Thursday, February 27, 2020

બાળકનું નામ પાડવા નામ કેવી રીતે પસંદ કરવુ?

બાળકનું નામ પાડવા નામ કેવી રીતે પસંદ કરવુ?

તમને અહીં અઢળક નવા નામ ઑનલાઇન મળી જશે.

એકવાર જરૂર જૂવો.
👉 http://www.rmc.gov.in/rmcwebsite/birth_certificate.aspx

*મેડીકલ ફીટનેસ :*

જીવનમા અતી ઉપયોગી માહીતી 
આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે, 
આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો
*મેડીકલ ફીટનેસ :*

*High BP :*
120/80 — Normal
130/85 — Normal (Control)
140/90 — High
150/95 — V.High

*Low BP :*
120/80 — Normal
110/75 — Normal (Control)
100/70 — Low
  90/65 — V.Low

*Haemoglobin :*
Male     — 13 ~ 17
Female — 11 ~ 15
RBC Count — 4.50 ~ 5.50 (million)

*Pulse(ધબકારા)* 
72 per minute (standard)
60 ~   80 p.m. (Normal)
40 ~ 180 p.m.(abnormal)

*Temperature :*
98.4 F (Normal)
99.0 F Above (Fever)

*"હાર્ટએટેક અને પાણી”* તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે. ક્યારેય આ જાણકારી ન હતી, માહિતી રસપ્રદ છે.
બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે? 
*હૃદયરોગનાં Dr એ આપેલ જવાબ :* 
ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.

*પાણી પીવા માટેનો યોગ્ય સમય :* 
એક હૃદયરોગનાં Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે :
(1) સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી 
      આંતરિક અંગો સક્રિય થાય છે.
(2) જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ 
      પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.
(3) સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી 
      બ્લડપ્રેશરને નીચું રાખે છે
(4) રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી 
      સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
(5) રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ 
      જકડાઈ જતા નથી (સાદી રીતે કહીએ તો 
      નસ ચઢી જવી) સ્નાયુઓને પાણીની જરૂરત 
      હોય છે, અને પાણી ના મળે તો તે જકડાઈ 
      જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.

૨૦૦૮નાં અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે…..
(1) હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી 
      બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના 
      સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે 
      કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ 
      પણ સંભવ છે.
(2) જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ 
      તો એ દવા રાતના સમયે લેવી જોઈએ 
      કારણકે એસ્પિરીનની અસર ૨૪ કલાક માટે 
      રહેતી હોય છે એટલે સવારના સમયે તેની 
      તીવ્રતમ માત્રામાં અસર હોય છે.
(3) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો 
      સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે 
      ત્યારે એમાંથી (સરકો)વિનેગર  જેવી વાસ 
      આવે છે.
(4) બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – 
      BAYER કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન 
     બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી 
     જાય છે. 
     તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. 
     માટે એસ્પીરીન કાયમ તમારી 
      સાથે રાખો.
(5) હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ 
      અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક 
      લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ 
      કે દાઢીમાં ખુબજ દુખાવો થવો, ઉલટી ઉબકા 
     જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. 
     પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.
(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો 
      ના પણ થાય. મોટાભાગના (લગભગ ૬૦%) 
      લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક આવ્યો 
      તો તેઓ જાગ્યા નહોતા.પરંતુ જો તમને 
      છાતીમાં જોરદાર દુખાવો ઉપડે તો તેનાથી 
     તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.
(7) જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક 
      ૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને થોડાક 
      પાણી સાથે તેને ગળી જાવ, પછી ૧૦૮ ને 
      ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ 
      નજીક રહેતા હોય તેમનેે ફોન કરો અને કહો 
     *“હાર્ટએટેક”* અને એ પણ જણાવો 
      કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય 
      દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો 
      અને તેમના આવવાની રાહ જુઓ – 
      સુઈ જશો નહિ.
એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે.
આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે. *જીવન* એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છ.
આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે. 😇

Wednesday, February 26, 2020

નૌકરી માટે તાલીમ રોજગાર માં રજીસ્ટ્રેશન કરો

*💥નૌકરી માટે તાલીમ રોજગાર માં રજીસ્ટ્રેશન કરો*

↩શું તમને નોકરી નથી મળતી...?

➖તો આજે જ તાલીમ રોજગાર માં રજીસ્ટ્રેશન કરો...

➖ગવર્મેન્ટ દ્ધારા આ ચલાવવા માં આવે છે..

🗣જ્યા પણ જગ્યા ખાલી હશે તે તમારી લાયકાત પ્રમાણે માહિતી આપશે...

➖જાણો કેવી રીતે તેનું ફોર્મ ભરવું...

