Sunday, February 1, 2015

Tips to Repair Your Phone

Tips to Repair Your Phone with Scratch And Water Problems [ ફોન પલળી ગયો હોય કે પડી ગયા હોય સ્ક્રેચ, ધ્યાનમાં રાખો આ ખાસ ટ્રિક્સ ]અનેકવાર ફોનના પાણીમાં પડી જવાના કારણે કે પછી તેની પર સ્ક્રેચ પડી જવાના કારણે તે ખરાબ થઈ જાય છે. અનેકવાર બટનવાળા ફોનની બટન્સ કામ કરવાનું બંધ કરી દે છે. એવામાં જો તમે નવો ફોન ન લેવાના હોવ તો આ નાની કેટલીક ટીપ્સ તમારી મદદ કરી શકે છે. અહીં તમને બતાવવામાં આવી રહી છે ખાસ ટીપ્સ......અલ્કોહોલથી સાફ થઇ શકે છે મોબાઇલ, જામ થયેલી કીઝ કરશે કામભલે આ ટ્રિક વાંચવામાં થોડી અલગ લાગે પણ કામની ગણી શકાય છે. how to geek સાઇટના જણાવ્યા પ્રમાણે આ ટ્રિક ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમારી પાસે કીબોર્ડ વાળો મોબાઇલ છે કે ફૂલ ટચ સ્ક્રીનને બદલે હોમબટન છે કે સોની સીરિઝનો કોઇ ફોન છે જેમાં મેટેલિકપાવર બટન આપવામાં આવી છે તો અલ્કોહોલ તમારા માટે મોટી અને કામની બાબત હોઇ શકે છે.શું થઇ શકે છે ફાયદા-- ફોનની બટન્સ થઇ શકે છે સાફ- કમ્પ્યુટરની કીબોર્ડને માટે વાપરી શકાય છે.- માઉસને પણ કરી શકાય છે સાફ.- ફોનના કેસ કે બેટરીને કરતા રહો સાફ- સિમ સ્લોટને પણ અલ્કોહોલથી સાફ કરી શકાય છે.આ માટે ઇયરબર્ડમાં કે પછી થોડા રૂમને નાની લાકડીમાં લગાવીને બે ટીપાં અલ્કોહોલ લો, બે મિનિટ રહેવા દો, ત્યારબાદ હલ્કા હાથથી ગેજેટ્સને સાફ કરો, ધ્યાન રહે કે વધારે પ્રેશર પડવાથી અલ્કોહોલ ગેજેટ્સની અંદર પણ જઇ શકે છે. જ્યારે તમે તેને સાફ કરી લો ત્યારે તેને કપડાંથી લૂસી નાંખો.જો તમારો ફોન પાણીમાં પલળી ગયો હોય તો આ કામ તો જરા પણ ન કરો- ફોનને ડ્રાયરથી સૂકવવાની કોશિશ  ન કરો, તેનાથી આવતી ગરમ હવા ફોનની સર્કિટને પીગળાવી શકે છે.- ફોન પલળી ગયો હોય તો તેને તરત ઓફ કરો. કોઇ બટનને વાપરવાની ભૂલ ન કરો. તેના ઉપયોગથી ફોનના ઇન્ટરનલ પાર્ટસમાં પાણી જવાની શક્યતા વધી જાય છે. - જો ફોન પાણીમાં પડી ગયો હોય તો પલળેલા ફોનને ઓફ કર્યા બાદ તેની દરેક એસેસરીઝને અલગ કરી દો તેમાંથીબેટરી, સિમકાર્ડ, મેમરી કાર્ડ, ફોનથી એટેચ કરાયેલા કાર્ડઆ દરેક ચીજોને અલગ કરીને શોર્ટ સર્કિટથી બચાવી શકાય છે. જો ફોનમાં નોન રિમૂવેબલ બેટરી હોય તો તેની બેટરી કાઢવાનો ઓપ્શન રહેતો નથી, તેવામાં પાવર બટનથી ફોનને બંધ કરો અને તે વધારે જરૂરી છે. નોન રિમૂવેબલ બેટરીના કારણે શોર્ટસર્કિટ થઇ શકે છે.