https://drive.google.com/file/d/10CX1imppHG6ICSxXXbq5JET_COzlDOtv/view?usp=drivesdk
Friday, May 31, 2019
Wednesday, May 29, 2019
મોબાઇલ નંબર અપડેટ કરવા માટે
મોબાઇલ નંબર અપડેટ કરવા માટે તમારે SBIની નેટબેંકિંગ સાઇટ www.onlinesbi.com પર લૉગઇન કરવું પડશે. લૉગઇન કરતા જ તમારા બેંક એકાઉન્ટ પ્રોફાઇલનું ડેશબોર્ડ દેખાશે.
- તમારા એકાઉન્ટના ડેશબોર્ડમાં તમને પ્રોફાઇલ ટેબમાં જવાનું રહેશે. પ્રોફાઇલ ટેબમાં તમને માય એકાઉન્ટ ટેબ દેખાશે. જ્યાં તમારે પ્રોફાઇલ ઑપ્શનમાં જઇને પર્સનલ ડિટેલ્સ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
- પર્સનલ ડિટેલ્સ ટેબમાં તમારે ચેન્જ માય નંબર ઑપ્શન મળશે, આ ઑપ્શન પર ક્લિક કરતા તમારી સામે નવી વિન્ડો ઑપન થશે.
- નવી વિન્ડોમાં તમારો એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર (નવો) એન્ટર કરો. ડિટેલ્સ ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
આ રીતે મોબાઇલ નંબર અપડેટ કરો. જોકે આ રીત માત્ર ત્યારે જ ઉપયોગમાં આવશે જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ઉપલબ્ધ હશે.
અમે તમને બીજી એક રીત જણાવવા જઇ રહ્યા છે, જેની મદદથી ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ના હોવા છતાં તમે મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો. આ માટે તમારા પાસે ATMનું ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે.
- ATM કાર્ડની મદદથી મોબાઇલ નંબર અપડેટ કરવા માટે નજીકના SBI ATMમાં જવાનું રહેશે.
- તમારે રજિસ્ટ્રેશન ઑપ્શન પર ટેપ કરવાનું રહેશે અને ATM પિન એડ કરવાનો રહેશે.
- જ્યાં તમને મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન ફૉર્મ દેખાશે, જ્યાં જઇને તમે ચેન્જ મોબાઇલ નંબર ઑપ્શન પર ટેપ કરો.
-અહીંયા તમે તમારો જૂનો નંબર એન્ટર કરો અને કન્ફર્મ કરો, આ પછી નવો મોબાઇલ નંબર એન્ટર કરીને કન્ફર્મ કરો.
-તમારા બંને નંબર પર OTP આવશે જેમાં લખ્યુ હશે કે, Please send OTP and reference number received in SMS from new as well as
existing mobile number in the following format ACTIVATE IOTP VALUE + REF
NUMBER TO 567676 within 4 hours
- SMSને તમે 4 કલાકની અંદર મેસેજમાં આવેલા રેફરન્સ નંબર પર આપેલા ફોર્મેટમાં મોકલો, આમ કરવાથી મોબાઇલ નંબર અપડેટ થઇ જશે.
Monday, May 27, 2019
ગુજરાત ના તમામ ફાયર બ્રિગેડ ના સરનામા અને ફોન નંબર માટે નીચે ક્લીક કરો.
ગુજરાત ના તમામ ફાયર બ્રિગેડ ના સરનામા અને ફોન નંબર માટે નીચે ક્લીક કરો.
http://loksarkar.in/m/fire-station.aspx
જાગૃત નાગરિક દરેક ને શેર કરો
Sunday, May 26, 2019
Wednesday, May 22, 2019
પાળિયા ના પ્રકાર
*પાળિયા ના પ્રકાર :*
*ખાંભી:* કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક
*થેસા:* પાળિયા નજીકના નાનાં પથ્થરો
*ચાગીયો:* પત્થરોના ઢગલા
*સુરાપુરા:* અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ
*સુરધન :* આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ કહે છે.
*યોદ્ધાઓના પાળિયા:*
આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે.
તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યું પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા કોઈ સમુદાય, સ્ત્રી, પશુધન અથવા ધર્મને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતાં અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ.
આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતાં અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે.
*આ સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીક ધર્મ રક્ષા કાજે ખુમારીથી પોતાના પ્રાણની આહુતિ આપી દેનાર હમીરજી ગોહિલ અને અન્ય નરબંકાઓના પાળિયાઓ છે.*
*સતીના પાળિયા:*
આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે, જે સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે.
આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશિર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતિકો જેમ કે, મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશિર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવાં સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે.
આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે. આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે.
*ખલાસીઓના પાળિયા:*
ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલાં ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ક્યારેક જહાજ દર્શાવવામાં આવે છે.
*લોકસાહિત્યના પાળિયા:*
અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે. આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો છે.
*પ્રાણીઓના પાળિયા:*
પ્રાણીઓ જેવા કે, ઘોડા, કૂતરાં અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.
*ક્ષેત્રપાળના પાળિયા:*
આ પાળિયા ક્ષેત્રપાળ (ક્ષેત્રનું રક્ષણ કરતાં)ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે, તેમ માનવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે.
*રંજાડેલાનો હું રખેવાળ હતો, રખેવાળો એ રંજાડ્યો છે મને.*
*'નામચીન' એક સમયે હતો, હવે નામશેષ કર્યો છે મને.*
"બિસ્માર છું બળવાન માંથી"
એક સમયે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે વ્યક્તિએ રંજાડેલી ગાયો, અબળાની આબરૂ તથા માં ભોમ (ધરતી)ની રક્ષા કરવા ખાતર નિષ્ઠા પૂર્વક પોતાના પ્રાણની આહુતિ આપેલી હતી, એવાં મહાન રખેવાળ યોદ્ધાની ખાંભીઓની કેવી દશા હોય છે! એ આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ.
એ રખેવાળોનું ઈતિહાસમાં અમર નામ છે એક સમયે તેમની પૂજા કરવામાં આવતી આજુબાજુના વિસ્તારમાં તેમનાં તથા તેમના પૂર્વજોનું માન-સન્માન હતું. આજે ઘણી જગ્યાએ તેમની ખાંભીઓ ઉખેડી ફગાવી દેવામાં આવી છે ચપટી સિંદુર પણ એમને નસીબ નથી. આવા મહાન પ્રતાપી પૂર્વજોના પાળિયાને આપણે ફક્ત પાષાણ (પથ્થર) સમજી બેઠા છીએ. એમના ઈતિહાસની આપણને ખબર નથી..
અરે જેમણે પોતાના વંશ-વારસ, જમીન-ઝાયદાદની પરવા કર્યા વગર નિસ્વાર્થ ભાવે હિંમત પૂર્વક આપણી સંસ્કૃતિની રક્ષા કરીછે એવાં પાળિયાની આવી હાલત એ આપણી નબળાઈ છે. આ પાળિયા આપણું ગૌરવ છે.
*તમારા ગામ અથવા આજુબાજુના વિસ્તારમાં આવા બિસ્માર પાળિયા હોય, તો તેનાં સાચાં ઈતિહાસને જાણી ઈતિહાસની જાળવણી કરજો તેને ઉભા કરી સિંદુર જરૂર ચડાવજો, બની શકે તો વરસાદને તાપથી રક્ષણાત્મક થોડો છાંયડો કરજો બનતા પ્રયાસો કરજો.* *સંસ્કૃતિ સાચવજો... ખુમારીભર્યા ખમીરવંતા અમર સંસ્કૃતિ રક્ષકોને ઘણી ખમ્મા.
⚔🅿⚔🅿⚔👆 *સંકલન પ્રવિણસિંહ પરમાર જુનાગઢ*👍*visit my blog ⚔️🅿️L🅿️⚔️@
http://edupravinsinh.blogspot.com/?m=0
Tuesday, May 21, 2019
ધોરણ 12 પછી શું કરવું
*🔮ધોરણ 12 પછી શું કરવું🔮*
*👉ધોરણ 12 પછી શું કરાવી શકાય તમારા બળકોને*
*👉ધોરણ 12 પછી ક્યાં ક્યાં નવા ફિલ્ડ માં અભ્યાસ કરવી શકો શા માટે??*
*👉સંપૂર્ણ સમજ એક્સપર્ટ દ્વારા અહી આપવમાં આવેલ છે તો જરૂર થી આ અંક ડાઉનલોડ કરો*
⤵ *તમામ બાબતોના માર્ગદર્શન માટે સરકાર દ્વારા પ્રસીધ્ધ થયેલ ઓફીસીયલ અંક વાચો*
*2018 કારકીર્દિ માર્ગદર્શન અંક*
ગુજરાત રોજગાર સમાચાર.....
📕
આ અંક નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરી શકસો⤵
https://drive.google.com/file/d/1B6Rv5gbusPx0LgPXZH68qdZW-wfyg3Mo/view?usp=drivesdk
*🙏તમામ ધો-12ના વિદ્યાર્થીઓ અને વાલી સુધી આ મેસેજ પહોંચાડવા વિનંતી🙏*
⚔🅿⚔🅿⚔👆 *સંકલન પ્રવિણસિંહ પરમાર જુનાગઢ*👍*visit my blog ⚔️🅿️L🅿️⚔️@
http://edupravinsinh.blogspot.com/?m=0
Thursday, May 16, 2019
Friday, May 10, 2019
તમારા આધાર કાર્ડનો ક્યાં-ક્યાં ઉપયોગ થયો છે? માત્ર 6 સ્ટેપ્સમાં જાણી લો ⤵
Understand this whole process:
Step-1
You will need to go to UIDAI official website uidai.gov.in to know where the use cards are used.
Step-2
Here you have to click on the Support Services tab
Step-3
Clicking on this tab will show you the base authentication history
Step-4
You must register a 12 digit base card here and register a security card or captcha with an OTP (One Time Password).
Step-5
Here you will find many options for authentication history, such as biometrics, demographic, otपी. Choose one of those options. If you want all the information information you need to select all the (ALL) button. After this, select the date ranges from where you want the information and then enter the OTP on your mobile and click on submit button.
Step-6
After this your information card will be known about where your support card has been used.
Saturday, May 4, 2019
સ્પર્ધાત્મક પરિક્ષા માટે તથા સીસીસી પરીક્ષા ઉપયોગી પુસ્તક
*સ્પર્ધાત્મક પરિક્ષા માટે તથા સીસીસી પરીક્ષા ઉપયોગી પુસ્તક*
📕 *નવયુગ પબ્લીકેશન ની કોમ્પ્યુટર પરિચય બુક*
https://onlinebookzone.com/product/navyug-publication-computer-book/?ref=7
-
⚔ 🚩રજપુત-ક્ષત્રિયનો ઈતિહાસ 🚩 ⚔ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ સનાતન ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કર...
-
*ભોજન અંગે થોડા નિયમો પાળીશું તો શરીર રહેશે સ્વસ્થ* 🥗🥗🍵🍵🥣 ભોજન પહેલા, ભોજન સમયે અને ભોજન પછી નીચેના નિયમ પાળવાથી ખોરાકનું ય...
-
ધોરણ ૧ થી ૧૨ ના તમામ પુસ્તકો ડાઉનલોડ કરો. Direct Link All Books 2015 To 2019 👉 *ધોરણ-1* http://bit.ly/2IBVaVZ 👉...