Sunday, September 29, 2019

પરમાર વંશના મહાન ચક્રવર્તી રાજવીરો

🌞 પરમાર વંશના મહાન ચક્રવર્તી રાજવીરો  🌞

        કુળ : અગ્ની કુળ 💥

૧. મહાન ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય પરમાર જેમનામાં બત્તીસ ગુણ હતા તેમની સામે તો દેવતાઓ પણ ઝાંખા પડી જતા હતા. અને એ સમયે ખાલી પૃથ્વી પરના માત્ર રાજા વિક્રમાદિત્ય હતા જે સહશરીર સ્વગૅ મા જઇ સકતા હતા. જેમને પોતાની કુળદેવી માઁ હરસિદ્ધિ ભવાની ને  ૧૨ વખત મસ્તક કાપીને અપૅણ કયુઁ હતુ. જે દશાનન રાવણ થી પણ મહાન કહેવાય.

૨. રાજા વિક્રમાદિત્ય ના મોટા ભાઇ રાજા ભરથરી  જે મહાન યોગી થયા .અને નવ નાથ માના એક છે.તમને બાર કે ચૌદ વષૅ એવિ તપસ્યા કરિ કે ઇન્દ્રદેવ ને લાગ્યુ કે રાજા ભરથરી વરદાન સ્વરુપ  ઇન્દ્રાસન માગી લેશે તેથી ઇન્દ્રદેવે રાજા ભરથરી જે ગુફામા તપસ્યા કરતા હતા તે ગુફા પર પ્રહાર કયોૅ જેથી ભરથરી રાજા પોતાના હાથ ધ્વારા પ્રહાર ને રોકી લિધો . અને ભરથરી નાથ ગુરૂ ગોરક્ષનાથ ના વરદાનથી અમર છે.

૩. રાજા વિક્રમાદિત્ય પૌત્ર શાલિનીવાહન પરમાર જે વિશ્ર્વ વિજેતા હતો . વધારે નથી ખબર.

૪. પરમારો જોડેથી છિનવાઈને  ૬ થી ૭ મી સદીમા ઉજૈન પર પઢિયારો નુ રાજ હતુ પરતુ વિદેશી આક્રમણોના કારણે તે કનૌજ ભાગી ગયા. ત્યારે આબુના રાજા ઉપેન્દ્રસિંહ (કૃષ્ણરાજ પરમાર) એ ઉજૈન પર કબજો કરી પોતાની ઉજૈન નગરી ફરિથી પોતાના હસ્તક કરી લિધી. માલવા નિ રાજધાની ઘોષિત કરી દીધી.

૫.  વાક્પતિરાજ  (રાજા મુંજ પરમાર) જે પરમાર વંશના મહાન શાસકો માના એક છે.

૬.  પછી રાજા મુંજ નો ભત્રીજો ચક્રવર્તી સમ્રાટ તરિકે રાજા ભોજદેવ પરમાર થયા જે પરમાર વંશના મહાન શાસક તરિકે ઓળખાય છે. રાજા ભોજ બધીજ કલામા વિખ્યાત હતા. રાજા ભોજ પણ સિંહાસન બત્તીસિ પર વિરાજમાન થયા હતા તેમ કહેવાય છે.

૭.. રાજા જગદેવ પરમાર જે ચક્રવર્તી સમ્રાટ તરિકે ઓળખાતા હતા .તેમને એક વાર માતા કંકાલી દેવી ને મસ્તક અપૅણ કયુઁ હતુ.માતાએ પ્રસન્ન થઇ સજીવન કયાઁ હતા.
આવા ગણા પરમાર વંશના રાજાઓ છે પણ બધાનો ઇતિહાસ ખબર નથી.

૮.. થરપારકરમા પિરપિથોરા દાદા થઇ ગયા જે હિંદવા પિર તરિકે ઓળખાય છે. અને બિજા રામદેવપિર

૯.. રાપર કચ્છમા દાદા વિર વરણેશ્ર્વર દાદાનુ મંદીર છે

૧૦... બાબરિયા રાજપૂત મેહુલસિંહ પરમાર જે પોતાની બહેન દિકરીઓ માટે લડ્યા પોતાનુ મસ્તક કપાઇ ગયુ પણ ધળ લડ્યુ હતુ. તેમનુ પણ મંદિર છે.

૧૧.. મુળીના લખધિરજી પરમાર જે એક તેતરના પ્રાણ માટે યુદ્ધ કરિ નાખ્યુ હતુ.

૧૨.. સાચોસિંહ પરમાર જેમને જીવતા સિંહનું દાન અપ્યુ
હતુ.

આવા ઘણા બધા મહાન પરમાર વંશના રાજવીઓ હતા અને બીજા પણ ધણા હસે પણ ઇતિહાસ ખબર નથી. એટલે આવા ગૌરાવિંત વંશમા જન્મ લઇને હુ ખુદને ભાગ્યશાળી માનુ છુ. 

             પરમાર વંશમા રાજા વિક્રમાદિત્ય ના વચન બધ્ધ થઇને મા઼ઁ હરસિદ્ધિ માતાએ ૯ અવતાર લિધા હતા. તો આવા મહાન વંશને આપડે સૌ ભેગા મળીને માન-સમ્માન વધારીયે .

જય માતાજી 🙏⚔🅿⚔🅿⚔👆સંકલન:Pravinsinh Parmar~jnd.👍visit my blog⬇️⬇️⚔️🅿️🅿️⚔️
http://edupravinsinh.blogspot.com/?m=0

Saturday, September 28, 2019

બાળકનુ નામ રાખતી વખતે કયાય નામ શોધવા નહિ જવુ પડે.....

બાળકનુ નામ રાખતી વખતે કયાય નામ શોધવા નહિ જવુ પડે.......

⚂ માત્ર અક્ષર સીલેકટ કરી કલીક કરતા એ અક્ષર પરથી તમામ ગુજરાતી નામ બતાવશે.

http://www.rmc.gov.in/rmcwebsite/namelist.aspx

અમદાવાદના આ હોસ્પિટલમાં બધા જ રોગોની સારવાર થાય છે - એકદમ મફતમાં !! જાણો અને શેર કરો

*અદ્ભુત હોસ્પિટલ*
*^^^^^^^^^^^^^^^^^^*
*અમદાવાદના આ હોસ્પિટલમાં બધા જ રોગોની સારવાર થાય છે - એકદમ મફતમાં !! જાણો અને શેર કરો…*
આજના સમયમાં જયારે માનવી એટલો સ્વાર્થી બન્યો છે કે મફતમાં ચા પણ નથી પાતો ત્યારે ‘સર્વે સન્તુ નીરામયા:’ ની ઉક્તિને સાર્થક કરતી રોગીઓ માટે ગાંધીનગર રોડ ઉપર આવેલ અમદાવાદનું આ દવાખાનું કે જ્યાં કોઈ પણ જાતની ફી લીધા વગર સારવાર આપવામાં આવે છે.

તો ચાલો આજે વાત કરવી છે આ દવાખાનાની કે જે ૨૪ કલાક કાર્યરત છે અને આધુનિક સુવિધાઓથી સજ્જ તેમજ ઓછામાં ઓછા ૩૫૦ રોગીઓ સમાય તેવી પલંગ વ્યવસ્થા અહિયાં કરવામાં આવી છે. કોઈ પણ જાતના પૈસા લીધા વગર આ મલ્ટીસ્પેશીયાલીટી દવાખાનું દરેક જાતના રોગોની સારવાર અને તબીબી સેવા પૂરી પાડે છે.

