Tuesday, April 3, 2018

રજપુત-ક્ષત્રિયનો ઈતિહાસ

⚔  🚩રજપુત-ક્ષત્રિયનો ઈતિહાસ🚩  ⚔

ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ સનાતન ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કરવામાં આવેલ છે. એ ચાર વર્ણોના ના
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અનેશૂદ્ર છે. પ્રચલિત માન્યતા પ્રમાણે દરેક મનુષ્યને પોતાનો વર્ણ પોતાના જન્મની જાત પ્રમાણે મળે છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે, ચાતુર્વણ્ય્ મયા સૃષ્ટા ગુણકર્મ વિભાગશઃ અર્થાત, ગુણ અને કર્મ પ્રમાણે મેં સ્વયં ચાર વર્ણોની વ્યવસ્થાવાળી આ સૃષ્ટિ રચી છે.
હિંદુ પુરાણો અને શાસ્ત્રો અનુસાર હિંદુ ધર્મ કર્મને પ્રાધાન્ય આપે છે અને પ્રત્યેક મનુષ્ય પોતાના કર્મ પ્રમાણે આ ચારમાંનાં એક વર્ણમાં આવે છે.

શિક્ષણને અને અધ્યાત્મને લગતા કાર્યો કરનારને બ્રાહ્મણ,
સમાજની સુરક્ષાના કાર્યોમાં વ્યસ્ત લોકોને ક્ષત્રિય,
વેપાર-ધંધામાં પ્રવૃત લોકો વૈશ્ય
વર્ણના
અને બાકીના કાર્યો કરનારને શૂદ્ર

                     આમ ચાર વર્ણ ની ઉત્પતિ થઈ  એમા વાત કરીએ  ક્ષત્રિય સમાજ ની તો ક્ષત્રિય સમાજ મા પણ ગણી પેટા શાખાઓ આવે.
રજપૂત.ઠાકોર.વાટા.મારુ . સીકારા. જાટ. ચૌધરી,તેલી.  ગૂજર. ભીલ. ચાકરીયા. પંજાબી,
આવી તો ગણી શાખાઓ આવે ક્ષત્રિય વર્ણ ના સમાજ મા.

           ⚔આપણે વાત કરશુ રજપૂત ક્ષત્રિય સમાજ ની⚔

રજપૂત ક્ષત્રિય સુર્યવંશ અને ચંન્દ્રવંશ આજ રજપૂત ક્ષત્રિય સમાજ મા  આવતી તમામ  અટક શાખ  આ બેજ વંશ ના અલગ અલગ ગોત્ર માથી પડેલી અટક શાખ છે.
ગોત્ર  એટલે  જે ઋષિ નો વંશ ચાલ્યો તેના વંશજો

