ભોગવો.

(૧૭)  ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ - ચાર વેદો છે પણ ગીતાને પાંચનો વેદ કહેવાય છે.

(૧૮)  મહાભારતના પર્વ ૧૮ છે, ગીતાના અધ્યાય ૧૮ છે. સરવાળો ૯ થાય છે. ૯ એ પૂર્ણાંક છે. 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'ના કુલ અક્ષરો પણ ૯ થાય છે.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણનાં કુલ ૧૦૮ નામ છે, કુલ ૧૦૮ સુવાક્યો છે, ગીતાને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કરનાર 'શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસ'નું નામ પણ ૯ અક્ષરનું છે, ગીતામાં 'યોગ' શબ્દ ૯૯ વખત આવે છે, ગીતામાં કુલ ૮૦૧ વિષયોનું વર્ણન છે, યોગ માટે ૫૪ શ્લોકો છે, ગીતામાં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે જેમકે વૃક્ષોમાં હું પીપળો છું, નદીઓમાં હું ગંગા છું - તો ગીતામાં આવી કુલ મળી ૨૩૪ વિભૂતિઓનું વર્ણન છે. ગીતામાં કુલ ૯૦
(નેવું) વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ છે.

જેમકેઃ નારદ, પ્રહલાદ, ભૃગુ, રામ વગેરે. આ
તમામનો સરવાળો ૯ થાય છે એટલું જ નહિ ગીતાનાં કુલ ૧૮ નામ છે જેનો સરવાળો પણ ૯ થાય છે. ૯નું અદભુત સંકલન અહીં જોવા મળે છે.

(૧૯)  ગીતાના ૭૦૦ શ્લોકો છે જેમાં વર્ણવાર ગણતરી કરતાં સૌથી વધુ ૧૦૩ શ્લોકો 'ય' - અક્ષર ઉપરથી શરૃ થાય છે જ્યારે બીજા નંબરે 'અ' - ઉપર ૯૭ શ્લોકો છે.

(૨૦)  શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આત્મા શબ્દ ૧૩૬ વખત, જ્ઞાન શબ્દ ૧૦૮ વખત, યોગ શબ્દ ૯૯ વખત, બુદ્ધિ અને મન ૩૭ વખત બ્રહ્મ - ૩૫ વખત, શાસ્ત્ર શબ્દ - ૪ વખત, મોક્ષ શબ્દ - ૭ વખત અને ઈશ્વર-પરમેશ્વર શબ્દ - ૬ વખત આવે છે. ધર્મ શબ્દ ૨૯ વખત આવે છે.

(૨૧)  સમગ્ર ગીતાસાર અધ્યાય  ૨ માં આવી જતો હોવાથી અધ્યાય  ૨ ને ''એકાધ્યાયી ગીતા'' કહેવામાં આવે છે.

(૨૨)  અધ્યાય નં. ૮ શ્લોક નં. ૯, ૮/૧૩, ૯/૩૪, ૧૧/૩૬, ૧૩/૧૩, ૧૫/૧ અને ૧૫/૧૫ = આ ૭
શ્લોકને 'સપ્તશ્લોકી ગીતા' કહે છે.

(૨૩)  શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠમાં મંત્ર, ઋષિ, બીજ, છંદ, દેવતા અને કીલક આ ૬ મંત્રધર્મનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફળ માટે ગીતામાહાત્મ્યનો પણ ખાસ મહિમા છે.

(૨૪) ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મ, ૭ થી ૧૨ અધ્યાયમાં ભક્તિ અને ૧૩ થી ૧૮ અધ્યાયમાં જ્ઞાનનો વિશેષ મહિમા છે.

(૨૫) કોઈપણ ધર્મના સિદ્ધાંતોને વેદ- ઉપનિષદ-ભગવદ્ ગીતા આ ત્રણનો આધાર લઈ શાસ્ત્રોક્ત રીતે સાબિત કરવામાં આવે છે તેને પ્રસ્થાનત્રયી કહે છે જેમાં ગીતાનું સ્થાન મોખરે આવે છે. ધર્મની એકપણ ગૂંચવણ એવી નથી કે જેનો ઉકેલ ભગવદ્ ગીતામાં ના હોય!!

(૨૬) ગીતાના ૭૦૦ શ્લોકો પૈકી ૬૪૫ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. બાકીના ૫૫ શ્લોકો ત્રિષ્ટુપ, બૃહતી, જગતી, ઈન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા વગેરે અલગ અલગ છંદોમાં આવે છે.

