Tuesday, December 17, 2019

ઓનલાઈન મેળવો જમીનના જુના રેકોર્ડ,* 1955 થી લઈને હાલના દરેક રેકોર્ડ મિનિટોમાં મળશે

*આ રીતે ઓનલાઈન મેળવો જમીનના જુના રેકોર્ડ,* 1955 થી લઈને હાલના દરેક રેકોર્ડ મિનિટોમાં મળશે
આજે અમે તમને તમારા જમીનના જુના રેકોર્ડ ઓનલાઇન કેવી રીતે જોઈ શકાય એના વિષે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. મહેસુલ વિભાગ દ્વારા લેવામાં આવેલા ક્રાંતિકારી નિર્ણય દ્વારા હવે તમે બધી માહિતી ઓનલાઈન જોઈ શકો છો. ગામ નમૂનો નંબર 6 પણ ઓનલાઈન કરી દેવામાં આવ્યો છે.
એ સિવાય બીજા રેકોર્ડ તમે તમારા મોબાઈલ અને કમ્પ્યુટર પર જોઈ શકો છો.
એના માટે તમારે કમ્પ્યુટર અથવા મોબાઈલના બ્રાઉઝરમાં જઈને ગૂગલમાં anyror ટાઈપ કરવાનું છે. અને આટલું સર્ચ કરશો તો તમને ત્યાં anyror.gujarat.gov. in વેબસાઈટ જોવા મળશે. તમે સીધી જ એ વેબસાઈટનું યુઆરએલ ટાઈપ કરીને પણ એને ખોલી શકો છો. જણાવી દઈએ કે ror એટલે રેકોર્ડ ઓફ રાઈટ્સ. તમારા હક પત્રકને રેકોર્ડ ઓફ રાઈટ્સ કહેવામાં આવે છે.
તમે એની પર ક્લિક કરશો એટલે તેની વેબસાઈટ ખુલશે. અહીં તમને અલગ અલગ વિકલ્પ મળશે જેવા કે, ગ્રામ્ય વિસ્તાર માટે રૂરલનો વિકલ્પ, શહેરી વિસ્તાર માટે અર્બન તેમજ જમીન રેકોર્ડને લગતા કેસની વિગતો માટે પણ વિક્લપ મળશે મિલ્કતની વિગત માટે પ્રોપર્ટી સર્ચનો વિકલ્પ મળશે. જણાવી દઈએ કે જો તમે કમ્પ્યુટરનો ઉપયોગ કરો અને તમારા કમ્પ્યુટરમાં ગુજરાતી ફોન્ટ નથી તો ત્યાં જ તમને એને ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ મળશે, જેથી તમે વેબસાઈટનો ગુજરાતી ભાષામાં સારી રીતે ઉપયોગ કરી શકો.
જો તમારે તમારી ખેતીના જુના રેકોર્ડ જોવા છે, તો તમે વ્યુ લેન્ડ રેકોર્ડ રૂરલ વિકલ્પ પર ક્લિક કરો. એની પર ક્લિક કરતા તમને અલગ અલગ જાતના વિકલ્પ મળશે. તમે તમારી જરૂરિયાત અનુસાર જેતે વિકલ્પ સિલેક્ટ કરી શકો છો. આપણને સૌથી વધારે ૭/૧૨ ના જુના રેકોર્ડની જરૂર પડે છે. તો તમે ત્યાંથી જુના સ્કેન કરેલ ગા.ન.૭/૧૨ ની વિગત વાળા વિકલ્પ પર ક્લિક કરો. અહીં નીચે તમને જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર સિલેક્ટ કરવાનું કહેશે. તમારે એમાં તમારી વિગતો સિલેક્ટ કરવાની છે.
એ પસંદ કર્યા પછી નીચે એક કોડ(કેપ્ચા કોડ) દેખાશે એને તમારે એની નીચે આપેલા બોક્સમાં લખવાનો છે, અને ગેટ ડીટેલ પર ક્લિક કરવાનું છે. એ પછી તમારે તમારા સર્વે નંબરની વિગતો જોવા માટે વ્યુ પીડીએફ (view pdf) પર ક્લિક કરવાનું રહેશે. એટલે લોડ થઈને તેની પીડીએફ ખુલશે. ત્યાં તમે તમારી જમીનના સર્વે નંબરના જુના ૭/૧૨ ની સ્કેન કરેલી કોપી જોઈ શકો છો.
એના સિવાય તમને આ વેબસાઈટ પર OLD SCANNED VF-6 ENTRY DETAILS (જૂના સ્કેન કરેલ હક પત્રક ગા.ન.૬ ની વિગતો), VF-7 SURVEY NO DETAILS (ગા.ન.૭ ની વિગતો), VF-8A KHATA DETAILS (ગા.ન.૮અ ની વિગતો), VF-6 ENTRY DETAILS (હક પત્રક ગા.ન.૬ ની વિગતો), 135-D NOTICE FOR MUTATION (હક પત્રક ફેરફાર ૧૩૫ ડી નોટીસ), NEW SURVEY NO FROM OLD FOR PROMULGATED VILLAGE (પ્રમોલગેશન પુર્ણ થયેલ ગામ માટે જુના સરવે નંબર પરથી નવો સરવે નંબર), INTEGRATED SURVEY NO DETAILS (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી, REVENUE CASE DETAILS (જમીન રેકર્ડ ને લગતા કેસની વિગત) વગેરે માહિતી મેળવી શકો છો.

Compilation:-
*ᑭᖇᗩᐯᏆᑎᔑᏆᑎᕼ*
  *ᑭᗩᖇᗰᗩᖇ* *ᒍᑌᑎᗩᏀᗩᗞᕼ*
👍*visit my blog

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...