Monday, November 19, 2018

જૂનાગઢ જિલ્લા નો ઈતિહાસ

*જૂનાગઢ જિલ્લા નો ઈતિહાસ*

🌄👑👉🏻 *જૂનાગઢ જિલ્લો*  👈🏻👑🌄

👨🏻‍🌾➖ *ગિરનારની* તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક છે. 

👩🏻‍🌾➖ ગુજરાતનું *સાતમું* મોટું શહેર છે. 

👨🏻‍🌾➖ પ્રાચીન કવિ *દયારામે* આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય *રસિકવલ્લભમાં "જીર્ણગઢ"* તરીકે કર્યો છે. 

👩🏻‍🌾➖ જુનાગઢનો સામાન્ય અર્થ *"જૂનો ગઢ"* થાય છે. 

👨🏻‍🌾➖ જુનાગઢનો *૯,નવેમ્બર,૧૯૪૭* ના રોજ ભારત સંઘમાં સમાવેશ થયેલો.

👩🏻‍🌾➖ સૌથી વધુ *કુવા* અહીં આવેલા છે.

👨🏻‍🌾➖ *જૂનાગઢ ના અન્ય નામ*  👇🏿
➖ ચંદ્રકેતુપુર
➖ જીર્ણપ્રાકાર
➖ યવનગઢ
➖ નગર
➖ જીર્ણદુર્ગ
➖ જીર્ણગઢ
➖ સુવર્ણ ગિરિનગર
➖ ઉગ્રસેનગઢ
➖ ખેંગારગઢ
➖ મુસ્તફાબાદ
➖ કિલ્લા-એ-ગિરનાર
➖ સાર્વભૌમાનરેન્દ્રપુર
➖ જુનાણું
➖ જુનોગઢ
➖ વાડીઓ નો જિલ્લો

🌄👑👉🏿 *જૂનાગઢ ઇતિહાસ* 👈🏿👑🌄

👨🏻‍🎓➖જુનાગઢ ના દિવાન *શાહનાવ્ઝ ભુટ્ટો* એ  એ જુનાગઢ નું જોડાણ પાકિસ્તાન સાથે કરવાની જાહેરાત કરતા જુનાગઢ ની પ્રજામાં નિરાશા છવાઈ ગઈ હતી અને જેઠાલાલ રૂપાણી અને દયાશંકર દવે એ નવાબ ને જાણ કરી હતી કે જુનાગઢ ની પ્રજા હિન્દુસ્તાન સાથે રહેવા માંગે છે તેમ છતાં ભુટ્ટો એ *૧૫ ઓગસ્ટ ૧૯૪૭* ના દિવસે જુનાગઢ નું જોડાણ પાકિસ્તાન સાથે કરવામાં આવે છે તેવી જાહેરાત કરતા લોકો માં આક્રોશ ફેલાયો હતો.

👨🏻‍🎓➖જુનાગઢ ની પ્રજા ભારત સાથે રહેવા માંગે છે અને કોઈ પણ સંજોગો માં પાકિસ્તાન સાથે ભળવા માંગતી નથી તેની જાણ ગાંધીજી ને થતા *૨૪ સપ્ટેંબર ૧૯૪૭* ના રોજ દિલ્હી ની પ્રાર્થના સભા માં ગાંધીજી એ જાહેરાત કરી કે જુનાગઢ ભારત માં રહેવું જોઈએ ત્યારે *આરઝી હકુમત* ની સ્થાપના કરવામાં આવી  અને *શામળદાસ ગાંધી* ની વરણી કરવમાં આવી અને પ્રધાન મંડળ ની રચના કરવામાં આવી પ્રથમ આરઝી હકૂમતે રાજકોટ આવી જુનાગઢ હાઉસ નો કબજો મેળવ્યો અને નવાબ ને અહી રહેવાનું અશકય લાગતા વાટાઘાટો ના બહને પાકિસ્તાન ચાલ્યા ગયા અને આરઝી હકુમત નું જુનાગઢ માં આગમન થયું .

👨🏻‍🎓➖આરઝી હકુમત એક પછી એક ગામડા કબજે કરતા ગયા અને લોકો નો સાથ મળતો ગયો *૯ નવેમ્બર ૧૯૪૭* ના રોજ જુનાગઢ આઝાદ થયું છે તેવી જાહેરાત કરવામાં આવી. 