*બાળકોનો વિભાગ:*
આ વિભાગમાં બાળકોની બધી બીમારીઓ, નવજાત શિશુ માટેની સારવાર, રસીકરણ, તાણ આંચકી આવતા બાળકો માટેનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*જનરલ વિભાગ :*
આ વિભાગમાં લોહીનું દબાણ, હ્રદયના રોગ, ડાયાબિટીસ, પિત્તાશયના રોગ, વાઈ, ચેપીરોગ જેવા અનેક રોગોને લાગતું નિદાન તેમજ સારવાર આપવામાં આવે છે.

*જનરલ સર્જરી વિભાગ:*
આ વિભાગમાં નાના-મોટા આંતરડાના રોગ, સારણગાંઠ, ભગંદર, મસા, ચાંદા, કિડની કે મૂત્રાશય અથવા તો પિત્તાશયની પથરી, થાઈરોઈડ ગ્રંથિ, સ્તનથી લગતા તમામ રોગોનું નિદાન કર્યા બાદ સર્જરી અને સારવાર આપવામાં આવે છે.

*સ્ત્રી રોગ અને પ્રસુતિ વિભાગ :*
આ વિભાગમાં સ્ત્રીઓથી લગતી તમામ બીમારીઓ, પ્રસુતિ, પ્રસુતિવાળી અને સ્ત્રી રોગ માટેની સોનોગ્રાફી, સિઝેરિયન ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન જેવી અનેક બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*હાડકા વિભાગ :*
આ વિભાગમાં કમરનો દુઃખાવો, સાંધા અને ફ્રેક્ચરનું નિદાન અને સારવાર આપવામાં આવે છે તેમજ સાંધા બદલવાના અને ફેક્ચરનાં ઓપરેશન પણ કરવામાં આવે છે.

*માનસિક રોગ વિભાગ :*
આ વિભાગમાં બધી જાતની મગજથી લગતી બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*નાક, કાન અને ગળાનો વિભાગ :*
આ વિભાગમાં દૂરબીનથી સાઈનસના રોગની તપાસ, કાનની બહેરાશ, કાનમાં પરુ થવું, પડદામાં કાણું થવું, કાકડા વધવા તેમજ ગળાના કોઈ પણ રોગોનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*આંખનો વિભાગ :*
આ વિભાગમાં આંખની પુરેપુરી તપાસ, નિદાન અને ઓપરેશન અત્યારના આધુનિક સાધનો દ્વારા મોતિયો, વ્હેલ અને ત્રાંસી આંખનાં ઓપરેશન કરવામાં આવે છે.

*ચર્મ રોગ વિભાગ :*
આ વિભાગમાં ચામડીથી લગતા દરેક રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

*ડેન્ટલ વિભાગ :*
આ વિભાગમાં દાંતના મુળીયાની સારવાર, દાંત પ્રમાણે ચોકઠું બનાવવું, દાંતમાં કરવામાં આવતી સફાઈ, વાંકાચૂકા દાંતને સીધા કરવા, દાંતના સડાનું નિદાન તેમજ સારવાર.

*શ્વાસ કે દમ અને ટી.બી. રોગ વિભાગ :*
આ વિભાગમાં દમ, શ્વાસ, ટી.બી, ન્યુમોનિયા તેમજ શ્વાસનળીની દૂરબીનથી તપાસ, ફેફસાના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

આધુનિક સાધનોથી પરિપૂર્ણ આ દવાખાનામાં તાત્કાલિક સારવાર, એક્સરે, સોનોગ્રાફી, ઈસીજી, હ્રદયના ઈકો, ટીએમટી, ફાર્મસી સેવાઓ અને લેબોરેટરી ટેસ્ટની ૨૪ x ૭ કલાક સેવાઓ કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.