⤵વિગતવાર માહિતી.....
*http://bit.ly/details-talimrojgar-gujarat-gov-in*

_________________________
🙏🏽તમામ મિત્રો તેમજ આપના તમામ ગ્રુપમા શેર કરી મદદગાર બનશો

Sunday, February 23, 2020

આદર્શ ઉતરવહિઓ

*આદર્શ ઉતરવહિઓ...*

ધોરણ  10 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા  2016 મા જાહેર કરાયેલી આદર્શ ઉતરવહિઓ મૂકેલી છે.
જુના કોર્સની છે પણ વિદ્યાર્થીઓને પેપર કેમ લખવુ તેનો ખ્યાલ આવશે.

*આદર્શ ઉતરવહિઓ ડાઉનલોડ કરવા માટે↩️*
https://drive.google.com/file/d/1miqNhaowplhIiTKyNcHCvfO2bQBdZgI0/view?usp=drivesdk

Wednesday, February 19, 2020

ડુપ્લીકેઈટ માર્કશીટ મેળવવા માટે

હવે ડુપ્લીકેટ માર્કશીટ માટે ગાંધીનગર નહીં જવું પડે ઓનલાઇન મળી રહેશે. ધોરણ-૧૦ અને ૧૨ ની માર્કશીટ ઓનલાઈન મેળવો.

● ડુપ્લીકેટ માર્કશીટ
● માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો
● માર્કશીટ સુધારો કરીને નવી મેળવવી
● માઈગ્રેશન સર્ટીફીકેટ

ધોરણ-૧૦ નો વર્ષ ૧૯૫૨ થી વર્ષ-૨૦૧૯ અને ધોરણ-૧૨ નો વર્ષ-૧૯૭૮ થી વર્ષ-૨૦૧૯ સુધીના પરિણામના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે. બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી
આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધોરણ-૧૦/૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટાપ્રમાણપત્ર, ધોરણ ૧૦/૧૨ પાસ વિદ્યાર્થીને માઇગ્રેશન આપવામાં આવતા હતા, જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહીસિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું.

હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવુ નહી પડે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice વેબસાઇટ પર student online student services માં જઇ એપ્લીકેશન કરવાની રહેશે, જેમાં ડુપ્લીકેટ માર્કશીટ પ્રમાણપત્રની ફી પી- રૂ. માઇગ્રેશન ફી ૧૦- રૂ.તથા સમકક્ષતા પ્રમાણપત્રની ફી ૨૦૦ - રહેશે. દરેકનો સ્પીડ પોસ્ટનો ચાર્જ ૫૦/- રૂા. રહેશે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા પ્રમાણપત્ર મેળવી શકાશે.

ડુપ્લીકેટ માર્કશીટ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો  👉🏼 http://www.ojas-gujarat-gov-in.com/2020/02/www.gsebeservice.com.html

🙏🏼 *આ ઉપયોગી માહિતી દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવા આપ સૌને વિનંતી.* 🙏🏼

Monday, February 10, 2020

પિત્તને લગતા રોગના ઉપાય

પિત્તને લગતા રોગના ઉપાય

સામાન્ય રીતે 20 થી 45 વર્ષ ની વયના લોકો ને પિત્તને લગતા રોગની શકયતા વધુ હોય છે.

(1) કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે. 

(2) કારેલીના પાનનો રસ લેવાથી ઊલટી અથવા રેચ થઇ પિત્તનો નાશ થાય છે. એનો ઉતાર ઘી અને ભાત છે.

 (3) પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઊલટી બેસાડે છે. સગર્ભાની ઊલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે.

 (4) બીજ વગરની કાળી દ્રાક્ષ 50 ગ્રામ અને હરડેનું ચૂર્ણ 100 ગ્રામને ખૂબ લસોટી એક ચમચી જેટલા આ મિશ્રણની મોટી મોટી ગોળીઓ વાળી લેવી. એક કપ પાણીમાં એક ગોળી 20-50 મિનિટ પલાળી રાખી. પછી તેને પાણીમાં ખૂબ મસળી સવારે પી જવું. શરીરમાં ઉત્પન્ન થયેલાં અનેક વિકારો- કબજિયાત, ગેસ, જ્વર, મળની દૂર્ગધ, હૃદયરોગ, લોહીના વિકારો, તવચાના રોગો, ઉધરસ, કમળો, અરુચિ, પ્રમેહ અને માંદાગ્નિ જેવા રોગોમાં ઉત્તમ પરિણામ આપે છે.