👨🏻‍🎓➖ *૧૩ નવેમ્બર ૧૯૪૭* નારોજ ભારત ના નાયબ વડા પ્રધાન *સરદાર પટેલ* કેશોદ એરોડ્રામ અપર આવ્યા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું ત્યાર બાદ જુનાગઢ આવી *બહાઉદીન કોલેજ* માં જંગી જન મેદની ને સંબોધી જેને  પાકિસ્તાન સાથે જવું હોય તે જાય તેવી ગર્જના કરી હતી અને ઉપસ્થિત જન મેદની એ ભારત  રહેવાનું પસંદ કરતા જુનાગઢ આઝાદ થયું હતું અને *૧૩ નવેમ્બર* ના રોજ આરઝી હકૂમતે ઉપર કોટ માં ભારત નો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો...

👨🏻‍🏫 સ્થાપના ➖ *૧૭૩૦*

👨🏻‍🏫 ભારતમાં વિલિનીકરણ  ➖ *૧૯૪૮*

👨🏻‍🏫 *કુલ વસ્તી* ➖ *ર૪,૪૮,૧૭૩*
♦પુરુષ ➖ *૧૨,પ૨,૩પ૦*
♦સ્ત્રી ➖ *૧૧,૯પ,૮૨૩*
♦ગ્રામ્ય ➖ *૭,૨પ,૪પ૮* 
♦ શહેરી ➖ *૧૭,૨૨,૭૧પ*

👨🏻‍🏫 વસ્તી ગીચતા ➖ *૩૧૦*

👨🏻‍🏫 લિંગ પ્રમાણ ➖ *૯૫૨*

👨🏻‍🏫 શિશુ લિંગ પ્રમાણ ➖ *૯૦૪*

👨🏻‍🏫 *સાક્ષરતા દર* ➖ *૭૬.૮૮%*
♦ પુરુષ *- ૮૫.૮૯%*
♦ સ્ત્રી *- ૬૭.૫૯%*

👨🏻‍🏫 *સરહદો* ➖
♦ પૂર્વ *- અમરેલી*
♦ પશ્ચિમ *- પોરબંદર*
♦ ઉત્તર *- રાજકોટ*
♦ દક્ષિણ *- ગીર સોમનાથ*

👨🏻‍🏫➖ *જૂનાગઢ જિલ્લાના તાલુકા* 👇🏿

♦ કેશોદ
♦ જુનાગઢ ગ્રામ્ય
♦ જુનાગઢ શહેર
♦ ભેંસાણ
♦ માણાવદર
♦ માળિયા
♦ માંગરો
♦ મેંદરડા
♦ વંથલી
♦ વિસાવદર
➖ *૧૫,ઓગસ્ટ,૨૦૧૩* ના રોજ આ જિલ્લામાંથી અલગ *ગીર સોમનાથ* જિલ્લાની રચના કરવામાં આવી.

👨🏻‍🏫➖ *નવ રચિત જિલ્લા ના તાલુકા*👇🏿

♦ વેરાવળ
♦ તાલાળા
♦ સુત્રાપાડા
♦ કોડીનાર
♦ ઉના
♦ ગીર ગઢડા

👨🏻‍🏫 *મુખ્ય પાક* ➖ 
♦ મગફળી (પ્રથમ)
♦ શેરડી
♦ કપાસ (પ્રથમ)
♦ ઘઉં
♦ બાજરી
♦ જુવાર
♦ ચણા
♦ મકાઈ
♦ કેળ
♦ કઠોળ

👨🏻‍🏫 *મુખ્ય ખનીજો* ➖
♦ ચોક
♦ લાઇમ સ્ટોન
♦ બોકસાઇટ
♦ સફેદ અને કાળો પથ્થર

👨🏻‍🏫 *મુખ્ય વ્યવસાય* ➖
♦ કૃષિ
♦ પશુપાલન
♦ માછીમારી

👨🏻‍🏫 *પરિવહન વ્યવસ્થા* ➖
♦ રેલ્વે *- ૪૨૧ કિ.મી.*
♦ રસ્તા *- ૪૮૧૦ કિ.મી.*
♦ બંદરો *- ૧ (માંગરોળ)*
♦ એરપોર્ટ *- ૧ (કેશોદ)*