(૨૭) ગીતાએ આપણને એના પોતીકા સુંદર શબ્દો આપ્યા છે. લગભગ આવા શબ્દોની સંખ્યા ૧૦૦ થવા જાય છે જે પૈકી ઉદાહરણ તરીકે ૧૦ શબ્દો અત્રે પ્રસ્તુત છે.
અનુમંતા, કાર્પણ્યદોષ, યોગક્ષેમ, પર્જન્ય, આતતાયી, ગુણાતીત, લોકસંગ્રહ, ઉપદૃષ્ટા, છિન્નસંશય, સ્થિતપ્રજ્ઞા

(૨૮)  સમગ્ર વિશ્વમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા - એ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની ભક્તો વિધિસર પૂજા કરે છે.

(૨૯) ગીતામાં કુલ ૪૫ શ્લોકો તો એવા છે કે જેની પંક્તિઓ એક સરખી હોય, શ્લોક બીજી વખત આવ્યો હોય કે શ્લોકના ચરણની પુનરૃક્તિ-પુનરાવર્તન થયું હોય. જેનાં કેટલાંક ઉદાહરણો અત્રે આપેલ છે :

♥ અધ્યાય/શ્લોક ♥
૩/૩૫
૬/૧૫
૯/૩૪
૧૮/૪૭
૬/૨૮
૧૮/૬૫

(૩૦) એકલી ગુજરાતી ભાષામાં જ શ્રીમદ્
ભગવદ્ ગીતા વિષે અલગ અલગ સમજૂતી આપતાં, ટીકા- ટીપ્પણી કરતાં ૨૫૦ પુસ્તકો હાલ ઉપલબ્ધ છે જે દર્શાવે છે કે આ ગ્રંથ કેટલો મહાન છે, આવાં ખૂબજ લોકપ્રિય પુસ્તકોના ઉદાહરણ
રૂપ ૧૦ લેખકો અત્રે પ્રસ્તુત છે

[૧] મહાત્મા ગાંધીજી - અનાસક્તિ યોગ
[૨] વિનોબા ભાવે - ગીતા પ્રવચનો
[૩] પાંડુરંગ દાદા- ગીતામૃતમ્
[૪] એસી ભક્તિ વેદાંત - ગીતા તેના મૂળરૃપે
[૫] કિશોર મશરૃવાળા - ગીતા મંથન
[૬] પં. સાતવલેકરજી - ગીતાદર્શન
[૭] ગુણવંત શાહ - શ્રીકૃષ્ણનું જીવન સંગીત
[૮] શ્રી અરવિંદ - ગીતાનિબંધો
[૯] રવિશંકર મહારાજ - ગીતાબોધવાણી
[૧૦] કાકા કાલેલકર - ગીતાધર્મ

(૩૧) આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા-ને કુલ ૫૧૧૮
વર્ષ થયા છતાં ગીતામાં દર્શાવેલા ધર્મસિદ્ધાંતોનું
- મતનું કોઈએ પણ કોઈ ખંડન કર્યું નથી તે જ
દર્શાવે છે કે ગીતા સર્વમાન્ય ગ્રંથ છે.

(૩૨)  ગીતાનું મૂળ બીજ બીજા અધ્યાયનો અગિયારમો શ્લોક છે. આ શ્લોકથી જ ભગવદ્ ગીતાની શરૃઆત થાય છે. ગીતાની પૂર્ણાહૂતિ અઢારમા અધ્યાયના ત્રેસઠમા શ્લોકમાં 'ઈતિ'થી થાય છે - જે સમાપ્તિસૂચક શબ્દ છે. માગશર સુદ - અગિયારસના રોજ શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ગીતા કહેવામાં આવી.

(૩૩) ગીતાનો સૌથી શ્રેષ્ઠ મંત્ર તજજ્ઞોની દૃષ્ટિએ
અઢારમા અધ્યાયનો છાસઠમો શ્લોક છે જેમાં શ્રીકૃષ્ણ સ્વયં પોતાના મુખેથી જણાવે છે કે હું તને સર્વ પાપોથી છોડાવીશ તેમાં તું સહેજ પણ શોક ન કર. ગીતાનો સાર પણ આ જ શ્લોકમાં છે. અર્થાત્ વિશ્વાસ એ જ વિશ્વનો શ્વાસ છે.

