Friday, November 17, 2023

*ભોજન અંગે થોડા નિયમો પાળીશું તો શરીર રહેશે સ્વસ્થ*

*ભોજન અંગે થોડા નિયમો પાળીશું તો શરીર રહેશે સ્વસ્થ*

🥗🥗🍵🍵🥣

ભોજન પહેલા, ભોજન સમયે અને ભોજન પછી નીચેના નિયમ પાળવાથી ખોરાકનું યથાયોગ્ય પાચન થાય છે, શુદ્ધ લોહી બને છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.

(૧) ભોજન કરતાં પહેલાં ઠંડા પાણીથી હાથ, પગ, મોં ધોઈ નાખવાં. ઠંડા પાણીથી શિરાઓ સાંકડી થઈ લોહી જઠર તરફ વળે અને ખોરાક પચાવવામાં મદદ થશે.

(૨) ભોજનની થાળીની આજુબાજુનું વાતાવરણ ખૂબ સ્વચ્છ અને મનને આનંદ ઉપજે એવું રાખવું. શરીરને ખૂબ જ ઢીલું છોડી દેવું. તેથી પાચક રસોનો છૂટથી સ્ત્રાવ થઈ પાચનક્રિયામાં મદદરૂપ નીવડે છે.

(૩) ભોજન કરતાં પહેલાં કદી પાણી પીવું નહિ; કારણ કે પાચક રસ નું બળ પાણી ભળવાથી ઓછું થઈ જાય છે અને અજીર્ણ થઈ આંતરડાંમાં બગાડ પેદા થાય છે.

(૪) પ્રથમ ભારે, સ્વાદુ(ગળ્યો) અને ઘન ખોરાક લેવો.જેમકે લાડવા,મીઠાઈઓ,શ્રીખંડ વગેરે.
એવા ખોરાકને પચાવવા માટે જઠરાગ્નિ ના તાજા તેજ રસની જરૂર રહે છે એટલે એ ખોરાક પ્રથમ લીધા હોય, તો એવા તે જ રસ સાથે ભળવાથી તે સારી રીતે પચી જાય છે. 
ભોજનની વચ્ચે ખાટા, ખારા અને તીખા પદાર્થો નું ભોજન કરવું.
પચવામાં હલકા અને લુંખા પદાર્થો અંતમાં ખાવા; તેથી પાછળથી પાચક રસ ઓછો હોય તો પણ એ પચાવવામાં મુશ્કેલી ન આવે.

(૫) પૂરેપૂરું પેટ ભરીને ખાવું નહિ; પરંતુ પેટના બે ભાગ અન્નથી ભરાય, એક ભાગ પાણીથી ભરાય અને એક ભાગ પવન સંચાર માટે ખાલી રહે એમ ખાવું. જેમ મિક્સચરમાં કેરીનો રસ કાઢવો હોયતો ૨ ભાગ કેરી,૧ ભાગ પાણી ને ચોથો ભાગ સરળતાથી ઘુમાવવા ખાલી રાખીએ છીએ એમ...

(૬) ખેરાકની મધ્યમાં પાણી પીવું. તે અમૃતના જે ગુણ કરે છે.

(૭) ખૂબ ચાવીચાવીને જમવું. તેથી દાંત અને પેઢાંને કસરત મળશે, ખોરાક બરાબર રસ થઈ જઠરમાં જવાથી જઠરને ઓછી મહેનત પડે, જેમ ચાવશો એમ લાળરસ મુખમાં ખોરાકમાં ભળતો જશે. ખોરાકના પાચન થવાની શરૂઆત લાળરસથી જ થાય છે, આ પ્રથમ તબક્કો ખુબ મહત્વનો છે.
ચાવ્યા વગર જઠરમાં ઉતરેલો ખોરાક શરીરમાં કાચો આમ પેદા કરે છે.

(૮) સવારનું બનાવી મૂકેલું ભોજન સાંજે અને સાંજનું સવારે ખાવું નહિ. ફ્રીજમાં મૂકી ગરમ કરીને પણ ખાવું નહિ. બે ટાઈમનો રોટલીનો લોટ મૂકી રાખીને પણ રોટલી બનાવવી નહિ. એ સ્વાસ્થ્યને બગાડનાર છે; તેથી તાજું બનાવેલું ભોજન જ કરવું. 