ક્ષત્રિય વંશના ઈતિહાસ પર આજ સુધી ઘણું બધું લખ્યું છે. ઈતિહાસકારોએ અનેક પુરાવાઓ દ્વારા પોતાની કલમ ને સત્ય અને નિષ્પક્ષ સાબિત કરી છે. તેમ છતાં આ વિષય આજે પણ અપુર્ણ છે.
ક્ષત્રિય વંશાવળી ,ગોત્ર, પવિત્ર પરંપરાઓ , માન મર્યાદાઓ , વીરતાઓનોજ ઈતિહાસ છે. ક્યારેક એવું લાગે છે કે ઈતિહાસકારોએ ‘ક્ષત્રિય ઈતિહાસ’ પર પોતાની સંકુચિત ભાવનાઓનો વધારે પડતો સમાવેશ કર્યો છે.
ભારતનો દરેક બુદ્ધીશાળી વર્ગ જાણે છે કે , ભારતના ઈતિહાસને જો ક્ષત્રિયોનો ઈતિહાસ કહેવામાં આવેતો એમાં કોઇ અતિશયોક્તિ નથી. કારણ કે ભારતનો ઈતિહાસ ૯૦ ટકા ક્ષત્રિયો દ્વારા બનાવવામાં આવ્યો છે. જો ઈતિહાસના પાનામાંથી ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવેતો , બાકી બે પુંઠા જ વધે. આમ છતાં પણ ઈતિહાસમાં ક્ષત્રિયોનું સ્થાન નગણ્ય છે.
વૈદિક કાળ , ઉત્તર વૈદિક કાળ , બૌદ્ધ , મૌર્ય , ગુપ્ત અને હર્ષવર્ધનના શાસન સુધી ભારત દેશની રક્ષક જાતિ “ક્ષત્રિય” ના નામથી ઓળખાતી હતી , પરંતું હર્ષવર્ધનના શાસનાકાળ પછી ઈતિહાસમાં એક નાટકિય વળાંક આવે છે અને એક નવું નામ “રાજપૂત” ક્ષત્રિય જાતિ માટે આવે છે. ખરેખર ભારતના મુળનિવાસી ક્ષત્રિયો માટે “રાજપૂત” શબ્દ નહી પણ “રજપૂત” શબ્દ હોવો જોઇએ .કારણકે રાજપૂત શબ્દ પરદેશી આક્રમણકારો લાવેલા છે. પરંતું હર્ષવર્ધનના શાસનકાળ પછી ભારતમાં એકછત્ર રાજ્યનો અભાવ થઈ ગયો. રાજ્યોના અડધા ઉપરના શાસકો રજપૂતો જ હતા. આથી આ યુગને “રજપૂત યુગ” કહેવામાં આવે છે. ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશને જ અહીથી રજપૂત વંશ બનાવી દીધો.
અને ક્ષત્રિય વંશને એક નવી જાતિ બનાવી દીધી. ઈતિહાસકારોએ રાજપૂતોને વિદેશીયોના સંતાન અથવા ક્ષત્રિયોથી અલગ બતાવવાનું સૌથી મોટું કારણ એ બતાવ્યું છે કે , છઠ્ઠી સદી પહેલાં કોઇપણ પ્રાચીન ગ્રંથમાં રાજપૂત શબ્દની ચર્ચા કે પુરાવા મળતા નથી.પરંતું એ પ્રાચીન ગ્રંથોમાં રાજપુત્ર ની ચર્ચા થયેલી જોવા મળેછે.ઈતિહાસકારોએ રાજપુત્ર અને રાજપૂત ને અલગ-અલગ બતાવ્યા છે.રાજાને જો એકથી વધારે સંતાનો હોયતો ,પરંપરા ને અનુસાર સૌથી મોટા પુત્રને જ રાજ્યના ઉતરાધિકારી બનાવવામાં આવતા હતા.તથા તેને રાજા કહેવામાં આવતો હતા.તેમજ અન્ય નાના પુત્રોને રાજપુત્ર કહેવામાં આવતા હતા.પાછળથી આ રાજપુત્રો નાના રજવાડાઓમાં ભાગલા પાડીને રાજા અથવા તો શાસક બની ગયા.અને આમ પાછળથી આજ રાજપુત્ર સમુહવાચક યા જાતિવાચક બની ગયા. રાજપૂત હિન્દી નો શબ્દ છે. અને આ સંસ્કૃત શબ્દ રાજપૂત્રનો અપભ્રંશ છે. પ્રાચીન ગ્રંથોમાં રાજપૂતો માટે રાજપુત્ર, રાજન્ય, બાહુજ વગેરે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

          🚩મૂળભુતે  આપણે રજપૂત ક્ષત્રિય કહેવાઇ એ🚩
આજ  એક વંશ ગોત્ર શાખાઓ ના હોવા છતા  આજ  આપણા રજપૂત ક્ષત્રિય સમાજ મા પણ  અલગ અલગ સમાજ ના ભાગલા થઈ ગયા છે.
આજ હરેક રજપૂત ક્ષત્રિય સમાજ પોત પોતાના સમાજ મા સક્રિય જ છે અને જોડાયેલા પણ
આજ આપણા રજપૂત ક્ષત્રિય સમાજ મા  અગનાનતા અને ભેદભાવ થી એક બીજા ને લાગણી દુભાય તેવુ વર્તન થતું જ હોય છે.  પણ  ?
આવુ વર્તન શુ કામ  અર્થે વગર ના ભેદભાવ શુ કામ ?