👨🏻‍🏫 પોસ્ટ ઓફીસ ➖ *૯૭૪*

👨🏻‍🏫 *બેંક ની શાખાઓ* ➖
♦ રાષ્‍ટ્રીયકૃત બેંકની *- ૧૨૬*
♦સહકારી,ખેતી અને ગ્રામીણ વિકાસ બેંકની *- ૧૩*
♦ કો-ઓપરેટીવ બેંકની *- ૬૩*
♦ગ્રામિણ બેંકની *- ૨૨*

👨🏻‍🏫 *ઉદ્યાગો* ➖
♦ લઘુ ઉધોગ એકમો *- ૬૪૮૬*
♦ મોટા ઔધોગિક એકમો *- ૪૪* 
♦ ઔધોગિક સહકારી મંડળી *- ૨૭પ*

👨🏻‍🏫 *શિક્ષણ સંસ્થાઓ* ➖
♦ પ્રાથમિક શાળાઓ *- ૧૨૯૦*
♦ માધ્યમિક શાળાઓ *- ૩૪૩*
♦ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ *- ૧૧૪*
♦ કોલેજ *- ૧૬*

👨🏻‍🏫➖ *જૂનાગઢ ના શાસકો*👇🏿
♦૧૭૩૫ - ૧૭૫૮: *મોહમ્

મદ બહાદરખાનજી (પહેલા)*
♦ ૧૭૫૮ - ૧૭૭૫: *મોહમ્મદ મહાબતખાનજી (પહેલા)*
♦ ૧૭૭૫ - ૧૮૧૧: *મોહમ્મદ હમિદખાનજી (પહેલા)*
♦ ૧૮૧૧ - ૧૮૪૦: *મોહમ્મદ બહાદરખાનજી (બીજા)*
♦ ૧૮૪૦ - ૧૮૫૧: *મોહમ્મદ હમિદખાનજી (બીજા)*
♦ ૧૮૫૧ - ૧૮૮૨: *મોહમ્મદ મહાબતખાનજી (બીજા)*
♦ ૧૮૮૨ - ૧૮૯૨: *મોહમ્મદ બહાદરખાનજી (ત્રીજા)*
♦ ૧૮૯૨ - ૧૯૧૧: *મોહમ્મદ રસુલખાનજી*
♦૧૯૧૧ - ૧૯૪૮: *મોહમ્મદ મહાબતખાનજી (ત્રીજા)*

👨🏻‍🏫 લોકમેળા ➖

♦ *મહાશીવરાત્રી*
♦ *ગિરનારની પરિક્રમા*
♦ *અષાઢી બીજનો પરબનો મેળો*
♦ *ખોરાસા*
♦ *વ્યંકટેશ્ર્વર મંદિરનો મેળો* 
♦ *ઉપલા દાતારનો ઉર્સનો મેળો*
♦ *કેશોદ અક્ષયગઢનો મેળો*

🌺 *જૂનાગઢ ના જોવાલાયક સ્થળો* 🌺
👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

🌺 *ગિરનાર પર્વત* 🌺

👉🏿 *ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે.

🌺 *દામોદર કુંડ* 🌺

👉🏿 *પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઈન્દ્રે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા. એમાં બધા દેવ-દેવીઓ ઉપસ્થિત રહેલાં. એ દરેકને પોત પોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ, આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરી પધરાવ્યાં, બીજાં તીર્થોને પણ ત્યાં બોલાવ્યાં. આમ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો. બ્રહ્માના નામ પરથી એ કુંડનું નામ '‘બ્રહ્મકુંડ’ પડ્યું. બ્રહ્માના વચનથી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા. તેથી આ તીર્થ ‘દામોદર’ નામે પ્રસિદ્ધ થયું. અહીં મનુષ્યનાં અસ્થિ પધરાવવાથી તદ્દન ગળી જાય છે. ગોમતીમાં પધરાયેલાં અસ્થિ ચક્રરૂપ, ગંગામાં શેવાળ રૂપ અને દામોદરમાં જળ રૂપ બને છે.