 (5) 1 લિટર પાણીમાં એક થી દોઠ ચમચી સૂકા (જુના) ધાણા નાખી ઉકાળી એક ભાગ બાળી ત્રણ ભાગ બાકી રહે ત્યારે ઠારી, નીતારી ગાળી લો. આ પાણી એકદમ ઠંડુ બને છે. તેથી તે પિત્ત દોષ કે ગરમીથી પીડાતા કે પિત્તની તાસીરવાળા લોકોને માફક આવે છે. આવું પાણી ગરમી-પિત્તનો તાવ, દાહ-બળતરા, પિત્તની ઊલટી, ખાટા ઓડકાર, અમ્લપિત્ત, હોજરીનાં ચાંદા, લોહી દૂઝતાં કે દાહ-સોજા વાળા હરસ, નેત્રદાહ, નસકોરી ફૂટવી, રક્તસ્ત્રાવ, મરડો, ગરમીના પીળાં પાતળા ઝાડા, ગરમીનો સૂકો દમ, ખૂબ વધુ પડતી તરસ જેવા દર્દોમાં લાભપ્રદ છે. વધુ લાભ માટે આ પાણીમાં સાકર નાખીને પીવું. જે લોકો કેફી-માદક ચીજોના વ્યસનથી શરીરને વિષમય બનાવે છે તેમને માટે પણ આવું જળ વિષનાશક હોઇ લાભપ્રદ છે.

 (6) કોઠાના પાનની ચટણી બનાવી પિત્તના ઢીમણાં પર લગાડવાથી આરામ થાય છે.

 (7) આમલી પિત્તશામક તથા વિરેચક છે. ઉનાળામાં પિત્તશમાન માટે આમલીનાં પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. આમલીથી દસ્ત પણ સાફ આવે છે.

 (8) ટામેટાંનાં રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારો મટે છે.

 (9) અળવીના કૂણાં પાનનો રસ જીરુની ભૂંકી મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે.

 (10) આમલીને તેનાથી બમણાં પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી 20-25 ગ્રામ જેટલું રાત્રે પીવાથી પિત્તપ્રકોપ મટે છે.

 (11) ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પિત્તપ્રકોપ શાંત થાય છે.

 (12) તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્તપ્રકોપ શાંત થાય છે.

 (13) પાકાં કેળા અને ઘી ખાવાથી પિત્તરોગ મટે છે.

 (14) જામફળના બી પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પિત્તિવકાર મટે છે.

 (15) જાંબુડીની છાલનો રસ દૂધમાં મેળવી પીવાથી ઊલટી થઇ પિત્તિવકાર મટે છે.

 (16) આમળાનો રસ પીવાથી પિત્તના રોગો મટે છે. 

(17) દૂધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપૂડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પિત્તનું શમન થાય છે.

સંક્લન:- પ્રવિણસિંહ પરમાર

Sunday, February 2, 2020

રોગ અને ઔષધ

તાવ શરદી માં તુલસી,
કાકડા માં હળદર,
ઝાડા માં છાશ જીરું,
ધાધર માં કુવાડીયો,
હરસ મસા માં સુરણ,
દાંત માં મીઠું,
કૃમી માં વાવડિંગ,
ચામડી માં લીંબડો,
ગાંઠ માં કાંચનાર,
સફેદ ડાઘ માં બાવચી,
ખીલ માં શિમલકાંટા,
લાગવા કે ઘા માં ઘા બાજરીયું,
દુબળા પણાં માં અશ્વગંધા,
નબળા પાચન માં આદુ,
અનિંદ્રા માં ગંઠોડા,
ગેસ માં હિંગ,
અરુચિ માં લીંબુ,
એસીડીટી માં આંબળા,
અલ્સર માં શતાવરી,
અળાઈ માં ગોટલી,
પેટ ના દુખાવા માં કાકચિયા,
ઉધરસ માં જેઠીમધ,
પાચન વધારવા ફુદીનો,
સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ,
શરદી ખાંસી માં અરડૂસી,
શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી, 
યાદશક્તિ વધારવા બ્રાહ્મી,
મોટાપો ઘટાડવા જવ,
કિડની સફાઈ કરવા વરિયાળી,
તાવ દમ માં ગલકા,
વા માં નગોડ,
સોજા કે મૂત્રરોગ માં સાટોડી,
કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો,
હદયરોગ માં દૂધી,
વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ,
દાંત અને ચામડી માટે કરંજ, 
મગજ અને વાઈ માટે વજ,
તાવ અને અરુચિ માટે નાગર મોથ,
શરીર પુષ્ટિ માટે અડદ,
સાંધા વાયુ માટે લસણ,
આંખ અને આમ માટે ગુલાબ,
વાળ વૃધી માટે ભાંગરો,
અનિંદ્રા માટે જાયફળ,
લોહી સુધારવા હળદર,
ગરમી ઘટાડવા જીરું,
ત્રિદોષ માટે મૂળા પાન,
પથરી માટે લીંબોળી અને પાન ફૂટી,
કફ અને દમ માટે લિંડી પીપર,
હિમોગ્લોબીન માટે બીટ અને 
ફિંદલા, કંપ વા માટે કૌચા બી,
આધાશીશી માટે શિરીષ બી,
ખરાબ સ્વપ્ન માટે ખેર,
ફેક્ચર માટે બાવળ પડીયા,
માથા ના દુખાવા માટે સહદેવી,
આંખ કાન માટે ડોડી ખરખોડી,
ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગ કરવો...!!👍🏻
સંકલન :-પ્રવિણસિંહ પરમાર

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...