Monday, December 14, 2015

ઓનલાઈન કલર વોટર આઈ-ડી કાર્ડ બનાવવા આ STEPSને ફોલો કરો

ઓનલાઈન કલર વોટર આઈ-ડી
કાર્ડ બનાવવા આ STEPSને ફોલો કરો

જો તમારી ઉંમર 18 વર્ષની ઉપર
હોય અને વોટર  આઈ-ડી કાર્ડ બનાવવા
માંગતા હોય તો ઈલેકશન કમીશનની
ઓફિસમાં ધક્કા ખાવાની જરૂરિયાત
નથી. હવે તમે પોતાના ઘરે બેઠા
સ્માર્ટફોન અથવા લેપટોપની
મદદથી કલર વોટર આઈ-ડી કાર્ડ
માટે એપ્લાય કરી શકો છે. એક
મહિનાની અંદર જ તમારું વોટર
કાર્ડ પણ મળી જશે.

મની ભાસ્કર અહીં તમને આ માટેના
સ્ટેપ્સની માહિતી આપી રહ્યું છે જેને
ફોલો કરીને તમે ઘરે બેઠા વોટર
આઈ-ડી કાર્ડ બનાવી શકો છે. 

સ્ટેપ1. પર્સનલ ઈ-મેલ આઈડી
હોવું જોઈએ

વોટર આઈડી કાર્ડ બનાવતા
પહેલા તમારી પાસે પર્સનલ ઈ-મેલ
આઈડી અને મોબાઈલ નંબર હોવો
જરૂરી છે, જેના દ્વારા ઈલેકશન
કમીશન તમારો સરળતાથી
સંપર્ક કરી શકે. કયારે પણ
આ માટે ઓફિસનો મેલ આઈ-ડી ન
આપો. આ માટે સૌ પ્રથમ તમારે
ઈલેકશન કમીશનની
વેબસાઈટ http://eci-citizenservices.nic.in/  પર જવું જરૂરી છે.
અહી તમારે ન્યુ રજીસ્ટ્રેશનના
ઓપ્શન પર કલિક કરવાનું રહેશે.

સ્ટેપ2. ફોર્મ સાવધાની પૂર્વક
ભરવામાં આવે તે જરૂરી

ઓપ્શન પર કલિક કર્યા પછી
તમારી સામે એક પેજ ઓપન થશે.
આ પેજમાં તમારે તમારી તમામ
વિગતો બારીકાઈથી ભરવાની રહેશે.
વોટર આઈડી કાર્ડ ખુબ જ મહત્વનું
હોવાને કારણે તેમાં સાચી વિગતો
ભરવામાં આવે તે જરૂરી છે.
જો માહિતી ખોટી હોવાનું પ્રકાશમાં
આવશે તો તમને જેલમાં પણ
મોકલવામાં આવી શકે છે. તેમાં
તમારો વ્હાઈટ બેકગ્રાઉન્ડ
વાળો ફોટો અપલોડ કરવો જરૂરી છે.

સ્ટેપ3. માહિતીમાં ફેરફાર કરી
શકો છો

ફોર્મ સેવ કર્યા પછી તેને
સબમિટ કરવાનું રહેશે. સબમિટ
કર્યા પછી 15 દિવસ સુધી તમે
તમારી માહિત પણ ચેન્જ કરી
શકો છે. વોટર આઈ-ડી કાર્ડ
એપ્લિકેશનનું સ્ટેટસ પણ
ઓનલાઈન ચેક કરી શકો છે.

સ્ટેપ 4. એક જ મહિનામાં મળશે
વોટર આઈ-ડી કાર્ડ

માહિતી આપ્યા બાદ ઈલેકશન
કમીશન તરફથી નિયુકત કરવામાં
આવેલ એરિયાના બૂથ લેવલ
ઓફિસર(બીએલઓ) તમારા
ઘરે આવશે અને જે ડોકયુમેન્ટોને
તમે અપલોડ કર્યા હશે તેને
ચેક કરશે. બાદમાં એક મહિનામાં
પોસ્ટ દ્વારા તમારા ઘરે
વોટર આઈ-ડી કાર્ડ
પહોંચાડવામાં આવશે.

સ્ટેપ5. આ ડોકયુમેન્ટસની સ્કેન
કોપી કરવી પડશે અપલોડ

વોટર આઈ-ડી કાર્ડ માટે તમારે
એડ્રેસ પ્રુફ અને આઈ-ડી
પ્રુફમાં અલગ-અલગ ડોકયુમેન્ટસની
કોપી અપલોડ કરવી પડશે.
તેના માટે તમારે પાસપોર્ટ,
10માંની માર્કેશીટ, બર્થ સર્ટિફિકે,
પેનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ,
આધાર કાર્ડ, બેન્કની
પાસબુક, ફોન,પાણી, વિજળી,
ગેસનું બિલ, ઈનકમ ટેકસનું
ફોર્મ 16 સહિતમાંથી કોઈ
પણ બે ડોકયુમેન્ટસની સ્કેન
કોપીને અપલોડ કરવી જરૂરી છે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...