🌺 *અશોકનો શિલાલેખ* 🌺

👉🏿 *ગુજરાત નો સૌથી પ્રાચીન શિલાલેખ જે જુનાગઢથી ગિરનારનાં દર્શને જતા રસ્તામાં જમણી બાજુએ એકાદ કિલોમીટરે આવતુ પ્રથમ ઐતિહાસીક સ્થળ છે. આ શિલાલેખ મૌર્ય વંશમાં થયેલ અશોકના નામથી પ્રચલિત છે. આ ૭૫ ફુટનાં ઘેરાવામાં આશરે ૨૨૦૦ વર્ષથી પડેલા ઈતિહાસના અમુલ્ય વારસા સમા અશોકનાં શિલાલેખમાં ૧૪ આજ્ઞાઓ કોતરેલી છે. તેમાં યજ્ઞ કે શિકાર માટે પશુવધ ન કરવાનો, માણસો અને જનાવરો માટે ઔષધિઓનું વાવેતર કરવાનો, લોકોને ધર્મ બરાબર પાળવાનો, મિત્રો, બ્રાહ્મણો અને શ્રમણોનો સત્કાર કરવાનો, દરેક ધર્મ અને સંપ્રદાય પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો એમ વિવિધ ઉપદેશ અપાયા છે. ૨૨૦૦ વર્ષથી સચવાયેલ આ શિલાલેખને અત્યારે ભારત સરકારનાં પુરાતન વિભાગ દ્વારા સાચવવામાં આવ્યો છે. અને તેની દેખરેખ નીચે છે.

🌺 *ઉપરકોટ* 🌺

👉🏿 *જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી વલભીના શાસકોના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ કિલ્લનો જીર્ણોદ્ધાર ચુડાસમા રાજાઓ દ્વારા થયો. જે અનુક્રમે ચુડાસમા, સોલંકી અને મુઘલ રાજાઓના કબજામાં હતો. ઉપરકોટના કિલ્લામા અડીકડીવાવ, નવઘણકુવો, બૌદ્ધ ગુફાઓ, રાણકદેવીનો મહેલ (જામા મસ્જીદ), નિલમ તથા કડાનાળ તોપ, અનાજના કોઠારો તથા સાત તળાવ તરીકે ઓળખાતો વોટર ફીલ્ટર પ્લાન્ટ જોવા લાયક સ્થળો છે.

🌺 *ગીર રાષ્ટ્રીય ઉદ્યાન* 🌺

👉🏿 ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી, તે કુલ ૧,૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે આ ઉપરાંત પાણીયા અને મિતિયાળા અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી. વેરાવળથી લગભગ ૪૩ કી.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં આવેલું છે.આ એશિયાઇ સિંહો નું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિમહત્વનાં રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગીરનું જીવપરિસ્થિતિક તંત્ર તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે, સરકારી વન વિભાગ, વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે. જુનાગઢના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેનાં સિંહોને "રક્ષિત" જાહેર કરાયેલા. આ પહેલ સિંહોનાં રક્ષણમાં ખુબ મદદરૂપ બની કે જેમની વસતી શિકારની પ્રવૃતિને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઇ હતી.

👉🏿 આ પ્રાણી સંગ્રહાલય આઝાદી પહેલાં એટલે કે જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં બનાવવામાં આવ્યું હતું. એશિયાઇ સિંહ આ પ્રાણી સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ છે.સક્કરબાગ આશરે

૧૯૮ હેક્ટરમાં ફેલાયેલું છે.સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના નાવાબી કાળ દરમિયાન, ઇ.સ. ૧૮૬૩ માં થઇ હતી, જે ભારતના જુનામાં જુના પ્રાણીસંગ્રહાલયોમાનું એક છે.આ પ્રાણી સંગ્રહાયલનું નામ એક મીઠા પાણી (સક્કર) ના કુવા પર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ વગેરે, મોટા ભાગના પ્રાણીઓ જોવા મળે છે. અહિં એશિયાઇ સિંહ મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત એશિયાઇ ચિત્તો અને તાજેતરમાં જ પોકેટ મન્કી તરીકે ઓળખાતું પ્રાણી લાવવામાં આવ્યું છે.

*સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આશરે નીચે મુજબ જેટલા પ્રાણીઓ છે:*

સસ્તન 👉🏿  *૫૨૫*
પક્ષીઓ 👉🏿 *૫૯૭*
સરિસૃપ 👉🏿 *૧૧૧*

*👏👏👏🙏🙏🙏

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...