Saturday, June 13, 2015

એન્ડ્રોઈડ મોબાઇલ ના ડેટા નું બેકઅપ કેવી રીતે લેશો?

એન્ડ્રોઈડ મોબાઇલ ના ડેટા નું બેકઅપ કેવી રીતે લેશો?
ટેકનોલોજીJun 12, 2015

મિત્રો, આજના યુગ માં મોબાઇલ ની અંદર સાચવેલા ડેટા ની સુરક્ષા વિશે વિચારવું જરૂરી છે. ડેટા બેકઅપ કરવો એ અત્યારે કોઈપણ સ્માર્ટફોન ની પ્રાથમીક જરૂરિયાત છે. આ આર્ટીકલ મા હું તમને  સૌથી ઝડપી ડેટા બેકઅપ ટૂલ વિશે જણાવીશ તથા તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે તમને માહિતી આપીશ.એ ઝડપી ડેટાબેકઅપ ટૂલ “સુપર બેકઅપ” છે. સુપર બેકઅપ એપ્લીકેશન એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન ના ગૂગલ પ્લે સ્ટોર માંથી મફત માં ડાઉનલોડ કરી શકાય છે.

સુપર બેકઅપ ની એક ઝલક:

રેટિંગ:-૪.૪/૫.૦

૫ મીલીયન કરતા વધારે લોકો એ આ એપ્લીકેશન ડાઉનલોડ કરી છે.

૫૦,૦૦૦૦ થી વધુ લોકો એ ૫ સ્ટાર રેટિંગ તરીકે આપેલ છે.

આ એપ્લીકેશન નો નીચે આપેલી જુદી જુદી પરીસ્થિતિ માં ઉપયોગ કરી શકો છો.

૧. જયારે તમે તમારા સ્માર્ટફોન ને સંપૂર્ણ રીતે રીસેટ કે ઇરેસ કરો ત્યારે.

૨. જયારે તમે તમારા સ્માર્ટફોન ને રૂટ કરો ત્યારે.

૩. જયારે તમે બીજી કંપની ની રોમ ઈન્સ્ટોલ કરો ત્યારે.

૪. વધારે પડતી એપ્લિકેશન ને રીસ્ટોર કરવા.

૫. સીમ કાર્ડ ખોવાઈ જાય ત્યારે.

૬. મોબાઇલ ખોવાય જાય ત્યારે.

સુપર બેકઅપ ની ઉપયોગી ખાસિયતો:

૧. એપ્લીકેશન નું મેમરી કાર્ડ માં બેકઅપ.

૨. કોલ લોગ નું મેમરી કાર્ડ માં બેકઅપ અને રિસ્ટોરેશન.

૩. એસ.એમ.એસ તથા કેલેન્ડર એન્ટ્રીઓ નું મેમરી કાર્ડ માં બેકઅપ અને રિસ્ટોરેશન.

૪. જરૂરી યાદી નું બેકઅપ.

૫. એપ્લીકેશન ડેટા નું બેકઅપ અને રિસ્ટોરેશન..(માત્ર રુટ ફોન  માટે જ.)

૬. મેમરી કાર્ડ માંથી એપ્લીકેશન ને રિસ્ટોર કરવા.

૭. એપ્લીકેશન નું ઓટોમેટિક બેકઅપ.

૮. બેકઅપ ફાઈલો ને ઈંટરનેટ પર અપલોડ કરવા.

૯. ડ્રાઈવ,જી-મેઈલ માં અપલોડ કરી શકાય છે

૧૦. છેલ્લા લીધેલા બેકઅપની ના સમય ની માહિતી.

૧૧. ઉપયોગ-કર્તા એની જરૂરિયાત પ્રમાણે બેકઅપ ફોલ્ડર ને પણ બદલી શકે.

૧૨. એન્ડ્રોઈડ લોલીપોપ માં પણ  સપોર્ટ છે.

કેવી રીતે એપ્લીકેશન વાપરશો ?

૧.સૌ પ્રથમ સુપર બેકઅપ ને ડાઉનલોડ કરો

૨.ત્યાર બાદ સુપર બેકઅપ ઈન્સ્ટોલ કરો તથા ઓપન કરો.

૩.ત્યાર બાદ જરૂરિયાત પ્રમાણે તમારો ડેટા બેકઅપ લઇ શકો છો.

જરૂરી સુચના:-

જો તમારા ફોન માં જરૂરીયાત મુજબ ઇન્ટરનલ સ્ટોરેજ હશે તો સુપર બેકઅપ ની બેકઅપ ફાઈલ ઇન્ટરનલ સ્ટોરેજ માં પોતાની રીતે સ્ટોર થઇ જશે. તેથી તમે તમારા સુપર બેકઅપ ની ફાઈલ ઇન્ટરનલ સ્ટોરેજ માંથી મેમરી કાર્ડ ના સ્ટોરેજ માં બદલી નાખો .

તમે સુપર બેકઅપ એપ્લીકેશન રૂપિયા આપી ને પણ ખરીદી શકો છો પણ તેમાં થોડી વધારા ની ખાસીયતો હોય છે.

source: techchaska.com

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...