Wednesday, May 29, 2019

મોબાઇલ નંબર  અપડેટ કરવા માટે

મોબાઇલ નંબર  અપડેટ કરવા માટે તમારે SBIની નેટબેંકિંગ સાઇટ www.onlinesbi.com પર લૉગઇન કરવું પડશે. લૉગઇન કરતા જ તમારા બેંક એકાઉન્ટ પ્રોફાઇલનું ડેશબોર્ડ દેખાશે.

- તમારા એકાઉન્ટના ડેશબોર્ડમાં તમને પ્રોફાઇલ ટેબમાં જવાનું રહેશે. પ્રોફાઇલ ટેબમાં તમને માય એકાઉન્ટ ટેબ દેખાશે. જ્યાં તમારે પ્રોફાઇલ ઑપ્શનમાં જઇને પર્સનલ ડિટેલ્સ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.

- પર્સનલ ડિટેલ્સ ટેબમાં તમારે ચેન્જ માય નંબર ઑપ્શન મળશે, આ ઑપ્શન પર ક્લિક કરતા તમારી સામે નવી વિન્ડો ઑપન થશે.

- નવી વિન્ડોમાં તમારો એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર (નવો) એન્ટર કરો. ડિટેલ્સ ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

 આ રીતે મોબાઇલ નંબર  અપડેટ કરો. જોકે આ રીત માત્ર ત્યારે જ ઉપયોગમાં આવશે જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ઉપલબ્ધ હશે.

અમે તમને બીજી એક રીત જણાવવા જઇ રહ્યા છે, જેની મદદથી ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ના હોવા છતાં તમે મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો. આ માટે તમારા પાસે ATMનું ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. 

- ATM કાર્ડની મદદથી મોબાઇલ નંબર અપડેટ કરવા માટે નજીકના SBI ATMમાં જવાનું રહેશે.

- તમારે રજિસ્ટ્રેશન ઑપ્શન પર ટેપ કરવાનું રહેશે અને ATM પિન એડ કરવાનો રહેશે.

- જ્યાં તમને મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન ફૉર્મ દેખાશે, જ્યાં જઇને તમે ચેન્જ મોબાઇલ નંબર ઑપ્શન પર ટેપ કરો.

-અહીંયા તમે તમારો જૂનો નંબર એન્ટર કરો અને કન્ફર્મ કરો, આ પછી નવો મોબાઇલ નંબર એન્ટર કરીને કન્ફર્મ કરો.

-તમારા બંને નંબર પર OTP આવશે જેમાં લખ્યુ હશે કે, Please send OTP and reference number received in SMS from new as well as

existing mobile number in the following format ACTIVATE IOTP VALUE + REF

NUMBER TO 567676 within 4 hours

- SMSને તમે 4 કલાકની અંદર મેસેજમાં આવેલા રેફરન્સ નંબર પર આપેલા ફોર્મેટમાં મોકલો, આમ કરવાથી મોબાઇલ નંબર અપડેટ થઇ જશે.

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat Engineering Service (Civil), Class-1 and Class-2, Road & Building Department

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat ...