Saturday, August 17, 2019

રેલવે યાત્રીઓ કૃપા કરીને ધ્યાન આપો… રેલવે સ્ટેશન પર આરામ કરવા માટે બુક કરી શકો છો 25 રૂપિયામાં રૂમ

*🚊🚊રેલવે યાત્રીઓ કૃપા કરીને ધ્યાન આપો… રેલવે સ્ટેશન પર આરામ કરવા માટે બુક કરી શકો છો 25 રૂપિયામાં રૂમ 🚊🚊*

ભારતીય રેલવે પોતાના યાત્રીઓનું ખાસ ધ્યાન રાખે છે સાથે જ ગવ સુવિધાઓ પણ પુરી પાડે છે. ભારતીય રેલવે પોતાના યાત્રીઓને સ્ટેશનો પર આરામ કરવાની સુવિધાઓ પણ પુરી પાડે છે. આ માટે દેશભરના સ્ટેશનો પર રિટાયરિંગ રોમ બનાવીને રાખવામાં આવેલા છે. જ્યા કોઈ પણ યાત્રી હોટલ ખર્ચથી બચી શકે છે, અને PNRના આધાર પર સસ્તામાં રૂમ બુક કરાવી આરામ કરી શકે છે. આ રૂમ સિંગલ, ડબલ અને ડોર્મેટરી શ્રેણીના હોય છે. અને તેમાં પણ એસી અને નોન એસી રૂમ્સ પણ મળી જાય છે. જેનું બુકિંગ 12 કલાકથી લઈને 48 કલાક સુધી માન્ય રહે છે. રિટાયરિંગ રૂમ કે ડોરમેટરી બેડ માટે સવારે 12.30થી રાતે 11 વાગ્યાની વચ્ચે બુકિંગ કરાવી શકાય છે. પરંતુ ઘણા લોકોને આ જાણકારી ન હોવાને કારણે તેઓ આ સુવિધાનો ફાયદો નથી ઉઠાવી શકતા.

આ રૂમ્સ ઓનલાઇન પણ બુક કરાવી શકાય છે. IRCTC પરથી ઓનલાઇન બુકિંગ કરાવી શકાશે. રેલવે ફક્ત 25 રૂપિયામાં રિટાયરિંગ રૂમ બુક કરીને સુવિધા આપી રહ્યું છે. તમે રિટાયરિંગ રૂમમાં પોતાને રિચાર્જ કરી શકો છો. IRCTCની વેબસાઈટ દ્વારા તમે મિનિમમ 3 કલાક અને મેક્સિમમ 48 કલાક માટે રિટાયરિંગ રૂમ અને ડોરમેટરી બુક કરાવી શકો છો. 3 કલાક સુધીના બુકિંગ માટે 25 રૂપિયા ચાર્જ આપવાનો રહે છે. જયારે 24 કલાક સુધીના બુકિંગ માટે 100 રૂપિયા અને 48 કલાક માટેના બુકિંગ માટે 200 રૂપિયા ચાર્જ લાગે છે.

કન્ફર્મ ટીકીટવાળા મુસાફર જ રિટાયરિંગ રૂમ બુક કરી શકે છે. એક પીએનઆર નંબર પર એક જ બુકિંગ સોર્સ અને ડેસ્ટિનેશનથી કરી શકાય છે. IRCTCની https://www.irctctourism.com/accommodation આ લિંક પર ક્લિક કરીને પછી લોગઇન કરવાનું રહેશે. એ પછી પોતાનો પીએનઆર નંબર નાખીને પોતાની ઈચ્છા પ્રમાણે રિટાયરિંગ રૂમ કે ડોરમેટરી બુક કરાવી શકો છો. રેલવે રિટાયરિંગ રૂમ એવા રૂમ્સ છે કે જે આખા ભારતમાં મોટેભગના રેલવે સ્ટેશનો પર ઉપ્લબ્ધ છે.

IRCTC મુસાફરો પાસેથી આ સુવિધા માટે પણ શુલ્ક વસુલે છે, જેમાં 24 કલાક માટે રૂમ બુક કરાવવા પર મુસાફર પાસેથી 20 રૂપિયા, 24 કલાક માટે ડોરમેટરી બેડ માટે 10 રૂપિયા, 24 કલાકથી 48 કલાક માટે રિટાયરિંગ રૂમ માટે 40 રૂપિયા અને 24થી 48 કલાક માટે ડોરમેટરી બેડ માટે 20 રૂપિયા સેવા શુલ્ક લેવામાં આવે છે. જેમાં 12 ટકા જીએસટી પણ આપવું પડે છે.

રિટાયરિંગ રૂમનું બુકિંગ કેન્સલ કરાવવા માટે જો તમે ચેક ઇનના 48 કલાક પહેલા જ રદ કરાવો છો તો 20 ટકા રકમ કપાઈ જાય છે. જો તમે 24 કલાક પહેલા રદ કરવો છો તો 50 ટકા રકમ કપાઈ જાય છે.

વધુ માહિતી માટે ક્લિક કરો: https://erail.in/info/assistance-retiring-room/901

બુકિંગ કરાવવા માટે ક્લિક કરો: https://www.irctctourism.com/accommodation

આ ઉપયોગી લિંક સાચવી રાખો અને આપના મિત્રોને ફોરવર્ડ કરશો.*💐
⚔🅿⚔🅿⚔👆
Compilation:-
*ᑭᖇᗩᐯᏆᑎᔑᏆᑎᕼ*
  *ᑭᗩᖇᗰᗩᖇ*

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat Engineering Service (Civil), Class-1 and Class-2, Road & Building Department

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat ...