ઢાળ: આરતી રે ટાણે વેલેરા આવજો
આજ રણમાં રે લડે રે રાજપૂત એકલો.
લડે છે કાય કારડીયા રાજપૂત રે..
મા ભોમની કાજે..
આજ રણમાં રે લડે રે...
એવા રંગ રે કેસરીયે સહદેવ ખેલ્યો..
ખેલ્યો છે કાય ખાંડા કે'રા ખેલ રે..
મા ભોમની કાજે..
આજ રણમાં રે લડે રે...
એવો કરણસિંહ થયો રે આજ કેસરીયો..
વાળે છે કાય દુશ્મન દળનો દાટ રે..
મા ભોમની કાજે
આજ રણમાં રે લડે રે.....
એવા વેરીઓ એ ઘેરાણો બારડ એકલો..
પણ હાલવા ના દે વેરીઓને એક ડગ રે..
મા ભોમની કાજે...
આજ રણમાં રે લડે રે.......
એવા શૂરા રે રણમાં રણ ભોમે આજ લડતા..
લડે છે મારા જનકાત ડોડીયા વીર રે..
મા ભોમની કાજે..
આજ રણમાં રે લડે રે...
એવા ખમીર રે દેખાડ્યા ચૌહાણ કૂળના..
ઉજળા કયૉ રાજપૂત કૂળને આજ રે...
મા ભોમની કાજે
આજ રણમાં રે લડે રે...
એવો જબરો રે જોરાવર જાદવ કૂળનો..
ભાવસિંહ તે તો રાખી વતન ની લાજ રે..
મા ભોમની કાજે...
આજ રણમાં રે લડે રે.....
એવા "મદાર" આ લવર મૂછીયા લાડલા..
વરીયા છે કાય વીરગતિને આજ રે..
મા ભોમની કાજે...
આજ રણમાં રે લડે રે રાજપૂત એકલો..
એવો દેવાભા થયો રે મજેઠી ગામમાં...
વાળે છે કાય ગાયોના ધણને રે..
મા ભોમની કાજે
આજ રણમાં રે લડે રે..
એવા શૂરા રે રણમાં રણ ભોમે આજ લડતા..
લડે છે મારો પરમાર વીર રે..
મા ભોમની કાજે..
આજ રણમાં રે લડે રે...
સંકલન:-પરમાર પ્રવિણસિંહ @ જુનાગઢ