ભવિષ્યમાં ચાલુ કરવાની થતી સેવાઓ જેવી કે બ્લડ બેન્ક, સીટી સ્કેન, એમ.આર.આઈ., એન્જીયોગ્રાફી તેમજ મેમોગ્રાફી રાહત ભાવે ઉપલબ્ધ કરાવાશે. તેમજ રાજ્ય સરકાર મારફતે અમલ આ આવતી દરેક યોજના જેવી કે ચિરંજીવી યોજના, આર.એસ.બી.વાય, કુટુંબ કલ્યાણ જેવા કાર્ડનો પણ સમાવેશ કરવામાં આવે છે. દાખલ થનાર દરેક રોગીને ઓપરેશન, દવાઓ તેમજ જમવાનું કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.

આ દવાખાનું છે- *શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ*
સરનામું :
વિસાત-ગાંધીનગર હાઈવે, તપોવન સર્કલ પાસે, ચાંદખેડા, અમદાવાદ.

*તેમના મોબાઈલ નંબર: ૭૫૭૩૯૪૯૪૦૮*

આગળ ફોરવર્ડ કરજો કોઇકને ઉપયોગી થશે.

Saturday, September 7, 2019

આપણે ક્ષત્રિય હોવાથી તલવાર વિશે માહિતી હોવી જરૂરી છે

"આપણે ક્ષત્રિય હોવાથી તલવાર વિશે માહિતી હોવી જરૂરી છે તલવારને મા ભવાનીનીનું સ્વરૂપ માનવામાં આવે છે બીજા અર્થમાં કહીએ તો તલવાર એ શક્તિનું પ્રતીક છે એટલેજ કવિઓએ દુહો કીધો છે.

મંડણ ધ્રુમ સત ન્યાયરી ખંડણ અનય અનિત,
ખલ નાશક શાસક પ્રજા હે અસી તુ જગજીત.

આપ જ્યારે ઇતિહાસમાં ડોકિયું કરશો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે જ્યારે આ દુનિયામાં દુરાચાર,પાપ, અન્યાય કે અત્યાચાર,અરાજકતા ફેલાય છે ત્યારે ત્યારે આ વિશ્વમાં અરાજકતા,અત્યાચાર,દુરાચાર, અન્યાય અને પાપનો નાશ કરવા માટે અને સુશાશનની સ્થાપના માટે કોઈ વિરવર પુરુષ અથવા સ્ત્રી મા ભવનીના શરણે ગયા છે અને માં ને માથું નમાવી નમન કરી શક્તિ સ્વરૂપા મા ભવાનીને પોતાના કર કહેતા હાથમાં ધારણ કરી છે અને પ્રાર્થના કરી છે કે હે મા ભવાની તું તો દુષ્ટોનો નાશ કરવાવાળી રોદ્ર શક્તિવાળી દુઃખી પ્રજાની રક્ષા કરવાવાળી અને સુશાસન સ્થાપનારી હે મા ભવાની તને મારા કોટી કોટી પ્રણામ માં મારી ભેરે રહો અને મને શક્તિ પ્રદાન કરો.

     આજે આપડે તલવાર વિશે થોડી જાણકારી મેળવવીએ આમ જોઈએ તો તલવારના મુખ્ય બે ભાગ છે ૧-પાનું અને ૨-મુઠ હાથમાં પકડાય તે ભાગને મુઠ અને જે ભાગ થકી વાર કરાય તે ભાગને પાનું કહેવાય છે