             આ પોસ્ટ લખવાનુ કારણ એ જ કે કોઈ પણ સમાજ ના રજપૂત ક્ષત્રિય હોય તેમને ગર્વ હોવો જોઈએ પોત પોતાના સમાજ પ્રત્યે અને તમામ રજપૂત ક્ષત્રિય સમાજ ને માન સન્માન આપવુ એ પણ એક  આપણો રજપુતી ધર્મ છે. જેને ક્ષાત્રધર્મ કહે છે.

               🚩ગરાસિયા રજપૂત ક્ષત્રિય🚩
            સુર્યવંશ અને ચંન્દ્રવંશ મા આવતા રજપૂત ક્ષત્રિય  જે રાજા ટિલાટ કહેવાયા અને ગરાસ ના હકદાર રયા તે ગરાસિયા રજપૂત ક્ષત્રિય કહેવાયા.

                 🚩કારડીયા રજપૂત ક્ષત્રિય 🚩
             સુર્યવંશ અને ચંન્દ્રવંશ મા આવતા રજપૂત ક્ષત્રિય જે અન્ય રાજ્યો મા કર ભરી રહ્યા તે કારડીયા રજપૂત ક્ષત્રિય કહેવાયા,

              🚩 ખવાસ રજપૂત ક્ષત્રિય 🚩
સુર્યવંશ અને ચંન્દ્રવંશ મા આવતા રજપૂત ક્ષત્રિય જે રજપૂત ક્ષત્રિય ને રાજય મા ખાસ પદવી આપી ચાકર  અને રાજય ના કામ કરતા તે ખવાસ રજપૂત ક્ષત્રિય કહેવાયા.

                🚩 નાડોદા રજપૂત ક્ષત્રિય 🚩
સુર્યવંશ અને ચંન્દ્રવંશ મા આવતા રજપૂત ક્ષત્રિય જે નરવા રહ્યા એટલે કે રાજ્યનો ખપ ન રાખીને ફક્ત જમીન ખેડીને ગુજરાન ચલાવ્યુ તેથી નરવૈયા રજપૂત ક્ષત્રિય કહેવાયા સમય અને કાર્યક્રમે નરવૈયા શબ્દનો અપભ્રંશ થઇ નાડોદા રજપૂત ક્ષત્રિય કહેવાયા.

                   🚩 ખાંટ રજપુત ક્ષત્રિય 🚩
સુર્યવંશ અને ચંન્દ્રવંશ મા આવતા રજપૂત ક્ષત્રિય જે મહંમદ ગઝની ભારતની ૧૬મી સવારી એ સોમનાથ ના મંદિર પર હુમલો કરીને મંદિરની સંપત્તિ લુંટી અને ત્યા પોતાનો સુબો મુકીને ગઝની પરત ગયો હતો. આ સુબો આસ પાસ ના ગામો પર ખુબ જ અત્યાચાર કરતો હતો. જેની ખબર લાઠીના રાજા ભીમસિંહ ગોહિલના બાવીસ વર્ષના પુત્ર હમિરસિંહ ગોહિલને પડતા સંવત ૧૪૭૦ (ઇ.સ. ૧૪૧૪)માં હમિરસિંહ ગોહિલ બસ્સો યુવાન સૈનિકોને લઇને સોમનાથની સખાતે જઈ રહ્યા હતા. રસ્તામાં વેગડા ભીલ નામના એક ભીલ સરદારના ગામની નજીક રાતવાસો કરવા રોકાયા હતા ત્યારે વેગડાજીએ કહ્યુ કે કુંવારા યુવાનો યુદ્ધમાં જાય એ તો અપ શુકન કહેવાય. આથી હમિરસિંહ ગોહિલ અને તેમના અનુ ગામીઓએ ભીલ કન્યાઓ સાથે ગાંધર્વ વિધીથી લગ્ન કર્યા અને સોમનાથના યુદ્ધમાં હમિરસિંહ અને વેગડાજીના સંયુક્ત સૈન્યએ હુમલો કર્યો અને ખાંટ્યા એટલે કે જીત્યા તે ઉપરથી ખાંટ કહેવાયા.