પેપર નેપ્કિનનો ઉપયોગ કરોફોનની એસેસરિઝને અલગ કર્યા બાદ ફોનના દરેક પાર્ટસને સુકવવું જરૂરી છે, તેના માટે પેપર નેપ્કિનનો ઉપયોગ કરવો સુવિધાભર્યું રહે છે. તેનાસિવાય ફોનને લૂસવાને માટે નરમ રૂમાલને પણ વાપરી શકાય છે.ચોખાના વાસણમાં રાખીને સૂકવોફોનને રૂમાલથી લૂસી લીધા બાદ જરૂરી કામ છે તેના ઇન્ટરનલ પાર્ટસને સૂકવવા, ફોનને સૂકા ચોખામાં રાખીને એક વાસણમાં રાખો. ચોખાને કારણે ફોનનો ભેજ શોષાઇ જશે અને સાથે ફોનના ઇન્ટરનલ પાર્ટસ પણ સૂકાઇ જશે. જો ફોનને ચોખાના વાસણમાં રાખવા ઇચ્છતા ન હોવ તો સિલિકા જેલને પણ વાપરી શકો છો. આ જેલ પેક્સ શૂઝના ડબ્બામાં રાખી શકાય. તેમાં ચોખાના વાસણ કરતાં વધારે ઝડપથી ભેજ શોષવાની તાકાત હોય છે. પોતાના ફોનને ઓછામાં ઓછા 24 કલાક સુધી સિલિકા પેક કે પછી ચોખાના વાસણમાં રહેવા દો. જ્યાં સુધી કે સંપૂર્ણ રીતે સૂકાઇ ના જાય ત્યાં સુધી તેને ઓન ન કરો, ફોનની સાથે સાથે બેટરી અને અન્ય એસેસરિઝને પણ ચોખામાં સૂકવી શકાય છે.ચોખાની સાથે રાખવાથી તેમાં ડસ્ટ જવાનો ભય રહેછે. તેના માટે તેને ફરી પેપર નેપ્કિનમાં રાખીને સૂકવી શકાય છે. સ્ક્રેચ હટાવવાને માટે સેન્ડપેપરનો ઉપયોગજો તમારી પાસે મેટાલિક ફ્રેમ કે બેક કવરનો ફોન છે તો તેને ખિસ્સામાંરાખવાના કારણે કે સતત ચાવીના સંપર્કમાં આવવાના કારણે તેની પર સ્ક્રેચ પડે છે. આ માટે સેન્ડપેપરને વાપરી શકાય છે. હલ્કા હાથેથી સેન્ડપેપર ઘસવાથી સ્ક્રેચ પણ હલકા થઇ જાય છે. ધ્યાન રાખો કે આ ટ્રિક્સ પ્લાસ્ટિક ફ્રેમના કે ગ્લોસી બેક કવરના ફોનમાં વાપરી શકાય છે. કરો ટૂથપિકનો ઉપયોગઅનેકવાર હેડફોનમાં જૈક કે પછી યુએસબી પોર્ટમાં ડસ્ટ જામી જવાના કારણે કે સારી રીતે કામ કરી શકતા નથી. એવામાં હેડફોન જેક કે અન્ય યુએસબીથી સાફ કરી શકાય છે. ટૂથપિકમાં ઉપરના ભાગ પર થોડું રૂ લગાવીનેકચરાને સાફ કરો. તેના માટે અમોનિયા ક્લીનર, નેલ પોલિશ અને અલ્કોહોલનો પણ ઉપયોગ કરી શકાય છે, તેનો ઉપયોગ યુએસબી પોર્ટમાં કરવાથી બચવું અને કારણ કે ક્લીનર ફોનની અંદર પણ જઇ શકે છે.Courtesy. Divyabhaskar Newspaper,Date 30.01.2015

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat Engineering Service (Civil), Class-1 and Class-2, Road & Building Department

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt No. 126/2024-25, Gujarat ...