          શસ્ત્રના જાણીતા ગ્રંથ પ્રતાપ શસ્ત્રાગર અનુસાર તલવારના આઠ અંગ છે ૧-રંગ આસમાની,કાળો,ધુમાડીયો,પિંગટ એમ ચાર રંગ હોય છે ૨-રૂપ ૩-જાતી ૪-નેત્ર ૫-અરીષ્ટ ૬-ભૂમિ ૭-ધ્વનિ ૮-પરિણામ આ મુજબ આઠ અંગ છે.
કાઠિ સંસ્કૃતિ મુજબ તલવારના બાર  ગણવામાં આવે છે અને તેનો બાપલભાઈ ચારણે દુહો પણ કીધો છે
કલા નથ વાટકી કોટિયા પીંછી પૂતળિયા પાનું,
મોર ખોળી મોવટો બાપલ મયાન ધાર બખાનું.
તલવારના બાર અંગ
૧-નથ ૨-કલા ૩-વાટકી ૪-પૂતળિયા ૫-કોટિયા ૬-સાપટિયા ૭-મોવટો ૮-મયાન ૯-ખોળી ૧૦-ધાર ૧૧-મોર ૧૨-પાનું આ મુજબના બાર અંગ ગણાવ્યા છે.
નેત્ર
તલવારના ઉપરના ભાગે નથ આવે છે અને તેમાં નેત્ર હોય છે અને તે ત્રીસ જેટલા છે અને શસ્ત્રના માહિતગાર હોય તેજ નેત્રને ઓળખી શકે છે
૧-ચક્ર ૨-ખડગ ૩-ગધ ૪-પદમ ૫-ડમરુ ૬-ધનુષ્ય ૭-અંકુશ ૮-છત્ર ૯-પતાકા ૧૦-વીણા ૧૧-વત્સ ૧૨-લિંગ ૧૩-ધ્વજ ૧૪-ઈંદુ ૧૫-કુંભ ૧૬-શાર્દુલ ૧૭-સિંહ ૧૮- સિંહાસન ૧૯-ગજ ૨૦-હંસ ૨૧-મયુર ૨૨-જીવ્હા ૨૩-દશન ૨૪-પુત્રિકા ૨૫-ચામર ૨૬-શૈલ્ય ૨૭-પુષ્પમળા ૨૮-ભુજાંગ ૨૯-શૂળ ૩૦-જ્યોત આ નામથી નેત્ર હોય છે.
         તલવારને મ્યાન માંથી બહાર કાઢો તેને મ્યાન ચંડવાડ્યું કહેવાય અને તલવારને મ્યાન માંથી બહાર ત્યારેજ કઢાય છે કાંતો પૂજા માટે અને દુષમન ઉપર વાર કરવા આ બન્ને કાર્યમાં તલવાર ને લોહી ચખાડાય છે એટલેજ જાણકાર લોકોએ કીધું છે તલવારને મ્યાન બાર કાઢો તો તમારી ટચલી આંગળીનું લોહી ચખાડો અથવા લોખંડ સાથે ખખડાવો પછીજ પાછી મ્યાન કરો મારી જાણમાં હતું તે આપ સર્વે ભાઈઓની જાણ સારું અહીં આપ સમક્ષ રજુ કરેલ છે
આ પ્રકાર ની તલવાર જે કોઈ ભાઈ ને લેવી હોય તે 9727402505 ઉપર કોન્ટેક કરવા વિનંતી તલવાર આપના ઘર સુધી પહોંચાડી આપવા માં આવશે
દસુભા ગોહીલ રાજવંશ
ભાવનગર

જય માતાજી 🙏

क्षत्रिय-भूषणंम्   “खडग”- ।।

                             આ શબ્દ “તલવાર” માટે વપરાયો છે.આ તલવાર સૈ।થી પ્રાચીન કાલ થી અસ્તિત્વ છે.

ભારત મા દેવ-દેવીના હાથ મા આ “खडग” હંમેશા દ્રષ્ટિપાત થાય છે. આપણા ચાર વેદો માનો એક વેદ અથવઁવેદ નો ઉપવેદ તે ધનુવેઁદ આ વેદ મા શસ્ત્રો કેમ ચલાવવા એમનુ જ્ઞાન આપ્યું છે. ભારત મા પ્રાચીન કાલ મા ખટ્ટરદેશ-અંગબંગ-મધ્યગ્રામ-સરગ્રામ-કાલિંજર વગેરે સ્થળો તલવાર બનાવવા માટે પ્રખ્યાત હતા.આ તલવાર એટલી મજબૂત બનતી કે તેનાથી પથ્થર પણ કપાઇ જતો.તલવાર બનાવવા ની સૈ।થી પ્રાચીન પદ્ધતિ

આપણી  છે.જેમકે કોઇ પણ તલવાર ધારદાર બનાવવા માટે તેના પર પાણી ચડાવવુ પડે છે
.