(૩૪) ગીતાના બધા શ્લોકો મંત્ર છે, શ્રેષ્ઠ છે પરંતુ ગીતાભક્તોની દૃષ્ટિએ, આલોચકોની દૃષ્ટિએ,
વિદ્વાનોની દૃષ્ટિએ સમગ્ર ૭૦૦ શ્લોકોમાંથી ટોપ ટેન ૧૦ શ્લોકો નીચે પ્રમાણે છે. પ્રથમ આંક અધ્યાય દર્શાવે છે, બીજો આંક શ્લોક નંબર દર્શાવે છે. (દરેક શ્લોક શ્રેષ્ઠ હોઈ મુમુક્ષુઓની પસંદગી અલગ અલગ હોઈ શકે)

૨/૨૩, ૩/૩૫, ૪/૭, ૨/૪૭, ૬/૩૦, ૯/૨૬, ૧૫/૫,
૧૭/૨૦, ૧૮/૬૬, ૧૮/૭૮

(૩૫) ગીતાના અઢારમા અધ્યાયનો છેલ્લો શ્લોક
એટલો મર્મસભર, ગીતસભર છે કે ન પૂછો વાત!! આ શ્લોકમાં '૨' અક્ષર કુલ  ૧૩ વખત આવે છે, ય અક્ષર ૪ વખત આવે છે, ત્ર અક્ષર ૩ વખત આવે છે, ધ અક્ષર ૩ વખત આવે છે છતાં છંદ જળવાય છે અને એટલું મધુર સંગીત સહજ ઉત્પન્ન થાય છે કે વારંવાર આ શ્લોક બસ ગાયા જ કરીએ. તમે પણ પ્રયત્ન કરી જુઓ - વારંવાર ગાવા લલચાશો. આવા વારંવાર ગમી જાય, ગાવા માટે ઉત્સુકતા રહે તેવા ઉદાહરણરૃપ પાંચ શ્લોકો નીચે મુજબ છે.એકવાર તો ગાઈ જુઓ!
૪/૭, ૬/૩૦, ૯/૨૨, ૧૫/૧૪, ૧૮/૭૮

(૩૬)  ગીતામાં ગણિતનો પણ અદભુત પ્રયોગ શ્રી વેદવ્યાસે કર્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગીતામાં ૧ થી ૧૦૦૦ સંખ્યાનો પ્રયોગ વારંવાર
સંખ્યાવાચક શબ્દોથી થયો છે. માન્યામાં નથી આવતું ને? ગીતામાં કુલ ૧૬૫ વખત આવાં સંખ્યાવાચક રૂપકો આવે છે પણ સ્થળસંકોચના કારણે ઉદાહરણરૂપ વિગત અત્રે પ્રસ્તુત છે :

૧. એકાક્ષરમ (ઁ)
૨. દ્વિવિદ્યા નિષ્ઠા (બે નિષ્ઠા)
૩. ત્રિભિઃ ગુણમયૈઃ (ત્રણ ગુણ)
૪. ચાતુર્વર્ણ્યમ્ (ચાર વર્ણ)
૫. પાંડવા  (પાંચ પાંડવ)
૬. મનઃ ષષ્ઠાનિ (છ ઇન્દ્રિય)
૭. સપ્ત મહર્ષય (સપ્તર્ષિ)
૮. પ્રકૃતિ અષ્ટધા (આઠ પ્રકૃતિ)
૯. નવ દ્વારે (નવ દ્વાર)
૧૦ ઈન્દ્રયાણિ દશૈકં (૧૦ ઈન્દ્રિય)
૧૧. રૃદ્રાણામ (૧૧ રૃદ્ર)
૧૨. આદિત્યાન્ (૧૨ આદિત્ય)
૧૩. દૈવી સંપદ્મ (૨૬ ગુણો)
૧૪. નક્ષત્રાણામ્ (૨૭ નક્ષત્રો)
૧૫. એતત્ ક્ષેત્રમ્ (શરીરના ૩૧ ગુણ)
૧૬. મરુતામ્ (૪૯ મરૃતો)
૧૭. અક્ષરાણામ્ (૫૨ અક્ષર)
૧૮. કુરૃન્ (૧૦૦ કૌરવો)
૧૯. સહસ્ત્રબાહો (૧૦૦૦ હાથવાળા)