(૯) એકાદશીને દિવસે કે અમાસ અને પૂનમને દિવસે હોજરીને આરામ આપવા સારા ઉપવાસ કરવો ફાયદાકારક છે. આવા દિવસમાં ફળાહાર ઠીક નથી, કેટલાક ફળાહાર કરે છે, તેમાં વપરાતા ફળ લઘુ હોય તે તો ઠીક, પણ ભારે તો ન જ હોવા જોઈએ.


(૧૦) જમતી વખતે થોડું પાણી પીવું,જમ્યા પછી વધારે પાણી ન પીવું,સાંજે ઊંઘવા અને જમવા વચ્ચે ૩ કલાક નો ગાળો રાખવો.
 

(૧૧) ભોજન કર્યા પછી બને તો છાશ પીવી. છાશ જરા પણ ખાટી ન હોવી જોઈએ.પાતળી-મોળી-તાજી છાશ ગુણકારી છે.

(૧૨) ભોજન પછી તરત સુઈ ન જતા આશરે ૧૦૦ ડગલા ચાલવું જોઈએ, જેથી સર્વ અવયની ગતિ મંદ નહિ પડતાં ચાલુ રહે; પણ વધુ ચાલવું હાનિકારક છે.

(૧૩) સો ડગલાં ચાલ્યા બાદ ૧૫-૨૦ મિનિટ ડાબી બાજુએ સૂઈ જવું; કારણ કે જઠર ડાબી બાજુએ આવેલું છે. તેથી ગુરુત્વાકર્ષણ ના નિયમાનુસાર લોહી તે તરફ વધારે ઢળે અને યોગ્ય પાચન કિયા થાય.

(૧૪) જઠરમાં ત્રણ કલાક ખોરાક રહે છે, તેથી જમ્યા પછી ૩ કલાકમાં તો કંઈ પણ ન જ ખાવું જોઈએ. ખાઈએ તે અગ્નિને પચાવવામાં મુશ્કેલી પડે અને પાચનક્રિયા અટકી પણ પડે.
છ કલાક બાદ જ ભોજન કરવુ. છ કલાક બાદ ભોજન ન કરીએ તો બળની હાનિ થાય છે. (ભૂખ લાગવાનાં ચિહ્ન હોય તેમણે છ કલાક બાદ ભોજન કરવું જોઈએ.)

(૧૫) કફ કરનાર પદાર્થો તામસિક પ્રકૃતિ પેદા કરનાર છે. ગુજરાત કફ પ્રધાન દેશ છે; તેથી અગ્નિ તત્વ વધારે હોય તેવા પદાર્થો નું સેવન વધુ રાખવું સારું છે.

(૧૬) કોઈ પણ શાકની સૂકવણી કરીને ઉપયોગ કરીએ તો કૃશતા, કબજિયાત અને વાયુ થાય છે, તેથી તાજાં, સારી ભૂમિમાં ઉત્પન્ન થયેલા અને બહુ બી ના હોય એવાં શાક ખાવા.

(૧૭) ધાન્ય અને કઠોળ જૂનાં થાય તેમ સ્વાસ્થ્યને વધુ હિતકર છે; બને ત્યાં સુધી નવાં ધાન્ય ન ખવાય તેવી વ્યવસ્થા કરવી. આ વસ્તુઓ એક વર્ષથી વધુ જૂની હોય તો તે વાપરવી.એટલે જ જુના જમાના માં અનાજ કાઢવાની કોઠીઓમાં નીચે કાણું રહેતું, ઉપરથી અનાજ નાંખવાનું નીચે આવતા સુધી એકાદ વર્ષ જુનું થઇ જાય...
અત્યારે આપણે ઉપરથી અનાજ નાંખવાનું અને ઉપરથી જ કાઢવાનું, તૈયાર પ્રીઝર્વેટીવ નાંખેલા લોટ ખાવા પણ હાનીકારક છે.

(૧૮) બાળકો માટે ધારોષ્ણ દૂધની વ્યવસ્થા થાય, તે અતિ ઉત્તમ; નહિ તો ઉકાળેલું પણ ગાયનું દૂધ પીવું. ભેંસનું દૂધ બાળકો માટે સારું નથી. ધારોષ્ણ સિવાય કોઇપણ દૂધ કાચું પીવું યોગ્ય નથી

(૧૯) નિર્મળ આત્માનું શરીર પણ નિર્મળ રહેવું જોઈએ. શરીરને નિર્મળ રાખવા માટે પ્રકૃતિ અનુસાર યોગ્ય ખોરાક પસંદગી કરવી. ખાવા ને માટે જીવવું ન જોઈએ, પણ જીવવા માટે ખાવું જોઈએ.



કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...