રીત-(1)-ધાત પર મીઠું અથવા ક્ષારવાળીભીની માટી નો લેપ કરી ને અગ્નિ મા તપાવી ને પાણી બોળી દેવાયછે

રીત-(2)-ઉંટડીનુ દુધ-ધી-ને લોહી મા બોળી  ને પછી અગ્નિ મા તપાવા મા આવે છે

              

  જ્યારે તલવાર પર આ પ્રક્રિયા થયા પછી  એમની ઉપર  પડેલા ચિન્હો પર થી એ નક્કી થાય કે તલવાર કેટલી પાણીદાર બની છે.

જો કુદરતી રીતે એકી રકમ મા ચિન્હો પડેતો શુભ બેકી રકમ મા ચિન્હો પડેતો આ તલવાર અશુભ  મનાય છે. આવી પરિક્ષા ને આપણા શાસ્ત્ર અષ્ઠાંગ પરિક્ષા કહેવાય છે.

   તલવાર ચલાવવી એક શૂરવીરતા ની ઓળખાણ છે.

  તલવાર ચલાવનારના-32- હાથ ગણાવ્યા છે.અને -32-હાથ ચલાવાના- નામ નીચે પ્રમાણે વણઁવી શકાય.

(1).ભ્રાત. (2)-પાદ.  (3)ઉદભ્રાત.  (4)-વિબંધ. (5) આવિદ્ધ. (6)-ભૂમિ (7)આપ્લુપ. (8)-ઉદભ્રમ ણ (9)વિપ્લુત. (10)-ગતિ (11)સૃત. (12)-પ્રત્યાગતિ (13)સંચાત. (14)-આક્ષેપ (15)સમુદીણઁ. (16)-પાતન (17)નિગ્રહ. (18)-ઉત્યાનક (19) પ્રગ્રહ.  (20)-પ્લુતિ (21) પદાવકષઁણ. (22)-લધુતા (23)સંધાન  (24)-સોષ્ઠવ(25)મસ્તક ભ્રમણ.(26)-શોભા (27)ભૂજ ભ્રમણ. (28)-સ્યૈયઁ (29)પાશ.  (30)-દ્રઢમુષ્ટિતા  (31)-તિયઁક પ્રચાર  (32)-ઉદ્ધઁ પ્રચાર

  આ તલવાર ચલાવનાર ના 32-હાથ છે.એક કલા છે અને આ કલા મા દાવ-પેજ દ્વારાદુશ્મન ને મહાત કરાય છે.

           “પટ્ટિક”- “મોષ્ટિક”- “મહિપાક્ષ”     
       આ તલવાર ના 17- ભેદ  શસ્ત્ર-વિધા મા બતાવ્યા છે. તલવારો  ની જાતી  (ભેદ )

(1)-ખાંડા- જે સીધી અને ઉપર થી અણી  પહોળી હોય તે ખાંડા તલવાર

(2)-સૈફ-    જે  લાંબી , પાતળી અને સિધિ હોયતેને સૈફ પ્રકારની તલવાર કહેવાય

(3)-દુધારા- જે તલવાર ની બંન્ને બાજુ એ તીખી ધાર હોય.

વિશેષ-

       સિહોરી-બંદરી-જુનૂલી-લચીલી- આ બધી તલવારો ખૂબજ પાતળી હોય છે.

    “ઉશના”-નામની તલવાર ફક્ત “બ્રાહ્યણો”-અને “ક્ષત્રિઓ” જ ધારણ કરી શકે છે અન્ય જાતિ ના આ તલવાર ધારણ ન કરી શકે.