                🚩 કાઠી રજપૂત ક્ષત્રિય 🚩
સુર્યવંશ અને ચંન્દ્રવંશ મા આવતા રજપૂત ક્ષત્રિય જે રાજસ્થાન સિંધ થઈ સુર્ય ચંદ્ર વંશી રજપૂત ક્ષત્રિય જે કાઠી રજપૂત ક્ષત્રિય તરીકે  ઓડખ થઈ તે
સૌરાષ્ટ્ર-કચ્છમાં આવીને વસેલી કાઠીકોમનો શરૂઆતનો સમય સંઘર્ષમય રહ્યો હતો. કચ્છના ભદ્રાવતીથી વાગડમાં આવેલ કંથરોટ સુધી પોતાની રાજસત્તા સ્થાપી પાવરગઢથી શાસન કરતા કાઠીઓ અને કાઠિયાવાડની ની પણ સ્થાપના કરી

                  🚩 પાલવી રજપૂત ક્ષત્રિય 🚩
સુર્યવંશ અને ચંન્દ્રવંશ મા આવતા રજપૂત ક્ષત્રિય જે પોતાને પાલવે તે પ્રમાણે વ્યવહારો કરવાના કારણે પાલવી રજપૂત કે પાલવી ઠાકોર થઈ  ઓડખાયા

               આમ સુર્ય  અને ચન્દ્ર વંશ ના એક ગોત્ર ના રજપૂત ક્ષત્રિય વંશજો મા સમય ના કાર્યક્રમે આજ રજપૂત ક્ષત્રિય સમાજ મા ગણા અલગ અલગ રજપૂત ક્ષત્રિય સમાજ થઈ ગયા છે. અને  આજ હરેક રજપૂત ક્ષત્રિય સમાજ ને પોત પોતાના સમાજ પ્રત્યે ગર્વ હોવો જોઈએ.
અને બિજા પણ રજપુત ક્ષત્રિય સમાજ પ્રત્યે માન સન્માન પણ હોવુ જોઈએ.

               આપણે  એ પુર્વજો ની ઉત્પતિ અને સન્તાન છિએ જે ના ઈતિહાસ આજ પણ  અમર છે  અને લોક મુખે  આજ પણ સન્માન કરી ઈતિહાસ ગવાય છે. તો આજ  આપણે રજપૂત ક્ષત્રિય થઈ સમાજ ના આજ  અલગ અલગ પડેલા આપણા રજપૂત ક્ષત્રિય સમાજ ને માન સન્માન આપવુ જોઈએ એ આપણુ કર્તવ્ય છે અને ક્ષાત્રધર્મ

                અને આજ ના યુગ મા ભેદભાવ ખોટા મત તથ મુકી હરેક રજપૂત ક્ષત્રિય સમાજ ને સંગઠન થી  એક કરવુ આપણુ કર્તવ્ય અને રજપુતી ધર્મ છે.

🙏🏻 કદાચ કાય ભુલચુક હોય તો ક્ષમા કરજો હુ રજપૂત ક્ષત્રિય છુ મને મારા હરેક રજપૂત ક્ષત્રિય સમાજ ના ભાઇ ઓ થી રજપૂત ક્ષત્રિય થઈ ને હરેક સમાજ ના રજપૂત ક્ષત્રિય માટે માન સન્માન છે. 🙏🏻

⚔🚩 જય રજપુતાના 🚩⚔
⚔🚩 જય ક્ષાત્રધર્મ 🚩⚔
*સંકલન*: વાયા-બ્લોગ -આજે મૂલાકાત લો મારા બ્લોગ ની....
edupravinsinh.blogspot.in
*પ્રવીણસિંહ પરમાર જૂનાગઢ*



કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...