(૩૭)  ઘણા એવી શંકા કરે છે કે યુદ્ધના મેદાનમાં આટલી લાંબી ૭૦૦ શ્લોકોવાળી ગીતા માટે કેટલો બધો સમય લાગ્યો હશે પણ આ શંકાનું પણ નિવારણ છે. ગીતાનો ૧ શ્લોક શાંતિથી, નીરાતથી ગાવામાં આવે તો માત્ર અને માત્ર ૧૦(દસ) સેકન્ડ જ થાય છે. આ હિસાબે જો ૭૦૦ શ્લોક ગાઇએ તો ૭૦૦૦ સેકન્ડ થાય. ૧ કલાકની ૩૬૦૦ સેકન્ડ થાય એ મુજબ આખી ગીતા વાંચતા માત્ર બે કલાક જ
થાય છે. આ તો પદ્યની વાત થાય છે. જ્યારે યુદ્ધના મેદાનમાં તો શ્રીકૃષ્ણ- અર્જુનનો સંવાદ
ગદ્યમાં થયો હતો જેથી આવી સમય મર્યાદાની શંકા અસ્થાને છે.

(૩૮) ગીતા એ માનવજીવનનું રહસ્ય છે. રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે, તો કર્મ - અકર્મનો વિવાદ પણ છે. ગાદી માટેનો વિખવાદ છે,ફરજથી પલાયનવાદ છે તો અંતે સૌના માટેનો આશીર્વાદરૃપ ધન્યવાદ પણ છે.

(૩૯)  ગીતા વિશે એક અદ્ભુત 'પ્રયોગ' - પણ
પ્રચલિત છે. જ્યારે તમે ખૂબજ મુશ્કેલીમાં હોવ, કોઈપણ રસ્તો સૂઝતો જ ના હોય, ચારે તરફથી નિરાશા જ મળી હોય ત્યારે ગીતા માતાના શરણે
જાવ. ગીતા હાથમાં લો. શ્રદ્ધાપૂર્વક ૧૧ વખત શ્રીકૃષ્ણ ભગવાનનો મંત્ર બોલો. શ્રીકૃષ્ણઃ શરણં મમ - હવે ગીતા ખોલો. પેન્સિલ-પેનની અણી કોઈપણ શ્લોક ઉપર મૂકો. ત્યાં જે શબ્દ કે શ્લોક છે તેનો જે અર્થ થાય છે તે જ તમારા પ્રશ્નનો ઉપાય-
જવાબ છે. મોટાભાગના અનુભવો સફળ જ થયા છે. સુખને એક અવસર તો આપો!!

મહાત્મા ગાંધીજી ખુદ કહેતા  ''મુશ્કેલીમાં હું
ગીતામાતાના શરણે જઉં છું.'

♥ જય શ્રીકૃષ્ણ 🚩
⚔️🅿️⚔️🅿️⚔️🖊️📚

http://edupravinsinh.blogspot.com/?m=0

Thursday, December 17, 2020

શૂરવિર દેવાભા પરમાર


परमार नो. .पाळीयो बोले छे.
आजथी लगभग 200 वर्ष पहेलानी
वात छे. राजकोट जिल्ला ना उपलेटा
तालुका ना मेली गाममां देवाभा परमार
नामे शूरविर थई गया.
. अगाउना समयमां गाममां धाड
पाडवा बहारवटीया आवता, आवोज
प्रसंग मेली गाममां बन्यो, गाममां
बहारवटीया धाड पाडवा आवेला हतां
गायोना धणने लईने दूर जाई छे, अने
देवाभा ने खबर मले छे के बहारवटीया
धणने लईने जाई छे, तुरंत पोतानी
ढाल तलवार लइने घोडा पर बेसीने
नीकळी पडे छे.
बहारवटीया साथे लडता लडता
पोतानुं मस्तक गुमावे छे, पण लडवानुं
चालु रहेतां बहारवटीया ना होश उडी
जाइ छे.
बहारवटीया धणने मूकीने भागे. छे
देवाभा नुं घड लडतुं लडतुं गायोना
धणने वाळे छे. बादमां घड त्यांज
पडी जाय छे.
हाल मेली गाममां देवाभा नी बे
जग्याए खांभी छे.
मस्तक पडेलुं त्यां अने धड पडेलुं त्यां
परमार परिवार बन्ने जग्याये निवेद
धूप, दीप, आरती करे छे.
धन्य आवा शूरविर ने.....

धड रे... धींगाणे... जेना माथा मसाणे
एवा पाळीया थईने ने.. पूजाणा..
.. . . . . . . . देवाभा तमे पाळीया थई
ने पूजाणा....

संकलन : प्रविणसिंह परमार
@ जुनागढ
www.edupravinsinh.blogspot.in

ઢાળ: આરતી રે ટાણે વેલેરા
                  આવજો

               આજ રણમાં રે લડે રે
                  રાજપૂત એકલો.
              લડે છે કાય કારડીયા
                   રાજપૂત રે..
                મા ભોમની કાજે..
               આજ રણમાં રે લડે રે...

