Thursday, December 4, 2014

તમારા એન્ડ્રોઈડ ફોનની સ્પિડ વધારો


તમારા એન્ડ્રોઈડ ફોનની સ્પિડ વધારો-જુઓ ટિપ્સ

એન્ડ્રોઈડ ફોન સમય સાથે ધીમો થતો જાય છે અને ચોટવા મંડે છે આવા પ્રશ્ર્નો ઘણી વાર થતા હોય છે.
તો તેના માટે જુઓ ટિપ્સ :-



1. તમારા ફોનમાંથી બિન જરૂરી એપ્સ કે જેનો કાંઈ ઉપયોગ નથી તેને અન-ઇનસ્ટોલ કરો.
2. તમારી તમામ એપ્સને અપડેટ કરતા રહો અને જૂનાને બદલે નવા વર્ઝન જ વાપરો. તેમા થયેલ સુધારો ફોનને લોડ ઓછો કરશે.
3. કોઈ પણ પ્રકારનો એન્ટી વાઈરસ નાખશો નહીં. તે ફોનને વધુ ધીમો કરશે.
4. કોઈપણ પ્રકારના ઓટો ક્લિન એપ ના રાખો. તે તમારી હિસ્ટરી સાફ કરશે. જેથી ફોન ફરીથી તે cache લોડ કરવામાં ધીમો થશે.
5. વારંવાર તમારા ફોનની રેમને ક્લીયર ના કરો. કેમ કે તેમા પણ ઉપર મુજબ જ થશે.
6. પ્લે સ્ટોર સિવાય ક્યાયથી પણ કોઈ એપ ડાઉનલોડ ના કરો. કારણ કે પ્લે સ્ટોર માં તમારા ફોન માટેના વર્ઝન હશે.
7. ફોનની ઈન્ટરનલ મેમોરી ફ્રી રાખો. 500 MB જેટલી જગ્યા ફોન મેમરીમાં હોવી જોઈએ.
8. ફોન મેમોરીને બદલે સારો મેમોરી કાર્ડ રાખો. તેમા ફાઈલ સેવ કરો.
9. નકામા બનતા ખાલી ફોલ્ડર ડિલીટ કર:ો.
10. ઉપયોગી ન હોય તેવી કંપનીની એપ્સ અનઈન્સટોલ નહી થાય તો તેને ડિસ-એબલ કરો
🍀Tr.Pravinsinh🍀
To.Dungari School
Ta.Vanthali,  Dis.Junagadh
🌺today update🌺
www.edupravinsinh.blogspot.in