             આ મત ઉશન-ૠષિ અને  દૈત્ય ગુરુ- શુક્રાચાયઁ નો છે.

ભગવાન શ્રી કૃષ્ણઃ ને તલવાર  જ્ઞાન દિક્ષા શુક્રાચાયઁજી એ આપેલુ.

   – શુક્રાચાયઁ- ના દિકરા સંડા-ને-મકઁ- એ કાલ મા તલવાર શસ્ત્ર ના મહાન જાણકાર યોદ્ધા હતા.

    ઉશના નામની તલવાર-અગાઉ ના રાજા સવારે જમણી  કેડમા લટકાવતા અને રાત્રી ના સમયે પોતાના સૂવાના તકીયા ની નીચે રાખતા. માઁ ભગવતી દુગાઁ એ આ તલવાર ધારણ કરીહતી એટલે તલવાર ને “દુગાઁ ” પણ કહે છે.

   વતઁમાન યુગ મા ગાયો ની હત્યા એટલા માટે થાય છે કે “બ્રાહ્મણો” અને “ક્ષત્રિયો” ની તલવાર ને કાંટ લાગી ગ્યો છે.

   બ્રાહ્મણો પરશુરામ જયંતિએ હાથ મા તલવાર લઈને વીરતા નુ પ્રદર્શન વષઁ મા એક દિવસ કરતા હું દરવષેઁ જોઉછુ. જેમ ને ક્ષણિક આવેશ આવ્યા પછી બીજા વર્ષે દેખાય એજ રીતે ક્ષત્રિયો પણ આશો શુદ દશમ ને દિવસે હાથ મા ખુલ્લી તલવાર લઈ પ્રદર્શન કરી ને પછી બીજે વર્ષે દેખાય.

      બ્રાહ્મણો અને ક્ષત્રિયો માથી “વીરત્વ” ચૂસાઇ જવા ના કારણો રોજ હજારો ગાયો કપાય છે. પશુઓ કપાય છે મંદિરો લૂટાય. છે.અને અધમિઁઓ હિન્દુ ધર્મ ના દેવ-દેવીઓ પર  ગમેતેવી અભદ્ર વાણી નો ઉપયોગ કરે છે.

  ફિલ્મો થી લઈ વાસ્તવિક જીવન મા પણ આ અધમિઁઓ  હિન્દુધર્મ ને ગમેતેમ ચિતરી નાખે છે. અને  બ્રાહ્મણો અને ક્ષત્રિયો કટાઇ ગયેલ તલવાર જમણી કેડે ટાંગવા  ના બદલે ઘર ની દિવાલે “ટાંગી” ને “વીરત્વ” ની ઝાંખી કરાવવા મા પૈ।રુસતા  અનુભવ કરાવે છે

   કોઈ પણ સમાજ મા જ્યારે બુદ્ધિશાળી વગઁ સમાજ ના કાયોઁ મા પ્રવેશે ત્યારે સમાજ ની ઉન્નતિ થાય અને એકતા સંધાય.

    આત્મક્ષ્લાધા વાળી  વ્યક્તિ સમાજ નુ હીત ક્યારેય  કરી શકતી નથી.

          આ  સુંદર વાક્યો. -ચાણક્ય ના છે.

    

“મોષ્ટિક”-જાત ની તલવાર થી મહમદ ગઝની એ હિન્દુઓ ના મંદિરો ને દેવ–દેવીઓ ની મૂતિઁ તોડેલી.હિન્દુઓ ની કત્લેઆમ કરેલ.

     આ તલવાર ઇંગ્લેન્ડ ના મ્યુઝિયમ મા હાલ પડી છે.

સંકલન:Pravinsinh Parmar~jnd.👍visit my blog⬇️#⬇️⚔️🅿️🅿️⚔️
http://edupravinsinh.blogspot.com/?m=0

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...