                એવા રંગ રે કેસરીયે
               દેવાભા    ખેલ્યો..
               ખેલ્યો છે કાય ખાંડા
                    કે'રા ખેલ રે..
              મા ભોમની કાજે..
             આજ રણમાં રે લડે રે...

                એવો દેવાભા થયો
                રે આજ કેસરીયો..
              વાળે છે કાય દુશ્મન
                 દળનો દાટ રે..
                 મા ભોમની કાજે
               આજ રણમાં રે લડે રે.....

              એવા વેરીઓ એ ઘેરાણો
                  દેવાભા એકલો..
                પણ હાલવા ના દે
                વેરીઓને એક ડગ રે..
                   મા ભોમની કાજે.. 
                આજ રણમાં રે લડે રે.....                                 

               એવા શૂરા રે રણમાં રણ
                ભોમે આજ લડતા..
               લડે છે મારા દેવાભા
                  વીર રે..
                 મા ભોમની કાજે..
                 આજ રણમાં રે લડે રે...

               એવા ખમીર રે દેખાડ્યા
                   પરમાર કૂળના..
                ઉજળા કયૉ રાજપૂત
                   કૂળને આજ રે...
                 મા ભોમની કાજે
           આજ રણમાં રે લડે રે...

              એવો જબરો રે દેવાભા
                  પરમાર કૂળનો..
                રાજપૂતની રાખી
            ................ લાજ રે..
                  મા ભોમની કાજે...

               આજ રણમાં રે લડે રે.....
              દેવાભા એકલો
                  મૂછીયા લાડલા..
                   વરીયા છે કાય
                વીરગતિને આજ રે..
                મા ભોમની કાજે...

                આજ રણમાં રે લડે
                રે રાજપૂત એકલો..
                 એવો દેવાભા થયો
                  રે મેલી ગામમાં...
                 વાળે છે કાય
              ગાયોના ધણને  રે..
                મા ભોમની કાજે
               આજ રણમાં રે લડે રે..

             એવા શૂરા રે રણમાં રણ
                ભોમે આજ લડતા..
           લડે છે મારો પરમાર વીર રે..
                 મા ભોમની કાજે..
             આજ રણમાં રે લડે રે..
.. . . . . . . . . .રાજપુત એકલો..
        સંકલન:-પરમાર પ્રવિણસિંહ
                   @ જુનાગઢ

Sunday, December 13, 2020

BMI મુજબ તમારી ઉચાઈ ના હિસાબે વજન હોવુ જોઈએ.

👨‍👦  *જાણો તમારી ઉંચાઈ પ્રમાણે તમારૂ વજન કેટલુ હોવુ જોઈએ ??*

✖️➗ તમારો BMI ગણો ઓનલાઈન.

👉 BMI મુજબ  તમારી ઉચાઈ ના હિસાબે વજન હોવુ જોઈએ.

*તમારો BMI ઓનલાઈન ગણવા માટે👇*

https://gujarati.abplive.com/utility/bmi-calculator.html

👉 18.5 થી ઓછુ-- Under weight
👉 18.5 થી 24.9 -- નોર્મલ
👉 25 થી 29.9-- over weight
❓ *તમારૂ વજન કઈ કેટેગરીમા આવે છે*


Wednesday, December 2, 2020

Digital Village થી 20 લાખ લોકોને મળશે નોકરીઓ

🏕️🏘️🎪 *Digital Village થી 20 લાખ લોકોને મળશે નોકરીઓ, 1000 દિવસોમાં 4.5 લાખ ગામોની બદલાશે તસ્વીર*

🇮🇳ભારતનેટ પ્રોગ્રામ હેઠળ જોડાશે તમામ ગામો.

👨‍🏭દરેક ગામમાં એક વિલેજ લેબર ઈન્ટ્રેપ્રેન્યોરની નિયુક્તિ કરવામાં આવશે.

🌽ગ્રામીણોના પાકને ઘરે બેઠા જ વેચાય જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

સંપૂર્ણ માહીતિ જાણવા અહીં ક્લિક કરો⤵️

https://m.dailyhunt.in/news/india/gujarati/gstv-epaper-gstv/digital+villagethi+20+lakh+lokone+malashe+nokario+1000+divasoma+4+5+lakh+gamoni+badalashe+tasvir-newsid-n208565600?ss=wsp&s=a

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...